આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો.

Share this story

Bloody attack on

  • સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

સુરત વિધાનસભાની (Surat Assembly) ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા (Manoj Sorthia) પર લોહિયાળ હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં આપણે જીતતા અને હારતા રહીએ છીએ, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને લોકોને તે ગમતું નથી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જાણવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વોએ લોખંડની પાઇપથી હુમલો કર્યાનો આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે.