Home Blog Page 1328

જાણો કઈ રીતે લંડનથી ચોરાયેલી કરોડોની Bentley કાર પાકિસ્તાનના કરાચી પહોંચી

Find out how the multi-million Bentley car

  •  કાર કોઈ એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ હતી જે દેશની સુરક્ષાના આધાર પર ખતરનાક ઘટના કહી શકાય.

બ્રિટનની રાજધાની લંડન (London) ખાતેથી એક ખૂબ જ મોંઘી બેંટલે મલ્સૈન (Bentley Mulsanne) કારની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીને (Britain’s National Crime Agency) તે કાર પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા એક આલીશાન બંગલામાં રાખવામાં આવી હોવાની જાણ થઈ હતી.

પાકિસ્તાન કસ્ટમ વિભાગના (Pakistan Customs Department) અધિકારીઓ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક દરોડો પાડીને તે કાર જપ્ત કરી લેવામાં આવી હતી.

કરાચી ખાતેથી જપ્ત કરવામાં આવેલી બેંટલે મલ્સૈન વી-8 એક ઓટોમેટિક કાર છે. કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ તે કારની કિંમત 30 કરોડથી પણ વધારે હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે.

છેલ્લા ઘણાં સમયથી કરાચીમાં તે કારનું ગુપ્તરૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને જ્યારે દરોડો પાડવામાં આવ્યો તે સમયે કારને એક કપડાં વડે ઢાંકીને રાખવામાં આવેલી હતી. કપડું હટાવ્યા બાદ કાર પર સ્થાનિક નંબર પ્લેટ લાગેલી હોવાની પણ જાણ થઈ હતી.

એક્સાઈઝ કર્મીઓની મિલિભગત :

ગાડીના ચેસિસ નંબર દ્વારા તેની ઓળખ કરવામાં આવી હતી અને ગુપ્ત માહિતીમાં જે નંબર આપ્યો હતો તેના સાથે પુષ્ટિ કર્યા બાદ કારને જપ્ત કરી લેવામાં આવી હતી. કસ્ટમ વિભાગે કારની ચોરી મામલે 2 લોકોની ધરપકડ કરી છે.

કરાચી ખાતેના કાર માલિક દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અન્ય વ્યક્તિએ પોતે નવેમ્બર 2022 સુધીમાં કારના તમામ કાયદાકીય દસ્તાવેજો સોંપી દેશે તેવા વચન સાથે કાર સોંપી હતી. તે કારની ચાવી ન હોવાના કારણે તેને કેરિયરની મદદથી લિફ્ટ કરવી પડી હતી.

સિંધમાં રજિસ્ટ્રેશન :

કારની ચોરીની આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કાર સિંધ ખાતે રજિસ્ટર્ડ થયેલી છે. હકીકતે આ પ્રકારની કોઈ પણ કારના રજિસ્ટ્રેશન માટે વિદેશ મંત્રાલય અને કસ્ટમની મંજૂરી ઉપરાંત ડ્યુટી અને ટેક્સની ચુકવણી ફરજિયાત છે. FIRમાં આ સમગ્ર ગોલમાલ મોટર રજિસ્ટ્રેશન, એક્સાઈઝ અને ટેક્સેશન વિભાગની મિલિભગતથી શક્ય બની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કઈ રીતે લંડન પહોંચી કાર :

પાકિસ્તાનમાં મોટરોના વેચાણ અંગેનું વિશાળતમ ઓનલાઈન માર્કેટપ્લેસ ધરાવતા પાકવ્હીલ્સના કો-ફાઉન્ડર સુનીલ મુંજે આ પ્રકારની ગતિવિધિઓ અંગે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ગતિવિધિમાં સામેલ ગેંગ ગાડી જ્યાંથી પણ આવે ત્યાં ચોરીનો રિપોર્ટ નથી લખાવા દેતા. જો કાર ખરેખર ચોરીની હોય તો સિસ્ટમમાં નોંધણી હોવાના કારણે તેને પોર્ટ પર જ જપ્ત કરી લેવામાં આવે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

કાર લંડનથી કરાચી પહોંચી ત્યાં સુધી તે ચોરી થઈ હોવાની કોઈને પણ જાણ નહોતી. કાર પાકિસ્તાનમાં ક્લીયર થયા બાદ લંડનમાં ચોરીનો રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો જેથી ઈન્સ્યોરન્સ ક્લેઈમ કરી શકાય.

એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ કાર :

સુનીલના કહેવા પ્રમાણે આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કાર નોન-કસ્ટમ નહોતી પરંતુ કોઈ એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ હતી. રાજદ્વારીઓને ડ્યુટી-ફ્રી કારની મંજૂરી હોય છે. તેઓ જેટલા વર્ષ રહે ત્યાં સુધી તેમને ડ્યુટી-ફ્રી કારની મંજૂરી મળે છે.

તેમણે સુરક્ષાના આધાર પર આ ઘટનાને ખૂબ જ ખતરનાક ગણાવી હતી કારણ કે, આવા કેસમાં અસલી ગુનેગારો સુધી પહોંચવુ મુશ્કેલ બની જાય છે.

30 કરોડથી વધારે કિંમત કઈ રીતે :

કસ્ટમ્સના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ટ્રાન્સફર થઈ તે સમયે કારની કિંમત 4 કરોડ 14 લાખ રૂપિયાથી વધારે હતી. વર્તમાન એક્સચેન્જ રેટ પ્રમાણે તેની કિંમત 5 કરોડ 85 લાખ રૂપિયાથી વધારે થાય. રિપોર્ટ પ્રમાણે કાર પરના વિવિધ ટેક્સ બાદ તેની કિંમત 30 કરોડ 74 લાખ રૂપિયાથી પણ વધી જાય છે.

આ પણ વાંચો :-

 

 

 

પડતર માંગણીઓને લઇને “ભારતીય કિસાન સંઘ” લડી લેવાનાં મૂડમાં ! આજે ગાંધીનગર બંધનું એલાન

0

“Indian Kisan Sangh” is in the mood

  • ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સરકારને ભીંસમાં લેવા ભારતીય કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

કિસાન સંઘે (Kisan Sangh) ગાંધીનગર બંધનું એલાન (Announcement of Gandhinagar Bandh) જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોની (Farmers) પડતર માંગને લઈને ચાલી રહેલા આંદોલનના અનુસંધાને કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

જોકે કિસાન સંઘની જાહેરાત બાદ પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કિસાન સંઘની વીજળી, રિ-સર્વે અને મીટરપ્રથા સહિતના મુદ્દાઓને લઇને વિરોધ છે.

ગઇકાલે સાબરકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવી પડી :

તમને જણાવી દઇએ કે ગઇ કાલે સાબરકાંઠામાં કિસાન સંઘની આગેવાની નીચે ખેડૂતોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. સરકાર સામે વિવિધ માંગને લઈને પોતાનું વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતા હાઈ-વેની બંને તરફ વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. આથી પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે તજવીજ હાથ ધરવી પડી હતી. આ દરમિયાન ખેડૂતો સાથે પોલીસની શાબ્દિક ચકમક પણ થઇ હતી.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

તો બીજી બાજુ અરવલ્લીમાં પણ કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામ દરમિયાન રોડ પર અનેક વાહનો અટવાઈ ગયા હતા. આથી પોલીસે આવીને મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન પણ ભારે હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે :

જોકે ખેડૂતોના આ ધરણામાંથી ગાંધીનગર પણ બાકાત ન હોતું રહ્યું.  જો કે, ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે. જ્યાં ગુજરાતના 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર છેલ્લાં 11 દિવસથી ધામા નાખીને બેઠા છે. જેઓ વીજળી, મહેસૂલ, રી-સર્વે, ટેકાના ભાવ તેમજ પાણીના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન સરકાર લાવશે કે કેમ ?

જાણો શું છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો ?

1.    મીટર – હોર્સ પાવર સમાન વીજદર કરવો
2.    મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ કરવું
3.    બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી
4.    સ્વૈચ્છીકલોડ વધારાની સ્કીમલાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપની ને ફાયદો થશે
5.    બોરવેલ પર જો વીજ મીટર બળી જાયતો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે
6.    કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
7.    સ્કાય યોજના ફરીથી લાગુ કરવી જેથી ખેડૂતોની આવક થશે અને સરકારની સરાહના થશે
8.    પશુપાલકોના તાબેલા પર  વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી
9.    ચાલુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં સિક્યોરીટી ડીપોઝીટ જમા હોવા છતાં નામ બદલવા સીધી લીટીના        વારસદારો અથવા આડી લીટીના વારસદાર ખેડૂતોને મીનીમમ રૂપિયા ૩૦૦ ચાર્જ લઇ વીજ કનેક્શન માં નામ બદલી આપવું
10.    દેવભૂમિ દ્વારકા – સાતલાણા 66 કે.વી સબસ્ટેશન તાત્કાલિક ચાલુ કરવું
11.    ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું
12.     ખેડૂતોએ વીજ કનેક્શન માટે પૈસા ભરી દીધા હોવા છતાં વીજ કનેક્શન માટેના મટીરીયલની શોર્ટેજ ના કારણે કનેક્શન મળવામાં વિલંબ થાય છે જેમાં ઝડપ લાવવી
13.    સમગ્ર ગુજરાતમાં જ્યાં બાગાયત વાવેતર છે તેવા ખેતીવાડી વિસ્તારમાં કેબલ લાઈન નાખવી
14.    પશુપાલકોને દુધમાં લીટરે 2-00 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવી
15.    ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ દાદાની માન્યતા આપી ટેક્ષ દુર કરવો
16.    રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સીટીને માન્યતા આપવી નહી
17.    સને ૨૦૧૯-20 નો મજુર થયેલ પાક વીમો સત્વરે ચૂકવી ખેડૂતોને ન્યાય આપવો
18.    ડ્રીપ ઈરીગેશન સિસ્ટમમાં GST નાબુદ કરવી અને 90 ટકા સહાય આપવી
19.     લામ્પી વાઇરસ માટેની રસીકરણ ઝુંબેશ તેજ કરવી અને મૃત પશુના કેસમાં પશુપાલકોને સહાય આપવી
20. MSPથી ડાંગરની કરીડી કરવી અને ખેડૂત દીઠ ખરીદીમાં વધારો કરવો
21.    જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો
22.    જમીનના અરસ પરસમાં થતા વ્યવહારમાં આડી લીટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્તિ આપવી

આ પણ વાંચો :-

ભરતસિંહ સોલંકીની રંગરેલિયા પર પત્ની રેશમા પટેલનો ઘટસ્ફોટ, પિતાના નિધન બાદ બેલગામ થયા છે…

0

Bharat Singh Solanki’s wife Reshma Patel

  • ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમાં બોલી રહી છે કે જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે ?

ભરતસિંહ સોલંકીના (Bharat Singh Solanki) પત્ની રેશ્મા સોલંકીએ ફરી એકવાર ભરતસિંહ સોલંકી પર આરોપ લગાવ્યો છે. તેમણે વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી (Rahul Gandhi) સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, જે પરિવાર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શું  સંભાળશે.

માધવસિંહના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. મારી સાથે ખરાબ વર્તન કર્યું. બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કર્યા પછી બંન્નેને ડિવોર્સ આપી દીધા હતા. 24 વર્ષની યુવતી સાથે ઘરમાં હાફ પેન્ટ પહેરેલા અને રંગરેલીયા કરતાં પકડાયા હતા.

ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં, તમારે મારા પતિ ભરત સોલંકી, જે ગુજરાત કોંગ્રેસના સર્વ સત્તાધીશ નેતા છે, તેમના વિશે સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમા બોલી રહી છે કે, જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે.

ભરતસિંહ સોલંકી તેમના પિતા માધવસિંહ સોલંકીના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. તેમને મારી સાથે તો ખરાબ વ્યવહાર કર્યો, પરંતુ પોતાની સગી બહેનો અને ભાઈઓ સાથે પણ તેમનો અણબનાવ છે. ગુજરાત મહિલા કોંગ્રેસની અનેક મહિલાઓ ભરત સોલંકીથી પીડિત છે.

રેશ્મા સોલંકીએ કહ્યું કે મારી સાથે પરિણીત હોવા છતાં 69 વર્ષની ઉંમરના ભરત સોલંકી પોતાનાથી 47 વર્ષ નાની ઉંમરની એક દીકરીના ઘરમાં હાફ પેન્ટ પહેરીને રાતે રંગરેલિયા મનાવતા પકડાયા. જેનો લાઈવ વીડિયો સમાચારોમાં વ્યાપક રીતે ફેલાયો.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

શરમથી પાણી થયેલા ભરત સોલંકીએ આખરે જાહેર કર્યું કે, થોડા મહિના કોંગ્રેસથી દૂર રહેશે, છતાં હાઈ કમાન્ડે કોઈ એક્શન ન લીધા. જ્યારે કે કોંગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય ખુદ એમનો હતો, તેમનું કન્ફેશન હતું.

બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કરીને બાદમાં તેમને છોડી દેવું. બંનેને ડિવોર્સ આપીને હવે માત્ર 24 વર્ષની ઉંમરની યુવતી સાથે ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં અને ખાસ કરીને મહિલા કોંગ્રેસમાં ભરત સોલંકીનુ કેરેક્ટર કેવું છે તે બધા જાણે છે.

આજ કાલ ભરતભાઈ સોલંકી કોંગ્રેસના રાજકીય ક્ષેત્રમાં એવું કહી રહ્યાં છે કે, તેમનું મારી સાથે સમાધાન થઈ ગયું છે, આ બિલકુલ ખોટું છે. તમે જ જણાવો, આવા કોંગી નેતાને સ્ટેજ પર બેસીને કોંગ્રેસને ગુજરાતમાં જીત કેવી રીતે મળશે? મારું ભવિષ્ય તો ઈશ્વના હાથમાં છે, પરંતું કોંગ્રેસનું ભવિષ્ય તમારા હાથમાં છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ શા માટે મહત્વનો ? કોંગ્રેસના હાથ મજબૂત કરવા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે

0

Why is Rahul Gandhi’s visit to Gujarat important

  • આજે રાહુલ ગાંધી અમદાવાદ આવશે, તેઓ રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપીને વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરાવશે. તેઓ સભાને સંબોધન બાદ બપોરે સાબરમતી આશ્રમ જશે.

વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે કોંગ્રેસના ચુંટણી પ્રચારનો આજથી શુભારંભ થશે. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચુંટણી પ્રચારના શ્રી ગણેશ (Shri Ganesha) કરાવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન (Change Resolution Convention) આયોજિત કરાયું છે.

જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપશે. રાહુલ ગાંધીનો આજનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે મહત્વનો ગણાઈ રહ્યો છે. શા માટે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મહત્વનો છે તેના કારણો અનેક છે.

રાહુલ ગાંધીના પ્રવાસથી શું ફાયદા થશે :

  • રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરશે.
  • ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોવાની સ્થિતિએ રાહુલ ગાંધી માર્ગદર્શન પૂરું પડશે.
  • ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે.
  • ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને સંદેશ આપશે.
  • ગુજરાતમાં કોંગ્રેસની જમીન બચાવવાનો પ્રયાસ.
  • કોંગ્રેસ ગુજરાતમાં ચુંટણી મુદ્દે ગંભીર હોવા મુદ્દે ઉભા થયેલા સવાલ સામે પ્રવાસ મહત્વનો.

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે. પરંતુ રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તેઓ સતત બીજેપી પર શાબ્દિક પ્રહારોથી માહોલ બનાવી રહ્યાં છે. તેઓ આજે ગુજરાતમાં કોંગ્રેસના બૂથ સ્તરીય સંમેલનમાં સામેલ થશે.

તેઓ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની ભારત જોડો યાત્રા પહેલા આજે બૂથ સ્તરીય પાર્ટી કાર્યકર્તાઓની એક રેલીને સંબોધિત કરશે. તેના બાદ સાબરમતી આશ્રમ પહોંચશે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

રાહુલ ગાંધી સાબરમતી રિવરફ્રન્ટ બુથ સ્તરના નેતાઓને સંબોધન કરશે. કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને રાહુલ ગાંધી સંબોધશે. સભા બાદ સાબરમતી આશ્રમની રાહુલ ગાંધી મુલાકાત લેશે. અશોક ગેહલોત સહીતના કોંગ્રેસના દીગજ્જ નેતાઑ અને કાર્યકરો હાજર રહેશે.

કોંગ્રેસે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહિના લાંબુ અભિયાન તૈયાર કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાત આવશે. પાર્ટીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવામ માટે 15 સપ્ટેમ્બરનું લક્ષ્ય રાખ્યું છે. કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

05 સપ્ટેમ્બર સોમવારના રોજ આ રાશિના જાતકોને થશે આર્થિક ધનલાભ- જાણો તમારી રાશી તો નથી ને…!

05 સપ્ટેમ્બર સોમવારના રોજ આ રાશિના જાતકોને થશે આર્થિક ધનલાભ- જાણો તમારી રાશી તો નથી ને…!

મેષઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા. વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક જાવકનું પાસું સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભ ના યોગ છે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રો નો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર જંગમ મિલકતથી લાભ.

મકરઃ
દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં. આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલિંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શકય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક બે દિવસના પ્રવાસ નો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપશ્ન તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

04 સપ્ટેમ્બર 2022 રાશિભવિષ્ય : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે ?

04 September 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય.

વૃષભઃ
દિવસ દર‌િમયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાઅે સાચવવું. બ્લડપ્રેશરના દર્દીઅે વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેવું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન અેકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબૂ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિય પાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થીક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતી જળવાય આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઇ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરવા પહોંચી આલિયા, આવનાર બેબી માટે ડ્રેસ પર લખ્યો એવો મેસેજ કે ફેન્સ બરાબરનાં ભડક્યા

Alia arrived to promote Brahmastra

  • હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ ફિલ્મ (Alia Bhatt) ‘બ્રહ્માસ્ત્ર’નું જોરશોરથી પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. અયાન મુખર્જીના (Ayan Mukherjee) નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશનના માટે ‘બ્રહ્માસ્ત્ર‘ની (Brahmastra) ટીમ હૈદરાબાદ પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આલિયા ભટ્ટ પોતાની ઘણી ફિલ્મોનું પ્રમોશન કરી ચૂકી છે પરંતુ રણબીર સાથેની તેની આ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. જો કે આ પ્રમોશન આલિયા માટે પણ આટલું ખાસ છે.

હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.

ગુલાબી રંગના આઉટફિટમાં પહોચી  :

આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મના પ્રમોશનમાં આટલી એક્ટિવ દેખાઈ રહી છે એ વાત ખૂબ જ પ્રશંસનીય છે. આલિયાએ હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે ગુલાબી રંગનો શરારા પહેર્યો હતો. જો કે ગુલાબી રંગના દેશી આઉટફિટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

એ જ સમયે રણબીર કપૂર અને કારણ જોહરે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે આલિયાને કોઈ પણ પ્રકારણી મુશ્કેલી ન પડે. આ બધા વચ્ચે એક વાત અલગ હતી અને એ હતું કે ઇવેંટ માટે આલિયાએ જે સૂટ પહેર્યું હતું તેના પર ‘બેબી ઓન બોર્ડ’ લખેલું હતું.

ગુસ્સે થયા ફેન્સ :

આલિયાનીઆ સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી રહી છે સાથે જ ઘણા લોકો આલિયા ભટ્ટ પર ગુસ્સે પણ થયા છે. હાલ આલિયાની એ તસવીરો અને વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો આલિયાને ટ્રોલ કરતાં કહી રહ્યા છે કે પ્રમોશન માટે પ્રેગ્નેન્સીનો સારો ઉપયોગ કરી રહ્યા છે. પણ સામે ઘણા લોકોને આલિયાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે.

આ પણ વાંચો :-

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ભોગ લેવાયો, અરવલ્લીના ASI સસ્પેન્ડ

0

Victims in police grade pay agitation, ASI of Aravalli suspended

  • ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ જયદીપસિંહ વાઘેલાને ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.

ગ્રેડ પે આંદોલન (Grade Pay Movement) મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના 9 મહિના પહેલાની છે. 9 મહિના પહેલા ગ્રેડ પે સમર્થન (Grade pay support) આંદોલનમાં જોડાવા મુદ્દે તેમના પર શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી કરાઈ છે. પોલીસકર્મીઓના આંદોલનમાં વધુ એકનો ભોગ

જયદીપસિંહ વાઘેલા ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. ડ્યુટીમાં દખલ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શું બન્યુ હતું :

9 મહિના પહેલાની ઘટના છે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ 7 જાન્યુઆરીના રોજ પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે મામલે રસ્તા પર બેસી અને ધરણાં કરી રહી હતી. જેના બાદ અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાન જયદીપસિંહ વાઘેલા ત્યાં આવ્યા હતા. તેમણે બળજબરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને જયદીપસિંહે અટકાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, જો મહિલાઓ ગાડીની અંદર નથી બેસવા માંગતી તો કેમ બેસાડો છો ?

આ પણ વાંચો :-

ફરી વધ્યું ગુજરાત સરકારનું ટેન્શન : આરોગ્યકર્મીઓ બાદ હવે શિક્ષકોએ શરૂ કર્યું આંદોલન, જાણો શું છે માંગ

0

The tension of the Gujarat government increased again

  • ગુજરાતમાં એક બાદ એક અનેક પ્રકારની હડતાળ અને આંદોલન થઈ રહ્યા છે ત્યારે હવે શિક્ષકોએ પણ ઝંપલાવ્યું છે.

ગુજરાતમાં (Gujarat) જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારે એક બાદ એક આંદોલન અને હડતાળનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) જેવા મોટા મુદ્દા પર સમાધાન લાવવા પ્રયાસ કરાયો ત્યાં આરોગ્ય કર્મીઓ પણ માંગ લઈને હડતાળ પર હતા, તલાટીઓમાં પણ નારાજગી. એવામાં આજથી હવે શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે અને આગામી સમયે વિવિધ માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.

સરકાર ન માની તો અચોક્કસ હડતાળ :

આજથી શિક્ષકો પોતાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરશે અને આવેદન પાઠવવામા આવશે. જે બાદ આગામી 11 સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો એક સાથે રજા પર ઉતરશે. જે બાદ પણ સમાધાન ન આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેનડાઉન કાર્યક્રમ અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદત માટે હડતાળ.

શું છે શિક્ષકોની મુખ્ય માંગણી :

આમ તો શિક્ષકોની 15 જેટલી માંગો છે જેના માટે આંદોલન થઈ રહ્યું છે પરંતુ સૌથી મુખ્ય જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાને લઈને છે. નોંધનીય છે કે જૂની અને નવી પેન્શન યોજનાને લઈને દેશના અનેક જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યા છે.

બિનભાજપ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ પણ કરી દેવામાં આવી છે. નવી પેન્શન યોજનામાં ખૂબ ઓછું પેન્શન મળતું હોવાથી સરકારી કર્મીઓમાં રોષ છે.

આ પણ વાંચો :-

આપના નેતા ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ ફરિયાદ, ભાજપ માટે કહ્યા હતા અશોભનીય શબ્દો

0

A complaint has been registered

  • આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે.

આપના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italia) વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ (Ummara Police) મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો (Indecent words) પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે.

ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સત્તારુઢ ભાજપ સરકાર પર સતત શાબ્દિક પ્રહારો કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-