Protest against the lawyer
- સુરતના વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે મુશ્કેલી આવી ગઈ છે. તેઓને વકીલ મંડળે આજીવન માટે સસ્પેન્ડ કરી દીધા છે.
સુરતના વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં હવે વકીલ મંડળની (Bar association) મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ (Sajan Bharwad) તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ (Minesh Zaveri) પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના ?
થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો :-