Home Blog Page 1329

04 સપ્ટેમ્બર 2022 રાશિભવિષ્ય : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે ?

04 September 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય.

વૃષભઃ
દિવસ દર‌િમયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાઅે સાચવવું. બ્લડપ્રેશરના દર્દીઅે વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેવું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન અેકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબૂ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિય પાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થીક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતી જળવાય આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઇ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરવા પહોંચી આલિયા, આવનાર બેબી માટે ડ્રેસ પર લખ્યો એવો મેસેજ કે ફેન્સ બરાબરનાં ભડક્યા

Alia arrived to promote Brahmastra

  • હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ ફિલ્મ (Alia Bhatt) ‘બ્રહ્માસ્ત્ર’નું જોરશોરથી પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. અયાન મુખર્જીના (Ayan Mukherjee) નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશનના માટે ‘બ્રહ્માસ્ત્ર‘ની (Brahmastra) ટીમ હૈદરાબાદ પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આલિયા ભટ્ટ પોતાની ઘણી ફિલ્મોનું પ્રમોશન કરી ચૂકી છે પરંતુ રણબીર સાથેની તેની આ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. જો કે આ પ્રમોશન આલિયા માટે પણ આટલું ખાસ છે.

હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.

ગુલાબી રંગના આઉટફિટમાં પહોચી  :

આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મના પ્રમોશનમાં આટલી એક્ટિવ દેખાઈ રહી છે એ વાત ખૂબ જ પ્રશંસનીય છે. આલિયાએ હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે ગુલાબી રંગનો શરારા પહેર્યો હતો. જો કે ગુલાબી રંગના દેશી આઉટફિટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

એ જ સમયે રણબીર કપૂર અને કારણ જોહરે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે આલિયાને કોઈ પણ પ્રકારણી મુશ્કેલી ન પડે. આ બધા વચ્ચે એક વાત અલગ હતી અને એ હતું કે ઇવેંટ માટે આલિયાએ જે સૂટ પહેર્યું હતું તેના પર ‘બેબી ઓન બોર્ડ’ લખેલું હતું.

ગુસ્સે થયા ફેન્સ :

આલિયાનીઆ સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી રહી છે સાથે જ ઘણા લોકો આલિયા ભટ્ટ પર ગુસ્સે પણ થયા છે. હાલ આલિયાની એ તસવીરો અને વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો આલિયાને ટ્રોલ કરતાં કહી રહ્યા છે કે પ્રમોશન માટે પ્રેગ્નેન્સીનો સારો ઉપયોગ કરી રહ્યા છે. પણ સામે ઘણા લોકોને આલિયાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે.

આ પણ વાંચો :-

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ભોગ લેવાયો, અરવલ્લીના ASI સસ્પેન્ડ

0

Victims in police grade pay agitation, ASI of Aravalli suspended

  • ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ જયદીપસિંહ વાઘેલાને ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.

ગ્રેડ પે આંદોલન (Grade Pay Movement) મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના 9 મહિના પહેલાની છે. 9 મહિના પહેલા ગ્રેડ પે સમર્થન (Grade pay support) આંદોલનમાં જોડાવા મુદ્દે તેમના પર શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી કરાઈ છે. પોલીસકર્મીઓના આંદોલનમાં વધુ એકનો ભોગ

જયદીપસિંહ વાઘેલા ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. ડ્યુટીમાં દખલ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શું બન્યુ હતું :

9 મહિના પહેલાની ઘટના છે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ 7 જાન્યુઆરીના રોજ પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે મામલે રસ્તા પર બેસી અને ધરણાં કરી રહી હતી. જેના બાદ અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાન જયદીપસિંહ વાઘેલા ત્યાં આવ્યા હતા. તેમણે બળજબરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને જયદીપસિંહે અટકાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, જો મહિલાઓ ગાડીની અંદર નથી બેસવા માંગતી તો કેમ બેસાડો છો ?

આ પણ વાંચો :-

ફરી વધ્યું ગુજરાત સરકારનું ટેન્શન : આરોગ્યકર્મીઓ બાદ હવે શિક્ષકોએ શરૂ કર્યું આંદોલન, જાણો શું છે માંગ

0

The tension of the Gujarat government increased again

  • ગુજરાતમાં એક બાદ એક અનેક પ્રકારની હડતાળ અને આંદોલન થઈ રહ્યા છે ત્યારે હવે શિક્ષકોએ પણ ઝંપલાવ્યું છે.

ગુજરાતમાં (Gujarat) જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારે એક બાદ એક આંદોલન અને હડતાળનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) જેવા મોટા મુદ્દા પર સમાધાન લાવવા પ્રયાસ કરાયો ત્યાં આરોગ્ય કર્મીઓ પણ માંગ લઈને હડતાળ પર હતા, તલાટીઓમાં પણ નારાજગી. એવામાં આજથી હવે શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે અને આગામી સમયે વિવિધ માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.

સરકાર ન માની તો અચોક્કસ હડતાળ :

આજથી શિક્ષકો પોતાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરશે અને આવેદન પાઠવવામા આવશે. જે બાદ આગામી 11 સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો એક સાથે રજા પર ઉતરશે. જે બાદ પણ સમાધાન ન આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેનડાઉન કાર્યક્રમ અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદત માટે હડતાળ.

શું છે શિક્ષકોની મુખ્ય માંગણી :

આમ તો શિક્ષકોની 15 જેટલી માંગો છે જેના માટે આંદોલન થઈ રહ્યું છે પરંતુ સૌથી મુખ્ય જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાને લઈને છે. નોંધનીય છે કે જૂની અને નવી પેન્શન યોજનાને લઈને દેશના અનેક જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યા છે.

બિનભાજપ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ પણ કરી દેવામાં આવી છે. નવી પેન્શન યોજનામાં ખૂબ ઓછું પેન્શન મળતું હોવાથી સરકારી કર્મીઓમાં રોષ છે.

આ પણ વાંચો :-

આપના નેતા ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ ફરિયાદ, ભાજપ માટે કહ્યા હતા અશોભનીય શબ્દો

0

A complaint has been registered

  • આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે.

આપના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italia) વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ (Ummara Police) મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો (Indecent words) પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે.

ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સત્તારુઢ ભાજપ સરકાર પર સતત શાબ્દિક પ્રહારો કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

મંદિરમાં અશોક ગેહલોત સામે લાગ્યા મોદી-મોદીના નારા, CM નું રિએક્શન જોઈને દંગ રહી જશો

0

Modi-Modi slogans against Ashok Gehlot

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શુક્રવારે જૈસલમેર પાસે રામદેવરામાં લોકદેવતા બાબા રામદેવ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓએ સીએમ અશોક  ગેહલોત સામે જ મોદી મોદીના નારા લગાવવા માંડ્યા.

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) શુક્રવારે જૈસલમેર પાસે રામદેવરામાં લોકદેવતા બાબા રામદેવ મંદિરમાં (Ramdev Temple) દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓએ સીએમ અશોક ગેહલોત (CM Ashok Gehlot) સામે જ મોદી મોદીના નારા લગાવવા માંડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જો કે મોદી મોદીના નારા મંદિરમાં લગાવવા છતાં સીએમ અશોક ગેહલોત મરક મરક હસતાં જોવા મળ્યા. તેમણે કોઈ પણ નારાજગી વ્યક્ત કર્યા વગર બધાનું અભિવાદન કર્યું અને આગળ વધી ગયા. અત્રે જણાવવાનું કે સીએમ અશોક ગેહલોત સામે મંદિરમાં મોદી મોદીના નારા લાગવાનો વીડિયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતે ટ્વીટ કરી છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

કેન્દ્રીય મંત્રીએ લીધી મજા :

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું કે રામદેવરા પહોંચતા સીએમ ગેહલોતનું સ્વાગત આપણા પ્રધાનમંત્રીના નામના નારાથી થયું. શ્રદ્ધાળુઓ નારા લગાવીને પોતાની પસંદ જણાવી રહ્યા હતા અને ગેહલો હાથ હલાવીને અભિવાદન સ્વીકારી રહ્યા હતા. હવે સીએમ સાહેબ કહેશે કે ‘હું લોકપ્રિય છું, લોકો મને જોઈને નારા લગાવે છે.’

કેવી રીતે થઈ નારાની શરૂઆત :

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંદિર પરિસરમાં વીઆઈપી માટે બનેલા માર્ગથી પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ બાબા રામદેવની સમાધિ તરફ જઈ રહ્યા હતા તે વખતે લાઈનમાં ઉભેલા કેટલાક શ્રદ્ધાળુઓના જૂથે રાજકીય નારા લગાવ્યા.

સીએમ ગેહલોતે આપ્યું આ રિએક્શન :

તેમણે જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા અને લાઈનમાં ઊભેલા શ્રદ્ધાળુઓ સાથ વાતચીત કરી રહ્યા હતા તો તેમાંથી કેટલાકે અશોક ગેહલોત જિંદાબાદના નારા લગાવ્યા. તેના જવાબમાં લાઈનમાં ઊભેલા શ્રદ્ધાળુઓમાંથી એક સમૂહે પાછળથી મોદી મોદીના નારા લગાવ્યા. પછી સીએમ ગેહલોત આગળ વધ્યા અને હાથ હલાવ્યા.

એક અધિકારીએ જણાવ્યું કે સીએમ ગેહલોતે બાબા રામદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી અને રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. રામદેવરા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેર જિલ્લાના ભણિયાળા ઉપખંડ મુખ્યાલય પહોંચ્યા અને ત્યાં 59 કરોડ રૂપિયાના ખર્ચે વિભિન્ન વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો.

આ પણ વાંચો :-

પાકિસ્તાન સામેની મેચમાં ચહલની જગ્યા આ ખેલાડીને તક મળી શકે છે ! જીત મેળવા રોહિત કરશે બદલાવ

0

This player can get a chance

  • યુઝવેન્દ્ર ચહલ હજુ સુધી એશિયા કપમાં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા તેને પાકિસ્તાન સામે સુપર-4 મેચમાં બહારનો રસ્તો બતાવી શકે છે.

ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે એશિયા કપમાં (Asia Cup) 4 સપ્ટેમ્બરે ફરી એકવાર સુપર-4 મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ફાઈનલ તરફ આગળ વધવા ઈચ્છશે. ભારત પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. જે ટીમ ઈન્ડિયા માટે મેચ જીતી શકે છે. આ ખેલાડીઓ માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલવામાં માહિર છે. સાથે જ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પણ પાકિસ્તાન સામે જીતવા માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા ઈચ્છશે.

યુઝવેન્દ્ર ચહલે ખરાબ પ્રદર્શન કર્યું :

યુઝવેન્દ્ર ચહલ એશિયા કપ 2022માં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તેની સામે વિરોધી બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ચહલ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે ચાર ઓવરના ક્વોટામાં 32 રન બનાવ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં.

જ્યારે દુબઈની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે. આ પીચો પર પણ ચહલ શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. તે હોંગકોંગ સામે પણ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં 18 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી.

આ ખેલાડીનો ટીમમાં સમાવેશ થઈ શકે છે :

યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયા પર બોજ બની ગયો છે. તે ટીમની જીતમાં યોગદાન આપી શકતો નથી. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવી શકે છે. અશ્વિન સ્પિનનો મહાન માસ્ટર છે. T20 ક્રિકેટમાં, તેની ચાર ઓવર જીત અને હાર વચ્ચેનો તફાવત નક્કી કરે છે અને તે ખૂબ જ આર્થિક સાબિત થાય છે. ચહલ અને અશ્વિન વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે અશ્વિન નીચલા ક્રમને પાર કરીને વિસ્ફોટક બેટિંગમાં માહેર છે.

ટીમ ઈન્ડિયાને આ ખેલાડીએ ઘણી મેચો જીતાડી છે :

રવિચંદ્રન અશ્વિન કેરમ બોલને ખૂબ સારી રીતે ફેંકે છે, જેને બેટ્સમેન સમજી શકતો નથી અને વહેલો આઉટ થઈ જાય છે. અશ્વિને ભારત માટે 54 T20 મેચમાં 64 વિકેટ લીધી છે. આ સાથે જ તે ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજા નંબરનો બોલર છે. આવી સ્થિતિમાં તે પાકિસ્તાન સામે તબાહી મચાવી શકે છે.

ભારતનું પલડું ભારી :

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 મેચ રમાઈ છે. જેમાં ભારતે 9 મેચ જીતી છે અને પાકિસ્તાને 4 મેચ જીતી છે. ભારતે સૌથી વધુ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ માત્ર બે વખત જ એશિયા કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.

આ પણ વાંચો :-

પગપાળા અંબાજી જઈ રહેલા માઈભક્તોને જીપે અડફેટે લેતા બેના મૃત્યુ, સતત બીજા દિવસે અકસ્માતનો ભોગ બન્યા શ્રદ્ધાળુઓ

0

Devotees were killed

  • મા અંબાના સૌથી મોટા મંદિરમાં પગપાળા જવા ગુજરાતના લાખો ભક્તો નીકળ્યા છે ત્યારે સતત બીજા દિવસે દુ:ખદ સમાચાર આવ્યા છે.

ગુજરાતમાં કૃષ્ણ ભક્તોની (Krishna devotees) સાથે માઈ ભક્તોની સંખ્યા ખૂબ વધારે છે, દર વર્ષે નવરાત્રી પહેલા અંબાજીમાં (Ambaji) માનવ મહેરામણ ઉમટી પડે છે અને લાખોની સંખ્યામાં સેંકડો કિમી ચાલીને ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે ત્યારે અકસ્માતના પણ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે પદયાત્રીઓ અકસ્માતનો (Pedestrian accident) ભોગ બન્યા છે.

એક પદયાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ,અન્ય એકનું સારવારમાં મૃત્યુ :

બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર જીપ ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા જે બાદ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. થરાદના પડાદર અને ઝેટા ગામના ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

મૃતકોના નામ  :

રાયસંગભાઈ પટેલ
લગધીરજી ઠાકોર

શુક્રવારે પણ થયો હતો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મૃત્યુ :

અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.

અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભાવનગરના ટાબરિયાઓએ એવું બાઈક બનાવ્યું, જે મોબાઈલ પર રિંગ વાગતા જ સ્લો થઈ જશે !

The tabrias of Bhavnagar

  • ભાવનગરના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક બનાવીને વિશ્વ કક્ષાની રોબોટિક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહિ, પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

હાલ આપણે અનેક લોકોને ચાલુ વાહન (Running vehicle) પર મોબાઈલથી વાત કરતા જોઈએ છીએ. જે અત્યંત જોખમી છે. અનેક જાગૃતિ લાવવા છતા લોકો આ આદત છોડતા નથી, જે અકસ્માતનું પરિણામ બને છે. ત્યારે એક ગુજરાતી વિદ્યાર્થીઓએ (Gujarati student) એવું બાઈક બનાવ્યું છે. જે આ સમસ્યાનો ઉકેલ લઈ આવ્યું છે. સાથે જ આ સ્માર્ટ બાઈકને સ્પર્ધામાં અવ્વલ પ્રાઈઝ મળ્યું છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાની ગણેશ હાઇસ્કુલ વૈશ્વિક સ્તરે ઝળકી ઊઠી છે.

વિશ્વ લેવલે યોજાતી ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-2022માં ભાવનગરના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના મોડલ રજૂ કર્યા હતા. જેમા વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહિ, પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

સ્માર્ટ બાઇકની રચના તેના ફાયદા અને તેની ટેકનોલોજી અંગે વિસ્તૃત માહિતી આપીને આ વિદ્યાર્થીઓએ સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા. આ સ્માર્ટ બાઈક મોબાઇલથી ચાલુ-બંધ થાય અને તેના માટે ચાવીની જરૂર જ પડતી નથી. જ્યારે આ કેટેગરીમાં ઇરાનની શાળાનો બીજો નંબર આવ્યો હતો.

આજે મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ અવનવા સોપાનો સર કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કઈ નવું સર્જન કરવાની વાત આવે, ત્યારે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ક્યારેય પાછળ પડતા નથી. ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે, તાજેતરમાં જ ન્યૂ દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ અને ઓટોમેશન (AICRA) મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભારત સહિત વિશ્વભરની અનેક શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લઈ પોતાના મોડેલ રજૂ કર્યા હતા અને પોતાની રીતે ઈનોવેશનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઈનોવેશન વિભાગમાં ભાવનગર જિલ્લાના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કર્યું હતું.

જેમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર હાંસલ કરી ગોલ્ડ મેડલ અને રૂપિયા 60 હજારનું ઈનામ અંકે કરી લીધું છે. વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ભાવનગરના એક નાનકડા એવા ટીમાણા ગામની ગણેશ શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગર સહિત સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.

સ્માર્ટ બાઈકની ખાસિયત, ફોન આવતા જ બાઈક સ્લો થઈ જશે :

સ્માર્ટ બાઇક કૃતિમાં અવનવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે, મોટાભાગના લોકો બાઈક લઈને જતાં હોય અને મોબાઈલ આવે તો ચાલુ બાઇક પર જ મોબાઈલમાં વાત કરતા હોય છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના ખૂબ વધુ રહે છે.

No description available.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે જેમાં આ સિસ્ટમ બાઈકમાં લગાવ્યા બાદ મોબાઈલમાં રીંગ વાગે ત્યારે કોલ રિસિવ કરતાની સાથે જ બાઇક ધીમે ધીમે બંધ થઈ જશે. તેમજ ફોન કરનાર વ્યક્તિ પણ જાણી શકશે કે બાઇક ચાલુ છે.

ચાવી વગર ઓપરેટ થશે બાઈક :

આ ઉપરાંત ભૂલકણાં લોકો માટે રીમાઇન્ડરનું વિશેષ ઓપ્શન આપવામાં આવ્યું છે, તેમજ બાઇક મોબાઈલની સ્પેશિયલ એપ્લિકેશનની મદદથી ઓપરેટ થઈ શકશે. જેમાં ચાવીની જરૂર નહિ પડે. આ બાઈકમાં આવી તો અનેક સુવિધા ઉપલબ્ધ છે.

આ વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ બાઈક :

શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતાં માધવ ભટ્ટ, ધોરણ-10માં અભ્યાસ કરતાં આદર્શ બારૈયા અને ચિમન સુથારે શાળાના ટેકનિકલ વિભાગના શિક્ષક અને બાઈકના એક્સપર્ટ પ્રવિણભાઈ સિંદલના માર્ગદર્શન અંતર્ગત બાઈક બનાવ્યું છે. ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો તથા શિક્ષકને ગણેશ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

રેપ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે સારવાર માટે શ્રીલંકાનું શરણું માગ્યું

Nityananda, the fugitive

  • નિત્યાનંદે ત્રિનિદાદ પાસે પોતાનો ‘કૈલાસા’ નામનો આગવો દેશ રચેલો છે જેનો અલગથી પાસપોર્ટ હોવાનો દાવો કરવામાં આવે છે.

રેપ કેસમાં (The rap case) ભાગેડુ આરોપી નિત્યાનંદ (Nityananda) ફરી એક વખત ચર્ચામાં છે. પોતાની જાતને ભગવાન તરીકે ઓળખાવતા વિવાદિત એવા આ કથિત ધર્મગુરૂએ (The alleged priest) પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપીને શ્રીલંકામાં શરણું માગ્યું છે.

નિત્યાનંદે ગત તા. 7 ઓગષ્ટના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને એક પત્ર લખ્યો હતો અને ‘કૈલાસા’માં પૂરતી મેડીકલ સુવિધા ન હોવાના કારણે શ્રીલંકામાં શરણ આપવા અપીલ કરી હતી. શ્રીલંકન સરકારના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે બળાત્કારનો આરોપી નિત્યાનંદ ગંભીરરૂપે બીમાર છે અને તેને સારવારની ખૂબ જ જરૂર છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

નિત્યાનંદે ત્રિનિદાદ પાસે બનાવેલા ‘કૈલાસા‘ નામના દેશના વિદેશ મંત્રી હોવાનો દાવો કરતા નિત્યપ્રેમાત્મા આનંદ સ્વામીએ શ્રીલંકન રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, ‘હિંદુ ધર્મના સર્વોચ્ય પુજારી (SPH) પરમ પાવન શ્રી નિત્યાનંદ પરમશિવમને એક ગંભીર મેડીકલ સમસ્યાને પગલે તાત્કાલિક સારવારની જરૂર છે.

કૈલાસામાં ઉપલબ્ધ મેડીકલ સુવિધાઓનો ઉપયોગ કરવા છતાં ડોક્ટર્સ હજુ પણ તેમની બીમારીનું નિદાન કરવામાં અસમર્થ રહ્યા છે. SPH હાલ શ્રીકૈલાસા ખાતે છે અને ત્યાં આવશ્યક તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તેમને હાલ સારવારની ખૂબ જ ત્વરિત આવશ્યકતા છે.’

ભારતમાંથી છે ફરાર :

ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ ભારતમાંથી ફરાર છે. તેણે કૈલાસા નામનો પોતાનો અલગ દેશ વસાવ્યો છે જ્યાંનો આગવો પાસપોર્ટ હોવાનો દાવો કરવામાં આવે છે. નિત્યાનંદ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે વિશ્વનો કોઈ પણ હિંદુ ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. રેપ કેસનો આરોપી નિત્યાનંદ 2018માં ભારત છોડીને ભાગી ગયો હતો. કર્ણાટકમાં તેના સામે દુષ્કર્મના કેસ નોંધાયેલા છે.

નિત્યાનંદ પર અનેક આરોપો :

નિત્યાનંદના પૂર્વ ડ્રાઈવરે 2010માં તેના સામે કેસ નોંધાવ્યો હતો. નિત્યાનંદ પર અપહરણ, બાળકોને ગેરકાયદેસર રીતે કબજામાં લેવા સહિતની અનેક કલમો અંતર્ગત કેસ દાખલ છે. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. નિત્યાનંદ પર તમિલનાડુની એક અભિનેત્રી સાથે છેડછાડનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો :-