The tabrias of Bhavnagar
- ભાવનગરના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક બનાવીને વિશ્વ કક્ષાની રોબોટિક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહિ, પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
હાલ આપણે અનેક લોકોને ચાલુ વાહન (Running vehicle) પર મોબાઈલથી વાત કરતા જોઈએ છીએ. જે અત્યંત જોખમી છે. અનેક જાગૃતિ લાવવા છતા લોકો આ આદત છોડતા નથી, જે અકસ્માતનું પરિણામ બને છે. ત્યારે એક ગુજરાતી વિદ્યાર્થીઓએ (Gujarati student) એવું બાઈક બનાવ્યું છે. જે આ સમસ્યાનો ઉકેલ લઈ આવ્યું છે. સાથે જ આ સ્માર્ટ બાઈકને સ્પર્ધામાં અવ્વલ પ્રાઈઝ મળ્યું છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાની ગણેશ હાઇસ્કુલ વૈશ્વિક સ્તરે ઝળકી ઊઠી છે.
વિશ્વ લેવલે યોજાતી ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-2022માં ભાવનગરના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના મોડલ રજૂ કર્યા હતા. જેમા વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહિ, પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
સ્માર્ટ બાઇકની રચના તેના ફાયદા અને તેની ટેકનોલોજી અંગે વિસ્તૃત માહિતી આપીને આ વિદ્યાર્થીઓએ સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા. આ સ્માર્ટ બાઈક મોબાઇલથી ચાલુ-બંધ થાય અને તેના માટે ચાવીની જરૂર જ પડતી નથી. જ્યારે આ કેટેગરીમાં ઇરાનની શાળાનો બીજો નંબર આવ્યો હતો.
આજે મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ અવનવા સોપાનો સર કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કઈ નવું સર્જન કરવાની વાત આવે, ત્યારે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ક્યારેય પાછળ પડતા નથી. ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે, તાજેતરમાં જ ન્યૂ દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ અને ઓટોમેશન (AICRA) મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભારત સહિત વિશ્વભરની અનેક શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લઈ પોતાના મોડેલ રજૂ કર્યા હતા અને પોતાની રીતે ઈનોવેશનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઈનોવેશન વિભાગમાં ભાવનગર જિલ્લાના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કર્યું હતું.
જેમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર હાંસલ કરી ગોલ્ડ મેડલ અને રૂપિયા 60 હજારનું ઈનામ અંકે કરી લીધું છે. વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ભાવનગરના એક નાનકડા એવા ટીમાણા ગામની ગણેશ શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગર સહિત સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.
સ્માર્ટ બાઈકની ખાસિયત, ફોન આવતા જ બાઈક સ્લો થઈ જશે :
સ્માર્ટ બાઇક કૃતિમાં અવનવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે, મોટાભાગના લોકો બાઈક લઈને જતાં હોય અને મોબાઈલ આવે તો ચાલુ બાઇક પર જ મોબાઈલમાં વાત કરતા હોય છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના ખૂબ વધુ રહે છે.
અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?
ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે જેમાં આ સિસ્ટમ બાઈકમાં લગાવ્યા બાદ મોબાઈલમાં રીંગ વાગે ત્યારે કોલ રિસિવ કરતાની સાથે જ બાઇક ધીમે ધીમે બંધ થઈ જશે. તેમજ ફોન કરનાર વ્યક્તિ પણ જાણી શકશે કે બાઇક ચાલુ છે.
ચાવી વગર ઓપરેટ થશે બાઈક :
આ ઉપરાંત ભૂલકણાં લોકો માટે રીમાઇન્ડરનું વિશેષ ઓપ્શન આપવામાં આવ્યું છે, તેમજ બાઇક મોબાઈલની સ્પેશિયલ એપ્લિકેશનની મદદથી ઓપરેટ થઈ શકશે. જેમાં ચાવીની જરૂર નહિ પડે. આ બાઈકમાં આવી તો અનેક સુવિધા ઉપલબ્ધ છે.
આ વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ બાઈક :
શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતાં માધવ ભટ્ટ, ધોરણ-10માં અભ્યાસ કરતાં આદર્શ બારૈયા અને ચિમન સુથારે શાળાના ટેકનિકલ વિભાગના શિક્ષક અને બાઈકના એક્સપર્ટ પ્રવિણભાઈ સિંદલના માર્ગદર્શન અંતર્ગત બાઈક બનાવ્યું છે. ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો તથા શિક્ષકને ગણેશ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-