Jio Offer: Enjoy unlimited data and calling
- જો તમે દર મહિને તમારા ફોનમાં રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો જિયો તમારા માટે શાનદાર પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન ડેટા કોલિંગની સાથે અન્ય ફાયદાઓ પણ આપવામાં આવી રહ્યાં છે.
દર મહિને પ્રીપેડ પ્લાન રિચાર્જ (Prepaid plan recharge) કરાવવું યૂઝર્સને ખુબ મોંઘુ પડે છે અને સાથે ઘણીવાર રિચાર્જ કરાવવાનું ભૂલાય જાય તો કંપની કોલિંગ અને નેટની (Calling and Net) સુવિધા બંધ કરી દેતી હોય છે. તેવામાં જિયો પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખતા અનેક લાંબી વેલિડિટીના પ્લાન (Plans of Validity) ઓફર કરે છે. આ પ્લાન એક્ટિવ કરાવ્યા બાદ તમારે 365 દિવસ સુધી બીજીવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ અનલિમિટેડ કોલ, દરરોજ 1.5GB ડેટા અને 100 એસએમએસ મળે છે. એટલું જ નહીં યૂઝર્સને આ પ્લાનમાં તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની છે. તેવામાં યૂઝર્સે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.
2897 રૂપિયાનો પ્લાન :
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે અને આ સાથે અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. જેમ અમે તમને જણાવ્યું કે આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની છે. આ પ્લાનમાં પણ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.
2,999 રૂપિયાનો પ્લાન
આ જિયોનો એક વર્ષની વેલિડિટી સાથે આવનાર સૌથી મોંઘો પ્લાન છે. તે માટે તમારે 3000 રૂપિયા ચુકવવા પડે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2.5GB ડેટા અને 100 SMS આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી પણ 365 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને કેટલાક ઓટીટી પ્લેટફોર્સનું પણ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો :-
- 10 નવેમ્બર 2022 રાશિફળ : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – બની રહ્યો છે પ્રવાસનો યોગ.
- ગુજરાત કોંગ્રેસમાં કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા ? કોણ ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?