Home Blog Page 1293

મિસ ઈન્ડિયા બન્યા પછી શ્યામ વર્ણ પર લોકો કરે છે ટિપ્પણી, કામ પણ નથી મળતું, સલમાન ખાન સામે ભાવુક થઈ માન્યા સિંહ

After becoming Miss India, people are commenting  આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે પણ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીનો (TV industry) સૌથી મોટો અને હિટ રિયાલિટી શોની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને શો માં સલમાન ખાને (Salman Khan) તેના કન્ટેસ્ટન્ટનું ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું હતું અને આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે (Manya Singh) પણ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસના (Big Boss) ઘરમાં એન્ટ્રી લીધી છે.

માન્યા સિંહ તેના સપના સાચા કરવા આવી છે અને શો માં આવતા જ તેમણે કહ્યું હતું કે જો કોઈ પણ કામ ઈમાનદારી અને મહેનતથી કરવામાં આવે તો તે પૂરું થાય જ છે.

મિસ ઈન્ડિયા બન્યા પછી પણ માન્યા ને કેમ ન મળ્યું કામ ?

મિસ ઈન્ડિયા રનર અપ માન્યા સિંહે શો માં આવીને જણાવ્યું હતું કે તેને જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. માન્યાએ કહ્યું હતું કે ‘લોકો એમ વિચારે છે કે મિસ ઈન્ડિયા બન્યા પછી જીવન બદલાઈ જાય, ઘણા પૈસા મળે પણ સચ્ચાઈ એ છે કે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી પણ મને કોઈ કામ મળ્યું નથી અને 2 વર્ષના લાંબા સમય પછી મને એક કોમર્શિયલ મળ્યું હતું.’

માન્યા રંગ પર લોકો કરતાં હતા કોમેન્ટ :

માન્યાએ આગળ કહ્યું હતું કે, ‘મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી લોકો મારા શ્યામ રંગ પર ટિપ્પણી કરતા હતા અને હજુ પણ મારા પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને હું મારા પિતાની ઓટોમાં મુસાફરી કરું છું જેથી પૈસા બચી શકે અને મારી માતા હજુ પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે.’

માન્યાની સ્ટોરી સાંભળીને પ્રભાવિત થયો સલમાન ખાન :

માન્યા સલમાનને પોતાની સ્ટ્રગલિંગ સ્ટોરી સંભળાવતી વખતે થોડી ઈમોશનલ થઈ ગઈ હતી. માન્યતાએ જણાવ્યું હતું કે એ આ શોમાં પૈસા કમાવા આવી છે. માન્યાની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને સલમાન પણ તેનાથી ઘણો પ્રભાવિત થયો હતો અને સલમાને કહ્યું હતું કે આ શો પછી તેને નામ અને પૈસા બધું જ મળશે.

આ પણ વાંચો :-

આણંદમાં સોસાયટીમાં ગરબા રમતા રમતા અચાનક યુવકનું મોત, VIDEO થયો વાયરલ

0

A young man died suddenly while

  • આણંદના તારાપુરમાં યુવકને ગરબા રમતી વેળાએ ચક્કર આવ્યા બાદ યુવાનનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.

આણંદ સહીત દેશભરમાં નવલા નોરતાને લઇને માઇ ભક્તો માતાજીની (Mai Bhakto Mataji) આરાધનામાં લીન્ન બન્યા છે. બીજી તરફ ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. તેવામાં આણંદના તારાપુર (Tarapur) શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું (Garba festival) આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતા તારાપુર પંથકમાં ચકચાર :

તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતી વેળાએ એક યુવકને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે જ યુવાન મેદાનમાં ઢળી પડતાં નાશભાગ મચી જવા પામી હતી.

ત્યારબાદ ચક્કર ખાઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે જ લાખો લોકોની નજર સામે મોત નીપજ્યું હતું. જે ઘટનાને લઇને ગરબાની મોજ માતમમાં ફેરવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

સાવધાન ! ઘરે ચાર્જિંગ થઈ રહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં થયો ઓચિંતો ધમાકો, 7 વર્ષના બાળકનું મોતઃ દાદીને થઈ ઈજા

0

Caution! Electric scooter charging at home

  • ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં ધમાકો થતાં કહેતાં બેટરી ફાટતાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વસઈ વિસ્તારની છે.

વિસ્ફોટને (Explosion) કારણે બાળકનું શરીર 70 ટકા બળી ગયું હતું. સ્કૂટરમાં બ્લાસ્ટની (Blast in a scooter) આ ઘટના 23 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. રામદાસ નગર સ્થિત પોતાના ઘરમાં સબ્બીર અંસારી (Sabbir Ansari) તેની દાદી સાથે હોલમાં સૂઈ રહ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે અંસારીના પિતાએ સૂવા જતા પહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરને (Electric scooter) ચાર્જિંગ માટે મૂક્યું હતું. વહેલી સવારે 4:30 થી 5:00 વાગ્યાની વચ્ચે અચાનક ધડાકાનો અવાજ સંભળાયો જેનાથી બાળકના માતા-પિતા જાગી ગયા.

દાદીને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ :

ચાર્જિંગમાં રહેલા સ્કૂટરમાં થયેલા બ્લાસ્ટને કારણે સબ્બીર લગભઘ 70 ટકા જેટલો દાઝી ગયો હતો. તેને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘણા દિવસોની સારવાર બાદ આખરે બાળકનું મોત થયું હતું. સાથે જ આ અકસ્માતમાં તેની દાદીને પણ સામાન્ય ઈજા થઈ છે. સ્કૂટરની બેટરી ક્યારે ચાર્જિંગ માટે રાખવામાં આવી હતી તેને લઈને સ્થિતિ સ્પષ્ટ કરાયેલી નથી. પીડિતાના પરિવારજનોનો દાવો છે કે તે સવારે 2:30 વાગ્યે ચાર્જિંગ માટે લગાવવામાં આવી હતી.

પરિવારના સભ્યોનો સ્કૂટર ઉત્પાદક પર આરોપ :

પીડિતાના પરિવારના સભ્યો સ્કૂટર ઉત્પાદક પર આરોપ લગાવી રહ્યા છે. માણિકપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંપત પાટીલે કહ્યું,અમે અકસ્માત હેઠળ મૃત્યુનો કેસ નોંધ્યો છે. હજુ સુધી અમને પીડિતાના પરિવારજનો તરફથી કોઈ ફરિયાદ મળી નથી.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ સ્કૂટર 2021નું મોડલ છે. આ મામલે તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ઓવરહિટિંગ કહેતા વધુ પડતી ગરમીના કારણે બની હશે. અંસારીના પરિવારના સભ્યો સ્કૂટર ઉત્પાદક પર આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પંચનું મોટું એલાન ! આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ, જાણો વિગત

0

Haryana, Telangana Election Commission big announcement

  • ભારતીય ચૂંટણી પંચે 6 રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

બુધવારે ECI સેક્રેટરી સંજીવ કુમાર પ્રસાદ (Sanjiv Kumar Prasad) દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા રાજ્યોની સાત સીટો માટે પેટાચૂંટણીની (By-election) પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરૂ થશે. આ તમામ બેઠકો માટે પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે અને ચૂંટણી પરિણામ 6 નવેમ્બરે આવશે.

જાણો ક્યાં યોજાશે પેટા ચૂંટણી :

ECIના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની 166-અંધેરી પૂર્વ, બિહારની 101-ગોપાલગંજ અને 178-મોકામા, હરિયાણાની 47-આદમપુર, તેલંગાણાની 93-મુનુગોડે, ઉત્તર પ્રદેશની 139-ગોલા ગોકરનાથ અને 46-ધામનગર (SC) વિધાનસભા બેઠકો ઓડિશામાં પરંતુ પેટાચૂંટણીઓ ગુરુવાર, 3 નવેમ્બર, 2022 ના રોજ એક જ દિવસે યોજાશે નહીં. આ તમામ બેઠકોના પરિણામો 6 નવેમ્બર, 2022, રવિવારના રોજ આવશે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

17 ઓક્ટોબરે જાહેર થશે ગેઝેટ નોટિફિકેશન :

આ તમામ બેઠકોની પેટાચૂંટણી અંગેનું ગેઝેટ નોટિફિકેશન 7 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. આ પછી આદર્શ આચારસંહિતા લાગુ થશે. તે જ સમયે નોમિનેશનની પ્રક્રિયા 14 ઓક્ટોબરથી શરૂ થશે, અને છટણી 15 ઓક્ટોબરે થશે, 17 ઓક્ટોબરે નામાંકન પાછું ખેંચવામાં આવશે.

પેટા-ચૂંટણી પ્રક્રિયાનું શેડ્યૂલ :

નોંધણી તારીખ – 14 ઓક્ટોબર
17 ઓક્ટોબરે નામાંકન પરત ખેંચાશે
ચૂંટણીની તારીખ – 3 નવેમ્બર
ચૂંટણી પરિણામો – નવેમ્બર 6

આ પણ વાંચો :-

ખોરાકના બગાડમાં ભારત બીજા નંબરે, જાણો છતાં કેમ રોજ ભૂખ્યા સૂવે છે 19 કરોડ લોકો

0

India ranks second in food wastage

  • UNEPના રિપોર્ટ પ્રમાણે ખોરાકના બગાડના મામલામાં પહેલા નંબરે ચીન છે. જ્યાં દર વર્ષે 9.6 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યારે ભારતમાં વાર્ષિક 6.87 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. તેના પછી અમેરિકામાં 1.93 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.

ભારત (India) સહિત અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં (Developing countries) ખોરાકનો બગાડ મોટી સમસ્યા છે. આ મામલામાં ચીન પછી ભારત બીજો એવો દેશ છે જ્યાં ખોરાકનો (food) સૌથી વધારે બગાડ થાય છે. આ તે સમયમાં થઈ રહ્યું છે જ્યાં દુનિયામાં લગભગ 83 કરોડ લોકો ભૂખ્યા (Hungry) સૂઈ જાય છે.

ખોરાકનો બગાડ અને અછત વિશે જાગૃતતા ફેલાવવા માટે 29 સપ્ટેમ્બરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ 2022 (International day) ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને ખોરાક-પાણીના બગાડને રોકવા માટે જાગૃત કરવામાં આવે છે. ભોજનના નુકસાન અને બગાડને (Damage and spoilage) રોકવા માટે આપણે તેના પ્રભાવ વિશે વધારે જાગૃત અને જરૂરી પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે.

ખોરાકના બગાડ અંગે ચોંકાવનારા આંકડા :

દુનિયાના 10 ટકા લોકો એટલે લગભગ 83 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે.
દુનિયાભરમાં દર વર્ષે લગભગ 250 કરોટ ટન ખોરાકનો બગાડ થાય છે.
નેશનલ હેલ્થ સર્વેના મતે ભારતમાં દરરોજ 19 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે.
ભારતમાં ખોરાકના ઉત્પાદનના 40 ટકા ભાગનો બગાડ થાય છે.
ભારતમાં વાર્ષિક 92,000 કરોડ રૂપિયાનું ખાવાનું બગડે છે.
116 દેશોમાં હંગર ઈન્ડેક્સ સર્વે 2021માં ભારતનું સ્થાન 101મું છે.
UNEPના રિપોર્ટ પ્રમાણે કોરોનાકાળ પહેલાં 93 કરોડ ટન ખોરાક એટલે 17 ટકા ખોરાક ખરાબ થતો હતો. તેમાં 63 ટકા ખોરાક સામાન્ય ઘરમાંથી, 23 ટકા ખોરાક રેસ્ટોરાં અને 13 ટકા ખોરાક રિટેઈલ ચેનમાં ખરાબ થઈ ગયો હતો.

ખોરાક બગાડની યાદીમાં બીજા નંબરે ભારત :

UNEPના રિપોર્ટ પ્રમાણે આ યાદીમાં પહેલા નંબરે ચીન છે. જ્યાં દર વર્ષે 9.6 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યારે ભારતમાં વાર્ષિક 6.87 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. તેના પછી અમેરિકામાં 1.93 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.જો પ્રતિ વ્યક્તિ ખોરાક બગાડની વાત કરીએ તો આ મામલામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે છે. જ્યાં એક વ્યક્તિ વર્ષમાં 102 કિલો ખોરાકનો બગાડ કરે છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ પ્રમાણે ફ્રાંસમાં 85 કિલોગ્રામ, સ્પેનમાં 77 કિલોગ્રામ અને યૂકેમાં 77 કિલોગ્રામ ખોરાકનો બગાડ થાય છે. (Where a person wastes 102 kg of food in a year. According to this, 85 kg of food is wasted in France, 77 kg in Spain and 77 kg in the UK.)

ખોરાકના બગાડનું મુખ્ય કારણ શું છે :

સામાન્ય રીતે મોટા દેશોમાં મોટાભાગે ખોરાક ખેતર અને બજારની વચ્ચે હોય છે. જેના  અનેક કારણ છે. તેમાંથી કેટલાંક પ્રકાર છે. ભોજનનું ખરાબ થઈ જવું, ભંડારણ અને સંચાલન. ખરાબ પોષણ, અપૂરતી આધારભૂત સંચરના, ખોટું લેબલિંગ અને અસ્થિર કૃષિ પદ્ધતિઓ. ઘરમાં ખોરાકના બગાડની સાથે વધારે ખરીદદારી અને તેની દેખરેખમાં બેદરકારી જવાબદાર છે. જેનાથી તે ખરાબ થાય છે. અને સીધું કચરામાં ચાલ્યું જાય છે.

ખોરાકના બગાડને રોકવાના ઉપાય :

1. આપણે સંસાધનોના સંરક્ષણ, આપણા કાર્બન પદચિન્હને ઓછું કરવા અને આપણા સાર્વજનિક સ્વાસ્થ્યમાં        સુધારો કરવામાં મદદ મળે છે.
2. પેકેજિંગ પર વધારે ધ્યાન આપવું પડશે.
3. જરૂરિયાતના હિસાબથી હોલસેલમાં ખરીદદારી કરવી જોઈએ.
4. રિસાઈકલિંગ અને રી-યૂઝનો યોગ્ય પ્રકાર હોવો જોઈએ.
5. વેસ્ટ ફૂડનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરી શકાય છે.
6. ખોરાકને સારી રીતે સ્ટોર કરીને રાખો.
7. ફેંકવામાં આવતા ખોરાકના પ્રમાણને ઓછું કરીને ભોજનના બગાડને ઓછો કરી શકાય છે.
8. પ્લેટમાં એઠું ખાવાનું છોડી દો
9. બીજાને ખોરાકનું નુકસાન કરતાં અટકાવો
10. પ્રસંગમાં ભોજન વધે તો તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો :-

હવેથી કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો ઓર્ડર, જાણો શું છે સમગ્ર મામલો 

0

Kinjal Dave can’t sing ‘Char Char Bangdi’ song

  • કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. જાણો શું હતો આ વિવાદ અને કોણે કરી હતી આ ગીત સામે અરજી…

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની (Folk singer Kinjal Dave) મુશ્કેલી વધી ગઈ છે. કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે તે હવેથી ‘ચાર ચાર બંગડી’ (Four four bangles) ગીત નહિ ગાઈ શકે. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે (Sessions Court) પ્રતિબંધ મૂક્યો છે.

ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે. સાથે જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.

કિંજલ દવેનાં ગીત ‘ચાર બંગડી’ વાળા ગીત વિવાદની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઈટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. ત્યારે કોર્ટના હુકમથી કિંજલ દવેને મોટો ફટકો પડી શકે છે. ચાર ચાર બંગડીવાળી ગીત કિંજલ દવેના ફેમસ ગીતોમાંથી એક છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ ગીતને કારણે કિંજલ દવેની પોપ્યુલારિટી વધી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઈટનો દાવો કર્યો હતો. આ પહેલાની સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના સિંગરનો દાવો :

કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.

આ પણ વાંચો :-

યુસુફ પઠાણ અને મિચેલ જોન્સન ચાલુ મેચમાં બાખડ્યાં અને થઈ જોવાજેવી, જુઓ વીડિયો

0

Yusuf Pathan and Mitchell Johnson

  • રોસ ટેલર (84) અને કેરેબિયન ધુરંધર એશ્લે નર્સ (અણનમ 60)ની તોફાની ઈનિંગના કારણે ઈન્ડિયા કેપિટલ્સે લીજેન્ડ્સ લીગ ક્રિકેટની ક્વોલિફાયરની રોમાંચક મેચમાં ભીલવાડા કિંગ્સને ચાર વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભીલવાડા કિંગ્સે (Bhilwara Kings) પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેણે ઈન્ડિયા કેપિટલ્સે (India Capitals) ત્રણ બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ગૌતમ ગંભીરની (Gautam Gambhir) કેપ્ટનશિપ હેઠળની ઈન્ડિયાએ 19.3 ઓવરમાં 6 વિકેટ પર આ વિશાળ સ્કોરને ચેઝ કરીને 232 રન બનાવ્યા અને જીત મેળવી.

એશ્લે નર્સે શ્રીસંતના બોલ પર સિક્સ ફટકારીને ઈન્ડિયા કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ફાઇનલમાં હવે ઇન્ડિયા કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે થશે. બંને ટીમો વચ્ચે સોમવારે મેચ રમાશે. આ સાથે જ ભીલવાડા કિંગ્સે પણ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી.

પોર્ટરફિલ્ડે 37 બોલમાં 59 રન, શેન વોટસને 39 બોલમાં 65 રન, યુસુફ પઠાણે 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. રાજેશ બિશ્નોઈએ 11 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા.

મિચેલ જોન્સને યુસુફ પઠાણને ધક્કો માર્યો :

આ મેચ દરમિયાન ભીલવાડા કિંગ્સના યુસુફ પઠાણ અને ઈન્ડિયા કેપિટલ્સના ફાસ્ટ બોલર મિચેલ જોન્સન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા અને એકબીજાને સારું-ખરાબ કહેવા લાગ્યા અને સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ. જોન્સને પઠાણને ધક્કો પણ માર્યો હતો. (Johnson also pushed Pathan.)

મામલો આગળ વધે તે પહેલા જ અમ્પાયરોએ જોન્સનને અલગ કરી દીધો હતો. આ ઝઘડા પછી યુસુફની વિકેટ જોનસને લીધી હતી. જ્યારે મિચેલ જોન્સન પર એક મેચનો પ્રતિબંધ મુકાયો હતો. ઇન્ડિયા કેપિટલ્સ તરફથી જોન્સને 4 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-

વિજય રૂપાણી પંજાબના પ્રભારી બનતા રાજકોટ પશ્ચિમ બેઠકને લઈ અટકળો તેજ, જાણો કયા-કયા નામો હાલ ચર્ચામાં

0

As Vijay Rupani becomes the

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકવાર ફરી રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને રાજકારણ ગરમાય તેવી શક્યતા.

રાજકોટની 3 બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ માટે કવાયત થશે. મહત્વનું છે કે રાજકોટ પશ્ચિમની (Rajkot West) બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણી (Vijay Rupani) સીટીંગ ધારાસભ્ય છે. જોકે વિજય રૂપાણી પંજાબના પ્રભારી (In charge of Punjab) બનતા જ પશ્ચિમ બેઠકને લઈ વિવિધ અટકળો તેજ થઇ ગઇ છે.

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં :

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, ડૉ. દર્શિતા શાહ, કલ્પક મણિયારનું નામ ચર્ચામાં ચાલી રહ્યાં છે. એ સિવાય પશ્ચિમ બેઠક પર અનિલ દેસાઈ અને જ્યોતિન્દ્ર મહેતાનું નામ પણ ખાસ ચર્ચામાં છે. નોંધનીય છે કે રાજકોટ પશ્ચિમની આ બેઠક પર ઈતર સમાજનું વર્ષોથી પ્રતિનિધિત્વ રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવી શક્યતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવ્યો હતો. રહ્યો છે. મહત્વનું છે કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે.

ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

Hate Crime in Canada : કેનેડામાં ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’માં તોડફોડ, ભારતે જતાવ્યો કડક વિરોધ

Hate Crime in Canada : Vandalism in

  • કેનેડામાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા જાણે અટકવાનું નામ નથી લેતી. થોડા દિવસ પહેલા ટોરન્ટોના સ્વામીનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો

કેનેડામાં (Canada) ભારતીય સમુદાય (Indian community) વિરુદ્ધ હિંસા અટકવાનું જાણે નામ નથી લેતી. હવે કેનેડાના બ્રેમ્પટન શહેરમાં બનેલા ‘શ્રી ભગવદ ગીતા પાર્ક‘ (Sri Bhagavad Gita Park)ના સાઈન બોર્ડને અસામાજિક તત્વોએ (Antisocial elements) ઉખાડીને બીજી જગ્યાએ ફેંકી દીધુ. આ પાર્કનું નામ પહેલા ટ્રોયર્સ પાર્ક હતું. હાલમાં જ તેનું નામ બદલીને ‘શ્રી ભગવદ ગીતા પાર્ક‘ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 સપ્ટેમ્બરના રોજ પાર્કનું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

‘શ્રી ભગવદ ગીતા પાર્ક’ માં થઈ તોડફોડ :

બ્રેમ્પ્ટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલી તોડફોડ પર ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ ઘટનાની ટીકા કરતા અધિકારીઓને આ પ્રકરણની તપાસ કરવા અને ધૃણા અપરાધના આ આરોપીઓ વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

ભારતે કડક કાર્યવાહીની કરી માંગણી :

કેનેડામાં ભારતીય ઉચ્ચાયોગે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત બ્રેમ્પટનમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલા ધૃણા અપરાધની નિંદા કરે છે. અમે કેનેડાના અધિકારીઓ અને પીલ પોલીસને આ મામલે તપાસ કરવા અને અપરાધીઓ પર તરત કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટના પર અફસોસ જતાવ્યો. તેમણે કહ્યું કે કેનેડા આ પ્રકારના હુમલાને સહન કરશે નહીં.

ચૂપ્પી સાધીને બેઠા છે ટ્રુડો :

અત્રે જણાવવાનું કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો માનવાધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા પર ભારત જેવા દેશોને માંગ્યા વગર જ્ઞાન આપે છે પરંતુ તેમના પોતાના દેશમાં શું થઈ રહ્યું છે તેના પર હજુ સુધી તેમનો અવાજ બહાર આવ્યો નથી. કેનેડામાં સતત હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ખબરો સામે આવી રહી છે પરંતુ તેમણે હજુ સુધી તેના વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી કે ન તો કોઈ કડક પગલાં લીધા છે.

કેનેડામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ સતત વધી રહી છે હિંસા :

શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલી તોડફોડના થોડા દિવસ પહેલા ટોરન્ટોના સ્વામીનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે પણ ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સપોર્ટથી કેનેડામાં વસેલા ખાલિસ્તાની અને જેહાદી સમર્થકો આ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા છે. (Khalistani and Jihadi supporters living in Canada are doing such activities with the support of Pakistan.)

કેનેડામાં સતત થઈ રહેલી આવી ઘટનાઓને ગંભીરતાથી લેતા ભારતીય વિદેશ મંત્રાલયે ત્યાં રહેનારા નાગરિકો અને વિદ્યાર્થીઓને સચેત રહેવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો :-

સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો, યુવતીએ ચાલુ ગરબામાં ધુમાડા ઉડાવીને સિગારેટ પીધી

0

A case that shames the customs of a civilized

  • આ વર્ષે વડોદરામાં નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ત્યારે હવે સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો બન્યો છે. વડોદરાના ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું.

આ વર્ષે વડોદરામાં (Vadodara) નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં (World Famous Navratri) આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ત્યારે હવે સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો બન્યો છે. વડોદરાના ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું. જાણીતા ગરબામાં એક યુવતીએ ચાલુ ગરબામા ધુમાડા ઉડાવીને સિગારેટ (cigarettes) પીધી.

પ્રતિબંધિત ઈ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વીડિયા હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરીને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાના ધામમાં જ્યાં પરંપરા જાળવવા ઉત્સવ ઉજવાય છે ત્યાં કેવી રીતે વ્યસનનુ દૂષણ ઘુસાડી શકાય.

કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ચર્ચાનો વિષય છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વીડિયો છે. જેમાં નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમતી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી. ચાલુ ગરબામાં યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા કર્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

શેર કરવાનું કારણ જણાવ્યું :

સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો મુકનારે જણાવ્યું હતું કે આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય તેનો વિરોધ કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

ઘોઘો બંદર તરફના સદીઓથી માછીમારી કરતા સ્થાનિકોએ કહ્યું હતું………..

ત્યારે આ વીડિયોને કારણે વડોદરા ફરી એકવાર લજવાયું છે. બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. હવેથી આવા તત્વો સામે શી ટીમ પણ કાર્યવાહી કરનાર છે. (From now on, the Xi team will also take action against such elements.)

આ પણ વાંચો :-