Home Blog Page 1257

AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, ભાજપનાં ઉમેદવારો વચ્ચે થશે કાંટે કી ટક્કર

0

AAP’s CM candidate Yesudan Gadhvi may

  • આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરેલા CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM ઉમેદવાર ઈસુદાન ગઢવી (Isudan gadhvi) દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

AAPના સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો :

તમને જણાવી દઇએ કે AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જો કે દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

Currency Note : શું તમારી પાસે પણ છે 2000 રૂપિયાની નોટ ? RBI એ આપી મહત્વની જાણકારી. ખાસ જાણો

0

Currency Note: Do you also have a 2000 rupee note

  • 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી (Demonetization) બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે માર્કેટમાં આ નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે જેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે.

અત્રે જણાવવાનું કે છેલ્લા 3 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ  છાપવામાં આવી નથી. આવામાં આ નોટ સર્ક્યુલેશનમાં નહિવત છે. આરટીઆઈ મુજબ વર્ષ 2019-20, 2020-21, 2021-22 દરમિયાન 2000 રૂપિયાની કોઈ પણ નવી નોટ છાપવામાં આવી નથી.

આરબીઆઈ બહાર પાડે છે નોટ :

રિઝર્વ  બેંક તરફથી હાલ બજારમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવેલી છે. પીએમ મોદીએ 8 નવેમ્બેર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી હતી. ત્યરાબાદ 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.

નવી નોટો બહાર પાડવાનો હેતુ એ હતો કે જલદી દેશભરમાં નવી નોટ ફેલાવવામાં આવે. પરંતુ હવે હાલના સમયમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે. આરબીઆઈ તરફથી મળેલી જાણકારી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં સર્ક્યુલેશનમાં 2000 રૂપિયાની નોટોની ભાગીદારી ફક્ત 13.8 ટકા રહી ગઈ છે.

આ પણ વાંચો :-

વિસનગર સીટ પર જામશે ત્રિપાંખિયો જંગ, વિપુલ ચૌધરી આપમાં જોડાશે, ઋષિકેશ પટેલ સામે ટકરાશે

0

Tripankhio Jung to contest Visnagar seat

  • મહેસાણાના રાજકારણમાં મોટી હલચલ થશે. અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આપમાં જોડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ (Dudhsagar Dairy Sagar Dan Scam) મામલે વિપુલ ચૌધરી (Vipul Chaudhary) કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી 15 તારીખે અર્બુદા સેનાનું (Arbuda Army) ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે.

જેમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપમાં જોડાયા બાદ તેઓ વિસનગરમાં ચૂંટણી લડી શકે છે. જો આવું થયુ તો તેઓ ઋષિકેષ પટેલની સામે ટકરાશે.

મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું કે આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. 15 તારીખે ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે.

ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે તેવુ અર્બુદા સેના દ્વારા જાહેરાત કરાશે. આમ વિસનગર સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રમાશે. વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે વિપુલ ચૌધરી ટકરાશે.

જેલમાંથી વિપુલ ચૌધરી ચૂંટણી લડશે :

અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે અમારી માંગણી સ્વીકારી નથી. અમારા નેતાને જેલમાં મોકલ્યા, ભલે જેલવાસ પણ વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે ચૂંટણી લડશે. અર્બુદા સેનાના કાર્યકર્તાઓએ અપીલ કરી કે તેઓ આપમાંથી ચૂંટણી લડશે. આગામી 15 તારીખે મોટું સ્નેહમિલન થશે.

જેમાં વિપુલ ચૌધરીને સમર્થન અપાશે. ઉલ્લેખનીય છે કે ભારતના ઈતિહાસમાં અનેક એવા ઉદાહરણો છે કે અનેક નેતાઓ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. આવીતકાલે વિપુલ ચૌધરીની કોર્ટમાં મુદત છે. તેથી જામીન મળે તેવી આશા અર્બુદા સેનાના કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને જ્યારે અર્બુદા સેના અને વિપુલ ચૌધરી વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓએ પશુપાલકો માટે ઘણા સારા કામ કર્યા છે એટલે સ્વાભાવિક છે કે વિપુલ ચૌધરી જેવા વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

ભાજપે યુવા ચહેરો ડો.પાયલને મેદાને ઉતાર્યા, રશિયાથી ડિગ્રી લઈને આવેલ ડોક્ટર પાર્ટીના સૌથી નાની વયના ઉમેદવાર

0

The BJP fielded a young face Dr. Payal

  • બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે 30 વર્ષીય યુવા ડોક્ટરને ટિકિટ આપી, જાણો કેમ

અમદાવાદની (Ahmedabad) નરોડા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થવાણીની (MLA Balram Thwani) ટિકિટ કાપવામાં આવી છે, તેમના સ્થાને પાયલ કુકરાણીને (Payal Kukrani) ટિકિટ મળી છે. દિગ્ગજ નેતા બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા. ડો.પાયલ કુકરાણી માત્ર 30 વર્ષના છે. સિંધી સમાજમાંથી (Sindhi society) આવતા પાયલ કુકરાણી આખરે કેવી રીતે ભાજપમાંથી ટિકિટ મેળવવા સફળ રહ્યાં.

સૌથી નાની ઉંમરના ભાજપના ઉમેદવાર :

ભાજપે 30 વર્ષીય ડો.પાયલ કુકરાણીને નરોડા બેઠકથી ટિકિટ આપી છે. ડો.પાયલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમણે રશિયામાંથી એમડી મેડિસિનની ડિગ્રી લીધેલી છે. જોકે, ડો.પાયલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જો કે તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે. ડો.પાયલના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જો કે તેમના પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.

જો કે પાયલ કુકરાણીની જાહેરાત થતા બાદ નરોડા બેઠક પર નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોતાન ટિકિટ મળતા ડો.પાયલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મારા માતાપિતા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. મારા માતા પિતાનો અનુભવ મને કામ આવશે. બધાની સાથે લઈને આગળ વધીશું.

પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે  :

ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં 14 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી 9 મહિલા ઉમેદવારો એવી છે. જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. જિજ્ઞા પંડ્યા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રીવાબા જાડેજા, દર્શના વસાવા, ભીખીબેન પરમાર, પાયલ કુકરાણી, કંચન રાદડિયા અને દર્શનાબેન વાઘેલા પહેલીવાર ચૂંટણી લડવાના છે.

આ પણ વાંચો :-

વિધાનસભાની પ્રથમ ચરણની ભાજપની 5 બેઠકોનું કોકડું કેમ ગૂંચવાયું, જાણો અંદરની વાત

0

Why the BJP’s 5 seats in the first phase

  • વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા… સુરત ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી…

ગુજરાત ભાજપના (Gujarat BJP) ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. ભાજપે કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે. જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે, જેમાં 5 બેઠકો પર નામ જાહેર કરવાના હજી બાકી છે. સુરત ચૌર્યાસી, ધોરાજી, ભાવનગર પૂર્વ (Bhavnagar East) અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે કહેવાય છે કે આ પાંચેય બેઠક પર કોકડુ ગૂંચવાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આજે 10 નવેમ્બર થઈ ગઈ. ભાજપે 89 માંથી 84 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. હજી 5 બેઠકોના નામ હજી જાહેર થયા નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપની બીજી યાદી આવતીકાલે આવી શકે છે.

પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે. પરંતુ ભાજપે કેમ 5 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખી તે મોટો સવાલ છે. કહેવાય છે કે, આ બેઠકો પર ઉમેદવારોના નામમાં ભારે મૂંઝવણ છે. પાર્ટી હાઈકમાન્ડ નામ પર અંતિમ મહોર મારી શકી નથી. ત્યારે 5 બેઠકો બાકી રાખવાથી અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

પ્રથમ તબક્કાની 5 સીટના ભાજપના ઉમેદવાર બાકી  :

આ 5 બેઠકો પર હાલ MLA કોણ ?

ક્રમ    સીટનો ક્રમ        બેઠક           જિલ્લો        હાલના ધારાસભ્ય        પાર્ટી

1.     75                ધોરાજી        રાજકોટ        લલીત વસોયા          કૉંગ્રેસ
2.     81               ખંભાળિયા      દ્વારકા         વિક્રમ માડમ          કૉંગ્રેસ
3.     84               કુતિયાણા       પોરબંદર       કાંધલ જાડેજા         NCP
4.     104            ભાવનગર પૂર્વ    ભાવનગર     વિભાવરીબેન દવે      ભાજપ
5.     168             ચોર્યાસી        સુરત             ઝંખના પટેલ         ભાજપ

આ સિવાયની અન્ય બેઠકોમાં પણ સર્વસહમત અને જીતી શકે તેવા ઉમેદવાર માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે. આગામી 12 કલાકમાં ફરજિયાતપણે આ બેઠકો પર નામની જાહેરાત કરાય ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.

ઉલ્લેખનીય છે કે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 69 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે. 36 ધારાસભ્યોની ભાજપે ટિકિટ કાપી છે. તેમજ 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપીને લડાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

T20 WC : રોહિત શર્માની આંખમાં આવી ગયા આંસુ, ડગઆઉટમાં આ રીતે જોવા મળ્યો કેપ્ટન

0

T20 WC: Tears came to Rohit Sharma

  • ઈંગ્લેન્ડના હાથે સેમીફાઇનલમાં 10 વિકેટે પરાજયની સાથે ભારતનું ટી20 વિશ્વકપ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા નિરાશ જોવા મળ્યો હતો.

ટી20 વિશ્વકપ 2022ની (T20 World Cup 2022) સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ (England) સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Indian captain Rohit Sharma) ડગઆઉટમાં રડતો જોવા મળ્યો છે. આ શરમજનક હાર બાદ કેપ્ટનની આંખો નમ હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં બોર્ડ પર 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા.

આ સ્કોરને ઈંગ્લિશ ટીમે જોસ બટલર અને એલેક્સ હેલ્સની તોફાની ઈનિંગની મદદથી માત્ર 16 ઓવરમાં હાસિલ કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં ટાઈટલ માટે બાબર આઝમની પાકિસ્તાન સામે ટકરાશે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ કારમા પરાજય બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થઈ બેઠો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતનો આ પ્રથમ ટી20 વિશ્વકપ હતો અને આ પ્રકારની હાર દિલ તોડનારી છે.

ભારતે ટૂર્નામેન્ટનો પ્રારંભ પાકિસ્તાનને હરાવી શાનદાર રીતે કર્યો હતો. સુપર-12માં માત્ર એક મેચ હારી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ અહીં ઈંગ્લેન્ડે શાનદાર રમત રમી ટીમ ઈન્ડિયાને બહાર કરી દીધી છે.

વાત મુકાબલાની કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો. જે માત્ર 5 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 27 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો આદિલ રાશિદે સૂર્યકુમાર યાદવ (14) ના રૂપમાં આપ્યો હતો.

ભારતે 75 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ચોથી વિકેટ માટે કોહલી અને હાર્દિકે 50 રનની ભાગીદારી કરી હતી. કોહલી 50 રન બનાવી જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. હાર્દિકે 33 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને કોઈ સમસ્યા થઈ નથી. ઈંગ્લેન્ડે 24 બોલ બાકી રહેતા 170 રન બનાવી મેચ જીતી લીધી હતી. જોસ બટલરે આ દરમિયાન 80 અને એલેક્સ હેલ્સે 86 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો :-

Pan Card અને Salary Slip વિના પણ મળી શકે છે Personal Loan, બસ અપનાવી પડશે આ રીત

0

Personal Loan can be obtained even

  • પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં કરદાતાની નાણાકીય જાણકારી હોય છે. તો બીજી તરફ લોન લેતી વખતે પણ પાનકાર્ડની જરૂર પડી શકે છે. બેંક પણ લોન આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ પણ લે છે.

લોકોને ઘણીવાર પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. જોકે તેમની પાસે એટલા પૈસા હોતા નથી કે તે પોતાની જરૂરિયાતો પુરી કરી શકે. એવામાં લોકો બેંક્માંથી લોન (Loans from banks) લે છે જેથી પોતાની જરૂરિયાતોને પુરી કરી શકે. તો બીજી તરફ બેંક પણ લોન (Loan) આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ (Document) પણ લે છે.

પર્સનલ લોન (Personal Loan) આપવા માટે પણ બેંકોને જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે. જોકે ઘણીવાર એવી સ્થિતિ પણ જોવા મળે છે જ્યારે જેને લોન જોઇએ તેની પાસે પાન કાર્ડ (PAN card) અને સેલરી પણ હોતી નથી. જોકે પાનકાર્ડ અને સેલરી સ્લિપ ન હોવાની સ્થિતિમાં પન લોકોને પર્સનલ લોન મળી શકે છે.

પાન કાર્ડ  :

પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં ટેક્સપેયરની નાણાકીય જાણકરી હોય છે. આ ઉપરાંત પર્સનલ લોન માટે સંપૂર્ણપણે ડિજિટલ અરજીના મામલે પાનકાર્ડ અને આધાર ઓળખ અને નાણાકીય વિશ્વનીયતાને સત્યાપિત કરવા અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ટેક્સની જાણકારીને પ્રમાણિત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે. જો કે કેટલાક કેસમાં પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના પણ લોન મળી જાય છે. આ સ્થિતિ હોઈ શકે છે.

ક્રેડિટ સ્કોર :

700 અને તેનાથી વધુનો CIBIL સ્કોર થતાં લોન લેનાર કંપની દસ્તાવેજો વિના પર્સનલ લોન આપવામાં સંકોચ કરતી નથી. એક હાઇ ક્રેડિટ સ્કોર નાણાકીય વિશ્વનીયતા તરફ જાય છે.

ગત રેકોર્ડ :

જો તમે પહેલાં પણ ક્યારેય લોન લીધી છે અને તમે સમયસર ચૂકવી છે તો આ તમારો ચોખ્ખો રેકોર્ડ દર્શાવે છે. બેંક અથવા ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓ ગત રેકોર્ડને જોઇને પણ પર્સનલ લોન પાનકાર્ડ વિના અને સેલરી સ્લિપ વિના આપે છે.

Collateral Security  :

જો તમે કોઈ પણ દસ્તાવેજ જમા કરાવી શકાતા નથી તો તમે તમારી કોઇ સંપત્તિને સિક્યોરિટીના રૂપમાં જમા કરાવી શકો છો અને પર્સનલ લોન લઇ શકો છો.

આ પણ વાંચો :-

11 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે આ 4 રાશિના જાતકો પર મોગલ માં અને ખોડિયારની રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા

11 November 2022, Today’s Horoscope

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ-બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજતાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભ‌ૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારું રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ
દિવસ દરમિયાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ
નાણાંકીય બાબતોથી લાભ સંભ‍વે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ-ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથ મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય, બપોર બાદ ભગ્ય સાથ આપતું જણાય. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભફળ મળતું જણાય. વિદ્યાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક-સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
ગઈકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભ‍વ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભકાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઈન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

PM મોદીના ‘નાના સિપાહી’ના ખભે મોટી જવાબદારી, કોંગ્રેસનો ગઢ ગણાતી સીટ હાર્દિક પટેલ માટે બનશે મોટી ચેલેન્જ

0

PM Modi’s ‘Nana Sipahi’ has a big responsibility

  • વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ડો. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા પરંતુ તેમને કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે ભાજપે હાર્દિક પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ટિકિટની યાદીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) પત્ની રીવાબા સહિત અનેક ખાસ નામો સામેલ છે. આ વખતે પાટીદાર નેતા હાર્દિક પટેલ (Patidar leader Hardik Patel) પણ ચર્ચામાં છે.

ખાસ વાત એ છે કે પાર્ટીએ વિરમગામ બેઠક પર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નાના સિપાઈ’ હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી.

ગત ચૂંટણીના પરિણામો :

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.

વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી.

જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર ?

  • હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
  • હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
  • વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
  • હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
  • GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
  • આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
  • હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
  • હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
  • આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
  • 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
  • બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

 

મોરબી પુલ દુર્ઘટના દરમિયાન નદીમાં કૂદીને ‘મસીહા’ બનેલા પૂર્વ MLAને ભાજપે ટિકિટ આપી

0

BJP gave ticket to former MLA who

  • તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી.

ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) મોરબીના (Morbi) પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને (Former MLA Kantilal Amritia) આ વખતે ચૂંટણીમાં મોટો ફાયદો થયો છે. ભાજપે મોરબી દુર્ઘટના (Morbi Accident) બની ત્યારે નદીમાં કૂદીને અનેક લોકોની જિંદગી બચાવનાર નેતાને વિધાનસભાની ટિકિટ આપી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી. એવું કહેવામાં આવે છે કે પહેલા તેઓ ટિકીટની યાદીમાં નહોતા પરંતુ આ સાહસ કર્યા બાદ તેઓને બીજેપીએ ટિકીટ આપી છે.

મોડી રાત સુધી ચાલેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 160 જેટલા નામોને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 182 સીટોવાળી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 8 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં કુલ 4.90 કરોડ મતદારો છે. જેમાંથી 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ત્રીજા જેન્ડરના મતદારો છે. 3.24 લાખ નવા મતદારો છે. મતદાન માટે કુલ 51,782 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં 182 મોડેલ મતદાન મથકો હશે. 50 ટકા મતદાન મથકોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 33 મતદાન મથકો પર યુવા મતદાન ટીમો રહેશે.

આ પણ વાંચો :-