Even after death, Sidhu Musewala
- ગુગલે 2022ની મોસ્ટ સર્ચ્ડ એશિયનની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભારતમાંથી દિવંગત સિદ્ધૂ મૂસેવાલા ત્રીજા નંબરે છે. તો અભિનેત્રીની વાત કરીએ તો કેટરીના કૈફ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી લોકપ્રિય અભિનેત્રી બની છે.
ગુગલ (Google) તરફથી ટોપ 10 મોસ્ટ સર્ચ્ડ એશિયનની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પંજાબી રેપર સિદ્ધૂ મૂસેવાલા (Siddhu Moosewala) ત્રીજા નંબરે છે. તો લત્તા મંગેશકર પાંચમાં નંબરે છે. સાતમા, આઠમા અને નવમા નંબરે અનુક્રમે કેટરીના કૈફ (Katrina Kaif), આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા છે. તો દસમા નંબરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે.
કોરિયાઈ બેન્ડ બીટીએસ ફાઈવ ગૂગલ મોસ્ટ સર્ચ એશિયનની યાદીમાં પહેલા નંબરે :
કોરિયાઈ બેન્ડ બીટીએસ ફાઈવ ગૂગલ મોસ્ટ સર્ચ એશિયન ની યાદીમાં પહેલા નંબરે છે. આ બેન્ડના પ્રશંસકો આખી દુનિયામાં છે અને તેમના ગીતો પણ બધાને પસંદ આવે છે. તો બીજા નંબરે જંગકુક છે. ચોથા નંબરે જિમિન છે અને છઠ્ઠા નંબરે લિસા છે. 2022 થોડા સમયમાં પુરૂ થવાનું છે. બધા પોતાના આગામી નવા વર્ષને લઇને રિજોલ્યુશનની તૈયારીમાં જોડાયા છે.
ગૂગલે મોસ્ટ સર્ચ્ડ એશિયન 2022ની યાદી જાહેર કરી :
ગૂગલે આ દરમ્યાન મોસ્ટ સર્ચ્ડ એશિયન 2022ની યાદી જાહેર કરી છે. જેમાં સારા અલી ખાન, દિશા પટણી, જ્હાન્વી કપૂર જેવી અભિનેત્રીનુ પણ નામ છે. પરંતુ ટોપ ટેનમાં રહેલી ભારતીય અભિનેત્રીમાં કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાનુ જ નામ છે. આલિયા ભટ્ટની હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલીઝ થઇ હતી.
તો હાલમાં એક પુત્રીની માં પણ બની છે. તેમણે રણબીર કપૂર સાથે આ વર્ષે લગ્ન પણ કર્યા છે. તેઓ થોડા સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં દેખાશે. આ ફિલ્મમાં તેમના સિવાય રણવીર સિંહની મહત્વની ભૂમિકા હશે.
આલિયા ભટ્ટ બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળશે :
આલિયા ભટ્ટ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ દેખાશે. કેટરીના કૈફ સલમાન ખાન અને ઈમરાન હાશમીની સાથે ટાઈગર 3માં જોવા મળશે. પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ અને કેટરીના કૈફની સાથે જી લે જરામાં જોવા મળવાની છે. તો પ્રિયંકા ચોપરા લવ અગેનમાં દેખાશે.
આ પણ વાંચો :-

