Home Blog Page 1296

હવેથી કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો ઓર્ડર, જાણો શું છે સમગ્ર મામલો 

0

Kinjal Dave can’t sing ‘Char Char Bangdi’ song

  • કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. જાણો શું હતો આ વિવાદ અને કોણે કરી હતી આ ગીત સામે અરજી…

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની (Folk singer Kinjal Dave) મુશ્કેલી વધી ગઈ છે. કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે તે હવેથી ‘ચાર ચાર બંગડી’ (Four four bangles) ગીત નહિ ગાઈ શકે. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે (Sessions Court) પ્રતિબંધ મૂક્યો છે.

ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે. સાથે જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.

કિંજલ દવેનાં ગીત ‘ચાર બંગડી’ વાળા ગીત વિવાદની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઈટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. ત્યારે કોર્ટના હુકમથી કિંજલ દવેને મોટો ફટકો પડી શકે છે. ચાર ચાર બંગડીવાળી ગીત કિંજલ દવેના ફેમસ ગીતોમાંથી એક છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ ગીતને કારણે કિંજલ દવેની પોપ્યુલારિટી વધી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઈટનો દાવો કર્યો હતો. આ પહેલાની સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના સિંગરનો દાવો :

કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.

આ પણ વાંચો :-

યુસુફ પઠાણ અને મિચેલ જોન્સન ચાલુ મેચમાં બાખડ્યાં અને થઈ જોવાજેવી, જુઓ વીડિયો

0

Yusuf Pathan and Mitchell Johnson

  • રોસ ટેલર (84) અને કેરેબિયન ધુરંધર એશ્લે નર્સ (અણનમ 60)ની તોફાની ઈનિંગના કારણે ઈન્ડિયા કેપિટલ્સે લીજેન્ડ્સ લીગ ક્રિકેટની ક્વોલિફાયરની રોમાંચક મેચમાં ભીલવાડા કિંગ્સને ચાર વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભીલવાડા કિંગ્સે (Bhilwara Kings) પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેણે ઈન્ડિયા કેપિટલ્સે (India Capitals) ત્રણ બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ગૌતમ ગંભીરની (Gautam Gambhir) કેપ્ટનશિપ હેઠળની ઈન્ડિયાએ 19.3 ઓવરમાં 6 વિકેટ પર આ વિશાળ સ્કોરને ચેઝ કરીને 232 રન બનાવ્યા અને જીત મેળવી.

એશ્લે નર્સે શ્રીસંતના બોલ પર સિક્સ ફટકારીને ઈન્ડિયા કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ફાઇનલમાં હવે ઇન્ડિયા કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે થશે. બંને ટીમો વચ્ચે સોમવારે મેચ રમાશે. આ સાથે જ ભીલવાડા કિંગ્સે પણ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી.

પોર્ટરફિલ્ડે 37 બોલમાં 59 રન, શેન વોટસને 39 બોલમાં 65 રન, યુસુફ પઠાણે 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. રાજેશ બિશ્નોઈએ 11 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા.

મિચેલ જોન્સને યુસુફ પઠાણને ધક્કો માર્યો :

આ મેચ દરમિયાન ભીલવાડા કિંગ્સના યુસુફ પઠાણ અને ઈન્ડિયા કેપિટલ્સના ફાસ્ટ બોલર મિચેલ જોન્સન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા અને એકબીજાને સારું-ખરાબ કહેવા લાગ્યા અને સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ. જોન્સને પઠાણને ધક્કો પણ માર્યો હતો. (Johnson also pushed Pathan.)

મામલો આગળ વધે તે પહેલા જ અમ્પાયરોએ જોન્સનને અલગ કરી દીધો હતો. આ ઝઘડા પછી યુસુફની વિકેટ જોનસને લીધી હતી. જ્યારે મિચેલ જોન્સન પર એક મેચનો પ્રતિબંધ મુકાયો હતો. ઇન્ડિયા કેપિટલ્સ તરફથી જોન્સને 4 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-

વિજય રૂપાણી પંજાબના પ્રભારી બનતા રાજકોટ પશ્ચિમ બેઠકને લઈ અટકળો તેજ, જાણો કયા-કયા નામો હાલ ચર્ચામાં

0

As Vijay Rupani becomes the

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકવાર ફરી રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને રાજકારણ ગરમાય તેવી શક્યતા.

રાજકોટની 3 બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ માટે કવાયત થશે. મહત્વનું છે કે રાજકોટ પશ્ચિમની (Rajkot West) બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણી (Vijay Rupani) સીટીંગ ધારાસભ્ય છે. જોકે વિજય રૂપાણી પંજાબના પ્રભારી (In charge of Punjab) બનતા જ પશ્ચિમ બેઠકને લઈ વિવિધ અટકળો તેજ થઇ ગઇ છે.

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં :

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, ડૉ. દર્શિતા શાહ, કલ્પક મણિયારનું નામ ચર્ચામાં ચાલી રહ્યાં છે. એ સિવાય પશ્ચિમ બેઠક પર અનિલ દેસાઈ અને જ્યોતિન્દ્ર મહેતાનું નામ પણ ખાસ ચર્ચામાં છે. નોંધનીય છે કે રાજકોટ પશ્ચિમની આ બેઠક પર ઈતર સમાજનું વર્ષોથી પ્રતિનિધિત્વ રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવી શક્યતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવ્યો હતો. રહ્યો છે. મહત્વનું છે કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે.

ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

Hate Crime in Canada : કેનેડામાં ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’માં તોડફોડ, ભારતે જતાવ્યો કડક વિરોધ

Hate Crime in Canada : Vandalism in

  • કેનેડામાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા જાણે અટકવાનું નામ નથી લેતી. થોડા દિવસ પહેલા ટોરન્ટોના સ્વામીનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો

કેનેડામાં (Canada) ભારતીય સમુદાય (Indian community) વિરુદ્ધ હિંસા અટકવાનું જાણે નામ નથી લેતી. હવે કેનેડાના બ્રેમ્પટન શહેરમાં બનેલા ‘શ્રી ભગવદ ગીતા પાર્ક‘ (Sri Bhagavad Gita Park)ના સાઈન બોર્ડને અસામાજિક તત્વોએ (Antisocial elements) ઉખાડીને બીજી જગ્યાએ ફેંકી દીધુ. આ પાર્કનું નામ પહેલા ટ્રોયર્સ પાર્ક હતું. હાલમાં જ તેનું નામ બદલીને ‘શ્રી ભગવદ ગીતા પાર્ક‘ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 સપ્ટેમ્બરના રોજ પાર્કનું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

‘શ્રી ભગવદ ગીતા પાર્ક’ માં થઈ તોડફોડ :

બ્રેમ્પ્ટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલી તોડફોડ પર ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ ઘટનાની ટીકા કરતા અધિકારીઓને આ પ્રકરણની તપાસ કરવા અને ધૃણા અપરાધના આ આરોપીઓ વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

ભારતે કડક કાર્યવાહીની કરી માંગણી :

કેનેડામાં ભારતીય ઉચ્ચાયોગે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત બ્રેમ્પટનમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલા ધૃણા અપરાધની નિંદા કરે છે. અમે કેનેડાના અધિકારીઓ અને પીલ પોલીસને આ મામલે તપાસ કરવા અને અપરાધીઓ પર તરત કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટના પર અફસોસ જતાવ્યો. તેમણે કહ્યું કે કેનેડા આ પ્રકારના હુમલાને સહન કરશે નહીં.

ચૂપ્પી સાધીને બેઠા છે ટ્રુડો :

અત્રે જણાવવાનું કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો માનવાધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા પર ભારત જેવા દેશોને માંગ્યા વગર જ્ઞાન આપે છે પરંતુ તેમના પોતાના દેશમાં શું થઈ રહ્યું છે તેના પર હજુ સુધી તેમનો અવાજ બહાર આવ્યો નથી. કેનેડામાં સતત હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ખબરો સામે આવી રહી છે પરંતુ તેમણે હજુ સુધી તેના વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી કે ન તો કોઈ કડક પગલાં લીધા છે.

કેનેડામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ સતત વધી રહી છે હિંસા :

શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલી તોડફોડના થોડા દિવસ પહેલા ટોરન્ટોના સ્વામીનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે પણ ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સપોર્ટથી કેનેડામાં વસેલા ખાલિસ્તાની અને જેહાદી સમર્થકો આ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા છે. (Khalistani and Jihadi supporters living in Canada are doing such activities with the support of Pakistan.)

કેનેડામાં સતત થઈ રહેલી આવી ઘટનાઓને ગંભીરતાથી લેતા ભારતીય વિદેશ મંત્રાલયે ત્યાં રહેનારા નાગરિકો અને વિદ્યાર્થીઓને સચેત રહેવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો :-

સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો, યુવતીએ ચાલુ ગરબામાં ધુમાડા ઉડાવીને સિગારેટ પીધી

0

A case that shames the customs of a civilized

  • આ વર્ષે વડોદરામાં નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ત્યારે હવે સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો બન્યો છે. વડોદરાના ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું.

આ વર્ષે વડોદરામાં (Vadodara) નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં (World Famous Navratri) આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ત્યારે હવે સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો બન્યો છે. વડોદરાના ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું. જાણીતા ગરબામાં એક યુવતીએ ચાલુ ગરબામા ધુમાડા ઉડાવીને સિગારેટ (cigarettes) પીધી.

પ્રતિબંધિત ઈ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વીડિયા હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરીને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાના ધામમાં જ્યાં પરંપરા જાળવવા ઉત્સવ ઉજવાય છે ત્યાં કેવી રીતે વ્યસનનુ દૂષણ ઘુસાડી શકાય.

કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ચર્ચાનો વિષય છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વીડિયો છે. જેમાં નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમતી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી. ચાલુ ગરબામાં યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા કર્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

શેર કરવાનું કારણ જણાવ્યું :

સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો મુકનારે જણાવ્યું હતું કે આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય તેનો વિરોધ કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

ઘોઘો બંદર તરફના સદીઓથી માછીમારી કરતા સ્થાનિકોએ કહ્યું હતું………..

ત્યારે આ વીડિયોને કારણે વડોદરા ફરી એકવાર લજવાયું છે. બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. હવેથી આવા તત્વો સામે શી ટીમ પણ કાર્યવાહી કરનાર છે. (From now on, the Xi team will also take action against such elements.)

આ પણ વાંચો :-

3 ઓકટોબર 2022 : દેવાધિદેવ મહાદેવ આ રાશિના લોકો પર થશે પ્રશન્ન – વિઘ્નો થશે દુર

3 October 2022 :  Gujarat Guardian

મેષ
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતો કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આધાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતાં જણાય..

મિથુન
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું.

સિંહ
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરિયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે.

કન્યા
ગઈકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતાપિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા
આવકનું પ્રમાણ જળવાતા માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃ‌શ્ચિક
ગઈકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારું રહે.

ધન
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડિયો, ટીવી જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાની સગવડ થઈ જશે. દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય, વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જૂના મિત્રોને મળવાનું શક્ય બને.

મીન
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસું મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

મોટાભાગના લોકો ચા સાથે કરે છે આ વસ્તુનું સેવન ! ચેતી જજો નહીં તો સ્વાસ્થ્યને થશે મોટુ નુકસાન

Most people consume this thing with tea

  • મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત એક કપ ચા સાથે કરવાનું પસંદ કરે છે. ચા સાથે બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે ?

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત એક કપ ચા (cup of tea) સાથે કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ચા સાથે બ્રેડ, નમકીન અને બિસ્કિટ (Namkeen and Biscuits) ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચા સાથે બ્રેડ (Bread with tea) ખાવાથી તમને અનેક ગંભીર બીમારીઓ ઘેરી શકે છે. આવો જાણીએ ચા સાથે બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને (Health) શું નુકસાન થઈ શકે છે.

ચા સાથે બ્રેડ ખાવાના ગેરફાયદા :

વજનમાં થાય છે વધારો  :

બ્રેડ મોટે ભાગે મેદાના લોટમાંથી બને છે. આ ઉપરાંત તેમાં હાનિકારક કેમિકલ ભેળવવામાં આવે છે. જેના કારણે તેમને પચાવવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે તે ન માત્ર પેટ સંબંધિત સમસ્યાઓને જન્મ આપે છે પરંતુ વજન વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તો જો તમે પણ ચા સાથે બ્રેડ ખાવાના શોખીન છો તો આજે જ તમારી આદત બદલી નાખો.

વધે છે બ્લડ શુગર  :

ચા અને બ્રેડનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

ઘોઘો બંદર તરફના સદીઓથી માછીમારી કરતા સ્થાનિકોએ કહ્યું હતું કે….

જેના કારણે ડાયાબિટીસના દર્દીઓની હાલત ખરાબ થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ચા સાથે બ્રેડનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.a

થઈ શકે છે હાઈ બીપીની સમસ્યા : 

તેનાથી બ્લડ પ્રેશરના દર્દીઓમાં બીપીનું સ્તર વધી શકે છે. તેથી બ્લડપ્રેશરના દર્દીઓને ભૂલીને સવારે ચા સાથે રોટલી ન ખાવી જોઈએ. (So forgetting blood pressure patients should not eat roti with tea in the mornin)

આ પણ વાંચો :-

બાળકો ઈન્સ્ટાગ્રામ વાપરે તો ચિંતા નહીં ! App પર આવી ગયું ફીચર, માતા-પિતા થઈ જશે ખુશ

Don’t worry if children use Instagram

  • સોશિયલ મીડિયામાં બાળકો કેટલો સમય વિતાવશે અને કેવા પ્રકારની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શકશો. જેના માટે ઈન્સ્ટાગ્રામ પેરેન્ટલ સુપરવિજન ટુલ લઇને આવ્યું છે. જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોનુ ધ્યાન રાખી શકશે.

હવે માતા-પિતા સોશિયલ મીડિયામાં (Social media) તેના બાળકોનુ ધ્યાન રાખી શકશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની કંપની મેટાએ એક પેરેન્ટલ સુપરવિજન ટુલ (Parental Supervision Tool) અને ફેમિલી સેન્ટર પ્રોગ્રામ રજૂ કર્યો છે. જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોની સોશિયલ મીડિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે. આ સાથે બાળકો સાઈટ પર કેટલો સમય વિતાવશે તેને પણ માતા-પિતા મેનેજ કરી શકશે.

અમે ઉંમરના હિસાબે ફીચર્સ અને સુવિધાઓ રજૂ કર્યા છે :

આ અંગે જાણકારી આપતા કંપનીના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે મેટા માતા-પિતાની સાથે મળીને કામ કરી રહી છે અને ડિજીટ સેવાઓ અંગે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે.

ઘોઘો બંદર તરફના સદીઓથી માછીમારી કરતા સ્થાનિકોએ કહ્યું હતું કે……

ફેસબુક ઈન્ડિયા, ઈન્સ્ટાગ્રામની પબ્લિક પૉલિસીની હેડ નતાશા જોગે જણાવ્યું કે હાલના થોડા વર્ષોમાં અમે ઉંમરના હિસાબે ફીચર્સ અને સુવિધાઓ રજૂ કર્યા છે. જેેનાથી યુવાનોને પોતાનો અનુભવ વધારવામાં મદદ મળી છે.

ટાઈમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે માતા-પિતા  :

નતાશા જોગે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં બાળકો કોઈ ખોટી વસ્તુઓનો ઉપયોગ ન કરે તેથી ઈન્સ્ટાગ્રામ પર અમે પેરેન્ટલ સુપરવિજન ટૂલ રજૂ કર્યુ છે, જેના દ્વારા માતા-પિતા તેના બાળકો પર નજર રાખી શકશે. આ સાથે તેમનો ટાઈમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે. એટલું જ નહીં તેમના એકાઉન્ટને એક્સેસ કરી શકશે. જો બાળકો ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફરિયાદ ઉઠાવે છે તો માતા-પિતાને પણ નોટિફિકેશન મળી જશે. (Parents will also get a notification if kids raise any complaint on Instagram)

ગેહલોત અને રઘુ શર્મા પાસે સમય નથી, ને કોંગ્રેસના ચૂંટણી ઉમેદવારોની પસંદગી અટવાઈ

0

Gehlot and Raghu Sharma have no time

  • કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે.

રાજસ્થાન કોંગ્રેસનો (Rajasthan Congress) વિવાદની સીધી અસર જો કોઈને થઈ હોય તો તે ગુજરાત છે. કારણે રાજસ્થાનની રાજકીય આગથી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) બળ્યું છે. રાજસ્થાન વિવાદના કારણે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની (Congress candidates) પસંદગી અટવાઈ છે. 1થી 3 ઓક્ટોબર ગુજરાત કોંગ્રેસની ઉમેદવારો માટેની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની હતી.

પરતું ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાન કોંગ્રેસના વિવાદમાં વ્યસ્ત છે. ત્યારે જિલ્લા પ્રભારીઓએ કોંગ્રેસના દાવેદારોને સાંભળી રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ બાદ કમિટીમાં ઉમેદવારોના નામોને આખરી ઓપ આપવાનો હતો. તે કામ અટક્યું છો. તો બીજી તરફ રાજસ્થાન વિવાદના કારણે પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ અટવાયો છે.

ગેહલોત કે રઘુ શર્મા, કોઈને ગુજરાત માટે ટાઈમ નથી :

રાજસ્થાન વિવાદમાં ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી અટવાઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષણ અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેઓ હાલ પોતાના રાજ્યમાં વિવાદમાં વ્યસ્ત છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને કેટલાક નિરીક્ષકો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનમાં અને સ્ક્રીનીંગ કમિટી ચેરમેન યાત્રામાં વ્યસ્ત થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં હાલ ચૂંટણી અંગે નિર્ણયો લેવામાં કોઈ ધરીધોણી નથી.

પ્રિયંકા ગાંધીનો પ્રવાસ અટવાયો  :

તો બીજી તરફ રાજસ્થાન વિવાદના કારણે પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ અટવાયો છે. પ્રિયંકા ગાંધીનો નવરાત્રિમાં ગુજરાત પ્રવાસ નિર્ધારિત કરાયો હતો. જે બાદમાં લંબાવાયો છે. પરંતુ રાજસ્થાન વિવાદને કારણે તે પ્રવાસ પણ ફાઈનલ થઈ શક્યો નથી.

રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય ભુકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે. ચૂંટણી આવતા જ માંડ માંડ બેઠી થયેલી કોંગ્રેસને રાજસ્થાનનો રાજકીય ભૂકંપ નુકસાન નોતરી શકે છે. વિધાનસભા ચુંટણી પૂર્વે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમની ગુજરાત પર ભારે અસર પડશે. રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલ સંકટથી ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  (The crisis created in the Rajasthan Congress has again created a wave of anxiety in the Gujarat Congress.)

આ પણ વાંચો :-

ગરબામાં કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, શખ્સે સીધો બોટલનો ઘા કર્યો

0

A bottle of water was thrown at Kejriwal

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રાજકોટમાં પાણીની બોટલ ફેંકવામાં આવી. ખોડલધામ ટ્રસ્ટના નોર્થ ઝોનના ગરબામાં બની ઘટના.

હાલ દિલ્હીના મુખ્યમંત્રી (Chief Minister of Delhi) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગઈકાલે રાજકોટમાં (Rajkot) સભા ગજવી હતી. તો સાથે જ રાજકોટ ખાતે ખોડલધામ રાસોત્સવમાં હાજરી આપી હતી. કેજરીવાલના આગમન સમયે એક ટીખળખોર શખ્સે તેમના પર પાણીની બોટલનો ઘા કર્યો હતો. ખોડલધામ રાસોત્સવમાં (Khodaldham Rasotsav) કેજરીવાલ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના ખોડલધામના નોર્થ ઝોનના દાંડિયામાં મહેમાન બન્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં સભા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાસગરબાના ઉત્સવમાં હાજરી આપી હતી. આ સમયે ટીખળખોરે પાણીની બોટલ ફેંકી હતી પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી. મા અંબાની આરતી કરી કેજરીવાલે પાટીદારો સાથે બેઠક પણ યોજી હતી.

તો બીજી તરફ નીલ સીટી ક્લબ ખાતે પંજાબના CM ભગવંત માને હાજરી આપી હતી અને તેમણે ખેલૈયાઓને ઉત્સાહિત કરવા માટે પંજાબી સ્ટાઇલમાં રાસ લીધા હતા. તો સાથે જ ભગવંત માને પણ નીલ સીટી કલબના દાંડિયામાં ગુજરાતી સ્ટાઈલમાં ગરબા લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે સ્થળે જાહેર સભા સંબોધશે. તેઓ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર કરશે. ભગવંત માન અને કેજરીવાલ જનતાને સંબોધશે અને સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વધુ ગેરેટીની જાહેરાત કરશે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

આ પણ વાંચો :-