દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના સ્થાને કોણ લડશે ચૂંટણી ? ટિકિટ મુદ્દે આપ્યું મોટું નિવેદન…

Share this story

election instead of Dabang MLA Madhushrivastav

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપમાં પણ કોને ટિકિટ મળશે અને ક્યાંથી એની ચર્ચાઓ તથા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે ચૂંટણી લડવા અંગે મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે અગાઉ મે મજાકમાં કહ્યું હતું કે હું અથવા મારા પત્નીમાંથી કોઈ એક ચૂંટણી લડશે (Will contest the election). પરંતુ ભાજપની પોલિસી છે કે પરિવારના સભ્યોને ટિકિટ નહીં મળે તો પછી હું ભાજપની આ નીતિની સાથે છું. પાર્ટી સાથે જ જોડાયેલો રહીશ. મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ટિકિટ મુદ્દે આપેલા નિવેદન પર નજર કરીએ…

મધુ શ્રીવાસ્તવે ટિકિટ મુદ્દે કર્યો ઘટસ્ફોટ :

તેમણે કહ્યું કે અગાઉ મેં મશ્કરીમાં કહ્યું હતું કે ચૂંટણી હું લડુ કે મારા પત્ની એક જ વાત છે. પરંતુ ભાજપની નીતિ સ્પષ્ટ છે કે એક જ પરિવારથી ટિકિટ આપવામાં આવશે નહીં. જેના કારણે હું આનું સન્માન કરું છું અને આગળ પણ ભાજપ સાથે જ જોડાયેલો રહીશ. હું ભાજપનો સેવક છું.

ચૂંટણી પ્રચારની તૈયારી વિશે કહ્યું :

મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ટિકિટનો સવાલ જ નથી આવતો અત્યારે આ અંગે પાર્ટી નક્કી કરશે. મે અગાઉ જ કહ્યું હતું એમ કે હું પાર્ટીમાં જ રહીશ અને જનતાની સેવા કરતો રહીશ. હવે ચૂંટણીમાં ક્યારે અને ક્યાંથી ઉમેદવારી મળશે એ પાર્ટી નક્કી કરશે.

આ પણ વાંચો :-