Home Blog Page 1238

સલમાન ખાન જેવી બોડી બનાવવા માગતા યુવકે ઘોડાનું ઈંજેક્શન લગાવી લીધું, બાદમાં થઈ જોવા જેવી

0

The young man who wanted

  • સિક્સ પેક એબ્સ માટે આજના યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા પણ અચકાતા નથી. ડોક્ટરની સલાહ વિના જ દવાઓ અને સપ્લીમેન્ટ લઈ રહ્યા છે. તેના ગંભીર પરિણામ પણ સામે આવી રહ્યા છે.

સિક્સ પેક એબ્સ (Six pack abs) માટે આજના યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા પણ અચકાતા નથી. ડોક્ટરની સલાહ વિના જ દવાઓ અને સપ્લીમેન્ટ (supplement) લઈ રહ્યા છે. તેના ગંભીર પરિણામ પણ સામે આવી રહ્યા છે. ઈન્દોરમાંથી (Indore) આવો જ એક મામલો સામે આવ્યો છે. એક યુવકે સલમાન ખાન જેવી બોડી બનાવવાની ઈચ્છાથી ઘોડાને લગાવાનું ઈંજેક્શન (Injection) લગાવી દીધુ હતું.

એક દુકાનદારે તેને કહ્યું હતું કે પ્રોટિન પાઉડરની સાથે સાથે આ ઈંજેક્શનથી તેની બોડીમાં ફેરફાર થશે. યુવકની બોડી તો સલમાન ખાન જેવી ન થઈ પણ તેની તબિયત ચોક્કસથી ખરાબ થઈ ગઈ. શરીદમાં દુખાવો થવા લાગ્યો. લીવરમાં સોજો આવી ગયો. બાદમાં તેને ખબર પડી કે તેણે જે ઈંજેક્શન લગાવ્યું છે તે ઘોડાને લગાવાનું ઈંજેકશન છે.

આ મામલો ઈન્દોરના વિજય નગર વિસ્તારનો છે. છોડા બાંગડદા નિવાસી જય સિંહ બે મહિનાથી જીમમાં જઈ રહ્યો છે. તેણે ડોક્ટરની સલાહ વગર જ પ્રોટીન પાઉડર અને એક ઈંજેક્શન લગાવી લીધું હતું. જે બાદ તેની તબિયત ખરાબ થઈ. લીવરમાં સોજો આવી ગયો. આખા શરીરમાં ખાસ કરીને પેટમાં દુખાવો થવા લાગ્યો.

જ્યારે તે ડોક્ટર પાસે બતાવવા ગયો તો ખબર પડી કે તેણે જે ઈંજેક્શન લીધું હતું કે ઘોડાને લગાવાનું હતું. આ મામલે વિજય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છએ. દુકાનદાર મોહિત આહૂજા વિરુદ્ધ ફરિયાદ પણ લખાવી છે.

જય સિંહનું કહેવુ છે કે દુકાન સંચાલક મોહિત આહૂજાએ દાવો કર્યો હતો કે પ્રોટીન પાઉડર અને ઈંજેક્શન લગાવ્યા બાદ શરીરમાં ચેન્જ થવા લાગશે. બે મહિના બાદ ફરક દેખાવા લાગશે. પહેલો ડોઝ લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ ગઈ. પોલીસ હવે એ ચેક કરી રહી છે કે દુકાનદારે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઈંજેક્શન લગાવ્યા છે. તેના આધાર પર તેના પર કેસ નોંધાશે.

આ પણ વાંચો :-

માલધારી સમાજે વધાર્યું ભાજપનું ટેન્શન ! 40 બેઠકો પર પડી શકે છે સીધી જ અસર, સમજો આખું સમીકરણ 

0

Maldhari society increased the tension of BJP

  • તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Election) ચૂંટણી પહેલા હવે ભાજપ સામે માલધારી (Maldhari) સમાજ નારાજ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના સમુદાયને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરીને પશુપાલક (Cattle breeder) માલધારી સમાજના સભ્યોએ ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન (Vote Against Bjp) કરવા હાકલ કરી હતી.

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી સમાજ ભારે નારાજ છે. આ નિવેદનમાં તેમણે કોંગ્રેસના (Congress) વખાણ કર્યા હતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પણ આભાર માન્યો હતો. જેમણે ભૂતકાળમાં સમાજ માટે સમર્થન દર્શાવ્યું હતું. માલધારી સમાજે ફરી એકવાર તેમની પડતર માંગણીઓ તરફ ધ્યાન દોરીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાજના સભ્યોએ ભાજપને પાઠ ભણાવવાની વાત કરી હતી.

માલધારી સમાજની માંગણીઓ શું છે ? 

નાગજીભાઈ દેસાઈના જણાવ્યા મુજબ માલધારી સમાજની મુખ્ય માંગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તારની સ્થાપના, સમાજના સભ્યો સામેના ખોટા પોલીસ કેસો પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને ખેડૂત બનવાનો અધિકાર અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે. ગીર બરડા અને આલેચ ના વન વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા બાબતે અનેક માંગણીઓ પડતર છે.

જાણો ક્યારથી વિરોધ શરૂ થયો ? 

ગુજરાતના શહેરી વિસ્તારો માટે રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર થયું ત્યારે માલધારી સમુદાયે સૌપ્રથમ ભાજપનો વિરોધ કર્યો હતો. આ વર્ષે 18 સપ્ટેમ્બરે માલધારી સમાજ દ્વારા આ બિલને રદ્દ કરવાની માંગણી માટે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર નજીક શેરથા ગામમાં આયોજિત આ મહાપંચાયતમાં પચાસ હજાર સભ્યોએ ભાગ લીધો હતો. તેના એક દિવસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બિલ રાજ્ય સરકારને પુનર્વિચાર માટે મોકલ્યું હતું. તેને 21 સપ્ટેમ્બરે વિધાનસભામાં સર્વાનુમતે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં માલધારી સમાજ મોટી વોટ બેંક  :

પશુપાલક માલધારી સમુદાય ગુજરાતમાં એક મોટી વોટ બેંક છે, તેમને હાંસલ કરવા માટે સરકારે સપ્ટેમ્બરમાં રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચી લીધું હતું. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં માલધારી સમાજ 40 થી 45 બેઠકો ધરાવે છે. સમુદાયના લોકો પણ આ બેઠકો પર કિંગમેકર હોવાનો દાવો કરે છે.

સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મહાપંચાયતમાં પણ માલધારી સમાજના લોકોએ ભાજપને મત નહીં આપવાનો સંકલ્પ લીધો હતો. હવે ફરી એકવાર આ વાતનું પુનરાવર્તન કરીને ભાજપના દિલના ધબકારા વધી ગયા છે.

આ પણ વાંચો :-

વડોદરામાં ભાજપનો સપાટો, મધુ શ્રીવાસ્તવના પુત્રી સહિત 51 હોદ્દેદારો-કાર્યકરો પાર્ટીમાંથી સસ્પેન્ડ

0

BJP in Vadodara

  • ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઘણા નેતાઓ નારાજ છે. પાર્ટીએ 39 જેટલા સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ઘણા ધારાસભ્યોએ અપક્ષથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યા છે.

વડોદરામાં (Vadodara) પાર્ટીમાં જ રહીને પક્ષને નુકસાન કરનારા 51 જેટલા લોકોને ભાજપે એકસાથે સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં વાઘોડિયાના (Vaghodiya) દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના (Madhu Srivastava) પુત્રી નીલમ શ્રીવાસ્તવ પણ સામેલ છે.

ભાજપે કોને-કોને સસ્પેન્ડ કર્યા ?

વડોદરા જિલ્લા ભાજપે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે લાલ આંખ કરતા 51 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને સામેલ છે. બીજી તરફ વાઘોડિયામાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ પહેલા ગત અઠવાડિયે જ ભાજપે મધુ શ્રીવાસ્તવ, દિનુ મામાએ અપક્ષથી ઉમેદવારી નોંધાવતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

મહિસાગર જિલ્લામાં પણ 8 નેતાઓ સસ્પેન્ડ :

નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે જ મહિસાગર જિલ્લામાં પણ અપક્ષના નેતાનો પ્રચાર કરનારા 8 જેટલા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે 8 હોદ્દેદારો પર આકરા પગલાં ભર્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર જે.પી પટેલનો પ્રચાર કરતા આ તમામ ભાજપના નેતા સામે લાલ આંખ કરી હતી.

પાર્ટીએ તમામ માહિતી એકઠી કર્યા પછી તાત્કાલિક ધોરણે 8 નેતાને સસ્પેન્ડ કરતા ચર્ચાનો મુદ્દો ગરમાયો હતો. સસ્પેન્ડ લેટરમાં ભાજપે જણાવ્યું છે કે આ પગલાં તમામ પ્રકારના વીડિયો પુરાવા ચકાસ્યા પછી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

પત્નીના ત્રાસનો VIDEO બનાવ્યો, બાદમાં 2 ફૂલ જેવા બાળકોને કેનાલમાં ફેંકી અને યુવાને પણ ઝંપલાવ્યું, કાળજુ કંપાવતી ઘટના

0

Video made of torture of wife

  • કણભાના પરઢોલ ગામના યુવકે પોતાના બે બાળકો સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પત્નીના ત્રાસથી વિડીયો બનાવીને યુવકે કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

કણભાના (Kanbha) પરઢોલ ગામના વિનોદ ઠાકોરએ પત્ની અને સાસરિયાના ત્રાસથી આયખું ટૂંકાવી લીધું છે. યુવકે વિડીયો (Video) બનાવીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. વિનોદએ  પ્રથમ પોતાના 2 બાળકોને આરવ અને ઋષભને કેનાલમાં (Canal) ફેંકી ત્યારબાદ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને પોતાના માતા પિતાને યાદ કરીને પત્નીનાઆ ત્રાસની વેદના વ્યક્ત કરી હતી. આ ઘટનાએ પરઢોલ ગામમાં માતમ ફેલાઈ દીધો છે. હસતો રમતો પરિવાર સામાન્ય ઝઘડાને લઈને પલભરમાં વિખેરાઈ ગયો હતો.

6 વર્ષ પહેલાં વિનોદ ઠાકોરના લગ્ન થયા હતા :

6 વર્ષ પહેલાં વિનોદ ઠાકોરના લગ્ન કોમલ ઠાકોર સાથે થયા હતા. બન્ને ફૂલ જેવા બે બાળકો હતા. વિનોદ ખેતીવાડીમાં મજૂરી કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. માતા પિતાનો એકનો એક દીકરો હતો. પરંતુ 7 મહિના સામાન્ય બાબતે પત્ની કોમલ સાથે ઝઘડો થતા તે રિસાઈને પિયર જતી રહી.

તેને મનાવવાનો અનેક પ્રયાસ બાદ પણ તે પરત આવી ન હતી. ત્યારબાદ સાસરિયા છૂટાછેડા અને ભરણપોષણના નામે 10 લાખની માંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેના પિતાએ કર્યો હતો. આ દબાણ અને તણાવમાં વિનોદએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની રાવ ઉઠાવી હતી.

પત્નીના ત્રાસથી વિડીયો બનાવીને યુવકે કેનાલમાં પડતું મૂક્યું :

2 સંતાન સાથે રાયપુર કેનાલમાં આત્મહત્યા કરનાર વિનોદનો મૃતદેહ અડાલજ કેનાલથી મળ્યો. જ્યારે 3 વર્ષના આરવનો મૃતદેહ કડીના બાવલુ નજીકથી મળ્યો જ્યારે ઋષભનો કડી કેનાલથી બહાર કાઢવામાં આવ્યો હતો.  બાળકોની ચિચિયારીઓથી ગુંજતું આ ઘરમાં આક્રંદ જોવા મળે છે. આ પરિવાર ન્યાનની માંગ કરી રહ્યો છે. ઘરના વંશવેલો ગુમાવી દેનાર પિતાની આંખો ન્યાય માંગે છે.

ત્યારે આ કેસમાં બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરાઇ છે. પરંતુ આપઘાતનું કારણ બનેલી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને સજા આપવાની માંગ માતા પિતા કરી રહ્યા છે. હાલમાં પોલીસે આ કેસમાં પરિવારના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

આટલું કરશો તો ફોનમાંથી ક્યારેય લીક નહીં થાય પ્રાઈવેટ ફોટો અને વીડિયો, ન કરતા આવી ભૂલ

If you do this private photos

  • જો ફોનમાંથી પર્સલન ફોટો-વીડિયો લીક થયાના અહેવાલ આવતા રહે છે. એવામાં જરૂરી છે કે તમે સાવધાન રહો. એક ભૂલથી તમારી પર્સનલ ઈમેજ ઈન્ટરનેટ પર લીક થઇ શકે છે. અહીં ફોટો પરથી ફોટો-વીડિયો લીક થવાના કારણો અંગે જણાવી રહ્યાં છે.

મોબાઈલમાંથી વીડિયો-ફોટો લીક થવાના ઘણા કારણ હોઈ શકે :

ફોનમાંથી પ્રાઈવેટ ફોટો લીક (Private photo leaked) થવો કોઈ સામાન્ય વાત નથી. પહેલા પણ ઘણી વખત ફોનમાંથી પ્રાઈવેટ ફોટો લીક થયાના રિપોર્ટ્સ સામે આવ્યાં છે. ફોનમાં સિક્યોરિટી (Security) થયા બાદ પણ મોબાઈલમાંથી વીડિયો-ફોટો લીક (Video-photo leak) થાય છે. જેના ઘણા કારણ હોઇ શકે છે.

આ સ્થિતિમાં ફોટા લીક થઇ શકે  :

જો તમે કોઈને પોતાનો પ્રાઈવેટ ફોટો સેન્ડ કર્યો છે અને તે આ ફોટાને બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરી દે છે તો ફોટા લીક થઇ શકે છે. આ ઉપરાંત જો કોઈને તમારા ફોનનું એક્સેસ મળી ગયું છે તો પણ તમારા ફોનમાં ફોટો-વીડિયોને ટ્રાન્સફર કરી ફાઈલ લીક કરી શકે છે.

થર્ડ પાર્ટી એપ્સથી રહો સાવધાન :

ફોટો-વીડિયો લીકમાં થર્ડ પાર્ટી મૈલેશિયસ એપ્સનું પણ તેમાં મહત્વનું યોગદાન હોય છે. ઘણા એવા મૈલેશિયસ અથવા વાયરસવાળા એપ્સ હોય છે. જે તમારી પાસેથી ઘણા પ્રકારની મંજૂરી લઇ લે છે. જેનાથી આ એપ્સને તમારા ફાઈલનુ એક્સેસ પણ મળી જાય છે. આ ફાઈલ્સને રિમોટ સર્વર પર અપલોડ કરી દેવામાં આવે છે. જ્યાંથી સ્કેમર્સ આ ફાઈલ્સને થર્ડ પાર્ટીને વેચી દે છે અને તમારી ઈમેજ લીક થાય છે.

લોચો પડયો ! PM મોદીની સભામાં જેની અટકાયત કરી તેઓ ભાજપના ફોટોગ્રાફર નીકળ્યા

0

The one who was detained in PM Modi

  • અમદાવાદ ગ્રામ્યની પોલીસે પીએમ મોદીની સભામાં ડ્રોન ઉડાવવાના કિસ્સામાં ભાજપ દ્વારા જ ભાડે રખાયેલા ફોટોગ્રાફરની અટકાયત કરી.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચુંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી (Prime Minister Narendra Modi) લઈને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને અમદાવાદના બાવળામાં તેમની સભા યોજાઈ હતી.

આ દરમિયાન PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. PM મોદીની સભામાં ઉડેલું ડ્રોન કોઈ મોટી ચૂક ન હોવાનું ખુલ્યુ છે. મોદીની સભાની જ ફોટોગ્રાફી માટે જ આ ડ્રોન ઉડાવાયુ હતું. ભાજપે રોકેલા ફોટોગ્રાફર જ આ ડ્રોન ઉડાડતા હોવાનું ખુલ્યું છે.

આજે અમદાવાદના બાવળામાં PM નરેન્દ્ર મોદીની સભા દરમ્યાન ડ્રોન ઉડાડવામા આવ્યુ હતું. ‘નો ફ્લાઈંગ ઝોન’નું જાહેરનામું હોવા છતાં ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. સભા સ્થળે ઉડતું ડ્રોન સ્થાનિક અમદાવાદ ગ્રામ્ય પોલીસના ધ્યાને આવ્યું હતું.

modi_drone_zee.jpg

જેના બાદ પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ કરીને ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પરમિશન વગર અને જાહેરનામાં ભંગ ડ્રોન ઉડાવવા બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરાયેલા ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી.

જો કે આ પૂછપરછમાં બાદમાં ખુલાસો થયો હતો કે, BJP તરફથી જ વીડિયોગ્રાફી માટે ડ્રોન કેમેરાથી શૂટિંગ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન ત્રણેય વ્યકિતઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ નથી માત્ર વીડિયોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ બાદ થોડા જ સમયમાં મુક્તિ મળશે તેવુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો :-

માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી.ની મુસાફરી ! ગમે તે ને વોટ આપો તકલીફ વગર ચાલતું રહેશે તમારું સ્કૂટર !

Travel 100 km for just 10 rupees

  • આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે અને તેની કિંમત 79 હજાર રૂપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.

હાલ ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Election) મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો વચનો વાયદાઓ અન ફ્રીની રેવડીની ગેરેંટીઓ આપી રહ્યાં છે. પણ વધતા જતા પેટ્રોલ-ડિઝલના (Petrol-Diesel) ભાવ કંટ્રોલમાં આવશે તેવું કોઈ નથી કહી રહ્યું. ત્યારે અમે આજ આપને એક એવું સ્કૂટર (scooter) સજેશ કરી રહ્યાં છીએ જે તમારી સમસ્યાનું સમાધાન કરશે. તમે ભલે કોઈપણ પાર્ટીને વોટ આપો પણ તમારું સ્કૂટર અધ વચ્ચે અટકશે નહીં અને માત્ર 10 રૂપિયામાં થઈ જશે તમારું કામ…

લોકપ્રિય ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની Komaki Electricએ ભારતીય બજારમાં તેનું નવું સ્કૂટર Komaki Flora લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે. કંપનીએ તેની કિંમત 79 હજાર રૂપિયા રાખી છે. તેને ચાર અલગ-અલગ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.

આર્થિક હોવા છતાં, આ સ્કૂટરને ખૂબ જ સ્ટાઈલિશ ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં રાઉન્ડ શેપ્ડ હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જેની સાથે ક્રોમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં આરામદાયક સીટ અને પાછળના પેસેન્જર માટે વધારાનો બેક આરામ છે. તેમાં ડ્યુઅલ ફૂટરેસ્ટ અને ફ્લેટ ફૂટ બોર્ડ પણ છે.

સ્કૂટરમાં મળેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં વાઈબ્રન્ટ ડેશબોર્ડ, રિવર્સ ગિયર, પાર્કિંગ અને ક્રૂઝ કંટ્રોલ સાથે સ્વ-ડાયગ્નોસ્ટિક મીટર જેવી સુવિધાઓ શામેલ છે. તેને કુલ ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે – બ્લેક, રેડ, ગ્રે અને ગ્રીન. તેને આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક મળે છે.

કંપનીએ જણાવ્યું કે સ્કૂટરને ફુલ ચાર્જ કરવા પર 80 થી 100 કિ.મી. સુધીની રેન્જ ઓફર કરી શકે છે. કોમાકીએ દાવો કર્યો છે કે બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવા માટે 1.8 થી 2 યુનિટનો ખર્ચ થશે. જો આપણે યુનિટ દીઠ રૂ.5 ગણીએ તો પણ તમે રૂ.10 ખર્ચીને 100KMની મુસાફરી કરી શકો છો.

આ પણ વાંચો :-

 

25 નવેમ્બર 2022, રાશિફળ : સાંઈબાબાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

25 November 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળશ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યાઅભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી સક્ય બને. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાન‌ી ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબૂ લેતા જણાય. નાણાકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈબહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

 

અભિનેત્રી અથિયા શેટ્ટી-ક્રિકેટર રાહુલના લગ્નનો મહિનો નક્કી, વેડિંગ ડ્રેસથી લઇને વેન્યુ સુધીની તૈયારીઓ શરૂ

Actress Athiya Shetty-cricketer

  • અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે બંનેના લગ્ન કન્ફર્મ થયાનો રિપોર્ટ સામે આવ્યો છે.

દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની (Actor Sunil Shetty) દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટી (Athiya Shetty) અને ક્રિકેટર કેએલ રાહુલના (Cricketer KL Rahul) લગ્ન અત્યારે ખૂબ ચર્ચામાં છે. છેલ્લાં ઘણા સમયથી તેમના લગ્નના અહેવાલો સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી લગ્નની તારીખોને લઇને બંને પરિવારોમાંથી કોઈએ પણ નિવેદન આપ્યું નથી. આ દરમ્યાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અથિયા અને રાહુલના લગ્ન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે.

વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને અપાઈ જાણકારી : રિપોર્ટમાં દાવો 

પિન્કવિલાએ પોતાના રિપોર્ટમાં વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને પણ જાણકારી આપી છે. લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેએલ રાહુલ અને અથિયા સુનીલ શેટ્ટીના લગ્ન ખંડાલા વાળા બંગલામાં થશે. જેના માટે ત્યાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એક ઈવેન્ટ દરમ્યાન સુનીલ શેટ્ટીએ જાતે અથિયાના લગ્નના અહેવાલો પર મ્હોર લગાવી હતી. તેમણે લગ્નના સવાલ પર કહ્યું હતુ કે જલ્દી થશે.

આવતા વર્ષની શરૂઆતમાં થશે લગ્ન :

કેએલ રાહુલના એક નજીકના હવાલા દ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજા સાથે લગ્ન કરશે. સોર્સે કહ્યું કે બંને સેલિબ્રિટીઓ હાલમાં ખંડાલાના બંગલા પર પણ ગયા હતા.

જો કે તારીખ શું હશે તેને લઇને હજી કોઈ જાણકારી સામે આવી નથી. અથિયા અને રાહુલ પરંપરાગત રીતે લગ્ન કરશે. બંનેએ વેડિંગ ડ્રેસ પણ ફાઈનલ કરી દીધો છે. અથિયાએ પોતાના લગ્ન માટે કોઈ ફાઈવ સ્ટાર હોટલ, મોટા પેલેસ અથવા વિદેશી જમીનને નહીં. પરંતુ તેના પિતાના બંગલાને પસંદ કર્યો છે.

આ પણ વાંચો :-

મોરબી પુલ દુર્ઘટના : સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ કહ્યું કે મૃતકોને 4 લાખનું વળતર….

0

Morbi Bridge tragedy

  • ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

મોરબી ઝુલતો પુલ તૂટવાની (Morbi suspension bridge collapse) દુર્ઘટનાને લઈને આજે હાઈકોર્ટેમાં (High Court) જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ છે. મોરબી પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર (Compensation) ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઈકોર્ટે નોંધ્યું છે કે 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. જે ઘરના એક માત્ર કમાનાર હોઈ શકે. મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.

મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું, 3000માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે વળતર પૂરતું નથી.

એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો છે. જેમણે મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવવાશે.

તમને જણાવી દઈએ કે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઉપરાંત મૃતકોને 25 લાખ રૂપિયાનું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઈ છે. જેની આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે. આજે મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલ પણ કોર્ટમાં રજૂ કરાશે. માનવ અધિકાર પંચ તેમજ રાજ્ય સરકાર પોતાના સોગંદનામાં રજૂ કરશે.

ઉલ્લેખનિય છે કે 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો :-