હજી નહીં અટકે મેઘાની બેટિંગ, આગામી 5 દિવસોમાં પડી શકે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Share this story

Megha batting will not stop

  • ભારતનાં મોટાભાગના રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. જાણો વિગતવાર.

દેશના મોટાભાગના ભાગોમાં વરસાદનો (The rain) સિલસિલો કાયમ રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આવું અનુમાન જતાવ્યું છે. ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કે સામાન્ય કરતા વધારે વરસાદ આવવાની સંભાવના છે.

માત્ર પૂર્વોત્તર ભારતનાં (Northeast India) ઘણા ભાગમાં તથા પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતનાં (North West India) અમુક ભાગોમાં સામાન્ય કરતા ઓછા વરસાદનું અનુમાન છે. જ્યારે દેશનાં મોટાભાગના હિસ્સાઓમાં વધારે તાપમાન, સામાન્ય તાપમાન કે સામાન્ય કરતા ઓછું તાપમાન પણ રહી શકે છે.

ભારતીય હવામાન વિભાગનું  અનુમાન  :

ભારતીય હવામાન વિભાગ અનુસાર આવતા 5 દિવસો દરમિયાન તામિલનાડુ, કેરલ, માહે અને દક્ષીણ આંતરિક કર્ણાટક તથા પશ્ચિમ બંગાળ – સિક્કીમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. 4 સપ્ટેમ્બરનાં રોજ જમ્મૂ-કશ્મીરમાં અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદ અને ગર્જના સાથે વીજળી પડવાની પણ સંભાવના જતાવાઈ રહી છે.

4 અને 5 સપ્ટેમ્બરનાં રોજ હિમાચલમાં 1-5 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. 4 સપ્ટેમ્બરનાં રોજ તો અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદનું અનુમાન છે.

બંગાળની ખાડીમાં ચક્રવાતીય પરિસંચરણથી વરસાદ બનવાની સંભાવના :

બંગાળની ખાડીમાં ચક્રવાતીય પરિસંચરણ ક્ષેત્ર બનવાના સંકેત મળ્યા બાદ મોસમ વૈજ્ઞાનિકોએ આવું અનુમાન જતાવ્યું છે. આના ચાલતા ઉત્તર પ્રદેશ અને બિહારનાં એ હિસ્સાઓમાં મોનસૂન પાછો ફરવાથી વધારે વરસાદ આવી શકે છે કે જ્યાં આ સિઝનમાં અત્યાર સુધી પર્યાપ્ત વરસાદ પડ્યો નથી.

ભારત મોસમ વિભાગનાં મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાe ગુરુવારનાં પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણપૂર્વ મોનસૂનનાં જલ્દી પાછા ફરવાનું ગયા અઠવાડિયે અનુમાન લગાવ્યું હતું, જેને તેમણે હવે નકાર્યું છે અને વરસાદ વધારે સમય સુધી પડવાની ઘોષણા કરી છે.

આ પણ વાંચો :-