હસાવતા કલાકારને સોશિયલ મીડિયાએ રડાવ્યા..! હકાભાએ આ માટે છોડ્યું સોશિયલ પ્લેટફોર્મ

Share this story

Social media made

  • આ વેદના કોઈ એક કલાકારની નથી સોશિયલ મીડિયા હીરો પણ બનાવે છે અને હતોત્સાહ પણ કરે છે.

હા, આધુનિક યુગના આવા તણાવગ્રસ્ત માહોલમાં (A stressful environment) આવા કલાકારનો ઉદેશ્ય લોકોને આનંદ કરાવવાનો જ હોય છે…લોકોને આનંદ કરાવવો એ તેમનો વ્યવસાય તો છે જ  પરંતુ આ વ્યવસાય બીજા વ્યસાય કરતાં ઘણો જુદો છે…જ્યારે કલાકાર (The artist) લોકો વચ્ચે સ્ટેજ પર આવે છે.

ત્યારે તેઓ પોતાના દુખને ભૂલીને લોકોને હસાવે છે…જો કે ક્યારેક ક્યારેક તેઓ મજબૂર થઈને લાગણીવશ બનીને પોતાની વેદના પણ વ્યક્ત કરે છે..લોકોને હસાવતા એક કલાકારને પણ કેવી બાબતો રડાવી જાય છે.

સોશિયલ મીડિયાની કોમેન્ટો અને ટીકાથી અનેક લોકો ભયમાં :

હા અનેક કલાકારોની અનુભૂતિને વ્યક્ત કરતાં આ હાસ્યકલાકાર હકાભાની વાત નજર અંદાજ કરવા જેવી નથી આજે જ્યારે સોશિયલ મીડિયાએ અનેક કલાકારોને નવી ઓળખ અને પ્લેટફોર્મ પૂરા પાડ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા અનેક કલાકારોને નિરાશ પણ કરી રહ્યા છે.

આજે અનેક કલાકારો સોશિયલ મીડિયા પરની કોમેન્ટો અને ટીકાથી ભયમાં જીવી રહ્યા છે અને સોશિયલ મીડિયા છોડી રહ્યા છે. હાસ્ય કલાકાર હકાભા પણ તેમાંના એક છે. વીટીવીએ જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે પોતાની વેદના કંઈક આ રીતે વ્યક્ત કરી.

સોશિયલ મીડિયા પર વિવેક જાગૃતિ જરૂરી :

આજે જ્યારે સોશિયલ મીડિયાએ અનેક કલાકારોને નવી ઓળખ અને પ્લેટફોર્મ પૂરા પાડી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા અનેક કલાકારોને નિરાશ પણ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગમાં જનસાધારાણની વિવેક જાગૃતિ એ સમયની માગ બની ગઈ છે.

આ પણ વાંચો :-