Home Blog Page 1314

કેરળનો રીક્ષાવાળો એક રાતમાં જ કરોડપતિ બની ગયો, બંપર લોટરીમાં જીત્યો કરોડ રૂપિયા

0

A rickshaw puller from Kerala became a

  • કેરળનો રીક્ષાવાળો અનૂપ કરોડપતિ બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે.

કેરળનો (Kerala) રીક્ષાવાળો અનૂપ કરોડપતિ (Anoop Crorepati) બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે. લોટરીમાં (Lottery) 25 કરોડ રૂપિયા જીત્યા પછી ઓટો ડ્રાઈવરની (Auto driver) ખુશીનો પાર રહ્યો નથી. અનૂપે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું તે પહેલા તે કુકનું કામ કરતો હતો.

તે પૈસા કમાવવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. આ સિવાય તેણે બેન્કમાંથી લોન પણ લીધી હતી. જોકે તેના નસીબમાં કઈંક અલગ જ લખ્યું હતું. ઓનમમાં બંપર લોટરી જીત્યા પછી ઓટો ડ્રાઈવર હવે કરોડપતિ બની ગયો છે.

ઓટો ડ્રાઈવરે લોટરીમાં જીત્યા 25 કરોડ :

ઉલ્લેખનીય છે કે ઓટો ડ્રાઈવર અનૂપે શનિવારે રાતે ભગવતી એજન્સીમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી અને રવિવારે તે 25 કરોડનું ઈનામ જીત્યો હોવા અંગેની જાહેરાત થઈ હતી.

કેરળના નાણાં મંત્રી એન બાલગોપલે ટ્રાન્સપોર્ટ મંત્રી એન્ટની રાજૂ અને વટ્ટિયૂરકાવુ ધારાસભ્ય વી કે પ્રશાંતની હાજરીમાં લકી ડ્રોના વિજેતાની જાહેરાત કરી હતી. જેમાં ઓટો ડ્રાઈવર અનૂપે 25 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી.

કેરળ લોટરીના ઈતિહાસમાં સૌથી મોટું ઈનામ :

કેરળ લોટરીના ઇતિહાસમાં આ વર્ષે ઓનમ પર બંપર પ્રાઈસ સૌથી મોટું હતું. ઓનમ બંપર પ્રાઈસનું પ્રથમ ઈનામ 25 કરોડ રૂપિયા, બીજુ ઈનામ 5 કરોડ રૂપિયા અને ત્રીજું ઈનામ 10 લોકો માટે 1 કરોડ રૂપિયા હતું.

લોટરીનો ટિકિટ નંબર ટીજે-750605 વાળા ઓટો ડ્રાઈવર અનૂપે પ્રથમ પ્રાઈસ એટલે કે 25 કરોડનું ઈનામ જીત્યું હતું. અનૂપે દાવો કર્યો કે ટેક્સ કાપ્યા પછી તેને 15 કરોડ 75 લાખ રૂપિયા મળશે.

આટલા રૂપિયાની હતી લોટરીની ટિકિટ :

આ વર્ષે 67લાખ ઓનમ બંપર ટિકિટ છપાઈ અને લગભગ તમામ ટિકિટ વેચાઈ ગઈ. ટિકિટની કિંમત 500 રૂપિયા જ હતી. લોટરી કેરળ સરકાર માટે આવકનું મખ્ય માધ્યમ છે. ઉલ્લેખનીય છે ઓનમ, રાજા મહાબલીના શાસનની યાદમાં મનાવવામાં આવે છે. તે એક પાકનો તહેવાર છે. જેને મુખ્યત્વે મલયાલી લોકો મનાવે છે.

આ પણ વાંચો :-

રેશન કાર્ડ છે પરંતુ ડીલર નથી આપી રહ્યો રાશન ? આ રીતે કરો ફરિયાદ, મળવા લાગશે અનાજ

0

Ration card but dealer is not giving ration?

  • ગરીબ લોકોને નજીવી કિંમતમાં આ ફ્રીમાં રાશન મળી શકે તે માટે રાશન કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ઘણી વખત રાશન કાર્ડ હોવા છતાં પણ યોગ્ય લોકોને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગરીબોની (the poor) મદદ માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકાર તરફથી ગરીબોનું કલ્યાણ (Welfare of the poor) કરવામાં આવે છે અને તેમનું હિત જોવામાં આવે છે. ત્યારે સરકાર તરફથી તેના માટે પણ પ્રબંધ કરવામાં આવે છે કે કોઈ પણ નાગરિક દેશમાં ભૂખ્યું ના રહે અને તેને ગુજરાન ચલાવવા (Make a living) માટે અનાજ મળે.

આ ક્રમમાં સરકાર તરફથી રાશન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. રાશન કાર્ડની મદદથી સરકાર ગરીબોને મફત અથવા નજીવી કિંમત પર રાશન આપવામાં આવે છે. જોકે, ઘણી વખત લોકોને રાશન લેવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે

રાશન આપવાની ના પાડે છે :

ઘણી વખત રાશન કાર્ડ હોવા છતા પણ રાશન ડીલર રાશન કાર્ડ હોલ્ડરને રાશન આપવાની ના પાડે છે. એવામાં રાશન કાર્ડ હોલ્ડરને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે, સરકાર તરફથી આ માટે પણ નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ડીલર રાશન આપવાની ના પાડે તો તેની ફરિયાદ થઈ શકે છે.

કરી શકો છો ફરિયાદ :

જો રાશન કાર્ડ હોવા છતાં યોગ્ય લોકોને રાશન નથી મળી રહ્યું તો તેની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે. રાજ્યની સંબંધિત વેબસાઈટ પર જઈ અથવા ઇમેલ દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી શકે છે. જ્યારે પણ તમે ફરિયાદ કરશો તો તેના માટે રાશન કાર્ડ નંબરની સાથે રાશન ડેપોની પણ જાણકારી આપવી પડશે.

ફરિયાદના ઘણા છે માધ્યમ :

આ ઉપરાંત સંબંધિત રાજ્ય સરકારો પર અલગ-અલગ ઇમેલ આઇડી પણ હશે. જ્યાં તમે ઇમેલ કરી રાશન ન મળવાની ફરિયાદ કરી શકો છો. ત્યારે રાજ્યની રાશન કાર્ડ સાથે જોડાયેલી વેબસાઈટ પર જઈ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો :-

ધારાસભ્ય હોય તો આવા ! પોતાના વિસ્તારની પડતર માંગણીને લઈને ઉતાર્યા કોંગી ધારાસભ્ય ઉપવાસ પર

0

If there is a MLA, such! The Congolese MLA went

  • કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પોતાના મત વિસ્તાર થરાદની વિવિધ સમસ્યાને લઈને છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે.

કોંગ્રેસના (Congress) ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) પોતાના મત વિસ્તાર થરાદની વિવિધ સમસ્યાને (Various problems) લઈને છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે. પાણી, આરોગ્ય, રોડ રસ્તા જેવી સુવિધાના અભાવને લઈને ધારાસભ્ય ઉપવાસ પર ઉતર્યા છે. તેમની સાથે હવે સ્થાનિક લોકો પણ જોડાઈ રહ્યા છે.

આ માગણીઓ સાથે ઉપવાસ પર ઉતર્યાં :

ગુલાબસિંહ રાજપૂતની માગણી છે કે થરાદના 97 ગામને નર્મદાનું સિંચાઈ માટે પાણી ખેડૂતોને આપવામાં આવે. સિંચાઈના પાણી આપવા બાબતે તેમને અનેક વાર સરકારને સંબંધિત વિભાગોમાં પણ રજુઆત કરી હતી. બીજી તેમની માગણી છે કે થરાદમાં આવેલી ગૌ શાળામાં રાજ્ય સરકાર પશુ નિભાવ ખર્ચ માટે 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવે.

આ ઉપરાંત નાગલા, ડોડગામ અને ખાનપુર ગામના લોકોનું પુનઃવસન અને પાણી નિકાલની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે. થરાદમાં આવેલી હોસ્પિટલની સુવિધા વધારવામાં આવે. જર્જરિત થયેલી હોસ્પિટલનું નવીનીકરણ કરવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

શિક્ષક ના નામ પર કલંક ! સ્કૂલની જ વિદ્યાર્થીનીને લઇને ભાગી ગયો, પરંતુ એક ભૂલના કારણે ઝડપાયો

0

Shame on the name of the teacher! He ran

  • પંચમહાલ શહેરા તાલુકાની એક હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અભ્યાસ કરાવતા તે જ શાળાના શિક્ષક દ્વારા અભ્યાસક્રમની બહાર વિદ્યાર્થીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

શિક્ષક (Teacher) દ્વારા પોતાની જ વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં (Love trap) ફસાવી ભગાડી જવાનો ચકચારી શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો થોડા દિવસ પહેલા પંચમહાલના (Panchmahal) શહેરા તાલુકાથી સામે આવ્યો હતો.

સમગ્ર વિસ્તાર સહિત શિક્ષણ જગતમાં ચર્ચાના ચકડોળે ચડેલા આ કિસ્સાના આરોપી અને ગુરુ શિષ્યના પવિત્ર બંધનને સર્મશાર કરતા લંપટ શિક્ષકની (Lustful teacher) પોલીસે ધરપકડ કરી લીધી છે.

શહેરા તાલુકાની એક હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અભ્યાસ કરાવતા તે જ શાળાના શિક્ષક દ્વારા અભ્યાસક્રમની બહાર વિદ્યાર્થીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ શિક્ષક જાતે વિદ્યાર્થીનીને લઈ રફુચક્કર થઈ ગયો હતો.

સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોએ શહેરા પોલીસ સ્ટેશન ખાતે લંપટ શિક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઇ શહેરા પોલીસે પોક્સો તથા એટ્રોસિટી સહિતની ગંભીર કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

લંપટ શિક્ષકને શોધી કાઢવા શહેરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોની બાતમીના આધારે તે દિશામાં તપાસ હાથ કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કડાણા તાલુકાના મલેકપુર ગામના રહેવાસી અને શહેરા તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેષકુમાર પટેલ તથા તેની સાથે એક બાળકી છત્તીસગઢના રાયપુર ખાતે રહે છે.

બાતમીના આધારે શહેરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા લંપટ શિક્ષક નિમેષ પટેલ તથા વિદ્યાર્થીનીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યા હતા. શહેરા પોલીસે બંનેનો કબજો મેળવી શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કર્યા બાદ પોલીસે શિક્ષકની ધરપકડ કરી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

લેન્ડિગ પહેલાં પેસેન્જર ભરેલાં 7 વિમાનો કેમ અમદાવાદના આકાશમાં અડધો કલાક સુધી આટાંફેર કરતા રહ્યાં ? જાણો શું છે સમગ્ર મામલો 

0

Why were 7 planes full of passengers circling

  • હાલમાં જ અમદાવાદ એરપોર્ટ પર બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં. એક તરફ એરપોર્ટ પર ઉભેલાં નવા પેસેન્જર પ્લેનના લેડિંગની રાહ જોઈ રહ્યાં હતાં. તો બીજા તરફ પ્લેનમાં સવાર મુસાફરો પણ ગભરાઈ ગયા હતાં.

રવિવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર બનેલી ઘટનાને પગલે સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતાં. એક તરફ એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) ચિંતામાં હતું તો બીજી તરફ હવામાં અધવચ્ચે ફસાયેલાં પ્લેનમાં (Plane) સવાર મુસાફરો પણ ગભરાયેલાં હતાં.

એરપોર્ટ પર ઉભેલાં નવા પેસેન્જર પ્લેનના લેડિંગની રાહ જોઈ રહ્યાં હતાં. તો સામે પ્લેનમાં સવાર મુસાફરો પણ જમીન પર પગ મુકવા માટે ઉતાવળા બન્યા હતાં. આ પરિસ્થિતિને કારણે ઘણી બધી ફ્લાઈટના શિડ્યૂલ પણ ખોરવાઈ ગયા હતાં. અન્ય વિમાનો પણ તેના નિયત સમય કરતા લેટ ટેક ઓફ કરી શક્યા હતાં.

બન્યું એવું હતું કે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ટેકસી-વે પર ચાલી રહેલા કામથી રવિવારે સવારે રન-વે કન્જસ્ટેડ થઈ જતાં એક ઈન્ટરનેશનલ સહિત 7 ફ્લાઈટ હવામાં ચક્કર મારવા પડ્યા હતા. જેની અસર ફ્લાઇટોના શિડ્યૂલ પર પણ પડી હતી.

ડોમેસ્ટિક એરપોર્ટ પર સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી એક પછી એક ફ્લાઈટોના ટેકઓફથી રન-વે બિઝી થઈ ગયો હતો. જેના કારણે લેન્ડ થઈ રહેલી ફ્લાઈટોને એટીસીએ ક્લિયરન્સ નહીં આપતા કેપ્ટનને હોલ્ડનો મેસેજ અપાતા 7 ફ્લાઈટોએ આકાશમાં ચક્કર મારવા પડ્યા હતા.

જેમાં સૌથી વધુ ઇન્ડિગો અને વિસ્તારાની મુંબઇની ફ્લાઈટ અને ઇન્ડિગોની દિલ્હીથી અમદાવાદ આવતી કુલ ત્રણ ફ્લાઈટે આકાશમાં 20થી 25 મિનિટ ચક્કર મારવા પડ્યા હતા. આ ફ્લાઇટો તેના નિર્ધારિત સમયે લેન્ડ થઈ શકી ન હતી. કોલકાતા અમદાવાદ અને વિસ્તારાની દિલ્હી અમદાવાદની ફ્લાઈટે ચક્કર મારવા પડ્યા હતા.

આ પણ વાંચો :-

ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ છોકરીને સેન્ડલ પહેરાવવામાં કરી મદદ, વીડિયો થયો વાયરલ

0

Bharat Jodo Yatra: Rahul Gandhi helps

  • કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે તેના 11મા દિવસમાં પ્રવેશી ચૂકી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય વરિષ્ઠ નેતાઓએ કેરળના (Kerala) હરિપદથી સવારે 6.30 વાગ્યા પછીથી યાત્રા શરૂ કરી હતી. પક્ષના સેંકડો કાર્યકરો અને નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા.

રમેશ ચેન્નીથલા, કે મુરલીધરન, કોડીકુન્નીલ સુરેશ, કે સી વેણુગોપાલ અને કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી ડી સતીસન સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 13 કિમી લાંબી કૂચના પ્રથમ ચરણમાં રાહુલ ગાંધીની સાથે જોડાયા હતા.

રાહુલ ગાંધી સુરક્ષા કોર્ડન તોડી રસ્તાની બંને બાજુ રાહ જોઈ રહેલા લોકોને મળતા જોવા મળ્યા હતા. એક કલાકથી વધુની યાત્રા પછી, કોંગ્રેસ નેતાઓએ માર્ગ પરની એક હોટેલમાં ચા પીવા માટે વિરામ લીધો હતો. કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમના 11મા દિવસના એક વીડિયોમાં, રાહુલ ગાંધી અલપ્પુઝા જિલ્લાના અંબાલપ્પુઝા શહેરમાં યાત્રા દરમિયાન એક નાની છોકરીને તેના સેન્ડલ પહેરવામાં મદદ કરતા જોઈ શકાય છે.

કોંગ્રેસ પાસેથી મળતી અનુસાર, યાત્રાનું સવારનું સત્ર ઓટ્ટપ્પાના પહોંચતા જ સમાપ્ત થશે. સભ્યો અલપ્પુઝાના નજીકના કરુવટ્ટા ગામમાં વિશ્રામ કરશે. આ 7.5 કિમીને આવરી લેતી યાત્રાનો સાંજનો તબક્કો સાંજે 7 વાગ્યે ટીડી મેડિકલ કોલેજ હોસ્પિટલ, વંદનમ પાસે સમાપ્ત થશે.

સભ્યો કાર્મેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, પુન્નાપરા ખાતે રોકાશે, જે 3.4 કિમી દૂર છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે રાહુલ ગાંધી સવારના બ્રેક દરમિયાન કુટ્ટનાડના ખેડૂતોને મળશે.

આ પણ વાંચો :-

 

Gold Silver Price Today : સોનાની કિંમતો સતત ઘટાડા તરફ, તહેવાર પહેલા કેટલું ઘટશે ?

0

Gold Silver Price Today: Gold prices continue

  • આજે આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.33 ટકા ઘટીને 49,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ તૂટીને રુ. 49 હજાર આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવ થોડા ઉપર ચડ્યા છે.

સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.33 ટકા ઘટીને 49,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.14 ટકા વધીને 56,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate) :

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.33 ટકા ઘટીને 49,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.14 ટકા વધીને 56,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price) :

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,215 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6976 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

અરેરે એક શ્વાન પર આવો જૂલમ ! જોધપુરના ડોક્ટરે કાર સાથે બાંધીને દોડાવ્યો, લોહિલુહાણ

0

Alas, oppression on a dog! Doctor from

  • રાજસ્થાનના જોધપુર શહેરના એક ડોક્ટરે અબોલ પ્રાણી સાથે ક્રૂરતા આચરી તેનો એક વીડિયો વાયરલ થયો છે.

રાજસ્થાનના (Rajasthan) જોધપુર શહેરમાં પાલતૂ શ્વાન (Pet dogs) સાથે ડોક્ટરની કૂરતાની ઘટના બની છે. ડોક્ટરે કૂતરાને પોતાની કાર સાથે દોરડાથી બાંધીને જોધપુરની (Jodhpur) ગલીઓમાં દોડાવ્યો હતો. હવે તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. માનવતાને શરમાવે તેવા આ વીડિયો અને ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ડોક્ટર સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે.

જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાની કરતૂત :

રવિવારે સવારે જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાએ કૂતરાના ગળામાં દોરડું બાંધીને તેને કાર સાથે બાંધી દીધો હતો પછી કાર ચાલુ કરીને ભગાવી મૂકી હતી અને તેને ઢસડાવું પડ્યું હતું. કાર સ્પીડમાં દોડતી હોવાથી કૂતરો પોતાનો જીવ બચાવવા મરણિયા દોડતો રહ્યો. દોડતી વખતે કૂતરો ઘણી વખત પડી ગયો હતો અને લોહી નીકળ્યું હતું અને તેને ઈજા થઈ હતી.

કેટલાક યુવાનો વચ્ચે બાઈક લાવીને શ્વાનને બચાવ્યો  :

કેટલાક યુવકોએ આ જોયું તો તેમણે કારની સામે બાઇક રોકીને કૂતરાને બચાવી લીધો હતો. ડોક્ટરે કહ્યું કે આ કૂતરો તેના ઘરની આસપાસ ભસે છે. તેઓ તેને કોર્પોરેશનના એન્ક્લોઝરમાં છોડી દેવા જઈ રહ્યા છે. ડોક્ટરની કૂતરાને લઈ જવાની રીત એટલી ક્રૂર હતી કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

એનિમલ કેર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અપર્ણા બિસાએ જણાવ્યું હતું કે, જ્યારે આ કૃત્ય માટે ડોક્ટરને રોકવામાં આવ્યા ત્યારે ડોક્ટર તેમને રોકનાર યુવકો સાથે ઝગડો કર્યો હતો.

સમાચાર મળતાં પ્રાણીઓ માટે કામ કરતી એનજીઓની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, ત્યારે ડોક્ટર તેમની સાથે પણ લડવા લાગ્યા. ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવક અને એનજીઓ કાર્યકર્તાઓને મદદ કરી કૂતરાને ડોક્ટરની ચુંગાલમાંથી છોડાવવા માટે મદદ કરી હતી.

આ પણ વાંચો :-

નેતા માટે પ્રતિબંધ ! ‘પ્રચાર માટે કોઈ નેતાએ આવવું નહીં’, સોસાયટીમાં નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધના લાગ્યા પોસ્ટર

0

Prohibition for the leader! ‘No leader should come

  • બોટાદમાં ગટર, સફાઇ અને શેરીઓમાં પેવર બ્લોકના આભાવને લઇને હાઉસિંગ સોસાયટીમાં નેતાoને ‘નો એન્ટ્રી’ના પોસ્ટર લાગ્યા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. ત્યારે બોટાદની સોસાયટીમાં રાજકીય લોકો માટે નો એન્ટ્રીના (No entry) બોર્ડ લાગતા રાજકીય ગરમાવો આવ્યો છે. પ્રાથમિક સમસ્યાને (The primary problem) લઇને ચૂંટણી પૂર્વે લોકો લડી લેવાના મૂડમાં છે. ગટર, સફાઇ અને બ્લોક નાખવાની કામગીરી વર્ષોથી લટકતી હોવાથી લોકોનો આક્રોશ આસમાને  છે.

જાણવા મળતી વિગત અનુસાર બોટાદ શહેરમાં ચૂંટણી પૂર્વે અધ્ધરતાલ રહેલા પારાવાર પ્રશ્નોના નિરાકરણ સ્થાનિકોએ તંત્ર સામે બાયો ચડાવી છે. આ વિસ્તારમાં ગટર, સફાઈ અને બ્લોક નાખવાની કામગીરી લાંબા સમયથી અટકી પડી છે. અનેક વખત રજૂઆત કરવા છતા પણ જવાબાદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આથી લોકો ન્યાયની માંગ સાથે રોષે ભરાયા છે.

સોસાયટી બહાર ‘નો એન્ટ્રી‘ના પોસ્ટર :

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા કર્મચારીઓ અને વેપારીઓમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ વિસ્તારના લોકોએ પ્રશ્નોનું નિરાકરણ ના થાય તો કોઈપણ રાજકીય પક્ષોના આગેવાનો ચૂંટણી પ્રચારના નામે આ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહિ.

તેવી ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી છે. સોસાયટીમાં રાજકારણીઓ માટે “નો એન્ટ્રી” ના બેનરો લગાવી દેતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.  બીજી તરફ  લોકોના આ વિરોધે જવાબદારોની પોલ પણ ખોલી નાખી છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં છપ્પન વર્ષની ઉંમરે મહિલા એવું કામ કરતા પકડાઈ કે મોટા ગુનેગારો પણ શરમાય

0

In Ahmedabad, at the age of fifty-six,

  • પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે, મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે.

અમદાવાદમાં (Ahmedabad) જાણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ રોજબરોજ ચોરી, મર્ડર અને છેડતીથી લઇ ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક મહિલાની ધરપકડ કરી છે જેની ઉમર 56 વર્ષની છે પરંતુ 56 વર્ષની ઉંમરમાં પણ આવું કામ કરતી હતી કે મોટા મોટા ગુનેગારને (Criminal) શરમાવી દે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં રહેતી મહિલાની ધરપકડ કરી છે જે પોતાના ભાઈની સાથે કારમાં ચોરી કરવા નીકળતી હતી અને ચોરી કરીને ફરાર થઈ જતી હતી.

મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલા 20 દિવસ પેહલા પોતાના ભાઈ સાથે કારમાં નીકળી સેટેલાઈટમાં આવેલ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ હરિત ઝવેરીના ત્યાં મુલાકાત લઈ સોનાના દાગીના જોવાના બહાને સોનાની બંગડી નજર ચૂકવીને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેને લાઈન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે અને તે સિવાય વર્ષ 2020માં એલિસબ્રીજ અને સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીના કેસમાં પકડાઈ ગયેલ છે અને જે મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

હાલમાં આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આ મહિલા આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરી છે કે કેમ અને આ મહિલા સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ કિસ્સાથી અન્ય જ્વેલર્સના માલિકોને સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-