સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો, 9 મહિલા સહિત 13 ની કરાઈ ધરપકડ

Share this story

Prostitution business running

  • સુરતના વેસુ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપી લીધો હતો.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં (Criminal Activity) સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહ વ્યાપારના (Body Trade) ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. પોલીસે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પામાં (Lucky Family Spa) પોલીસે દરોડા પાડયા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચના (Surat Crime Branch) આ દરોડા દરમિયાન સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા ચકચાર જાગી હતી. જેને લઇને પોલીસે 9 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી લીધી હતી.

દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા :

પોલીસે તપાસ હાથ ધરતા લકી ફેમિલી સ્પામાં 2 મહિલા સંચાલકો સ્પા ચલાવતાં હોવાનું સામે આવ્યું હતું.  દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા હતા. જે ને લઇને કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

અગાઉ પોલીસ દ્વારા કરાઇ હતી કાર્યવાહી :

અગાઉ પોલીસ દ્વારા  છેલ્લા 3 દિવસ કૂટણખાના વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર બાદ સુરત પોલીસ દ્વારા ભટાર અને વરાછા વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પાના ઓથા હેઠળ ચાલતા વધુ 4 કૂટણખાના ઝડપી પાડ્યા હતા.  ભટાર અને વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સ્પા પર દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસે ત્રણ દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરી ગોરખધંધા સામે લાલ આંખ કરીને 12થી વધુ સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-