રેલવે પ્લેટફોર્મ પર મહિલાઓને નાચતી જોઈને ટ્રેનમાં બેઠેલા લોકો મુંઝવણમાં મુકાઈ ગયા

Share this story

Seeing women dancing on the railway

  • ઘણા લોકો જે ટ્રેનમાં બેઠા હતા અથવા પ્લેટફોર્મ પર હાજર હતા, તેઓ આ પ્રદર્શન જોઈને વિચારમાં પડી ગયા. હવે તમે વિચારતા હશો કે બધા લોકો રેલ્વે સ્ટેશન પર કેમ ડાન્સ કરવા લાગ્યા અને તેની પાછળનું કારણ શું હશે?

રેલ્વે મંત્રાલયે (Ministry of Railways) ટ્વિટર પર જબલપુર રેલ્વે સ્ટેશન (Jabalpur Railway Station) પર એક મહિલા ગ્રુપના ડાન્સનો વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો રેલ્વે પ્લેટફોર્મ (Railway platform) પર એકસાથે ડાન્સ કરી રહ્યા છે. ઘણા લોકો જે ટ્રેનમાં બેઠા હતા અથવા પ્લેટફોર્મ પર હાજર હતા. તેઓ આ પ્રદર્શન જોઈને વિચારમાં પડી ગયા.

હવે તમે વિચારતા હશો કે બધા લોકો રેલ્વે સ્ટેશન પર કેમ ડાન્સ કરવા લાગ્યા અને તેની પાછળનું કારણ શું હશે? પરંપરાગત નૃત્ય પ્રદર્શન આ મહિને 16મી ડિસેમ્બરના રોજ ‘કાશી તમિલ સંગમમ’માં હાજરી આપનારા યાત્રીઓના સ્વાગતનો એક ભાગ હતો. જેણે પણ આ દ્રશ્ય જોયું તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

રેલવે મંત્રાલયે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે :

ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રાલયે લખ્યું, ‘બે સંસ્કૃતિનું મિલન! ‘કાશી તમિલ સંગમમ‘માં ભાગ લેવા જઈ રહેલા ચેન્નાઈ-ગયા એક્સપ્રેસ (ટ્રેન નંબર 12390) ના મુસાફરોનું જબલપુર સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં મહિલા પ્રતિનિધિઓએ પરંપરાગત નૃત્ય દ્વારા તેમની સંસ્કૃતિની ઝલક બતાવી.

14 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ટ્વિટર પર 13,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી.જ્યારે કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે શા માટે સાર્વજનિક સ્થળે ધાર્મિક પ્રવૃત્તિ થઈ રહી છે. અન્ય એક યુઝરે કહ્યું કે તે આ ડાન્સ જોઈને ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો :-