Which senior leaders in Gujarat Congress
- કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કેટલાક સિનિયર નેતાઓેને (Senior Leaders) ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને (Bharat Singh) ટિકિટ મળે તો વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલની (Niranjan Patel) ટિકિટ કપાઇ શકે છે.
એવી જ રીતે કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ બાદ કેટલીક બેઠકના ગણિત બદલાયા છે. કોંગ્રેસ મહેન્દ્ર સિંહને બાયડ, કપડવંજ કે દેહગામથી ચુંટણી મેદાનમાં ઉતારી શકે છે. મહેન્દ્ર સિંહ બાયડ– કપટવંજ પર કોંગ્રેસના સીટીગ ધારાસભ્ય છે.
મહત્વનું છે કે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે.
આ પણ વાંચો :-