Home Blog Page 1328

06 સપ્ટેમ્બર મંગળવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On September 06, Tuesday, the native

મેષઃ
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ :
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુન :
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદા કારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક :
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ :
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યા :
ગઇકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા :
આવકનું પ્રમામ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને.

વૃશ્ચિક :
ગઇકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધન :
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર :
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે. પણ વખતસર નાણાંની સગવડ થઈ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ :
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગજેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીન :
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

દારૂ નીતિમાં ખેલ કરીને કેવી રીતે કરી તગડી કમાણી ? BJP એ કર્યું સ્ટિંગ ઓપરેશન

How to make a lot of money by

  • દિલ્હીની નવી આબકારી નીતિ દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં આરોપી નંબર 13 છે.

દિલ્હીની (Delhi) નવી આબકારી નીતિ (New Excise Policy) દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના (Kulwinder Marwah) સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં (Liquor scandal) આરોપી નંબર 13 છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના (Manish Sisodia) હાથમાં પોતે પૈસા પકડાવે છે.

કુલવિંદર મારવાહનું સ્ટિંગ ઓપરેશન :

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જે દેખાડવાના છીએ તેમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો તમે તેનું સ્ટિંગ કરજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલી દેજો.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

અમે સત્ય દેખાડી દઈશું. ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો છે. ઝી મીડિયા સ્ટિંગ ઓપરેશનના આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તે ભાજપ તરફથી બહાર પાડવામાં આવ્યું છે.

ભાજપના ગંભીર આરોપ :

દારૂ કૌભાંડ મામલે ભાજપે આરોપ લગાવ્યો કે આપ સરકારે નવી આબકારી નીતિમાં કમિશન વધાર્યું. બધુ કમિશન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પાસે ગયું. આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને દગો કર્યો છે. AAP એ દારૂ માફિયાઓના 144 કરોડ રૂપિયા માફ કર્યા.

આ પણ વાંચો :-

કોંગ્રેસમાં ‘ઓટ’, ભાજપમાં ‘ભરતી’ : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ ઝટકો, યુથ કોંગ્રેસના પ્રમુખ બાદ હવે મહામંત્રીનું રાજીનામું

0

‘Oat’ in Congress, ‘Bharti’ in BJP:

  • વિશ્વનાથ વાઘેલા બાદ હવે આજે યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ.

ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસ વખતે જ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે ગઇ કાલે વિશ્વનાથ વાઘેલાએ (Vishwanath Vaghela) ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે (Vinaysingh Tomere) રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ ભાજપમાં જોડાશે :

અત્રે નોંધનીય છે કે, ગઇકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાં તો આજે વધુ એક દિગ્ગજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો છે. એ સિવાય આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ પણ હવે ભાજપમાં જોડાશે.

આવતી કાલે CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે  :

વિધાનસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીના અમદાવાદ આગમન સમયે જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ હવે ભાજપમાં જોડાશે. યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી ભાજપમાં જોડાશે. તો NSUI પ્રદેશ ઉપ પ્રમુખ પાર્થ દેસાઈ ભાજપમાં જોડાશે.

એ સિવાય વિશાલ ઠાકોર અને માલારામ ભાવરી પણ ભાજપમાં જોડાશે. એટલે કે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ તમામ ભાજપમાં જોડાશે. આવતી કાલે CR પાટીલની હાજરીમાં યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કેસરિયા કરશે.

ગઇકાલે જ ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું :

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગઇકાલે ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતાથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

ભરૂચ ડિસ્ટ્રીકટ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.

આ પણ વાંચો :-

કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોત : ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા

0

Millionaire sweeper dies of TB

  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કહાની એક એવા વ્યક્તિની છે જેણે ક્યારેય પોતાના ખાતામાંથી પૈસા પણ ઉપાડ્યા નહીં. પિતા બાદ હવે તેનું પણ મોત થઈ ગયું છે.

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજથી (Prayagraj) એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. આ કહાની એવા વ્યક્તિની છે જેણે ક્યારેય ખાતામાંથી પગારના પૈસા ઉપાડ્યા (Money withdrawn) નથી. પિતાના પગલા પર પુત્ર પણ ચાલતો રહ્યો. નોકરી હોવા છતાં લોકો પાસે પૈસા માંગી ઘર ચલાવતો હતો.

તેને ગંભીર બીમારીએ ઝકડી લીધો હતો. આ બીમારી હતી ટીબીની. બેન્ક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા હતા પરંતુ તે સારવાર કરાવી શક્યો નહીં. શનિવારે મોડી રાત્રે ટીબીને કારણે તેનું નિધન થઈ ગયું. ઘરમાં હવે તેના 80 વર્ષના માતા છે.

પ્રયાગરાજનો કરોડપતિ સ્વીપર કહેવાતો ધીરજ જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સ્વીપરની નોકરી કરતો હતો. તે કરોડપતિ છે. આ વાતનો ખુલાસો મે મહિનામાં ત્યારે થયો જ્યારે બેન્કવાળા ધીરજને શોધતા રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા હતા.

ત્યારબાદ ધીરજને લોકો કરોડપતિ સ્વીપર કહીને બોલાવવા લાગ્યા હતા. ધીરજના પિતા સુરેશ ચંદ્ર જિલ્લા રક્તપિત્ત રોગ વિભાગમાં સ્વીપરના પદ પર કાર્યરત હતા. નોકરીમાં રહેતા તેમનું નિધન થયું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2012માં તેમના પિતાની નોકરી ધીરજને મળી ગઈ હતી.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

ધીરજના પિતાએ ક્યારેય ખાતામાંથી પૈસા ઉપાડ્યા નહીં :

ધીરજ પોતાના પિતાના પગલે ચાલતો હતો. નોકરીમાં રહેતા ધીરજના પિતાએ ક્યારેય બેન્ક એકાઉન્ટમાંથી પોતાના પગારના પૈસા ઉપાડ્યા નહીં. આ સ્થિતિ ધીરજની હતી. પિતાની જગ્યાએ નોકરીમાં લાગેલા પુત્રએ ક્યારેય ખાતામાંથી પૈસા કાઢ્યા નહીં.

ઘરનો ખર્ચ ચલાવવા માટે ધીરજ પિતાની જેમ રસ્તે ચાલતા લોકો અને સાથે કામ કરતા લોકો પાસેથી પૈસા માંગતો હતો. ધીરજના માતાને પેન્શન મળે છે, તેનાથી ધીરજનું ઘર ચાલતું હતું પરંતુ તે ક્યારે પૈસા ઉપાડવા ગયો નહીં. પરંતુ ધીરજ દર વર્ષે સરકારને ઇનકમ ટેક્સ આપતો હતો.

ન લગ્ન કર્યા, ન કોઈ શોખ :

ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં પોતાના માતા અને બહેન સાથે રહેતો હતો. લગ્નની વાત કરતા પર તે ભાગી જતો હતો. તેને ડર હતો કે તેના પૈસા કોઈ ઉપાડી ન લે. રક્તપિત વિભાગના એક કર્મચારીએ જણાવ્યું કે ધીરજ મગજથી નબળો હતો, પરંતુ ડ્યૂટી દરમિયાન તે મહેનત કરતો હતો. ખાસ વાત છે કે તેણે ક્યારેય રજા પણ લીધી નથી.

લોકો પાસે પૈસા માંગતો હતો :

ધીરજની સાથે કામ કરનારા એક વ્યક્તિએ કહ્યું, તે સમય પર ડ્યૂટી આવતો અને જતો હતો. તે કામ ઈમાનદારીથી કરતો હતો. રસ્તામાં જ્યારે અમને લોકોને મળતો હતો તો કહેતો હતો ભાઈ પૈસા આપો. તેણે ક્યારેય બેન્કમાંથી પૈસા ઉપાડ્યા નહીં. થોડા સમય પહેલા બેન્કના અધિકારી આવ્યા હતા.

અધિકારીઓએ પૂછ્યું કે ધીરજ પૈસા કેમ ઉપાડતો નથી, તારો ખર્ચો કેમ ચાલે છે. તે સમયે લોકોએ કહ્યું કે ધીરજ અમારી જેવા લોકો પાસેથી પૈસા લઈને ઘર ચલાવે છે.

આ પણ વાંચો :-

ચેતવા જેવો કિસ્સો : અમદાવાદમાં લૂંટેરી દુલ્હનનો સપાટો, દિવ્યાંગ યુવકને 3.88 લાખ રૂપિયામાં નવડાવ્યો !

A cautionary case Robber bride caught in Ahmedabad

  • સુમિત્રા નામની યુવતીએ યુવકને ફોન કરી જણાવ્યું કે, હું દિવાળી પછી આવું છું, તમે મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો. જેથી યુવકે પૈસા આપ્યા હતા. જોકે, યુવતી આવી ન્હોતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

જો તમે લગ્ન ઇચ્છુક (Wanted to get married) હોવ અને કોઈ પરિચિત વ્યક્તિઓ પાસેથી અજાણી વ્યક્તિઓનો સંપર્ક કરાવવામાં આવે તો ચેતી જજો. કારણ કે ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) શહેરમાં લુટેરી દુલ્હન અને તેની ગેંગનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ત્રણ લાખથી વધારે રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ યુવતીએ તેની સાથે લગ્ન કર્યા ન હતા અને આ ગેંગના સભ્યો રૂપિયા લઇ ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં યુવકને મારી નાખવાની (To kill) ધમકી પણ આપી હતી. જેને લઈને યુવકે પોલીસ ફરિયાદ (Police complaint) કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનનો અને અગાઉ અમદાવાદમાં રહેતો અને હાલ મુંબઈમાં રહેતો 29 વર્ષીય યુવક કોપરની બંગડી બનાવવાનું કામકાજ કરે છે અને તે અપંગ છે. બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરના ઇસનપુર ખાતે યુવક છૂટકમાં કટલરીનો વેપાર કરતો હતો. તે સમય દરમિયાન અમરાઇવાડી ખાતે રહેતા વિશ્વનાથ નામના વ્યક્તિ સાથે તે પરિચયમાં આવ્યો હતો.

વિશ્વનાથે યુવકને લગ્ન કરવાની સલાહ આપી હતી. બાદમાં લગ્ન કરાવનાર સુરેશભાઈ કે જે બાપુનગરનો રહેવાસી છે તેની સાથે મુલાકાત કરાવી હતી. ગત 12 ઓગસ્ટ 2020માં આ યુવક અને વિશ્વનાથ બંને સુરેશભાઈના ઘરે બાપુનગર ખાતે ગયા હતા. ત્યાં સુરેશભાઈએ તેમના ઘર પાસે રહેતા હરીદાસ તથા રાજુ તથા દિલીપ નામના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી હતી અને લગ્ન બાબતે વાતચીત થઈ હતી.

બાદમાં રાજુભાઈએ યુવકને મહારાષ્ટ્રમાં અકોલા ખાતે એક છોકરી છે તેમ જણાવતા યુવકે લગ્નનો ખર્ચ પૂછ્યો હતો. જેથી રાજુ નામના વ્યક્તિએ લગ્ન થઈ જાય અને છોકરી તમારા ઘરે આવે ત્યાં સુધી 2.30 લાખ જેટલો ખર્ચ થશે અને છોકરી અમદાવાદ આવી જાય પછી પૈસા આપવાના રહેશે તેવું જણાવ્યું હતું. બાદમાં રાજુભાઈએ દિલીપભાઈની ગાડી ભાડે લઈ આ યુવક અને વિશ્વનાથ, સુરેશભાઈ, હરિદાસભાઈ, રાજુભાઈ તથા દિલીપભાઈ એક સાથે અકોલા ખાતે ગયા હતા.

બીજા દિવસે ત્યાં પહોંચી રાજુભાઈએ તેમના ઓળખીતા નરેશભાઈને ફોન કરી બોલાવ્યા હતા અને નરેશભાઈએ છોકરીને બતાવતા પહેલા રૂપિયા 11,000 શુકન પેટે આપો તો જ છોકરી બતાવીશું નહીં તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી યુવકે નરેશભાઈને પૈસા આપ્યા હતા.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

બાદમાં રાજુભાઈ નરેશભાઈના ઘરે લઈ ગયા હતા. ત્યાં નરેશભાઈ વિમળા માસી, સંજય, સુરજ પાટીલ તથા સુમિત્રા પાટીલ તથા સંજય તથા કલ્યાણીબેન સાથે મુલાકાત કરાવી હતી. સંજય સુમિત્રાનો બનેવી થતો હતો અને કલ્યાણીબેન સુમિત્રાની બહેન થતી હતી.

બાદમાં યુવકે સુમિત્રા પાટીલ સાથે મુલાકાત કરી પોતે અપંગ છે અને કટલરીનો વેપાર કરે છે તેવું જણાવતા સુમિત્રાએ હું મારી મરજીથી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું તેમ કહ્યું હતું. તે સમયે નરેશભાઈએ છોકરીના હાથમાં 1,100 આપવાનું કહેતા યુવકે પૈસા આપ્યા હતા અને અમદાવાદ પરત આવી ગયા હતા. બાદમાં બીજા દિવસે આ તમામ લોકો બાપુનગર આવ્યા હતા અને પૈસાની વાત કરી હતી.

જેથી યુવકે બાપુનગર ચાર રસ્તા ખાતે 20,000 રૂપિયા રોકડા આપ્યા હતા. બાદમાં ફોટો કોપી કઢાવી પછી કોર્ટમાં લગ્ન કરવા જઈએ તેમ કહી સામેવાળાઓએ 2.20 લાખ લઈ લીધા હતા અને ભાગી ગયા હતા અને ફોન બંધ કરી દીધો હતો.

બાદમાં આ શખ્સોએ ફોન ઉપાડી 30,000 રૂપિયા ખાતામાં નાખો તો અમે છોકરીને લઈને ફરીથી આવીશું તેમ કહ્યું હતું. બાદમાં આ યુવક મહારાષ્ટ્ર ખાતે ગયો હતો જ્યાં તેની પાસે વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને યુવતીને 15 દિવસ પછી તમારી સાથે મોકલીશું તેમ કહી ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, લગ્ન ન થાય તો તમારા પૂરેપૂરા પૈસા તમને પાછા આપી દઈશું.

જેથી યુવકે લગ્ન કરવાના ઇરાદે આ તમામ નાણા એટલે કે કુલ 3.88 લાખ રૂપિયા આ શખ્સોને ચૂકવ્યા હતા. બાદમાં સુમિત્રા નામની યુવતીએ યુવકને ફોન કરી જણાવ્યું કે હું દિવાળી પછી આવું છું, તમે મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો. જેથી યુવકે પૈસા આપ્યા હતા. જોકે, યુવતી આવી ન્હોતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

યુવતી ઘરે ન આવતા યુવકે પૈસા પરત માંગતા આ શખ્સોએ ફોન ઉપર ગાળો બોલી જાનથી મારવા મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પગ મૂકીશ તો તને મારી નાખીશું. આ મામલે યુવકે મલકાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જ્યાં યુવતીએ 15 દિવસ પછી આવી જઈશ તેવું કહેતા અંદરો અંદર સમાધાન થયું હતું.

પરંતુ અનેક દિવસો સુધી રાહ જોવા છતાં પણ આ યુવતી ન આવતા આરોપી નરેશ, કલ્યાણીબહેન, સુમિત્રા પાટીલ અને તેનો બનેવી સંજય, વિમળા માસી અને સંજય અકોલા વાળો નામના શખ્સોએ 3.88 લાખ પડાવી લગ્ન ન કરી છેતરપિંડી આચરતા બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ પણ વાંચો :-

સાયરસ મિસ્ત્રી મોત કેસમાં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

0

Cyrus Mistry death case

  • સાયરસ મિસ્ત્રી મોત કેસ : જે મહિલા ગાડી ચલાવી રહ્યા હતા તે કોણ હતા અને પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટથી થયેલા મોટા ખુલાસા વિશે પણ જાણો. પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા.

ટાટા સન્સના (Tata Sons) પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) ગઈ કાલે રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ડિવાઈડર સાથે ટકરાયા પહેલા તેમની લક્ઝરી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. એટલું જ નહીં પાછળની સીટ પર બેઠેલા બંને વ્યક્તિઓએ સીટ બેલ્ટ પહેર્યો નહતો.

પોલીસ રિપોર્ટ મુજબ પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ 2.21ની આજુબાજુ ચોકી પાસે જોવા મળી હતી. દુર્ઘટના બપોરે લગભગ 2.30 વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર ઘટી. જે ચેકપોસ્ટથી 20 કિમી દૂર છે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian 

પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. આ દુર્ઘટનામાં જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલેના જીવ બચી ગયા. જ્યારે મિસ્ત્રી અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલેનું મોત થઈ ગયું. આ દુર્ઘટના મુંબઈથી લગભગ 120 કિમી દૂર ઘટી.

કાર દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાંથી નીકળેલી ચોંકાવનારી વાતો :

1. દુર્ઘટના બાદ સાઈરસ મિસ્ત્રીને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. જહાંગીર દિનશા પંડોલનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે ડોક્ટરના હવાલે આ જાણકારી આપી છે.

2. સાઈરસ મિસ્ત્રીના માથામાં ઈજા થઈ હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને પગ અને માથામાં ઈજા થઈ હતી.

3. સાઈરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. બંનેમાંથી કોઈએ સીટ બેટ પહેર્યો નહતો.

4. મુંબઈના સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા. જ્યારે સૂર્યા નદી પર બનેલા પુલ પર રોડના ડિવાઈડર સાથે કાર ટકરાઈ ત્યારે પૂરપાટ ઝડપે હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે કાર ડાબી બાજુથી એક અન્ય વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે દરમિયાન કાબૂ ગૂમાવી બેઠી.

5. અનાહિતા અને તેમના પતિ ડેરિયસ બંને કારમાં આગળની સીટ પર બેઠા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા અને હાલ સારવાર હેઠળ છે.

6. અનાહિતા અને ડેરિયસને આજે મુંબઈની એક હોસ્પિટલમાં રેફર કરાય તેવી શક્યતા છે. અકસ્માત બાદ તેમને ગુજરાતના વાપીની એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયા હતા.

7. એવું માનવામાં આવી રહ્યું છે કે આગળની સીટ પર બેઠેલા બંને લોકોના જીવ એરબેગના કારણે બચી ગયા.

8. અકસ્માત બાદ મર્સિડિઝ ગાડીની તસવીરોથી જાણવા મળે છે કે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો નહતો.

આ પણ વાંચો :-

 

વિશ્વનાથસિંહ વાઘેલા આજે કરશે કેસરિયા : CR પાટીલ-હર્ષ સંઘવી સાથે કરી હતી મુલાકાત

0

Vishwanath Singh Vaghela will do Kesaria

  • ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી એકાએક રાજીનામું આપી કોંગ્રેસને ઝટકો દેનાર વિશ્વનાથસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાશે.

ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના (Gujarat Youth Congress) પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથસિંહ વાઘેલા (Vishwanath Singh Vaghela) આજે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે. તેઓએ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી. દરમ્યાન અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા.

વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ :

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે ગઇકાલે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.

જો કે વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે પ્રદેશ યુથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ હતી. ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂંક કરી દેવાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.

યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે : વિશ્વનાથસિંહ વાઘેલા

વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધી-નેહરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે.

કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.’

આ પણ વાંચો :-

 

 

જાણો કઈ રીતે લંડનથી ચોરાયેલી કરોડોની Bentley કાર પાકિસ્તાનના કરાચી પહોંચી

Find out how the multi-million Bentley car

  •  કાર કોઈ એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ હતી જે દેશની સુરક્ષાના આધાર પર ખતરનાક ઘટના કહી શકાય.

બ્રિટનની રાજધાની લંડન (London) ખાતેથી એક ખૂબ જ મોંઘી બેંટલે મલ્સૈન (Bentley Mulsanne) કારની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીને (Britain’s National Crime Agency) તે કાર પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા એક આલીશાન બંગલામાં રાખવામાં આવી હોવાની જાણ થઈ હતી.

પાકિસ્તાન કસ્ટમ વિભાગના (Pakistan Customs Department) અધિકારીઓ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક દરોડો પાડીને તે કાર જપ્ત કરી લેવામાં આવી હતી.

કરાચી ખાતેથી જપ્ત કરવામાં આવેલી બેંટલે મલ્સૈન વી-8 એક ઓટોમેટિક કાર છે. કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ તે કારની કિંમત 30 કરોડથી પણ વધારે હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે.

છેલ્લા ઘણાં સમયથી કરાચીમાં તે કારનું ગુપ્તરૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને જ્યારે દરોડો પાડવામાં આવ્યો તે સમયે કારને એક કપડાં વડે ઢાંકીને રાખવામાં આવેલી હતી. કપડું હટાવ્યા બાદ કાર પર સ્થાનિક નંબર પ્લેટ લાગેલી હોવાની પણ જાણ થઈ હતી.

એક્સાઈઝ કર્મીઓની મિલિભગત :

ગાડીના ચેસિસ નંબર દ્વારા તેની ઓળખ કરવામાં આવી હતી અને ગુપ્ત માહિતીમાં જે નંબર આપ્યો હતો તેના સાથે પુષ્ટિ કર્યા બાદ કારને જપ્ત કરી લેવામાં આવી હતી. કસ્ટમ વિભાગે કારની ચોરી મામલે 2 લોકોની ધરપકડ કરી છે.

કરાચી ખાતેના કાર માલિક દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અન્ય વ્યક્તિએ પોતે નવેમ્બર 2022 સુધીમાં કારના તમામ કાયદાકીય દસ્તાવેજો સોંપી દેશે તેવા વચન સાથે કાર સોંપી હતી. તે કારની ચાવી ન હોવાના કારણે તેને કેરિયરની મદદથી લિફ્ટ કરવી પડી હતી.

સિંધમાં રજિસ્ટ્રેશન :

કારની ચોરીની આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કાર સિંધ ખાતે રજિસ્ટર્ડ થયેલી છે. હકીકતે આ પ્રકારની કોઈ પણ કારના રજિસ્ટ્રેશન માટે વિદેશ મંત્રાલય અને કસ્ટમની મંજૂરી ઉપરાંત ડ્યુટી અને ટેક્સની ચુકવણી ફરજિયાત છે. FIRમાં આ સમગ્ર ગોલમાલ મોટર રજિસ્ટ્રેશન, એક્સાઈઝ અને ટેક્સેશન વિભાગની મિલિભગતથી શક્ય બની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કઈ રીતે લંડન પહોંચી કાર :

પાકિસ્તાનમાં મોટરોના વેચાણ અંગેનું વિશાળતમ ઓનલાઈન માર્કેટપ્લેસ ધરાવતા પાકવ્હીલ્સના કો-ફાઉન્ડર સુનીલ મુંજે આ પ્રકારની ગતિવિધિઓ અંગે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ગતિવિધિમાં સામેલ ગેંગ ગાડી જ્યાંથી પણ આવે ત્યાં ચોરીનો રિપોર્ટ નથી લખાવા દેતા. જો કાર ખરેખર ચોરીની હોય તો સિસ્ટમમાં નોંધણી હોવાના કારણે તેને પોર્ટ પર જ જપ્ત કરી લેવામાં આવે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

કાર લંડનથી કરાચી પહોંચી ત્યાં સુધી તે ચોરી થઈ હોવાની કોઈને પણ જાણ નહોતી. કાર પાકિસ્તાનમાં ક્લીયર થયા બાદ લંડનમાં ચોરીનો રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો જેથી ઈન્સ્યોરન્સ ક્લેઈમ કરી શકાય.

એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ કાર :

સુનીલના કહેવા પ્રમાણે આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કાર નોન-કસ્ટમ નહોતી પરંતુ કોઈ એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ હતી. રાજદ્વારીઓને ડ્યુટી-ફ્રી કારની મંજૂરી હોય છે. તેઓ જેટલા વર્ષ રહે ત્યાં સુધી તેમને ડ્યુટી-ફ્રી કારની મંજૂરી મળે છે.

તેમણે સુરક્ષાના આધાર પર આ ઘટનાને ખૂબ જ ખતરનાક ગણાવી હતી કારણ કે, આવા કેસમાં અસલી ગુનેગારો સુધી પહોંચવુ મુશ્કેલ બની જાય છે.

30 કરોડથી વધારે કિંમત કઈ રીતે :

કસ્ટમ્સના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ટ્રાન્સફર થઈ તે સમયે કારની કિંમત 4 કરોડ 14 લાખ રૂપિયાથી વધારે હતી. વર્તમાન એક્સચેન્જ રેટ પ્રમાણે તેની કિંમત 5 કરોડ 85 લાખ રૂપિયાથી વધારે થાય. રિપોર્ટ પ્રમાણે કાર પરના વિવિધ ટેક્સ બાદ તેની કિંમત 30 કરોડ 74 લાખ રૂપિયાથી પણ વધી જાય છે.

આ પણ વાંચો :-

 

 

 

પડતર માંગણીઓને લઇને “ભારતીય કિસાન સંઘ” લડી લેવાનાં મૂડમાં ! આજે ગાંધીનગર બંધનું એલાન

0

“Indian Kisan Sangh” is in the mood

  • ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સરકારને ભીંસમાં લેવા ભારતીય કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

કિસાન સંઘે (Kisan Sangh) ગાંધીનગર બંધનું એલાન (Announcement of Gandhinagar Bandh) જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોની (Farmers) પડતર માંગને લઈને ચાલી રહેલા આંદોલનના અનુસંધાને કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

જોકે કિસાન સંઘની જાહેરાત બાદ પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કિસાન સંઘની વીજળી, રિ-સર્વે અને મીટરપ્રથા સહિતના મુદ્દાઓને લઇને વિરોધ છે.

ગઇકાલે સાબરકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવી પડી :

તમને જણાવી દઇએ કે ગઇ કાલે સાબરકાંઠામાં કિસાન સંઘની આગેવાની નીચે ખેડૂતોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. સરકાર સામે વિવિધ માંગને લઈને પોતાનું વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતા હાઈ-વેની બંને તરફ વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. આથી પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે તજવીજ હાથ ધરવી પડી હતી. આ દરમિયાન ખેડૂતો સાથે પોલીસની શાબ્દિક ચકમક પણ થઇ હતી.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

તો બીજી બાજુ અરવલ્લીમાં પણ કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામ દરમિયાન રોડ પર અનેક વાહનો અટવાઈ ગયા હતા. આથી પોલીસે આવીને મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન પણ ભારે હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે :

જોકે ખેડૂતોના આ ધરણામાંથી ગાંધીનગર પણ બાકાત ન હોતું રહ્યું.  જો કે, ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે. જ્યાં ગુજરાતના 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર છેલ્લાં 11 દિવસથી ધામા નાખીને બેઠા છે. જેઓ વીજળી, મહેસૂલ, રી-સર્વે, ટેકાના ભાવ તેમજ પાણીના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન સરકાર લાવશે કે કેમ ?

જાણો શું છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો ?

1.    મીટર – હોર્સ પાવર સમાન વીજદર કરવો
2.    મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ કરવું
3.    બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી
4.    સ્વૈચ્છીકલોડ વધારાની સ્કીમલાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપની ને ફાયદો થશે
5.    બોરવેલ પર જો વીજ મીટર બળી જાયતો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે
6.    કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
7.    સ્કાય યોજના ફરીથી લાગુ કરવી જેથી ખેડૂતોની આવક થશે અને સરકારની સરાહના થશે
8.    પશુપાલકોના તાબેલા પર  વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી
9.    ચાલુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં સિક્યોરીટી ડીપોઝીટ જમા હોવા છતાં નામ બદલવા સીધી લીટીના        વારસદારો અથવા આડી લીટીના વારસદાર ખેડૂતોને મીનીમમ રૂપિયા ૩૦૦ ચાર્જ લઇ વીજ કનેક્શન માં નામ બદલી આપવું
10.    દેવભૂમિ દ્વારકા – સાતલાણા 66 કે.વી સબસ્ટેશન તાત્કાલિક ચાલુ કરવું
11.    ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું
12.     ખેડૂતોએ વીજ કનેક્શન માટે પૈસા ભરી દીધા હોવા છતાં વીજ કનેક્શન માટેના મટીરીયલની શોર્ટેજ ના કારણે કનેક્શન મળવામાં વિલંબ થાય છે જેમાં ઝડપ લાવવી
13.    સમગ્ર ગુજરાતમાં જ્યાં બાગાયત વાવેતર છે તેવા ખેતીવાડી વિસ્તારમાં કેબલ લાઈન નાખવી
14.    પશુપાલકોને દુધમાં લીટરે 2-00 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવી
15.    ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ દાદાની માન્યતા આપી ટેક્ષ દુર કરવો
16.    રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સીટીને માન્યતા આપવી નહી
17.    સને ૨૦૧૯-20 નો મજુર થયેલ પાક વીમો સત્વરે ચૂકવી ખેડૂતોને ન્યાય આપવો
18.    ડ્રીપ ઈરીગેશન સિસ્ટમમાં GST નાબુદ કરવી અને 90 ટકા સહાય આપવી
19.     લામ્પી વાઇરસ માટેની રસીકરણ ઝુંબેશ તેજ કરવી અને મૃત પશુના કેસમાં પશુપાલકોને સહાય આપવી
20. MSPથી ડાંગરની કરીડી કરવી અને ખેડૂત દીઠ ખરીદીમાં વધારો કરવો
21.    જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો
22.    જમીનના અરસ પરસમાં થતા વ્યવહારમાં આડી લીટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્તિ આપવી

આ પણ વાંચો :-

ભરતસિંહ સોલંકીની રંગરેલિયા પર પત્ની રેશમા પટેલનો ઘટસ્ફોટ, પિતાના નિધન બાદ બેલગામ થયા છે…

0

Bharat Singh Solanki’s wife Reshma Patel

  • ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમાં બોલી રહી છે કે જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે ?

ભરતસિંહ સોલંકીના (Bharat Singh Solanki) પત્ની રેશ્મા સોલંકીએ ફરી એકવાર ભરતસિંહ સોલંકી પર આરોપ લગાવ્યો છે. તેમણે વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી (Rahul Gandhi) સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, જે પરિવાર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શું  સંભાળશે.

માધવસિંહના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. મારી સાથે ખરાબ વર્તન કર્યું. બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કર્યા પછી બંન્નેને ડિવોર્સ આપી દીધા હતા. 24 વર્ષની યુવતી સાથે ઘરમાં હાફ પેન્ટ પહેરેલા અને રંગરેલીયા કરતાં પકડાયા હતા.

ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં, તમારે મારા પતિ ભરત સોલંકી, જે ગુજરાત કોંગ્રેસના સર્વ સત્તાધીશ નેતા છે, તેમના વિશે સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમા બોલી રહી છે કે, જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે.

ભરતસિંહ સોલંકી તેમના પિતા માધવસિંહ સોલંકીના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. તેમને મારી સાથે તો ખરાબ વ્યવહાર કર્યો, પરંતુ પોતાની સગી બહેનો અને ભાઈઓ સાથે પણ તેમનો અણબનાવ છે. ગુજરાત મહિલા કોંગ્રેસની અનેક મહિલાઓ ભરત સોલંકીથી પીડિત છે.

રેશ્મા સોલંકીએ કહ્યું કે મારી સાથે પરિણીત હોવા છતાં 69 વર્ષની ઉંમરના ભરત સોલંકી પોતાનાથી 47 વર્ષ નાની ઉંમરની એક દીકરીના ઘરમાં હાફ પેન્ટ પહેરીને રાતે રંગરેલિયા મનાવતા પકડાયા. જેનો લાઈવ વીડિયો સમાચારોમાં વ્યાપક રીતે ફેલાયો.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

શરમથી પાણી થયેલા ભરત સોલંકીએ આખરે જાહેર કર્યું કે, થોડા મહિના કોંગ્રેસથી દૂર રહેશે, છતાં હાઈ કમાન્ડે કોઈ એક્શન ન લીધા. જ્યારે કે કોંગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય ખુદ એમનો હતો, તેમનું કન્ફેશન હતું.

બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કરીને બાદમાં તેમને છોડી દેવું. બંનેને ડિવોર્સ આપીને હવે માત્ર 24 વર્ષની ઉંમરની યુવતી સાથે ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં અને ખાસ કરીને મહિલા કોંગ્રેસમાં ભરત સોલંકીનુ કેરેક્ટર કેવું છે તે બધા જાણે છે.

આજ કાલ ભરતભાઈ સોલંકી કોંગ્રેસના રાજકીય ક્ષેત્રમાં એવું કહી રહ્યાં છે કે, તેમનું મારી સાથે સમાધાન થઈ ગયું છે, આ બિલકુલ ખોટું છે. તમે જ જણાવો, આવા કોંગી નેતાને સ્ટેજ પર બેસીને કોંગ્રેસને ગુજરાતમાં જીત કેવી રીતે મળશે? મારું ભવિષ્ય તો ઈશ્વના હાથમાં છે, પરંતું કોંગ્રેસનું ભવિષ્ય તમારા હાથમાં છે.

આ પણ વાંચો :-