Important news for people who want to move to Canada
- કેનેડમાં જઈને સ્થાયી થવાનું સપનું જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે કેનેડામાં રોજગારની તકો વધી રહી છે. છેલ્લા નવેમ્બર મહિનાના જોબ સર્વેના આંકડા મુજબ એવા ઘણાં ક્ષેત્રો છે જેમાં લેબર શોર્ટેજ છે અને પગાર ધોરણ પણ ઊંચા થયા છે.
ઘણાં લોકોનું સપનું વિદેશમાં (Abroad) જઈને સ્થાયી થવાનું હોય છે. જોકે કેટલાક લોકોને એ વાતનો ડર પણ લાગે છે કે એકબાજુ દુનિયાભરમાં મોટી મોટી કંપનીઓ અચાનક છટણીઓ કરી રહી છે. તેવામાં જો વિદેશ (Abroad) ગયા પછી તેમની સાથે પણ એવું બને તો શું થાય? જોકે ઘણાં એવા દેશ છે જ્યાં આજે પણ લેબર માર્કેટમાં ખૂબ જ શોર્ટેજ છે અને ઉજળી તકો દેખાઈ રહી છે. આવો જ એક દેશ એટલે કેનેડા.
તેમાં પણ હાલ ગુજરાતીઓ વચ્ચે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ કેનેડા ફેવરિટ દેશ બન્યો છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેનેડામાં ગત મહિને નવેમ્બરમાં કેટલી નોકરીઓ આપવામાં આવી અને ક્યા સેક્ટરમાં તમે હોવ તો વધુ ફાયદો થઈ શકે છે. એક સર્વેના આંકડાના આધારે તમને ક્યા ફિલ્ડમાં વધુ નોકરીના ચાન્સ છે અને તમે કઈ રીતે કેનેડામાં સ્થાયી થઈ શકો છો આ વિશે માહિતી મેળવો.
એક તરફ જ્યાં છટણીની મોસમ ચાલી રહી છે ત્યારે કેનેડામાં નવેમ્બર મહિનામાં પણ જુદા જુદા સેક્ટરમાં 10 હજાર કરતાં વધુ લોકોને નવી નોકરી આપવામાં આવી છે. આ ખુલાસો નવા લેબર ફોર્સ સર્વેમાં ખૂલ્યો છે. આ સાથે જ કેનેડામાં નવી નોકરીઓના કારણે બેરોજગારીનો દર ઘટીને 5.1 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન રોજગાર ભાગીદારી દર 64.8 ટકા જેટલો તૂટી ગયો છે.
આ સેક્ટર્સમાં વધુ નોકરીઓ :
જે ક્ષેત્રોમાં સૌથી વધુ નોકરીઓ જોવા મળી છે તેમાં ફાઈનાન્સ, વીમો, રિયલ એસ્ટેટ, રેન્ટલ અને લીઝિંગ, ઉત્પાદન, માહિતી, સાંસ્કૃતિક અને મનોરંજન ક્ષેત્રોનો સમાવેશ થાય છે. છેલ્લા મહિનામાં આ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભરતી જોવા મળી છે. સર્વે અનુસાર નવેમ્બરમાં આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની સંખ્યામાં 21,000નો વધારો થયો છે.
મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નોકરીઓ વધી :
ઉત્પાદન ઉદ્યોગમાં રોજગારમાં 1.1% નો વધારો જોવા મળ્યો છે. આલ્બર્ટા રાજ્યમાં ઉદ્યોગમાં રોજગારમાં 4.7% નો વધારો થયો છે અને ક્યુબેકમાં ઉત્પાદન ક્ષેત્રે 10,000 થી વધુ લોકોને નોકરીઓ મળી છે. દરમિયાન, ઉત્પાદન ઉદ્યોગ, જથ્થાબંધ અને છૂટક વેપારમાં છેલ્લા મહિનામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :-