પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે ? તેલ કંપનીઓના કરોડોના નુકસાનના આંકડા ચિંતાજનક, કેવી રીતે પૂરાશે ખાડો

Share this story

Can petrol-diesel prices rise again

  • તેલ કંપનીઓમાં સતત નુકસાન થઈ રહ્યું છે; IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન. તેના પરથી સંકેતો મળી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે.

ઓઈલ કંપનીઓ (Oil Company) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેટ્રોલ, ડીઝલ અને સ્થાનિક એલપીજીના ભાવમાં થયેલા નુકસાનને કારણે આ નુકસાન વધ્યું છે. વિદેશી બજારમાં કિંમતોમાં તેજી વચ્ચે સ્થિર છૂટક કિંમતોને કારણે કંપનીઓને નુકસાન (Loss) થઈ રહ્યું છે.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Prices) વધવાના છે ? આ જણાવી રહ્યાં પરંતુ જે રીતે તેલ કંપનીઓને સતત નુકસાનમાં ચાલી રહી છે તેના પરથી સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ (Petroleum Marketing) કંપનીઓ IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન થયાની માહિતી મળી છે. આ સતત બીજું ક્વાર્ટર છે જ્યારે કંપનીઓને નુકસાન થયું છે.

રૂ. 272.35 કરોડની ખોટ :

શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં તેલ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નુકસાનના આંકડા આપ્યા છે. આ મુજબ IOCએ 29 ઓક્ટોબરના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 272.35 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી બતાવી છે જે નાણાકીય FY23 એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં IOCને રૂ. 1,992.53 કરોડની ખોટ કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ એલપીજી નીચી કિંમતે વેચી નુકસાન ભોગવ્યું છે.

HPCL ફરી નુકસાન :

3 નવેમ્બર, 2022ના રોજ HPCLએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 2,172.14 કરોડની ખોટ નોંધાવી છે. જે એપ્રિલ-જૂનમાં રૂ. 10,196.94 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક ખોટ નોંધવામાં આવી છે. આ સિવાય ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની BPCLની ખોટ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 304.17 કરોડ હતી તેમજ તેને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 6,263.05 કરોડની ખોટ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર :

તેલ કંપનીઓને થઈ રહેલા ભારે નુકસાનનું સૌથી મોટું કારણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર હોવાનું માનવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ સતત સાત મહિનાથી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

22000 કરોડની સબસિડી :

કંપનીઓને છેલ્લા બે વર્ષમાં ઓછી કિંમતે LPG વેચવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. સરકાર દ્વારા 22,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી જે નુકસાન થયું તેની ભરપાઈ કરવામાં નિષ્ફળ જ રહી. IOCને છેલ્લા ક્વાર્ટરના અંતે LPG સબસિડી તરીકે રૂ. 10,800 કરોડ મળ્યા હતા. જ્યારે HPCLને રૂ. 5,617 કરોડ અને BPCLને રૂ. 5,582 કરોડ મળ્યા હતા.

આ પણ વાંચો :-