The tension of the Gujarat government increased again
- ગુજરાતમાં એક બાદ એક અનેક પ્રકારની હડતાળ અને આંદોલન થઈ રહ્યા છે ત્યારે હવે શિક્ષકોએ પણ ઝંપલાવ્યું છે.
ગુજરાતમાં (Gujarat) જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારે એક બાદ એક આંદોલન અને હડતાળનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) જેવા મોટા મુદ્દા પર સમાધાન લાવવા પ્રયાસ કરાયો ત્યાં આરોગ્ય કર્મીઓ પણ માંગ લઈને હડતાળ પર હતા, તલાટીઓમાં પણ નારાજગી. એવામાં આજથી હવે શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે અને આગામી સમયે વિવિધ માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.
સરકાર ન માની તો અચોક્કસ હડતાળ :
આજથી શિક્ષકો પોતાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરશે અને આવેદન પાઠવવામા આવશે. જે બાદ આગામી 11 સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો એક સાથે રજા પર ઉતરશે. જે બાદ પણ સમાધાન ન આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેનડાઉન કાર્યક્રમ અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદત માટે હડતાળ.
શું છે શિક્ષકોની મુખ્ય માંગણી :
આમ તો શિક્ષકોની 15 જેટલી માંગો છે જેના માટે આંદોલન થઈ રહ્યું છે પરંતુ સૌથી મુખ્ય જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાને લઈને છે. નોંધનીય છે કે જૂની અને નવી પેન્શન યોજનાને લઈને દેશના અનેક જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યા છે.
બિનભાજપ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ પણ કરી દેવામાં આવી છે. નવી પેન્શન યોજનામાં ખૂબ ઓછું પેન્શન મળતું હોવાથી સરકારી કર્મીઓમાં રોષ છે.
આ પણ વાંચો :-