વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું મોટું નિવેદન, કહ્યું, ‘તમામ 64 ઉમેદવારોને..

Share this story

Opposition leader Sukhram Ratha

  • વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ (A political party) કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે.

સુખરામ રાઠવાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. જો હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એતો આવનારા સમયમાં જ ખબર પડશે.

મહત્વનું છે કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્યની ટિકિટ નહી કપાય તેમ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે નિવેદન આપ્યું. તો નેતા સુખરામ રાઠવાને લઇને હિંમતસિંહે નિવેદન આપતા જણાવ્યું કે તમામ ધારાસભ્યની કામગીરીનું મુલ્યાંકન થઇ રહ્યું છે. સંકલન થઇ થઇ રહ્યું છે નીતિ થોડા સમય બાદ જાહેર કરાશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો :-