ભાજપની પ્રચંડ જીતના વિદેશમાં થયાં વધામણાં, ભવ્ય જીતની આ દેશમાં થઈ ઉજવણી

Share this story

BJP’s huge victory was praised abroad

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિક્રમી વિજય મેળવ્યો છે. ભારતમાં ભાજપ દ્વારા એની ઉજવણી થવી સ્વભાવિક છે. પણ આ ઉજવણી વિદેશની ધરતી પર પણ થઈ રહી છે. અમેરિકામાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિજયના વધામણા થયા હતા.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિક્રમી વિજય મેળવ્યો છે. ભારતમાં ભાજપ દ્વારા એ ની ઉજવણી થવી સ્વભાવિક છે, પણ આ ઉજવણી વિદેશની ધરતી પર પણ થઈ રહી છે. અમેરિકામાં (America) વિવિધ સંસ્થાઓ દ્વારા વિજયના વધામણા થયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. ભાજપનો સતત સાતમીવાર વિજય થયો છે. આ વિજયની આજરોજ દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોંખીને ઉજવણી થઈ હતી. બીજી તરફ વિદેશમાં પણ ભાજપની જીતની ઉજવણી થઈ રહી છે. અમેરિકાના ઓરેન્જ કાઉન્ટી ખાતે વિવિધ સંસ્થા દ્વારા ભાજપની જીત ઉજવાઈ હતી.

ઓરેન્જ કાઉન્ટીના ગાયત્રી ચેતના મંડળના હોલ ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, ગાયત્રી ચેતના મંડળ તથા અન્ય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી. કે. નાયક, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ, પ્રેસિડન્ટ લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ગાયત્રી ચેતના મંડળના રાજુભાઈ પટેલ તથા જીતેન પટેલ ઉપરાંત ૨૫૦ થી ૩૦૦ લોકો હાજર રહ્યાં હતા. ભારત માતા કી જય, વંદે માતરમ જેવા જયઘોષ સાથે કેક કાપી ભાજપના વિજયના વધામણા થયા હતા.

આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલે જણાવ્યું હતું કે, સતત સાતમીવાર ગુજરાતમાં ભાજપનું શાસન સ્થપાયું છે. જેમાં ભાજપે બેઠકો જીતવાના ભૂતકાળની તમામ સરકારોના વિક્રમો તોડી નવો વિક્રમ સ્થાપ્યો છે. આ વિજયએ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના નાખેલા પાયાનો વિજય છે. યોગી પટેલે આગામી દિવસોમાં ગુજરાત વધુને વધુ વિકાસ કરતું રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :-