Home Blog Page 1260

ઓછા સમય બનવું છે અમીર ? દરરોજ કરી લો આ 5 કામ, જીંદગીભર ભરેલું રહેશે ખિસ્સું

Want to be rich in less time

  • જો તમે ઓછા સમયમાં અમીર બનવા માંગો છો તો પોતાના ઘરે આ 5 કામ દરરોજ શરૂ કરી દો. થોડા સમયમાં તમને અસર દેખાવવાનું શરૂ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે.

જીંદગીમાં દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેની પાસે ખૂબ ધન-સંપત્તિ હોય, તેનું સ્વાસ્થ્ય સૌથી (Health) સારું હોય, તેના ઘરમાં કોઇ વસ્તુની કમી ન હોય અને સમાજમાં તેનું ખૂબ માન-સન્માન (Respect) હોય પરંતુ આ બધી ઇચ્છાઓ દરેકની પુરી થઇ શકતી નથી.

જો તમે ઇચ્છો તો આ બધી વસ્તુઓ તમને મળી જાય તો આજે પણ તમને માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય જણાવીએ. વાસ્તુ શાસ્ત્રના (Vastu Shastra) અનુસાર દરરોજ 5 વિશેષ કાર્યથી માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને તમને જાતકો પર ખૂબ કૃપા વરસાવે છે.

ધન પ્રાપ્તિ માટે માટે અપનાવો આ રીત :

તમારા ઘરમાં તુલસીનો છોડ તો જરૂર હશે. આ છોડમાં માં તુલસીનો વાસ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દરરોજ સવાર-સાંજ તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવી તેની પૂજા કરો છો માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને પરિવારની બધી ઇચ્છાઓ પુરી કરી દે છે.

ભોજન કરતી વખતે પૂર્વ દિશામાં રાખો મોઢું :

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તમે જ્યારે પણ ભોજન કરો છો તો પ્રયત્ન કરો કે તમારું મોઢું પૂર્વ દિશામાં હોય. આ દિશા સૂર્ય દેવને સમર્પિત અને શુભ ગણવામાં આવે છે. ભોજન કરતે વખતે તમે ભૂલથી પણ તમારા પગમાં ચપ્પલ ન પહેરો નહીતર માતા અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે.

ઈશાન ખૂણામાં કરો ગંગાજળનો છંટકાવ :

ઘરના ઈશાન ખૂણાને સૌથી વધુ શુભ ગણવામાં આવે છે એવામાં નકારાત્મક શક્તિઓ આ ભાગ પર કબજો કરવા માટે પ્રવેશનો પ્રયત્ન કરે છે. જ્યોતિષ વિદ્રાનોના અનુસાર આવી બુરી શક્તિઓને ઘરથી દૂર રાખવા માટે તમે નિયમિત રૂપથી ઈશાન ખૂણામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો.

દરરોજ સવારે ઉઠતાં જ જુઓ પોતાની હથેળી :

જો તમે ઓછા સમયમાં ધનવાન બનવા માંગો છો તો સવારે ઉઠતાં જ સૌથી પહેલાં તમારી હથેળીને જોવાની આદત પાડો. આ સાથે જ ‘કરાગ્રે વસતે લક્ષ્મી‘ મંત્રનો જાપ કરો. માન્યતા અનુસાર આમ કરવાથી મા સરસ્વતી અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને જાતક પર પોતાની કૃપા વરસાવે છે.

આ પણ વાંચો :-

9 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

9 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જૂના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહવધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણા. લક્ષ્મીની પ્રાપ્‍તી થાય. પરિવારમાં શાંતી વધે. માતાની તબિયત સાચવવી સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધન હાનિનાના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્ની સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નીસુખમાં વૃદ્ધિધ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન:
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

Loan Recovery Rules : લોન ચૂકવી શક્યા નથી અને બેંકવાળા હેરાન કરે છે ? તો જાણો તમારા ગ્રાહક તરીકેના અધિકાર.

0

Loan Recovery Rules

  • જો તમને હોમ લોન કે પછી કોઈ બીજી લોન લીધી છે અને કોઈ કારણસર લોન ચૂકવી શકવાની ક્ષમતામાં નથી કે પછી કેટલાક હપ્તા ભરી શક્યા નથી ત્યારે આ સ્થિતિમાં બેંક અથવા લોન આપનાર સંસ્થા પોતાના રિકવરી એજન્ટ મારફત તમને ડરાવે ધમકાવે છે તો આ સ્થિતિમાં તમને કાયદાકીય રક્ષણ મળે છે. જાણી લો તમારા હક્કની વાત.

અનેક લોકો કાર ખરીદવા (Car Loan), બાળકોના ભણતર (Education Loan) અને લગ્ન, બિઝનેસ કરવા (Business Loan) અને ઘર ખરીદવા (Home Loan) માટે બેન્કમાંથી લોન લે છે. બેન્ક ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અનેક પ્રકારની ઓફર રજૂ કરે છે. લોન એક ખૂબ જ મોટી નાણાકીય જવાબદારી છે. તમારે દર મહિને લોનનું ઈએમઆઈ (EMI) ચૂકવવાનું રહે છે.

જો કોઈ ગ્રાહક લોન લીધા બાદ ફિક્સ્ડ તારીખ સુધીમાં લોનનો હપ્તો ના ચૂકવે તો આ પ્રકારની પરિસ્થિતિમાં બેન્ક ગ્રાહકોને ફોન કરવા લાગે છે અને મેસેજ મોકલવા લાગે છે. પૈસા ચૂકવવામાં ના આવે તો રિકવરી એજન્ટ ગ્રાહકોને ડરાવતા અને ધમકાવતા પણ હોય છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રાહકોને પોતાના અધિકાર વિશે જાણકારી હોતી નથી. આ કારણોસર રિકવરી એજન્ટ ગ્રાહકોને પરેશાન કરવા લાગે છે. જો તમારી સાથે પણ આ પ્રકારે કરવામાં આવ્યું છે તો અહીંયા અમે તમને ગ્રાહકોના અધિકાર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

આ પ્રકારના મામલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ કેટલાક નિયમો બનાવ્યા છે. જો ગ્રાહક લોન ના ચૂકવી શકે અને કોઈ બેન્ક ગ્રાહકોને ડરાવે અથવા ધમકાવે તો ગ્રાહક તે અંગે પોલીસ ફરિયાદ કરીને પેનલ્ટી પણ માગી શકે છે.

બેન્ક ડિફોલ્ટરના ઘરે જવાનો અને કોલ કરવાનો સમય :

બેન્કને પોતાના ડૂબેલા પૈસા વસૂલવાનો અધિકાર છે. પરંતુ તે માટે બેન્કે RBIએ બનાવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. બેન્કનો ઓફિસર અથવા રિકવરી એજન્ટ ડિફોલ્ટરને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી જ કોલ કરી શકે છે. ઉપરાંત ડિફોલ્ટરના ઘરે જવાનો સમય પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો જ છે. આ સમય સિવાય બેન્કનો પ્રતિનિધિ આવે તો તમે તે અંગે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

જો કોઈ ગ્રાહક આગામી 90 દિવસોમાં હપ્તાના પૈસા જમા ના કરે તો બેન્ક તે ગ્રાહકને નોટીસ મોકલે છે. ત્યારબાદ પૈસા જમા કરાવવા માટે અન્ય 60 દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ પૈસા જમા ના કરે તો બેન્ક તે વ્યક્તિની સંપત્તિ (ઘર અને કાર) ની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે.

રિકવરી એજન્ટ મનમાની કરે તો ગ્રાહકે શું કરવું જોઈએ ?

જો તમે બેન્ક પાસેથી લોન લીધી છે અને તમે તે લોન ચૂકવી શકતા નથી તે પરિસ્થિતિમાં બેન્ક રિકવરી માટે સંપર્ક કરી શકે છે. જો તમે પૈસા ચૂકવી શકતા નથી તો બેન્કના અધિકારી અથવા રિકવરી એજન્ટને ગેરવર્તણૂંક કરવાનો કોઈ જ અધિકાર નથી.

જો કોઈ બેન્ક અધિકારી તમને માનસિક અથવા શારીરિક રીતે પરેશાન કરે છે. તો તમે બેન્કને તેની ફરિયાદ કરી શકો છો. RBIના નિયમ અનુસાર તમને હેરાન કરનાર વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમે પોલીસ ફરિયાદ કરીને તમે દંડ પણ વસૂલી શકો છો.

આ પણ વાંચો :-

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

Mix in coconut oil and apply just

  • ધીરે-ધીરે સફેદ થઈ રહેલા વાળ ક્યારે માથા પર વધી જાય છે ખબર નથી રહેતી. નારિયેળ તેલના આ ઉપાયથી તમારા વાળ ઝડપથી સફેદ થવાથી અટકશે અને સફેદ વાળ પણ કાળા થશે.

ઘણા લોકો સફેદ વાળથી (White hair) પરેશાન રહે છે. સમય પહેલા સફેદ થઈ રહેલા વાળ ખરાબ ડાયેટ, જેનેટિક્સ, વાળમાં પોષણની કમી (Lack of nutrition in hair), વાતાવરણ અને ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી આદતોનું પરિણામ હોઈ શકે છે. એવામાં આ સફેદ વાળને સમય રહેતા કાળા કરવા જરૂરી છે.

અહીં તમને નારિયેળ તેલના અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી વાળને કાળા કરી શકાય છે. આ ઉપાયોની અસર ધીરે-ધીરે દેખાય છે પરંતુ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને આ નુસ્ખા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પણ છે.

નારિયેળ તેલ અને મીઠો લીમડા :

મીઠા લીમડામાં સફેદ વાળને કાળા કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. વિટામિન બીથી ભરપૂર લીમડો હેર ફોલિકલ્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે અને વાળને સફેદ થવાથી રોકે છે. તેમાં બીટા-કેરાટિન પણ હોય છે જે વાળને મૂળમાંથી સફેદ થવાથી રોકવામાં કારગર છે.

માટે ઉપયોગ માટે મુઠી ભરીને મીઠો લીમડાના પાન લઈને તેને એક કપ નારિયેળ તેલમાં શેકી લો. જ્યારે પાન કાળા થઈ જાય તો તેલને ગેસ પરથી ઉતારી લો ઠંડુ કરી તેને એક શીશીમાં ભરી લો. આ તેલ તમારે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવવાનું રહેશે.

નારિયેળ તેલ અને એલોવેરા  :

એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર લાંબા સમયથી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેના અનેક ગુણોથી ભરપૂર હોવાનું છે. વાળને કાળા કરવા માટે એક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી લીંબુનું તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને લગભગ અડધા કલાક સુધી માથા પર રાખ્યા બાદ ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર વાપરી શકાય છે.

નારિયેળ તેલ અને મહેંદી :

સામાન્ય રીતે વાળમાં મહેંદી લગાવ્યા પછી સફેદ વાળ લાલ થઈ જાય છે. પરંતુ જો તમે આ રીતે મહેંદી લગાવશો તો વાળ સફેદ નહીં પણ કાળા થવા લાગશે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ સાથે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ 20 થી 25 મિનિટ સુધી વાળમાં રાખો અને માથું ધોઈ લો. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવો છો. તો તેની અસર સારી રહેશે.

આ પણ વાંચો :-

“ક્યૂટ દેખાઈશ તો જ EMI ભરી શકીશ”, સોશિયલ મીડિયા પોસ્ટને લઈને જાહ્નવી કપૂરે કહી મોટી વાત

I can pay EMI only if I look cute Janhvi Kapoor

  • જાહ્નવી કપૂર એ એક્ટ્રેસમાંથી એક છે જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખે છે. રીલ લાઈફમાં તે જેટલી સાધારણ દેખાય છે તેટલી જ રિયલ લાઈફમાં ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર જેટલા પણ ફોટો જાહ્નવી પોસ્ટ કરે છે. તેનાથી તે સારી કમાણી કરે છે. તેનાથી તે EMI પણ ભરે છે.

ફિલ્મમેકર બોની કપૂરની (Filmmaker Boney Kapoor) લાડકી દિકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) રિયલ લાઈફ અને રીલ લાઈફ બન્નેમાં ખૂબ જ અલગ છે. ઓનસ્ક્રીન ઈમેજમાં (Onscreen Image) જ્યાં તે ખૂબ જ શરમાળ અને સાધારણ બતાવવામાં આવે છે. ત્યાં જ ઓફસ્ક્રીન તેનો ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ દિવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા (Social media) પર જાહ્નવી કપૂર પોતાની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે.

સોશિયલ મીડિયા પર જાહ્નવી ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કરે છે. આટલું જ નહીં આ ફોટો પોસ્ટ કરીને તે મોટી કમાણી પણ કરે છે. આ પૈસાથી તે પોતાની EMI ભરે છે. જાહ્નવીએ પોતે આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

જાહ્નવી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ રાખે છે અલગ  :

એક ઈન્ટરવ્યૂમાં જાહ્નવીએ પોતાની રીલ અને રિયલ લાઈફને લઈને વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, “મને લોકો ઘણી વખત એવું પુછે છે કે ફિલ્મોમાં તો મારી એક મિડલ ક્લાસ યુવતી અને સાધાર દેખાતી યુવતી જેવી ઈમેજ છે. ત્યાં સોશિયલ મીડિયા પર હું એકદમ ગ્લેમરસ જોવા મળું છું. એવામાં લોકો માટે બન્નેની વિવિધ ઈમેજ ગળે ઉતરવી મુશ્કેલ છે. હકીકતે હું આ વાતની ચિંતા નથી કરતી.

હું આ રીતનું કેલ્યુલેશન કરવાથી બચુ છું. દર્શનક જ્યારે મને મનીષ મલ્હોત્રાની સાડીમાં જુએ છે ત્યાં જ બીજી તરફ અચાનક કુર્તા પાયજામામાં જોવે છે તો તેમના મનમાં મારી બે ઈમેજ ક્રિએટ થઈ જાય છે. એક વસ્તુ મારા આર્ટનો ભાગ છે તો બીજી ક્યાંકને ક્યાંક મારી પર્સનલ લાઈફ છે. હું તેના વિશે વિચારૂ છું અને પ્રયત્ન કરૂ છુ કે વધારેમાં વધારે રિયલ અને સાચ્ચી રહું. જે છું તે જ લોકોને બતાવું.

રિયલ લાઈફમાં હું જેવી છું તેવી જ દેખાવું. રીલ લાઈફમાં જે પાત્ર મળે તેને સારી રીતે નિભાવવા પર હું વિશ્વાસ રાખુ છુ એક એક્ટર એ જ છે જે રિયલ લાઈફ અલગ રાખીને રીલમાં પોતાની ભુમિકામાં સારી રીતે ઉતરી જાય.”

પોસ્ટ દ્વારા વધારે પૈસા કમાય છે જાહ્નવી  :

જાહ્નવી કપૂરે જણાવ્યું, “સોશિયલ મીડિયા લાઈફ મારી ખૂબ જ શાનદાર છે. હું પોતાની આ પોસ્ટ્સથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરૂ છું કે અન્ય બ્રાન્ડ્સ મને એન્ડોર્સમેન્ટ્સ માટે અપ્રોચ કરે. જેમાં પોતાની EMI ભરી શકું. હું લાઈફમાં કંઈ પણ સીરિયસલી લેવાનું પ્રિફર કરતી નથી.

મારો સોશિયલ મીડિયા મારા માટે એક શાનદાર વિકલ્પની જેમ છે. જો હું ક્યૂટ દેખાવ છું તો પાંચ વધુ એક્સ્ટ્રા લોકો મારો ફોટો જોશે. મને બ્રેન્ડ્સ જોશે. વધારે કમાઈ શકીશ અને EMI સરળતાથી ભરી શકીશ.”

આ પણ વાંચો :-

ઔવેસી પર થયેલા પથ્થરમારાની વાઈરલ ઘટનાનો થયો પર્દાફાશ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે…

0

The viral incident of stone pelting on Owasi

  • સોમવારે AIMIMના વરિષ્ઠ નેતા અસદુદ્દીન ઔવેસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુસાફરી દરમિયાન તેમના કોચ પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

આ અંગે વારીશ પઠાણે (Warish Pathane) સભા દરમિયાન જણાવ્યું હતું. તેવામાં ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તત્કાલિક સર્ચ ટીમ તૈયારી કરી પથ્થરમારા પાછળ કોનો હાથ છે એની તપાસ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી સર્ચ રિપોર્ટમાં આની પાછળનું મુખ્ય કારણ સામે આવી ગયું છે. જાણો આની પાછળ કોનો હાથ હતો…

પથ્થરમારાને લઈને સર્ચ રિપોર્ટમાં ઘટસ્ફોટ…

રેલવે ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટરના માર્ગદર્શનમાં ભરૂચ અને વડોદરા રેલવે પોલિસ સ્ટેશન, એલ.સી.બી અધિકારીઓ સાથે આર.પી.એફના અધિકારીઓને સર્ચ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનના કોચમાં બેઠા હતા તે દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશનન (Ankleshwar Railway Station) પાસે ડાઉન રેલવે ટ્રેક પરથી પૂર ઝડપે બીજી ટ્રેન આવી રહી હતી. એના કારણે ઔવેસી જે વંદે ભારત ટ્રેનમાં હતા એ અને અન્ય ટ્રેન આજુ બાજુમાંથી પસાર થઈ.

પરંતુ આ સમયે જે રૂટ પર બંને ટ્રેનો આસપાસથી પસાર થઈ ત્યાં સમારકામનું કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. એટલે રેલવે ટ્રેકની આસપાસ પથ્થરો પણ રહેલા હતા. તેવામાં બીજી ટ્રેન જ્યારે વંદે ભારતની પાસેથી પસાર થઈ ત્યારે ટ્રેક પાસે રહેલો પથ્થર ઉછળીને વંદે ભારત ટ્રેનના કાચ સાથે અથડાયો હતો. આના પરિણામે ઔવેસી જે ટ્રેનમાં બેઠા હતા એનો એક કાચ તૂટી ગયો હતો. આ એક આકસ્મિક ઘટના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કોઈ કાવતરુ ન હોવાના રિપોર્ટ્સ :

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનમાં હતા એનો આકસ્મિક રીતે કાચ તૂટી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આની પાછળ કોઈ ષડયંત્ર કે કાવતરુ હોવાના પુરાવા મળ્યા નથી. વળી આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

પોલીસે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો :

પોલીસે સર્ચ રિપોર્ટ બાદ જણાવ્યું કે અસદુદ્દીન ઔવેસી પર જે પથ્થરમારો થયો એ ઘટનાની તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન રેલવે ટ્રેક પર પડેલો પથ્થર ઉછળીને વંદેભારત ટ્રેન પર આવ્યો છે. આ તપાસમાં કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક પથ્થર ફેંક્યો હોવાનું સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ટ્રેનના ટ્રેકની આસપાસ સમારકામ ચાલી રહ્યું હોવાથી મેટલ પાર્ટસ અથવા પથ્થર ઉછલીને કાચ પર વાગ્યો હશે.

પોલીસે દાવો કર્યો છે કે :

પોલીસ તપાસમાં વધુ એક નિવેદન અપાતા દાવો કરાયો છે કે અસદુદ્દીન ઔવેસીએ મુસાફરી દરમિયાન પોતાની સીટ પણ બદલી હતી. એટલે ઈરાદાપૂર્વક કોઈએ પથ્થરમારો કર્યો હોવાનું લાગી રહ્યુ નછી.

આ પણ વાંચો :-

ખેડૂતો આજે જ કરો આ કામ, નહીંતર 13 મો હપ્તો ખાતામાં જમા થશે નહિ, જાણો સરકારે શું કહ્યું

0

Farmers do this work today

  • મોદી સરકારે ખેડૂતોને 12મા હપ્તાના પૈસા આપી દીધા છે અને હવે 13મા હપ્તાની રાહ શરૂ થઈ ગઈ છે. જો તમે પણ 13મા હપ્તાના પૈસા લેવા માંગતા હોવ તો કેટલાક દસ્તાવેજો અપડેટ કરવા પડશે. સરકારે કહ્યું છે કે પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે તેનું પાલન કર્યા વિના ખેડૂતોને પૈસા આપવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) 12મો હપ્તો તમારા ખાતામાં આવી ગયો છે અને હવે 13મા હપ્તાની રાહ જોવાય રહી છે. દરમિયાન સરકારે ખેડૂતોને (Farmers) એક મોટું અપડેટ આપ્યું છે અને કહ્યું છે કે જો તમે નવા નિયમનું પાલન નહીં કરો તો 13મા હપ્તામાં મુશ્કેલી આવી શકે છે. દેશના લગભગ 8 કરોડ ખેડૂતોને 12મા હપ્તાના પૈસા મળ્યા છે. જ્યારે 2 કરોડથી વધુ ખેડૂતો તેમના હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

જો તમે ઈચ્છો છો કે 13મા હપ્તાના પૈસા ફસાઈ ન જાય તો તમારે નવા નિયમનું ખૂબ સારી રીતે પાલન કરવું જોઈએ. સરકારે કહ્યું છે કે હવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડની સોફ્ટ કોપી આપવી પડશે. મતલબ કે હવે હાર્ડ કોપી આપવાની જરૂર નહીં રહે અને સોફ્ટ કોપી પીડીએફ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સાથે ઈ-કેવાયસી કરવું પણ જરૂરી રહેશે. આ બે દસ્તાવેજો વિના તમને 13મા હપ્તાના પૈસા મેળવવામાં મુશ્કેલી પડશે.

પહેલા શું પ્રક્રિયા હતી :

અત્યાર સુધી ખેડૂતોએ તેમની નોંધણી કરાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી વગેરે સબમિટ કરવાની હતી. હવે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને માત્ર સોફ્ટ કોપી સબમિટ કરવાની રહેશે. હવે આ નિયમથી ખેડૂતોનો સમય બચશે અને પારદર્શિતા પણ વધશે. ઘણા ખેડૂતોને હજુ સુધી 12મા હપ્તાના પૈસા મળ્યા નથી.

આ દસ્તાવેજો પણ જરૂરી છે :

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક વધુ દસ્તાવેજો પણ જરૂરી બનાવ્યા છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો માટે આધાર હોવા જરૂરી છે, આધાર વગરના ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે નહીં. આ વખતે જે ખેડૂતોને હપ્તાના નાણા મળ્યા નથી તેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે અધૂરા દસ્તાવેજો છે અને તેમની ખતૌની અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બન્યું :

સરકારે ખેડૂતોની સુવિધા માટે કિસાન ક્રેડિટ કાર્ડને પીએમ કિસાન યોજના સાથે પણ જોડ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બની ગયું છે. જે ખેડૂતો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે. તેઓને સરળતાથી KCC મળે છે. જેના પર વ્યાજ દર ઘણો ઓછો છે અને બેંકો ખેડૂતોને ઓછા વ્યાજે સરળ લોન પણ આપે છે.

આ પણ વાંચો :-

કેદીઓના હાથે બનેલા જેલના ભજીયાનો સ્વાદ રાજકોટવાસીઓના દાઢે વળગ્યો, કલાકો લાઈન લગાવી ખાવા ઉભા રહે છે

0

Jail bhajis made by the hands of the prisoners

  • સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના કેદીઓના હાથના બનેલ ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેલના કેદીઓના ભજીયા ખાવા લોકો કલાકો સુધી લાઈન લગાવે છે.

સોમનાથમાં (Somnath) કાર્તિકી પૂર્ણિમાનો મેળો (Kartiki Purnima fair) પૂરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે રાજકોટ મધ્યસ્થ જેલના (Rajkot Central Jail) કેદીઓએ બનાવેલા ભજીયા. કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનો સ્વાદ સૌરાષ્ટ્રની (Saurashtra) પ્રજાને એવો તે લાગ્યો કે લોકો કેદીઓના ભજીયા ખરીદવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

લોકોના મનમાં જેલમાં રહેલ કેદીઓ ખૂંખાર અને ક્રૂર હોય તેવી માનયતાને દૂર કરવા અને સજા પૂર્ણ થયા પછી કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવા આશયથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાવવામાં આવે છે.

રાજકોટ મધ્યસ્થ જેલ સ્ટાફ અને કેદીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વસ્તુઓ સાથે ભજીયા બનાવે છે. કેદીઓ સમાજમાં ફરી પાછા હળીમળી શકે તેના માટે કેદીઓને આ મેળામાં સામેલ કરીને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ કેદીઓના ભજિયાની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને સ્ટોલની મુલાકાત લીધી હતી અને કેદીઓના ભજિયાના સ્વાદ અને ગુણવત્તાને વખાણી હતી. સાથે કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે જેલ તંત્ર દ્વારા કરાતી કસમગીરીને બિરદાવી હતી.

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો દૂર-દૂરથી માત્ર ભજિયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લે છે અને કલાકો સુધી ધીરજપૂર્વક લાઈનમાં ઊભીને પોતાના નંબરની રાહ જુએ છે અને ભજીયાનો આનંદ માણે છે. કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે તૈયાર થાય છે. જેના માટે કાર્તિકી પૂર્ણિમા મેળો સેતુરૂપ બન્યો છે.

આ પણ વાંચો :-

આ લોકો માટે કોહલી-રોહિત અને દ્રવિડે છોડી દીધી બિઝનેસ ક્લાસની સીટ, કારણ જાણીને આપશો શાબાશી

0

Kohli-Rohit and Dravid left business

  • ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ રવાના થઈ હતી તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણી તમે પણ શાબાશી આપશો.

ટી 20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) વખતે ટીમ ઈન્ડિયાના મેચ રમવા ઉપરાંત ઓસ્ટ્રેલિયાના (Australia) અલગ અલગ શહેરોની યાત્રા કરવી પડી રહી છે. ભારતીય ટીમે હજુ સુધી આ ટી 20 વર્લ્ડ પરની મેચને રવા માટે મેલબર્ન, સિડની, પર્થ અને એડિલેડની યાત્રા કરી છે. ટીમ ઈન્ડિયા હમણાં જ ઈંગ્લેન્ડ (England) વિરૂદ્ધ સેમીફાઈનલ મેચ રમવા માટે મેલબર્નથી એડિલેડ પહોંચી છે. 10 નવેમ્બરે ભારત એડિલેડ ઓવલમાં (Adelaide Oval) ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.

કોહલી-રોહિત-દ્રવિડે આપી દીધી બિઝનેસ ક્લાસની સીટ :

ટીમ ઈન્ડિયા જ્યારે મેલબર્નથી એડિલેડ જવા રવાના થઈ તો ફ્લાઈટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની બિઝનેસ ક્લાસ સીટ અમુક ખાસ લોકો માટે છોડી દીધી હતી. જેના પાછળનું કારણ જાણીને ઘણા લોકો ચોંકી ગયા હતા. ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ આ વાતની જાણકારી આપતી હતી.

કારણ જાણી ચોંકી ઉઠશો તમે  :

ટીમ ઈન્ડિયાના એક સપોર્ટ સ્ટાફના સદસ્યએ કહ્યું, “ભારતીય ટીમ ખેલાડી જ્યારે મેલબર્ન થઈ એડિલેડ રવાના થવા માટે ફ્લાઈટમાં બેઠા તો કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ ટીમના બે બોલરો માટે છોડી દીધી હતી. જેથી તે આરામથી પોતાના પગ લાંબા કરીને બેસી શકે.” જણાવી દઈએ કે હાલ મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ શાનદાર બોલિંગ કરી રહ્યા છે તેમને આરામની ખૂબ જ જરૂર છે.

આરામ માટે છોડી બિઝનેસ ક્લાસની ટિકિટ  :

એવામાં તેમને આરામ આપવા માટે રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના બિઝનેસ ક્લાસની સીટ છોડી દીધી. જણાવી દઈએ કે બિઝનેસ ક્લાસ સીટ ખૂબ જ આરામદાયક હોય છે. જેમાં પગ લાંબા કરી આરામથી બેસી શકાય છે. રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ પોતાના ફાસ્ટ બોલર્સને ફિટ રાખવા માટે તેમને વધુમાં વધુ આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

‘કામથી ન લડી શક્યા તો ઈજ્જત પર આવી ગયા…’ બોલતાની સાથે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા AAP કોર્પોરેટર- જાણો શું છે સમગ્ર મામલો

0

AAP corporator burst into tears as soon

  • સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં મુકાતાં વિવાદ ઊભો થયો છે.

પાયલ સાકરિયાનો (Payal Sakaria) તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર (Aam Aadmi Party corporator) પાયલ સાકરિયા પોલિટિશિયનની (Politician) સાથે સાથે અભિનેત્રી (Actress) પણ છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા અગાઉ તેમણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં (Gujarati Album) પણ કામ કરી ચુક્યા છે.

તેમના દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજકીય પાર્ટીમાં જોડાતાં પહેલાં અનેક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય તે સમયના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમની સામેના એક્ટર દ્વારા પાયલ સાકરિયાને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

શું કહ્યું હતું પાયલ સાકરીયા સમગ્ર મામલે : 

વિધાનસભાની ચૂંટણી નજીક છે. જેને કારણે મને બદનામ કરવા કોઈ કસર બાકી રાખી નથી. કહેવાય છે કે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવે છે પરંતુ આમાં એટલી બધી હલકાઈ તો ના જ હોવી જોઇએ. મુદ્દાની રાજનીતિ કરો. કામની રાજનીતિ કરો. આટલાં વર્ષોથી કામ કર્યું છે તો કામ લઈને આવો ને પણ આ એટલા હલકી માનસિકતાવાળા લોકો હતા એનો મને ક્યારેય અંદાજ નહોતો.

હવે મને ખબર પડી કે રાજનીતિમાં કેમ મહિલાઓ ઓછી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવાં કારણોસર તેને દબાવવામાં આવી છે. જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી પૈસાથી, ડરાવી-ધમકાવી, બદનામ કરવાના પ્રયાસો કરી ભાજપમાં જોડવાની ટ્રાય કરી છે. મારી અત્યાર સુધી ના હતી પણ અરવિંદ કેજરીવાલનાં દિલ્હીનાં કામ જોઈને હું જોડાઈ હતી. ભાજપના આઈટી સેલ દ્વારા અત્યાર સુધી અભદ્ર ભાષામાં કોમેન્ટને એવું બધું થતું હતું. પરંતુ મને એમ હતું કે આ રાજકારણ છે આ લોકો બદનામ કરશે.

આ પણ વાંચો :-