મોહમ્મદ શમીની પત્નીએ શેર કરી હાર્દિક પંડ્યાની તસવીર, કેપ્શન જોઈ બરાબરના ભડક્યા ફેન્સ
- પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી, જેના કેપ્શનમાં શમીને ટારગેટ કર્યા હોવાનું માનવામાં આવે છે.
ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) એશિયા કપની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને (Pakistan) 5 વિકેટથી માત આપી છે. તે મુકાબલામાં મળેલી જીત બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળે છે. આ જ ફેન્સમાં એક નામ છે મોહમ્મદ શમીની (Mohammed Shami) પત્ની હસીન જહાં (Hasin Jahan). હસીને આ જીતની ખુશી મનાવતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. પરંતુ આ પોસ્ટ પર એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે.
હસીને કર્યા શમીને ટારગેટ :
પાકિસ્તાન સામે જીત બાદ શમીની પત્નીએ હાર્દિક પંડ્યાની એક તસવીર શેર કરતા ટીમ ઇન્ડીયાને શુભકામના આપી છે. પરંતુ આ તસવીરનાં કેપ્શનમાં હસીને એક એવી વાત લખી છે, જેથી વિવાદ ઉભો થયો છે. તેમણે લખ્યું છે કે ‘શુભકામનાઓ. એક યાદગાર જીત, દેશને જીતાડવા માટે અમારા ટાઈગર્સને ખૂબ ખૂબ ધન્યવાદ.
આ તો થવાનું જ હતું, દેશની શાન, દેશની ગરિમા, ઈમાન્દારો, દેશભક્તોથી બચે છે, ન કે ક્રિમીનલ વુમનાઇઝર્સથી. આ પોસ્ટના કેપ્શનને જોઇને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે અહીં હસીન સ્પષ્ટ રીતે મોહમ્મદ શમીને જ ટારગેટ કરી રહી છે.
ફેન્સે લગાવી ક્લાસ :
હસીનની આ પોસ્ટ પર મોહમ્મદ શમીનાં ફેન્સ ખૂબ જ નારાજ થઇ ગયા છે. શમીનાં ફેન્સ હસીનને કમેન્ટ બોક્સમાં ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે શમીએ આપણા દેશનું નામ ઉપર ઉઠાવ્યું છે.
જ્યારે ઘણા લોકો હસીનની આ કોમેન્ટ પર ગુસ્સો જતાવી રહ્યા છે. હસિનની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મોટેભાગે વિવાદ ઉભો કરી દે છે. ખાસકરીને શમીના ફેન્સનાં નિશાના પર હસીન જહાં હંમેશા રહે છે. :
નથી થયા બંનેના ડિવોર્સ :
મોહમ્મદ શમી સાથે વિવાદને કારણે હસીન ઘણા લાંબા સમયથી પોતાની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે વિવાદ ઘણા સમયથી ચાલે છે પણ બંને વચ્ચે હજુ સુધી ડિવોર્સ થયો નથી. ૨૦૧૮માં મોહમ્મદ શમી પર તેમની પત્ની હસીન જહાંએ લગાવેલા મારપીટ, રેપ, હત્યાની કોશિશ, ઘરેલું હિંસા જેવા આરોપો હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હસીન જહાંએ શમી અને તેમના ભાઈ સામે પણ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ પણ વાંચો :-