Home Blog Page 1224

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત માટે વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલને ‘યશ’ આપીને નવા વમળો પેદાં કર્યાં

  • ચૂંટણી સમયે સી.આર. પાટીલનાં નેતૃત્ત્વ અંગે ભાજપમાં અંદર અને બહાર અનેક અનુમાન ફરતા થયા હતા. પરંતુ મોદીએ કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડના અનુમાનોનાં પરપોટા ફોડી નાંખ્યા.
  • પ્રદેશ અધ્યક્ષ તરીકેની સી.આર. પાટીલની કામગીરી અકળાવનારી રહી છે અને તેમના વિશ્વાસપાત્ર લોકોનું વર્તુળ નાનું પણ થઈ ગયું છે, પરંતુ તેમની ભાજપને વધુ મજબૂત બનાવવાની કામગીરીનો ઈન્કાર થઈ શકે તેમ નથી.
  • વિધાનસભાની નવ પેટા ચૂંટણી, છ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો આ તમામ ચૂંટણીઓનું સી.આર. પાટીલે જાતે નેતૃત્ત્વ કરીને ભાજપને ઝળહળતો વિજય અપાવવા ઉપરાંત ભાજપની બેઠકોમાં વધારો કર્યો હતો.
  • વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બાજી હાથમાં લીધી હતી અને ઐતિહાસિક વિજય પણ હાંસલ કર્યો. પરંતુ સી.આર. પાટીલનો પહેલેથી જ ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક હતો જ.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણી દરમિયાન અનેક ‘પરચા’ જોવા મળ્યા લોકો અને રાજકીય પંડીતો એવું માનતા હતા કે આ વખત ભાજપને બહુમતિ મેળવતા હાંફી જવાશે. કેટલાકે તો ‘હંગ’ વિધાનસભાની આગાહી કરી હતી પરંતુ ભાજપના ચાણકય અમિત શાહ (Amit Shah) અને વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) તમામના રાજકીય ગણિતો ખોટા પાડીને ૧૫૬ બેઠકો કબજે કરીને દુનિયાભરના રાજકીય નિષ્ણાંતોની આંખો પહોળી કરી દીધી હતી. હજુ પણ ઘણા લોકોના દિમાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત બેસતું નહીં હોય, સ્વાભાવિક છે કે પાછલી ત્રણ ચૂંટણીઓમાં ભાજપના ‘ગ્રાફ’માં સતત ઘટાડો થયો છે અને આ વખતે પણ બેઠકો ઘટવાનો ચોક્કસ અંદાજ હતો પરંતુ વડાપ્રધાન મોદી અને ચાણકય અમિત શાહે કરેલી કરામતને પગલે લોકો ગણતા રહ્યા અને ભાજપે ૧૫૬ બેઠકો ઉપર કબજો જમાવી દીધો !

ખરેખર તો ભાજપની જીત પાછળના કારણોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો જ સત્ય જાણી શકાય પરંતુ પરિણામોનો આઘાત થોડા દિવસોમાં ભુલાઈ જશે. આ તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારે વિધિવત કામકાજ શરૂ કરી દીધું છે. ગાંધીનગરના સચિવાલયમાં મોડીરાત સુધી દિવાબત્તી સળગતા થઈ ગયા છે.

વળી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પણ વડાપ્રધાને મોદીએ પ્રારંભ કરાવ્યો હોવાથી આગામી એક માસ સુધી અમદાવાદ દેશ, વિદેશના લાખો શ્રદ્ધાળુઓથી ઉભરાતુ રહેશે. અમદાવાદને જોડતા માર્ગો ઉપર વાહનોની હારમાળા શરૂ થઈ ગઈ છે. ટ્રેન અને વિમાનનું બુકિંગ મળવાનું બંધ થઈ ગયું છે. અને મહોત્સવ એક માસ એટલે કે ૧૫મી જાન્યુઆરી સુધી ચાલનાર હોવાથી થોડા દિવસોમાં ગુજરાતની ચૂંટણીની ગડમથલ ભુલાઈ જશે.

ખેર, આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાતમાં ભાજપના અતિ ભવ્ય અને ઐતિહાસિક વિજય માટે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને હકદાર ગણાવીને ભાજપમાં આશ્ચર્ય રેલાવ્યું છે. વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ભરપેટ સરાહના કરી હતી. સી.આર. પાટીલની પેજ પ્રમુખથી શરૂ કરીને ભાજપને ભવ્ય જીત અપાવવાની વ્યુહ રચનાથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થઈ ગયા હતા તથા સી.આર. પાટીલની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પીઠ થપથપાવી હતી. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક લોકોને આંચકો લાગ્યો હશે પરંતુ વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલની કાર્યક્ષમતા માટે પ્રમાણપત્ર આપી દીધું હોવાથી ચર્ચા કરવાને કોઇ જ અવકાશ નહોતો.

આમ તો સી.આર. પાટીલની ગુજરાત ભાજપના અધ્યક્ષપદે નિમણૂંક કરવામાં આવી તે દિવસથી જ ભાજપની છાવણીમાં ગમો, અણગમો અને નાફરમા અને નારાજગી જેવી ઘટનાઓ આકાર પામી રહી હતી. સૌ પ્રથમ તો તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની ટીમને સી.આર. પાટીલ સામે વાંધો પડ્યો હતો. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી હતી. બીજી તરફ ભાજપમાં આંતરિક દાવાનળ ભડકે બળતો હતો આ સમયે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ રાતો રાત આખી સરકાર બદલી નાંખી હતી અને ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી સરકારની રચના કરી હતી. રાતોરાત સરકાર બદલવાનો નિર્ણય આસાન નહોતો પરંતુ વડાપ્રધાન મોદી પક્ષમાં ‘અશિસ્ત’ને કોઇ કાળે સાંખી લેવા માંગતા નહોતા. માત્રને માત્ર ગેરશિસ્તને ડામવા માટે સરકાર બદલી નાંખવાનો નિર્ણય કરાયો હશે એવું ચોક્કસ માની શકાય. મોદી માટે સી.આર. પાટીલ કરતા પક્ષની શિસ્ત વધુ મહત્વની હતી. વળી સી.આર. પાટીલની નિમણૂંક કેન્દ્રીય નેતાગીરીએ કરી હોવાથી કોઇનો પણ વિરોધ કઇ રીતે સાંખી શકાય આમ પણ નરેન્દ્ર મોદીનો આખો રાજકીય ઈતિહાસ જોવામાં આવે તો તેઓ ક્યારેય પણ કોઇના તાબે થયા નથી.

ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત અને ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્વે ભાજપમાં ઘણા આંતરિક વિવાદ ચાલ્યા હતા. આ બધાની વચ્ચે આશ્ચર્યજનક રીતે સી.આર. પાટીલના અધ્યક્ષપદ ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાની ચર્ચા વહેતી થઈ હતી અને નજર સામેની ઘટનાઓ જોતા આ ચર્ચાને માનવા માટે પણ કારણો મળતા હતા.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વખતે લગભગ સમગ્ર નેતૃત્વ અમિત શાહે હાથમાં લઇ લીધું હતું. બલ્કે એમ કહી શકાય કે સમગ્ર ચૂંટણીનો દોર વડાપ્રધાન મોદી અને અમિત શાહે હાથમાં લઈ લીધો હતો. આ તરફ સી.આર. પાટીલની હાજરી જાહેરસભાઓમાં મર્યાદિત થઈ જવાથી લોકોએ એક વાત સ્વીકારી લીધી હતી કે હવે સી.આર. પાટીલ અધ્યક્ષપદે લાંબો સમય રહેશે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટરી બોર્ડમાં ગુજરાતની ચૂંટણીના ભવ્ય પરિણામો માટેનો ‘યશ’ સી.આર. પાટીલને આપીને ઘણા બધા સમીકરણો ખોટા પાડ્યા હતા. એક વાત ચોક્કસ છે કે નરેન્દ્ર મોદી સામાન્ય સંજોગોમાં કોઇના વખાણ કરે એવા નથી. કોઇ વ્યક્તિ માટે તેઓ એક એક શબ્દ તોળી તોળીને બોલતા હોય છે. મતલબ કે સી.આર. પાટીલની પીઠ થપથપાવીને નરેન્દ્ર મોદીએ સી.આર. પાટીલના નેતૃત્વને નવી ઉચાઇ આપી હતી.

અલબત સી.આર.પાટીલની મોદી પ્રત્યેની વફાદારીની સામે શંકા કરી શકાય તેવો એક પણ દાખલો આપી શકાય તેમ નથી. સી.આર. પાટીલે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો સ્વીકાર કર્યા પછીના વિતેલા વર્ષો દરમિયાન પક્ષમાં કે સરકારમાં સ્થાન મળ્યું હોય કે ના મળ્યું હોય તો પણ કદાપી નારાજગી કે બળવો કરવાનું વિચાર્યું પણ નહીં હોય. ગત ૨૦૦૭ની અત્યંત રસાકસી ભરી ચૂંટણી વખતે પણ તેઓ અડીખમ બનીને નરેન્દ્ર મોદીની પડખે ઊભા રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે પણ આખી બાગડોર સી.આર.પાટીલે સંભાળી હતી. વડાપ્રધાન મોદીનો પડછાયો બનીને રહેવા છતા તેમણે મંત્રીપદ કે પક્ષમાં કોઇ ચાવીરૂપ હોદ્દાની માંગણી કરી નહોતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ તેમને અચાનક બનાવી દેવાયા હતા.

એટલું ચોક્કસ કહી શકાય કે સી.આર. પાટીલની કાર્ય પદ્ધતિ લોકોને અનુકુળ આવે તેવી નથી. પહેલા તો એ કોઇની પુરી વાત ધ્યાનથી સાંભળતા નથી અને રજુઆતો સાંભળે તો પણ ‘ડાયરા’ કરીને સાંભળતા હોવાથી અનેક લોકો પોતાની વાત અસરકારક રજૂ કરી શકતા નથી. પરિણામે રજુઆતકર્તાને વ્યાજબી ન્યાય મળતો નથી.
ખેર, સી.આર. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા પછી ભાજપે એક પણ બેઠક ગુમાવી નથી. કોરોના જેવી ભયાનક મહામારી અને સરકાર સામે લોકોની નારાજગી છતાં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ૧૦૦ ટકા જીત અપાવી હતી. વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી, છ મહાનગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપની તમામ બેઠકો જાળવી રાખવા ઉપરાંત ભાજપની બેઠકોમાં વધારો કર્યો હતો. અને ભાજપના સફળ સુકાની પુરવાર થયા હતા.

આટલી ઝળહળતી સફળતા પછી સી.આર. પાટીલની અવગણના કરવાનું કઈ રીતે શકય બની શકે. અલબત પક્ષમાં થોડા ઘણા લોકોને સી.આર. પાટીલ સામે નારાજગી હશે જ પરંતુ રાજકીય જીવનમાં આવા વાંધા લઇને ચાલનારા ક્યારેય પણ સફળ પુરવાર થતા નથી.

અત્રે એક વાતની ચોક્કસ નોંધ લઇ શકાય કે ૧૯૮૯માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ સી.આર. પાટીલને ભાજપનો ભગવો ખેસ પહેરાવ્યો હતો. વિતેલા દાયકાઓ દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા. ભાજપે વિપક્ષની પણ લાંબી ભૂમિકા ભજવી તેમ છતાં સી.આર.પાટીલે પક્ષ બદલવાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો. આજ પર્યંત તેમણે ભાજપ અને ભાજપના નેતૃત્વ પ્રત્યેની વફાદારી અનિમેષ જાળવી રાખી છે.

સુરત શહેર ભાજપ અને સી.આર. પાટીલના નજીકના મિત્ર વર્તુળોમાં તેમની સામે નારાજગી પહેલા પણ હતી અને હાલમાં પણ છે. પરંતુ પહેલા ફરક એટલો હતો કે તેઓ વિરોધી વિચારધારાના મિત્રો સાથે પણ બેસી શકતા હતા. તેમની વાત સાંભળી શકતા હતા પરંતુ આજે એવું રહ્યું નથી કારણ કે સી.આર. પાટીલના રાજકીય, સામાજિક ઉદયમાં ઘણા નજીકના લોકોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. આ સહયોગની અવગણના કરવાનું પગલું સી.આર. પાટીલના નેતૃત્વને વામન બનાવી રહ્યું છે. કાશ, સી.આર.પાટીલ સ્વભાવમાં થોડું પરિવર્તન લાવી શકશે તો માત્ર રાજકીય જ નહીં સામાજિક સહિત સર્વાંગી ક્ષેત્રે તેમની પ્રતિષ્‍ઠાની ઊંચાઈ આકાશને આંબતી હશે.

વડાપ્રધાન મોદીએ બરાબર અણીના સમયે જ સી.આર.પાટીલને ચૂંટણીના વિજયનો ‘યશ’ આપીને તેમના રાજકીય કદમાં વધારો કર્યો છે. સી.આર. પાટીલ પાસે હજુ લાંબો ભવિષ્યકાળ છે. અને નજીકના વર્ષોમાં ભાજપનો સુર્ય હજુ મધ્યાહન તરફ ગ‌િત કરી રહ્યો હોવાથી સી.આર. પાટીલને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળવવાની અનેક તકો હાથમાં છે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગની આગાહી ! દરિયો તોફાની થવાના એંધાણ, અનેક જગ્યાએ અપાયું એલર્ટ

0

Weather forecast! Due to stormy sea

  • જો કે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભરશિયાળે ચોમાસાની (Monsoon) સીઝન જેવો માહોલ જામ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે અન્ય એક આગાહી કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે આજે પણ વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક માટે વરસાદની આગાહી કરાઇ કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ (Junagadh), અમરેલી, ભાવનગરમાં વરસાદી આગાહી કરાઈ છે.

પરંતુ દક્ષિણ ગુજરાતમાં લાઈટ રેઈનની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વરસાદ નહિ પડે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

જો કે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલ ગુજરાત માટે કોઈ વોર્નિંગ નથી.

પરંતુ કોસ્ટલ એરિયા માટે વોર્નિંગ અપાઈ છે. હાલમાં રાજ્યમાં 20 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 2 દિવસ બાદ 4 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધશે. બીજી બાજુ નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે અમદાવાદ 21 ડિગ્રી અને ગાંધીનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય :

ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. સાથે જ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! અહીં લોકો વાળ કાપવાના આપે છે 5000 રૂપિયા, જાણો દુનિયાના સૌથી મોંઘા શહેર વિશે

Here people pay 5000 rupees for a haircut

  • ન્યૂયોર્ક અને સિંગાપોર સંયુક્ત રીતે વિશ્વના 2 સૌથી મોંઘા શહેર છે. હાલમાં થયેલા એક સર્વેમાં વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ના તાજેતરના અહેવાલમાં સિંગાપોર (Singapore) અને ન્યૂયોર્ક (New York) સંયુક્ત રીતે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ સ્થાને છે. EIU એ તાજેતરમાં વિશ્વવ્યાપી કોસ્ટ ઓફ લિવિંગ ઈંડેક્સ 2022 પ્રકાશિત કર્યો છે.

આ લિસ્ટમાં ન્યૂયોર્ક પ્રથમ સ્થાન પર આવ્યું છે. તેનું એક મોટું કારણ અમેરિકામાં મોંઘવારીનો તીવ્ર વધારો છે. ગયા વર્ષે આ યાદીમાં તેલ અવીવ પ્રથમ સ્થાને હતું જે આ વખતે ત્રીજા નંબરે આવી ગયું છે.

કિંમતોની તુલના કરવામાં આવી :

ઈન્ડેક્સમાં દરરોજ ઉપયોગમાં લેવાતા 200થી વધુ ઉત્પાદનોની કિંમતોની તુલના કરવામાં આવી છે. આમાં કપડાં, ભાડું, ખોરાક અને ટ્રાન્સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ સરખામણી 172 દેશો વચ્ચે કરવામાં આવી છે અને ઈન્ડેક્સની સૌથી વધુ સંખ્યા 100 રાખવામાં આવી છે. એટલે કે ફુગાવો 100 પોઈન્ટમાંથી માપવામાં આવ્યો છે. ન્યૂયોર્ક અને સિંગાપોર બંનેને 100 પોઈન્ટ મળ્યા છે. આ સિવાય તેલ અવીવને 99 પોઈન્ટ્સ મળ્યા છે.

વાળ કપાવવાના લે છે 5000 રૂપિયા :

ન્યૂયોર્કમાં વાળ કાપવાની સરેરાશ કિંમત 55-60 ડોલર છે. જે ભારતીય ચલણમાં લગભગ 5000 રૂપિયા છે. તેવી જ રીતે તમારે લોન્ડ્રી માટે 6 ડોલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. જે લગભગ 500 રૂપિયા છે. એ જ રીતે સિંગાપોરમાં તમારે વાળ કાપવા માટે 60-80 ડોલર ખર્ચવા પડી શકે છે. આ રીતે એક સામાન્ય રેસ્ટોરન્ટમાં 2 લોકોને ખાવાનો ખર્ચ લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે.

16 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : માં મોગલની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

16 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
‌દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃ‌તિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની ત‌બિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ
આત્મ બળ વધે. યોગ્ય ‌નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પ‌રિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુન
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ‌ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃ‌દ્ધિ જણાય. આક‌સ્મિક ધન લાભ ના યોગ છે.

કર્ક
‌દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માન‌સિક અ‌‌સ્થિરતા વાળી વ્ય‌ક્તિનો રોગ વધતો જણાય. આ‌‌ર્થિક ક્ષેત્રે લાભ મળે. ‌મિત્રો તરફથી સાહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

‌સિંહ
રાજકીય ક્ષેત્રે પ્રગ‌તિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અ‌‌પ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પ‌રિવારમાં આનંદ. માતા-‌પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
‌વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્ય‌ક્તિ માટે પ્રગ‌‌‌તિ. પ‌રિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આ‌‌ર્થિક ક્ષેત્રે ફાયદો. પ‌રિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃ‌શ્ચિક
‌દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પ‌ત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આ‌‌ર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો. બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન
નાણાંકીય બાબતો અંગે શુભ ‌દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની ત‌બિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

મકર
આજે આપ સુખ, શાં‌તિ, સમૃ‌દ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની ત‌બિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ‌ચિંતા રહે. આરોગ્ય જળવાય. પ‌ત્નિની ત‌બિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભ
પોતાનો કક્કો ખરો કરવાની વૃ‌ત્તિ વધે. આ‌‌ર્થિક મોરચે સફળતા. પ‌રિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ‌રિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન
સમાજ સેવાની ભાવના પ્રબળ બને. પ્ર‌તિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. ‌દિવસ આનંદમાં વ્ય‌તિત થતો જણાય.

આ પણ વાંચો :-

રેલવે પ્લેટફોર્મ પર મહિલાઓને નાચતી જોઈને ટ્રેનમાં બેઠેલા લોકો મુંઝવણમાં મુકાઈ ગયા

0

Seeing women dancing on the railway

  • ઘણા લોકો જે ટ્રેનમાં બેઠા હતા અથવા પ્લેટફોર્મ પર હાજર હતા, તેઓ આ પ્રદર્શન જોઈને વિચારમાં પડી ગયા. હવે તમે વિચારતા હશો કે બધા લોકો રેલ્વે સ્ટેશન પર કેમ ડાન્સ કરવા લાગ્યા અને તેની પાછળનું કારણ શું હશે?

રેલ્વે મંત્રાલયે (Ministry of Railways) ટ્વિટર પર જબલપુર રેલ્વે સ્ટેશન (Jabalpur Railway Station) પર એક મહિલા ગ્રુપના ડાન્સનો વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો રેલ્વે પ્લેટફોર્મ (Railway platform) પર એકસાથે ડાન્સ કરી રહ્યા છે. ઘણા લોકો જે ટ્રેનમાં બેઠા હતા અથવા પ્લેટફોર્મ પર હાજર હતા. તેઓ આ પ્રદર્શન જોઈને વિચારમાં પડી ગયા.

હવે તમે વિચારતા હશો કે બધા લોકો રેલ્વે સ્ટેશન પર કેમ ડાન્સ કરવા લાગ્યા અને તેની પાછળનું કારણ શું હશે? પરંપરાગત નૃત્ય પ્રદર્શન આ મહિને 16મી ડિસેમ્બરના રોજ ‘કાશી તમિલ સંગમમ’માં હાજરી આપનારા યાત્રીઓના સ્વાગતનો એક ભાગ હતો. જેણે પણ આ દ્રશ્ય જોયું તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

રેલવે મંત્રાલયે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે :

ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રાલયે લખ્યું, ‘બે સંસ્કૃતિનું મિલન! ‘કાશી તમિલ સંગમમ‘માં ભાગ લેવા જઈ રહેલા ચેન્નાઈ-ગયા એક્સપ્રેસ (ટ્રેન નંબર 12390) ના મુસાફરોનું જબલપુર સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં મહિલા પ્રતિનિધિઓએ પરંપરાગત નૃત્ય દ્વારા તેમની સંસ્કૃતિની ઝલક બતાવી.

14 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ટ્વિટર પર 13,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી.જ્યારે કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે શા માટે સાર્વજનિક સ્થળે ધાર્મિક પ્રવૃત્તિ થઈ રહી છે. અન્ય એક યુઝરે કહ્યું કે તે આ ડાન્સ જોઈને ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો :-

 

કેનેડા જવા માગતા લોકો માટે મહત્વનાં સમાચાર, આ સેક્ટરમાં મળી રહી છે બંપર નોકરીઓ

Important news for people who want to move to Canada

  • કેનેડમાં જઈને સ્થાયી થવાનું સપનું જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે કેનેડામાં રોજગારની તકો વધી રહી છે. છેલ્લા નવેમ્બર મહિનાના જોબ સર્વેના આંકડા મુજબ એવા ઘણાં ક્ષેત્રો છે જેમાં લેબર શોર્ટેજ છે અને પગાર ધોરણ પણ ઊંચા થયા છે.

ઘણાં લોકોનું સપનું વિદેશમાં (Abroad) જઈને સ્થાયી થવાનું હોય છે. જોકે કેટલાક લોકોને એ વાતનો ડર પણ લાગે છે કે એકબાજુ દુનિયાભરમાં મોટી મોટી કંપનીઓ અચાનક છટણીઓ કરી રહી છે. તેવામાં જો વિદેશ (Abroad) ગયા પછી તેમની સાથે પણ એવું બને તો શું થાય? જોકે ઘણાં એવા દેશ છે જ્યાં આજે પણ લેબર માર્કેટમાં ખૂબ જ શોર્ટેજ છે અને ઉજળી તકો દેખાઈ રહી છે. આવો જ એક દેશ એટલે કેનેડા.

તેમાં પણ હાલ ગુજરાતીઓ વચ્ચે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ કેનેડા ફેવરિટ દેશ બન્યો છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેનેડામાં ગત મહિને નવેમ્બરમાં કેટલી નોકરીઓ આપવામાં આવી અને ક્યા સેક્ટરમાં તમે હોવ તો વધુ ફાયદો થઈ શકે છે. એક સર્વેના આંકડાના આધારે તમને ક્યા ફિલ્ડમાં વધુ નોકરીના ચાન્સ છે અને તમે કઈ રીતે કેનેડામાં સ્થાયી થઈ શકો છો આ વિશે માહિતી મેળવો.

એક તરફ જ્યાં છટણીની મોસમ ચાલી રહી છે ત્યારે કેનેડામાં નવેમ્બર મહિનામાં પણ જુદા જુદા સેક્ટરમાં 10 હજાર કરતાં વધુ લોકોને નવી નોકરી આપવામાં આવી છે. આ ખુલાસો નવા લેબર ફોર્સ સર્વેમાં ખૂલ્યો છે. આ સાથે જ કેનેડામાં નવી નોકરીઓના કારણે બેરોજગારીનો દર ઘટીને 5.1 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન રોજગાર ભાગીદારી દર 64.8 ટકા જેટલો તૂટી ગયો છે.

આ સેક્ટર્સમાં વધુ નોકરીઓ :

જે ક્ષેત્રોમાં સૌથી વધુ નોકરીઓ જોવા મળી છે તેમાં ફાઈનાન્સ, વીમો, રિયલ એસ્ટેટ, રેન્ટલ અને લીઝિંગ, ઉત્પાદન, માહિતી, સાંસ્કૃતિક અને મનોરંજન ક્ષેત્રોનો સમાવેશ થાય છે. છેલ્લા મહિનામાં આ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભરતી જોવા મળી છે. સર્વે અનુસાર નવેમ્બરમાં આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની સંખ્યામાં 21,000નો વધારો થયો છે.

મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નોકરીઓ વધી :

ઉત્પાદન ઉદ્યોગમાં રોજગારમાં 1.1% નો વધારો જોવા મળ્યો છે. આલ્બર્ટા રાજ્યમાં ઉદ્યોગમાં રોજગારમાં 4.7% નો વધારો થયો છે અને ક્યુબેકમાં ઉત્પાદન ક્ષેત્રે 10,000 થી વધુ લોકોને નોકરીઓ મળી છે. દરમિયાન, ઉત્પાદન ઉદ્યોગ, જથ્થાબંધ અને છૂટક વેપારમાં છેલ્લા મહિનામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

ગાંધી પરિવારની આ તસવીર ચર્ચામાં ! રાહુલ ગાંધી સાથે ચાલી રહેલ આ છોકરી કોણ છે ?

0

This picture of the Gandhi family i

  • ઘણાં સમયથી રાહુલ ગાંધી ભારત યાત્રા કરી રહ્યાં છે. હવે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં તેમનો સાથ આપવા માટે જોડાઈ ગઈ છે. જોકે આ બન્નેની સાથે એક સુંદર યુવતી તસવીરમાં દેખાઈ રહી છે. આ યુવતી કોણ છે તે જાણવા માટે ઈન્ટરનેટ પર હોડ લાગી છે.

પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) દિકરી મિરાયા વાડ્રાની (Miraya Vadra) તસવીરો હાલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે વાયરલ થઈ રહી છે. મહત્ત્વનું છે કે રાહુલ ગાંધી લાંબા સમયથી દેશભરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રામાં એક બાદ એક નવા નવા ચહેરાઓ નવા નવા લોકો રાહુલ ગાંધીની (Rahul Gandhi) વાતને સમર્થન આપવા માટે તેમની સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યાં છે.

ત્યારે હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી દેખાઈ રહી છે. જો કે આ તસવીરમાં આ બન્નેની વચ્ચે એક સુંદર યુવતી કોણ છે અને તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે શું સંબંધ ધરાવે છે તે જાણવામાં ઘણાં બધા લોકોને રસ છે. એ જ કારણસર અમે પણ તેની તપાસ કરીને આ જાણકારી તમારા સુધી લાવ્યાં છીએ.

કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશમાં ભારત જોડો યાત્રા કરી રહી છે. રાજસ્થાનમાંથી આ યાત્રા પસાર થઇ રહી છે. આ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજો સામેલ થયા છે. રાહુલ ગાંધીથી લઇને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ યાત્રામાં સામેલ થયા હતા. જો કે આ યાત્રામાં સૌથી વધુ જો કોઇએ ધ્યાન ખેંચ્યુ હોય તો તે છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની દીકરી મિરાયા. જાણો પ્રિયંકાની દીકરી મિરાયા વાડ્રા કોણ છે અને શું કરી રહી છે અત્યારે.

મિરાયા વાડ્રાની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. લોકો આ તસવીરની સાથે પુછી રહ્યાં છે કે આ મિરાયા વાડ્રા શું કરે છે લોકો તેના વિશે જાણવા માંગી રહ્યાં છે. અહીં અમે તમને મિરાયા વાડ્રા વિશે બતાવી રહ્યાં છીએ. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના બે બાળકો છે. એક છે મિરાયા અને બીજો રેહાન છે. મિરાયા અત્યારે લગભગ 20 વર્ષની છે અને રેહાન 21 વર્ષનો છે.

શું કરે છે મિરાયા વાડ્રા?

મિરાયાને લઇને વધુ માહિતી સામે નથી આવી. પરંતુ કેટલીક સોશ્યલ મીડિયા એક્ટિવિટી પરથી અંદાજ લગાવી શકાય છે કે, મિરાયા એક બાસ્ટેકબોલ પ્લેયર છે. અને ઘણીવાર તેની ટૂર્નામેન્ટમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ ભાગ લઇ ચૂક્યા છે. મિરાયા લગભગ 20 વર્ષની છે.

આ ઉપરાંત મિરાયા બીજા કેટલીય એન્ડવેન્ચર એક્ટિવિટીમાં પણ જોવા મળી ચૂકી છે. એટલું જ નહીં મિરાયાને પ્રકૃતિ સાથે ખુબ પ્રેમ છે. જેને લઇને રોબર્ટ વાડ્રાએ એક લાંબી પોસ્ટ પણ લખી હતી. તે કુદરતી જગ્યાઓ પર હરવા ફરવાની પણ શોખીન છે.

આ પણ વાંચો :-

 

આવી કાર તો અંબાણી પાસે પણ નથી ! કોણે ખરીદી ભારતની સૌથી મોંઘી કાર ?

0

Even Ambani does not have such a car

  • હૈદરાબાદના આ બિઝનેસમેને તાજેતરમાં જ રૂ. 12 કરોડની સુપરકાર ખરીદી, આ બિઝનેસમેન પાસે છે લક્ઝરી કારનો ઢગલો છે.

મોંઘી ગાડીઓનો (Expensive car) શોખ ખૂબ જ વિચિત્ર છે અને જ્યારે લોકો આ શોખના દિવાના થઈ જાય છે. ત્યારે તેમના ગેરેજમાં દુનિયાભરમાંથી એકથી વધુ સુપરકાર આવવા લાગે છે. જોકે આ માટે કરોડો ખર્ચવા પડે. હા આવા જ એક ઉત્સાહી છે હૈદરાબાદના (Hyderabad) બિઝનેસમેન નસીર ખાન કે જેમણે તાજેતરમાં જ રૂ. 12 કરોડની સુપરકાર McLaren 765 LT Spyder ખરીદી છે.

આ કાર વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતની સૌથી મોંઘી કાર છે. નસીર ખાન પાસે લક્ઝરી કારોનું એવું કલેક્શન છે કે તેને જોઈને લોકોની આંખોમાં ખૂલીને ખૂલી રહી જાય છે. નસીર ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર તેની નવી સુપરકારની તસવીર પોસ્ટ કરીને ફરી એકવાર તેના શોખને દુનિયા સમક્ષ ઉજાગર કર્યો છે.

અત્યારે તમને જણાવી દઈએ કે ભારતમાં McLaren 765 LT Spyderની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

મહત્વનું છે કે, McLaren 765 LT સ્પાઈડર 4.0-લિટર ટ્વીન ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 765 PS પાવર અને 800 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. 7-સ્પીડ સિક્વન્શિયલ ગિયરબોક્સથી સજ્જ આ સુપરકાર પાવર અને સ્પીડની દ્રષ્ટિએ જબરદસ્ત છે. મેકલેરનની સુપરકાર્સને ભારતીય ઉદ્યોગપતિઓની પ્રિય કાર માનવામાં આવે છે.

કરોડોની લક્ઝરી કારના માલિક છે નસીન ખાન :

નસીર ખાન પાસે લક્ઝરી કારનો સ્ટોક છે અને તેમાં રોલ્સ રોયસ કુલીનન બ્લેકનો સમાવેશ થાય છે. લેમ્બોર્ગિની હુરાકન, લેમ્બોર્ગિની ઉરુસ, લેમ્બોર્ગિની એવેન્ટાડોર, Ford Mustang, Ferrari, GMC Sierra, Mercedes-Benz AMG G 63 અને Mercedes-Benz G-Class સહિત ઘણી કાર છે.

આ પણ વાંચો :-

મધ્યમ વર્ગ પરિવારને વધુ એક ઝટકો ! ઘર હોય કે કાર તમામ લોન થઈ મોંઘી ! જાણો હવે કેટલી ભરવી પડશે EMI 

0

Another blow to the middle class family

  • રીઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ બેંકોની લોન મોંઘી થશે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાત જાણે એમ છે કે, રિઝર્વ બેંકના (Reserve Bank) રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ બેંકોની લોન મોંઘી થશે. જેને લઈ હવે SBI એ લોનના વ્યાજદરમાં વધારો કરીને તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.

આ પહેલા પણ ઘણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના વ્યાજદરમાં વધારો કર્યો છે. હવે SBI એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.25 ટકાનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ અનુસાર તમામ મુદતની લોન પરના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે બેંકનો એક વર્ષનો MCLR વધીને 8.30 ટકા થઈ ગયો છે.

બેંક આ MCLRના આધારે હોમ, ઓટો સહિત તેની મોટાભાગની લોનના વ્યાજ દરો નક્કી કરે છે. અગાઉ RBI એ રેપો રેટને અસરકારક 6.25 ટકા બનાવવા માટે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBI ના આ નિર્ણયના એક સપ્તાહ બાદ જ SBIએ પણ પોતાની લોન મોંઘી કરી દીધી છે.

આ સાથે બેંકે શોર્ટ ટર્મ લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આમાં ઓવર નાઈટથી લઈને 6 મહિના સુધીનો સમય શામેલ છે. મુદતની લોન માટે MCLR હવે 7.85 ટકાથી 8.30 ટકાની રેન્જમાં છે. આ સિવાય બે વર્ષની લોન માટે ખર્ચ આધારિત ધિરાણ દર વધીને 8.50 ટકા થયો છે, જ્યારે ત્રણ વર્ષની લોનનો દર 8.60 ટકા પર પહોંચી ગયો છે.

મહત્વનું છે કે SBI એ આ વર્ષે જૂનથી MCLR માં 1.10 ટકાનો વધારો કર્યો છે. જેમાં ડિસેમ્બરમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો પણ સામેલ છે. બેંક દ્વારા વિતરિત કરવામાં આવેલી લોનના 75% પર ફ્લોટિંગ વ્યાજ દરો લાગુ થાય છે. તેમાંથી 41 ટકા લોન હજુ પણ MCLR સાથે જોડાયેલી છે.

બાકીની 59 ટકા લોન પર એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ લાગુ થાય છે. એક્સટર્નલ બેન્ચમાર્ક એટલે રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ રેટ. MCLR એ બેંકના આંતરિક ખર્ચ સાથે જોડાયેલ દર છે.

આ પણ વાંચો :-

ભાજપની પ્રચંડ જીતના વિદેશમાં થયાં વધામણાં, ભવ્ય જીતની આ દેશમાં થઈ ઉજવણી

BJP’s huge victory was praised abroad

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિક્રમી વિજય મેળવ્યો છે. ભારતમાં ભાજપ દ્વારા એની ઉજવણી થવી સ્વભાવિક છે. પણ આ ઉજવણી વિદેશની ધરતી પર પણ થઈ રહી છે. અમેરિકામાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિજયના વધામણા થયા હતા.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિક્રમી વિજય મેળવ્યો છે. ભારતમાં ભાજપ દ્વારા એ ની ઉજવણી થવી સ્વભાવિક છે, પણ આ ઉજવણી વિદેશની ધરતી પર પણ થઈ રહી છે. અમેરિકામાં (America) વિવિધ સંસ્થાઓ દ્વારા વિજયના વધામણા થયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. ભાજપનો સતત સાતમીવાર વિજય થયો છે. આ વિજયની આજરોજ દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોંખીને ઉજવણી થઈ હતી. બીજી તરફ વિદેશમાં પણ ભાજપની જીતની ઉજવણી થઈ રહી છે. અમેરિકાના ઓરેન્જ કાઉન્ટી ખાતે વિવિધ સંસ્થા દ્વારા ભાજપની જીત ઉજવાઈ હતી.

ઓરેન્જ કાઉન્ટીના ગાયત્રી ચેતના મંડળના હોલ ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, ગાયત્રી ચેતના મંડળ તથા અન્ય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી. કે. નાયક, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ, પ્રેસિડન્ટ લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ગાયત્રી ચેતના મંડળના રાજુભાઈ પટેલ તથા જીતેન પટેલ ઉપરાંત ૨૫૦ થી ૩૦૦ લોકો હાજર રહ્યાં હતા. ભારત માતા કી જય, વંદે માતરમ જેવા જયઘોષ સાથે કેક કાપી ભાજપના વિજયના વધામણા થયા હતા.

આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલે જણાવ્યું હતું કે, સતત સાતમીવાર ગુજરાતમાં ભાજપનું શાસન સ્થપાયું છે. જેમાં ભાજપે બેઠકો જીતવાના ભૂતકાળની તમામ સરકારોના વિક્રમો તોડી નવો વિક્રમ સ્થાપ્યો છે. આ વિજયએ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના નાખેલા પાયાનો વિજય છે. યોગી પટેલે આગામી દિવસોમાં ગુજરાત વધુને વધુ વિકાસ કરતું રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :-