Health Tips : રાતે ભોજન કર્યા પછી 10 મિનિટ સુધી કરો આ કામ, અનેક બીમારીઓથી બચી શકશો

Share this story

Health Tips: Do this for 10 minutes

  • દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને  ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને  ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન (Damage to health) કરી શકે છે. સ્વસ્થ રહેવા માટે જેટલું જરૂરી ભોજન છે એટલું જ જરૂરી તેનું બરાબર પાચન થવું પણ છે. જો ભોજન બરાબર પચે નહીં તો અનેક ખતરનાક બીમારીઓ (A dangerous disease) થઈ શકે છે.

આથી રાતે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછું 10 મિનિટ સુધી ટહેલવું જરૂરી છે. જો તમે રોજ કસરત ન કરતા હોવ તો પણ ફક્ત 10 મિનિટની સેર તમને સ્વસ્થ રાખી શકે છે. રાતે ડિનર કર્યા બાદ ટહેલવાથી તમે ફીટ તો રહેશો જ સાથે સાથે આ સિવાય અન્ય હેલ્થ બેનિફિટ પણ થશે.

પાચનમાં કરશે મદદ :

હેલ્થ એક્સપર્ટર્સ કહે છે કે રોજ ટહેલવાથી પાચનશક્તિ સારી થાય છે. ડિનર બાદ સેર કરવાથી તમારા શરીરને વધુ ગેસ્ટ્રિક એન્ઝાઈમ બનાવવામાં મદદ મળે છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. રોજ ડિનર કરવાથી કબજિયાત જેવી બીમારીઓથી બચી શકાય છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે :

ડિનર બાદ ટહેલવાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે. તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે અને તમે એકદમ ફીટ રહો છો. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ રહે છે. આ ઉપરાંત રાતે ટહેલ્યા બાદ સારી ઊંઘ પણ આવે છે.

તણાવ ઘટે છે :

ડિનર બાદ સેર કરવાથી શારીરિક સમસ્યાઓ તો દૂર થાય છે જ પરંતુ સાથે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. પગપાળા ચાલવાથી એન્ડોર્ફિનને રિલીઝ કરવામાં મદદ મળે છે. જો તમે ડિનર બાદ થોડીવાર ચાલશો તો તમે તાજગી પણ મહેસૂસ કરશો.

રોગ સામે લડવાથી ક્ષમતા વધે છે :

રાતે ભોજન કર્યા બાદ ટહેલવાથી બોડીમાં રહેલા ઝેરી પદાર્થોનો નિકાલ થાય છે. તેનાથી બોડીના અંગો બરાબર કામ કરે છે. આ સાથે જ બોડીમાં એન્ટીબોડીઝ પણ બને છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે. એટલે કે રોજ ડિનર બાદ ટહેલવાથી કોવિડ-19 જેવા ચેપી રોગોથી બચી પણ શકાય છે.

આ પણ વાંચો :-