Home Blog Page 1252

સ્મૃતિ ઈરાનીને ગુજરાતની પાણીપુરીનો ચટકો લાગ્યો, કાફલો રોકાવીને પાણીપુરી ખાધી

0

Smriti Irani got a taste of Gujarat pani

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આણંદમાં માણ્યો પાણી પુરીનો સ્વાદ. કાફલો રોકી પાણીપુરી ખાધી.

ચૂંટણી આવે એટલે નેતાઓમાં નવું નવું જોવા મળે છે. મતદારોને રીઝવવા નેતાઓ મેદાને પડે છે. રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. જેઓ સ્થાનિક ઉમેદવારો (Local candidates) માટે મત માંગવા અપીલ કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) આણંદમાં આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમણે કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો (Panipuri) આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુરી ખાધી હતી. તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. તેમણે આજે આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમથી નીકળ્યા બાદ તેમણે આણંદમાં જ એક પાણીપુરીના સ્ટોલ પર પોતાનો કાફલો રોકાવ્યો હતો.

તેમણે કારમાંથી ઉતરીને સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાધી હતી. ગુજરાતની પાણીપુરીનો સ્વાદ તેમની દાઢે વળગ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અગાઉ આવ્યા ત્યારે પણ પાણીપુરી ખાધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીના મેદાનમાં સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી છે. 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20 થી વધુ સભાઓ કરશે. તો આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સામેલ છે.

આ પણ વાંચો :-

WhatsApp લાવ્યું ધુઆંધાર ફીચર ! જાણીને તમે પણ કહેશો- હવે તો બધું જ ટેંશન ખતમ થઇ ગયું..

WhatsApp brought Dhuandhar feature

  • WhatsApp એ યૂઝર્સ માટે ધમાકેદાર ફીચર રજૂ કર્યું છે, જે તમારા બધા કામ સરળ કરી દેશે. WABetaInfo દ્રારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ અનુસાર Do Not Disturb (DND)  મોડ ઇનેબલ થતાં કોલ ફેલ થઇ જતાં મેસેજિંગ એપ યૂઝર્સને નોટિફાઇ કરે છે.

વોટ્સએપ (WhatsApp) એ કથિત રીતે એંડ્રોઇડ બીટા ટેસ્ટર માટે એક નવું અપડેટ ચાલુ કર્યું છે. WABetaInfo દ્રારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટના અનુસાર Do Not Disturb (DND) મોડ ઇનેબલ થતાં કોલ ફેલ થતાં મેસેજિંગ એપ યૂઝર્સનું (Messaging app users) નોટિફાઈ કરે છે. એપ તમને કોલ કરવાનો સમય પણ બતાવે છે. યૂઝર્સ વોટ્સએપ ચેટમાં એક નાનકડું બોક્સ જોઇ શકશો. જેના પર લખ્યું હશે. ડૂ નોટ ડિસ્ટર્બ એટ 9:38 PM મિસ્ડ વોઇસ કોલ.’

વોટ્સએપ પર આવ્યો DND Mode :

આ એક નાનકડું અપડેટ છે. પરંતુ એટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે મીટિંગ્સ અને અન્ય સ્થિતિઓમાં લોકો ડીએનડી મોડનો ઉપયોગ કરે છે અને કેટલા લોકોને એ પણ ખબર હોતી નથી કે તેમને મેસેજ એપમાં કોલ પ્રાપ્ત થયો છે કે નહી. જો યૂઝર ડીએનડી મોડને ડિસેબલ કર્યા બાદ એપના કોલ સેક્શનની તપાસ કરે છે. તો તેમને મિસ્ડ કોલની સૂચના આપવામાં આવશે.

હાલ આ વર્જન પર કરી રહ્યું છે કામ :

એ સ્પષ્ટ નથી કે આ ફીચર સ્ટેબલ અપડેટ દ્રારા તમામ યૂઝર્સ માટે ક્યારે રોલ આઉટ હશે. WhatsApp Android વર્જન 2.22.24.17 નો ઉપયોગ કરનાર કોઇપણ વ્યક્તિ આ સુવિધાને અપનાવી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેટલાક યૂઝરે પોતાના Android બીટા બિલ્ડ 2.22.24.15 પર સમાન કાર્યક્ષમતા જોઇ શકે છે.

આ રીતે કામ કરશે ફીચર :

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસમાં અપડેટને ઘણા બીટા યૂઝર્સ માટે આપવામાં આવશે. જે લોકો જાણતા નથી. તેમના માટે તમામ સ્માર્ટફોનમાં એક ડીએનડી મોડ હોય છે જે તમામ નોટિફિકેશન, એલર્ટ અને ફોન કોલને સાઇલેંટ કરી દે છે. આ સુવિધા સેલ્સ-એક્સપ્લેનેટરી છે અને તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે કોઇના દ્વારા પરેશાન થવા માંગતા નથી.

વોટ્સએપ કથિત રીતે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેને કંપેનિયમ મોડ કહેવામાં આવે છે. તો બીજી તરફ સ્ત્રોત જેને બીટા ફીચર જોયું હતું. તેને ખુલાસો કર્યો કે આ ફીચર યૂઝરને પોતાના હાલના વોટ્સએપ એકાઉન્ટને પોતાના બીજા ફોન પર એક્સેસ કરવાની અનુમતિ આપશે.

હાલમાં એપ તમને પોતાના એકાઉન્ટને લેપટોપ અને ટેબ્લેટ જેવા અલગ અલગ ચાર ઉપકરણો લીક કરવાની અનુમતિ આપે છે. જોકે તેને અન્ય સ્માર્ટફોન્સથી એક્સેસ કરી શકાશે નહી. આ જલદી જ બદલાઈ શકે છે. એ સ્પષ્ટ નથી કે આ સુવિધા તમામ માટે ક્યારે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :-

16 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના જાતકોનો ગુરુવાર રહેશે અતિ મંગળમય

16 November 2022, Today’s Horoscope

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારું રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે. આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારું રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહંમ્‍નો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરિફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાંના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વનાં નિર્ણયો, યોગ્ય રીતે લઈ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધાઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પોતાના ગઢમાં જીતવા અમિત શાહ એક્શનમાં : મોડી રાતે પહોંચ્યા વેજલપુર, સાણંદમાં કહ્યું પ્રચંડ બહુમત મળશે

0

Amit Shah in action to win in his stronghold

  • ગુજરાતમાં ચૂંટણીનો દમદાર માહોલ જામ્યો છે. તમામ પક્ષના જીતના દાવાઓ વચ્ચે સભા, રેલી, શક્તિ પ્રદર્શન, પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં અમિત શાહ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પાર્ટીઓએ મોટાભાગની બેઠકમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. તેઓ પોતાના ગાંધીનગર (Gandhinagar) લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે.

સોમવારે રાત્રે તેઓ વેજલપુર પહોંચ્યા હતા. અહીં તેઓએ ભાજપના ઉમેદવાર અમિત ઠાકરના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે વેજલપુરમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે કાર્યાલયના ઉદ્ધાટન વેળાએ વેજલપુરના ગત ટર્મના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને આપ્યું હતું માર્ગદર્શન :

સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ (ભગત)ના નારણપુરા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ જીતેન્દ્ર પટેલને જીતાડવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી : અમિત શાહ

આ ઉપરાંત આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા પહેલાં અમિત શાહએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અલિસબ્રિજ ભાજપનો ગઢ છે. એલિસબ્રિજ વિધાનસભામાં ભાજપની થશે જીત.’ સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી.

ફરી એકવાર પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે ભાજપ : શાહ 

એલિસબ્રિજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. અમિત શાહ સાણંદના ભાજપના ઉમેદવાર કનુ પટેલનું ફોર્મ ભરાવવા પહોંચ્યા હતા. અહીં તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં અત્યાર સુધીના બધા જ વિક્રમો તોડીને સૌથી વધુ સીટો અને સૌથી વધુ મતો સાથે ફરી એકવાર પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે એવો અમારા સૌનો વિશ્વાસ છે.

ચાણસ્માથી દિલીપ ઠાકોરને 1 લાખ મતની લીડથી જીતાડવા પાટીલે કર્યું આહ્વાન :

આજે પાટણના હારીજમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરનાં સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે દિલીપ ઠાકોરને 1 લાખ મતથી જીતાડવા આહ્વાન કર્યું હતું. સાથે જ સભામાં આવેલા કાર્યકરોને પેજ કમિટીની તાકાત બતાવવા સી.આર.પાટીલે સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-

શું તમારી કારમાં AC બરાબર નથી ચાલતું ? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ ને પછી જુઓ કુલિંગ

0

Is the AC not working properly in your car

  • જો તમે તમારી કારના એસીનું આયુષ્ય વધારવા માંગો છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી એસીની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ સાચવી શકશો.

જો તમે તમારી કારના એસીનું (Car AC) સ્વાસ્થ્ય અને ઉંમર બંને વધારવા માંગતા હોવ તો તમારે અમારા આ સમાચાર પૂરેપૂરા વાંચવા જોઈએ. આજે અમે તમને તે સરળ રીતો વિશે જણાવી રહ્યા છીએ. જેને અનુસરીને તમે તમારી કારના ACને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવી શકો છો.

કારમાં રહેલી ગરમી દૂર કરો :

એસી ચલાવતા પહેલા કારમાં હવાની અવર જવરની ચકાસણી કરી લેવી જોઈએ. આ સિવાય ઈગ્રીશનને ઓન કરતા પહેલા કારની બારીને ખોલી દેવાથી કારમાં રહેલી ગરમી બહાર નીકળી જશે. જેનાથી ગાડીનું તાપમાન નીચું આવે છે અને એસી ઝડપથી ગાડીને ઠંડી કરે છે.

છાંયડામાં ગાડી પાર્ક કરવી :

જો તમે તમારી કારને તડકામાંથી દૂર પાર્ક કરશો તો એસીની ગુણવત્તા વધી જશે. હંમેશા ગાડીને તડકાથી દૂર પાર્ક કરવી જોઈએ જેથી એસી કારને સરળતાથી ઠંડી કરી શકે છે. તડકામાં ઉભેલી ગાડીમાં વધારે ગરમ થઈ જાય છે. જેથી કારનું એસી કારને ઠંડી કરવામાં સમય લગાડે છે.

ગંદા ફિલ્ટર ઠંડક ઘટાડે છે :

જો એસી ફિલ્ટર ગંદા હોય તો તે કારના સેવનમાં અવરોધ ઉભો કરી શકે છે. આ કારણે કારને કૂલ થવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી એસી ફિલ્ટર્સને સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ અને આ ફિલ્ટર્સને સમયાંતરે સાફ કરવા જોઈએ. જો ફિલ્ટરમાં વધુ પડતો કચરો હોય તો તેને બદલી પણ શકાય છે.

આ પણ વાંચો :-

કેટલા ધનવાન છે ઉમેદવાર ? રિવાબા જાડેજા પાસે કેટલી છે સંપત્તિ ? પતિ રવીન્દ્રની મિલકત પણ જાહેર 

0

How rich is the candidate

  • જામનગર ઉતર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈ સોગંદનામુ રજૂ કર્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ જામનગર ઉત્તર વિધાનસભાના (Jamnagar North) ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ગઈકાલે ફોર્મ ભર્યું હતું. જે બાદમાં ચૂંટણીપંચ સામે રિવાબા જાડેજાએ મિલકત જાહેર કરી હતી.

વિગતો મુજબ રીવાબાએ (Rivaba) ચૂંટણીપંચ સમક્ષ કરેલ સોગંદનામા મુજબ તેમના એટલે કે રિવાબા જાડેજાના નામે 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે. આ સાથે રીવાબા જાડેજાના પતિ રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) નામે 18.56 કરોડની મિલકત જાહેર કરી છે.

જામનગર ઉત્તર વિધાનસભામાં ભાજપે રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જેથી ગઈ કાલે રિવાબાએ પતિ રવીન્દ્ર જાડેજા અને આગેવાનો સાથે ઉમેદવારી પત્ર (Nomination letter) ભર્યું હતું. જેમાં નિયમો મુજબ ચૂંટણીપંચ સમક્ષ મિલકતને લઈ સોગંદનામુ આપવાનું હોય છે.

જેમાં રીવાબાએ પોતાના નામે 6 લાખ 20 હજારની મિલકત હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે રીવાબા જાડેજાના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) નામે 18.56 કરોડની મિલકત જાહેર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

 

વિરમગામમાં હાર્દિક પટેલની ડાયલોગબાજી ! કહ્યું- હું 28 વર્ષનો છકડો છું. જેમ હંકારશો….

0

Hardik Patel’s dialogue in Viramgam

  • હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો. તમે મને તુકારો દઈને કહી શકશો.

દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કહેવાતા ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે (Hardik Patel) વિરમગામથી (Viramgam) પોતાની ઉમેદવારી નોંધવી. ઉમેદવારી ફોર્મ (Nomination form) ભરતા પહેલાં હાર્દિકે વિરમગામમાં જંગી સભા યોજીને એક પ્રકારે શક્તિપ્રદર્શન (A show of strength) કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે હાર્દિક પટલે જાહેર મંચ પરથી કહ્યું કે હું 28 વર્ષનો છકડો છું- જેમ હંકારશો એમ આગળ વધીશ.

પ્રધાનમંત્રી મોદી અને મક્કમ ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) મને આટલી નાની ઉંમરમાં મોકો આપ્યો છે. સૌથી મોટા રાજકીય પક્ષમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. આપણે એક મોટી જંગ લડવા નીકળ્યા છીએ.

હંમેશાની જેમ આજે પણ હાર્દિક પટેલ સ્ટેજ પર ડાયલોગબાજી કરતા જોવા મળ્યાં. હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યું કે વિરમગામથી જ્યારે હું ચૂંટણી જીતીશ ત્યારે હું એકલો ધારાસભ્ય નહીં બનું પણ વિરમગામના 3 લાખ લોકો ધારાસભ્ય બનશે. તમારું કોઈપણ કામ તમે મને હક્કથી કહી શકશો. અને તમે મને મત આપશો તો મારે તમારું કામ કરવું જ પડશે.

મારા એફિડેવિટમાં કહ્યું છે એક લાખ પચ્ચીસ હજારનો મારો પગાર વિરમગામની પાંજરાપોળોમાં, દેત્રોજ અને માંડલની સામાજિક સંસ્થાઓના કલ્યાણ અર્થે વાપરવાનું પણ એફિડેવિટમાં કહ્યું છે. હું વિરામગામને જિલ્લો બનાવીને કરોડોની ગ્રાન્ટ અપાવીશ.

હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો. તમે મને તુકારો દઈને કહી શકશો. તમારે મને હાર્દિકભાઈ કે સાહેબ કહેવાની જરૂર નહીં પડે તમારા મને હાર્દિક કહીને બોલાવવાનો મને પણ આનંદ થશે.

હું તમારું કામ નહીં કરું તો તમે મારા કામ પકડી શકો છો. નરેન્દ્ર ભાઈએ વિરમગામમાં માત્ર હાર્દિક નામનું પ્રતિક મોકલ્યું છે. આ વખતે વિરમગામ માટે આ છેલ્લો મોકો છેલ્લી તક છે. આમાં ચૂક્યાં તો બધા દુઃખી થશો.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે નીતિનભાઈ સાહેબને કહી શકું કે સાહેબ હવે તમારા કડી કરતા સવાયું અમારું વિરમગામ બનાવ્યું છે. મારે વિરમગામનો એવો વિકાસ કરવો છે. બધા કહે છે કે નીતિનભાઈએ એમના કડીને ચમકાવી દીધું છે.

તો મારે કડી કરતા પણ મારા વિરમગામને વધારે ચમકાવવું છે. અમદાવાદનો 600 વર્ષનો ઈતિહાસ છે. મારા વિરમગામનો 1200 વર્ષ જુનો ઈતિહાસ છે. કોંગ્રેસના ધારાસભ્ય ફક્ત બહાનાબાજી કરે છે. અત્યાર સુધી વિરમગામનો વિકાસ નથી થયો. પણ હવે હું ધારાસભ્ય બનીને કામ કરીશ.

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં. અલ્પેશ ઠાકોરે પણ વિરમગામની સભામાં ઉભા રહીને હાર્દિક પટેલ માટે મત માંગ્યાં. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પણ હાજર રહ્યાં. સૌથી મોટી ઉંમરની પાર્ટીના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે નોંધાવી ઉમેદવારી.

આ પણ વાંચો :-

8 અબજને પાર થઈ ગઈ માનવ-વસ્તી, 48 જ વર્ષમાં જ ડબલ થઈ સંખ્યા- જાણો ક્યારે રોકાશે આ ટ્રેન્ડ 

Human population has crossed 8 billion

  • 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ, 2086 એવું વર્ષ હશે જ્યારે આ દુનિયામાં માનવીની વસ્તી 10.6 અબજને વટાવી જશે.

વિશ્વની વસ્તી (World Population) આજે વધીને 8 અબજ થઈ ગઈ છે. દુનિયામાં માનવી એટલો મોટો પરિવાર બની ગયો છે કે આવનારા વર્ષોમાં અનાજ સહિતની તમામ જરૂરિયાતોની અછત સર્જાઈ શકે છે. જોકે નિષ્ણાતો માને છે કે આ સદીમાં એવો સમય આવશે જ્યારે વસ્તી વૃદ્ધિ સ્થિર (Population growth stagnated) થશે અને પછી ઘટાડો પણ જોવા મળશે.

પરંતુ છેલ્લા 48 વર્ષમાં વસ્તીમાં થયેલો વધારો ચોંકાવનારો છે. 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ છે. 1950માં વિશ્વની વસ્તી (World Population) માત્ર અઢી અબજ હતી. એટલું જ નહીં. 2086 એવું વર્ષ હશે જ્યારે આ દુનિયામાં માનવીની વસ્તી 10.6 અબજને વટાવી જશે.

જો તમે આંકડાઓ પર નજર નાખો તો ચીનમાં હજુ પણ 142 કરોડની વસ્તી સૌથી વધુ છે અને ભારત બીજા નંબરે છે જેની વસ્તી 141 કરોડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઝડપે ભારતની વસ્તી વધી રહી છે તે પ્રમાણે 2023માં તે ચીનને પણ પાછળ છોડી દેશે.

જોકે 2050ની આસપાસ વસ્તી વૃદ્ધિ સ્થિર રહેશે અને પછી તેમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે ભારત, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં આવનારા દાયકાઓમાં યુવાનોની વસ્તીમાં ઘટાડો થવાની ધારણા છે. જેની વર્કફોર્સ પર વિપરીત અસર પડી શકે છે.

હકીકતમાં વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વૃદ્ધિ દર પહેલાથી જ રિપ્લેસમેન્ટ લેવલ એટલે કે 2.1 કરતા પણ ઓછો થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર વિશ્વની વસ્તીનો વિકાસ દર 2.1 રહેશે એટલે કે 2055 સુધીમાં રિપ્લેસમેન્ટ લેવલ સુધી.

યુનાઈટેડ નેશન્સ ડેટા અનુસાર વસ્તીમાં સૌથી વધુ વધારો 2012 અને 2014 વચ્ચે થયો હતો. આ દરમિયાન 14 કરોડથી વધુ બાળકોનો જન્મ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક વધઘટ સાથે 2043થી વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. અત્યાર સુધી વસ્તી ઝડપથી વધી છે. પરંતુ હવે વસ્તીમાં આગામી એક અબજ લોકો ઉમેરાતા 12 વર્ષ લાગશે.

ચીન અને ભારત નહીં હવે આ દેશોમાં વસ્તી ઝડપથી વધશે :

વસ્તી સંબંધિત બાબતોને સમજનારાઓનું કહેવું છે કે મૃત્યુદરમાં ઘટાડો થવાને કારણે વસ્તી પણ વધી રહી છે. છેલ્લા 70 વર્ષોમાં ચીન અને ભારતે વિશ્વની વસ્તી વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જો આપણે આ બે દેશોની વસ્તીને જોડીએ તો તે લગભગ 2.80 અબજ થાય છે.

પરંતુ આવનારા સમયમાં ભારત અને ચીનના વિકાસમાં ઘટાડો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, 21મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારત અને ચીનના બદલે આફ્રિકન દેશોની વસ્તી ઝડપથી વધશે. આ દેશોમાં તાન્ઝાનિયા, નાઈજીરીયા અને કોંગોનો સમાવેશ થશે.

જો આપણે વસ્તી વધારાના દર પર નજર કરીએ તો 1950માં વિશ્વમાં મનુષ્યોની સંખ્યા 2.5 અબજ હતી જે આગામી 10 વર્ષમાં વધીને 3 અબજ થઈ ગઈ છે. આ પછી 1974માં તે વધીને 4 અબજ થઈ ગઇ. પછીના 13 વર્ષમાં એટલે કે 1987માં આ આંકડો 5 અબજ થઈ ગઇ.

જો કે આગામી એક અબજ એટલે કે 60 મિલિયન આંકડા સુધી પહોંચવામાં માત્ર 12 વર્ષ લાગ્યા. ત્યારબાદ 2011માં વિશ્વની વસ્તી વધીને 7 અબજ થઈ અને હવે 11 વર્ષમાં આ આંકડો 8 અબજને વટાવી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દાયકાઓમાં વસ્તી વૃદ્ધિમાં થોડી સ્થિરતા આવશે અને 2086 સુધીમાં આપણી વસ્તી 10.4 અબજ સુધી પહોંચી જશે.

આ પણ વાંચો :-

ભાજપમાં નવી યાદી જાહેર થતા જ ફરી ભડકો, ઠાકોર સમાજે ઉમેદવારનો બહિષ્કાર કરતા પોસ્ટર્સ લગાવ્યા

0

As soon as the new list was announced in BJP

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજર દ્વારા ગઈકાલે પોતાની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે નવી યાદી જાહેર કરાતા જ ભાજપમાં વિરોધ થવાનું શરૂ થઈ ગયું છે.

બનાસકાંઠાની (Banaskantha) હિંમતનગર બેઠક (Himmatnagar seat) પરથી ભાજપ ગઈકાલે મોડી રાત્રે વી.ડી ઝાલાના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે આ નિર્ણયથી ઠાકોર (Thakor) સમાજ નારાજ થયો છે અને આજે સવાલે જ હિંમતનગરમાં ઠેર-ઠેર તેમના વિરોધમાં પોસ્ટરો જોવા મળી રહ્યા છે.

શું લખ્યું છે પોસ્ટર્સમાં?

શહેરભરમાં લાગેલા પોસ્ટર્સમાં લખ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ બહારથી આવેલા ઉમેદવારનો બહિષ્કાર કરે છે. ઉમેદવાર ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જોઈએ. સ્થાનિક ઉમેદવાર નહીં હોય તો ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપા સરકાર. વી.ડી ઝાલા હાય હાય.

ગઈકાલે કમલમમાં દરવાજા બંધ કરવા પડ્યા હતા :

નોંધનીય છે કે ભાજપમાં ઘણી જગ્યાએ ઉમેદવારોના નામ જાહેર થતા જ અનેક સ્થળોએ વિરોધના સૂર ઉઠ્યા છે. ગઈકાલે જ કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોની પસંદગીથી નારાજ કાર્યકરો વિરોધ માટે પહોંચ્યા હતા.

જેમના નામ કપાયા તેના સમર્થકો દ્વારા ગઈકાલે ગાંધીગર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર દેખાવો કરવામાં આવ્યા હતા.એવામાં આખરે ભાજપના ઇતિહાસમાં પહેલીવાર કમલમના દરવાજા બંધ કરવાની ભાજપને ફરજ પડી હતી. ભાજપ દ્વારા આ પ્રકારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પહેલીવાર છે.

હજુ પણ 4 બેઠકોને લઈને કોકડું ગૂંચવાયું :

ભાજપે અત્યાર સુધીમાં 3 યાદીમાં 178 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે કાર્યકરોમાં જ ભારે વિરોધ વચ્ચે પાર્ટી ફૂંકી ફૂંકીને ઉમેદવારોના નામ ફાઈનલ કરી રહી છે. ત્યારે હજુ પણ 4 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે જોવાનું રહેશે કે આ બેઠકો પરથી નામો જાહેર થાય છે ત્યારે ફરી વિરોધના સૂર ઉઠે છે કે પછી ભાજપ તેને ખાળવામાં સફળ રહેશે.

આ પણ વાંચો :-

…તો 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ ! આ નિર્ણય મામલે કેન્દ્રએ કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો ? 

0

…then petrol will be cheaper than 75 rupees

  • કેન્દ્ર સરકારના એક નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો આવી શકે પણ રાજ્ય સરકારોને થઈ શકે છે વાર્ષિક 2 લાખ કરોડનું નુકસાન

પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) ભાવવધારા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri) સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે. પરંતુ રાજ્યોની સંમતિ જરૂરી છે.

જો કે કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી ઘણા લોકો ખુશ છે. કારણ કે જો પેટ્રોલ GSTના દાયરામાં આવે છે. તો પેટ્રોલ ઘણું સસ્તું થઈ શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ કેટલું સસ્તું થશે ? તમને જણાવી દઈએ કે જો રાજ્યો પણ આ દિશામાં પહેલ કરે તો શું ફાયદો થશે અને પેટ્રોલ પર શું સિસ્ટમ છે.

GST અંગેની અગાઉની બેઠકોમાં ભાજપના સાંસદ સુશીલ મોદીએ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા અંગે કહ્યું હતું કે તેનાથી રાજ્યોને સામૂહિક રીતે વાર્ષિક 2 લાખ કરોડનું નુકસાન થશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર સરકાર ખુશ થશે.

પરંતુ રાજ્ય સરકારો તેમ કરવા માંગતી નથી. વધતી જતી મોંઘવારીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રોષે ભરાયેલા સામાન્ય લોકોથી માંડીને અનેક અર્થશાસ્ત્રીઓ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

 સમજો ટેક્સનું ગણિત :

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગભગ 50% ટેક્સ લાગે છે. ઘણા રાજ્યોમાં આ આંકડો 50 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં જો કોઈ સામાન્ય માણસ એ સમજવા માંગે છે કે તેણે એક લિટર પેટ્રોલ પર કેટલો ટેક્સ ચૂકવ્યો છે. તો તે આ ઉદાહરણથી સમજી શકે છે.

જો તમે એક લિટર પેટ્રોલ માટે 105.41 રૂપિયા ચૂકવો છો. તો 49.09 રૂપિયા ટેક્સ તરીકે સરકારી તિજોરીમાં જાય છે. તેના પર રૂ. 27.90ની આબકારી જકાત અને રૂ. 17.13નો વેટ (ડીલર કમિશન પર વેટ સામેલ) વસૂલવામાં આવે છે. આમાં ડીલરનું કમિશન 3.86 રૂપિયા પ્રતિ લીટર છે.

બીજી તરફ ડીઝલની વાત કરીએ તો ધારો કે દિલ્હીમાં ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. તેમાંથી 38 રૂપિયાથી વધુ સરકારની તિજોરીમાં જાય છે. એક્સાઇઝ ડ્યુટી અને વેટ સિવાયના ડીલર સહિત, એક લિટર ડીઝલમાંથી રૂ. 58.16 સરકારના હિસ્સામાં જાય છે. આ એક લિટર ડીઝલની કિંમતના લગભગ 60 ટકા છે. જો આંકડાઓની વાત કરીએ તો દર વર્ષે સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી લગભગ 4 લાખ કરોડ રૂપિયાની કમાણી થાય છે.

નુકશાનીના વળતર માટે બે વિકલ્પો :

  • આ નુકસાનની ભરપાઈ કરવા માટે 28% GST ઉપરાંત સરચાર્જ લાદવો જોઈએ. કેન્દ્ર સરકાર લક્ઝરી કાર પર પણ સરચાર્જ વસૂલે છે. આવી સ્થિતિમાં ભાવ અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે.
  • કેન્દ્ર સરકારે GST પછી પણ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લગાવવી જોઈએ અને તેનાથી થતી આવક કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વહેંચવી જોઈએ. આ માટે બંને સરકારોએ આ ફોર્મ્યુલા પર સહમત થવું પડશે.