Home Blog Page 12

ગણપતિ મહોત્સવ પહેલાં રેલવેની મોટી ભેટ! વડોદરા-વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ખાસ ટ્રેનો જાહેર

0

ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને વિશ્વામિત્રીથી રત્નાગિરી વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજનાને પગલે ગણેશોત્સવમાં મહારાષ્ટ્ર જવા ઇચ્છતા મુસાફરોને મુસાફરી માટે વધારાનો વિકલ્પ મળશે.

ટ્રેન નંબર 09114 વડોદરાથી 15 સપ્ટેમ્બરે સવારે 11:15 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે 12:30 વાગ્યે રત્નાગિરી પહોંચશે. પરત ફરતી ટ્રેન 09113 16 સપ્ટેમ્બરે રત્નાગિરીથી રાત્રે 1:30 વાગ્યે ઉપડશે અને સાંજે 5:30 વાગ્યે વડોદરા પહોંચશે.આ ટ્રેન ભરુચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માણગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલૂણ, સાવર્ડા, અરાવલી રોડ અને સંગમેશ્વર રોડ જેવા સ્ટેશનો પર રોકાશે. તેમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર ઇકોનોમી, સ્લીપર અને જનરલ કોચનો સમાવેશ રહેશે.

ટ્રેન નંબર 09110 વિશ્વામિત્રીથી 12થી 23 સપ્ટેમ્બર દરમિયાન નિર્ધારિત દિવસોએ સવારે 10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12:30 વાગ્યે રત્નાગિરી પહોંચશે. પરત આવતી ટ્રેન 09109 રત્નાગિરીથી રાત્રે 1:30 વાગ્યે ઉપડીને સાંજે 5:30 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે.આ ઉપરાંત 09124/09123 ટ્રેન 14 અને 21 સપ્ટેમ્બરે પણ વિશ્વામિત્રી-રત્નાગિરી વચ્ચે દોડશે. આ સેવા સવારે 5:55 વાગ્યે વિશ્વામિત્રીથી ઉપડીને રાત્રે 8 વાગ્યે રત્નાગિરી પહોંચશે, જ્યારે પરત ટ્રેન રાત્રે 9 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે.

ગણપતિ મહોત્સવ દરમિયાન વધતી મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા માટે આવી સ્પેશિયલ સેવાઓ મહત્વની બની શકે છે. પશ્ચિમ રેલવે અગાઉ પણ ગણપતિ ઉત્સવ દરમિયાન ગુજરાત અને રત્નાગિરી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવી ચૂકી છે.

ટિકિટ બુક કરતા પહેલાં મુસાફરોએ સંબંધિત તારીખ, ટ્રેન નંબર અને સમયની તાજી માહિતી રેલવેની સત્તાવાર વ્યવસ્થા/IRCTC પરથી ચકાસવી જરૂરી છે.

રાંચીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 5 બેરિકેડ તૂટ્યા; પોલીસે કર્યો લાઠીચાર્જ

0

ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC-JSSC પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે ચાલી રહેલા આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરાવ કરવા આગળ વધતાં 5 બેરિકેડ તોડી પાડતા પોલીસે લાઠીચાર્જ કરતાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.

અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ કાબૂમાં ના રહેતા અને અનેક બેરિકેડ પાર કરતા પોલીસ દ્વારા ભીડને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પાણીનો મારો સહન કરતા કેટલાક પ્રદર્શનકારીઓ નારા લગાવતા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. આંદોલનકારીઓ વિધાનસભાની નજીક પહોંચતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.

સ્થિતિ વધુ વણસતાં વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો છે. લાઠીચાર્જના કારણે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી.

આંદોલનકારીઓ JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ સહિતની માંગણીઓ કરી રહ્યા છે. સરકાર દ્વારા તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિરાકરણની માંગ સાથે આંદોલન ચાલુ રાખી રહ્યા છે.

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે શ્રાવણ, જાણો 4 સોમવારની તારીખો અને મહત્વના તહેવારો

0

મહાદેવના ભક્તો માટે સૌથી પવિત્ર સમય નજીક આવી રહ્યો છે.શ્રાવણ એટલે ભક્તિ, ઉપવાસ અને શિવ આરાધનાનો મહિનો. મંદિરોમાં ગુંજતો ‘હર હર મહાદેવ’નો નાદ અને શિવલિંગ પર થતો જળાભિષેક આ પવિત્ર માસની આગવી ઓળખ છે. જો તમે પણ શ્રાવણના વ્રત, સોમવાર અને મહત્વના તહેવારોની તૈયારી કરી રહ્યા છો, તો 2026ની આ તારીખો ખાસ સાચવી રાખજો.

ગુજરાતમાં અમાવસ્યાંત પંચાંગની પરંપરા હોવાથી 13 ઓગષ્ટ 2026, ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થશે અને 10 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ પૂર્ણ થશે.

2026માં ગુજરાતમાં શ્રાવણ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે:
પ્રથમ
સોમવાર: 17 ઓગષ્ટ
બીજો સોમવાર: 24 ઓગષ્ટ
ત્રીજો સોમવાર: 31 ઓગષ્ટ
ચોથો સોમવાર: 7 સપ્ટેમ્બર

શ્રાવણ સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે.

આ પવિત્ર માસ દરમિયાન અનેક ધાર્મિક પર્વો પણ આવશે. નાગ પંચમી 19 ઓગષ્ટ, રક્ષાબંધન 28 ઓગષ્ટ અને જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે.

શ્રાવણ માસનું મહત્વ માત્ર પરંપરા કે વ્રત સુધી સીમિત નથી. પૌરાણિક કથાઓમાં પણ આ માસને ભગવાન શિવ સાથે વિશેષ રીતે જોડવામાં આવ્યો છે. ખાસ કરીને સમુદ્રમંથનની કથા શ્રાવણની મહત્તા સમજવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સમુદ્રમંથન અને મહાદેવનું હળાહળ વિષપાન

પુરાણોમાં વર્ણવાયેલી કથા અનુસાર દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું સમુદ્રમંથન કર્યું હતું. આ દરમિયાન અમૃત સહિત અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવી, પરંતુ સૌપ્રથમ અત્યંત ભયંકર હળાહળ વિષ પ્રગટ થયું. તેની તીવ્રતા એવી હતી કે સમગ્ર સૃષ્ટિ પર સંકટ ઊભું થઈ શકે તેમ હતું.

દેવો અને અસુરો કોઈ ઉપાય ન શોધી શકતાં ભગવાન શિવની શરણમાં ગયા. લોકકલ્યાણ માટે મહાદેવે આ વિષનું પાન કર્યું અને તેને પોતાના કંઠમાં રોકી રાખ્યું. જેના કારણે તેમનું કંઠ નીલવર્ણ થયું અને તેઓ ‘નીલકંઠ’ તરીકે પ્રસિદ્ધ થયા. શિવના કંઠમાં રહેલા વિષની ગરમી શાંત કરવા દેવો દ્વારા જળ અર્પણ કરવાની પરંપરા સાથે પણ આ કથાને જોડવામાં આવે છે.

હોસ્ટેલમાં સાંપનો આતંક! એક જ રૂમમાં સૂતી 6 વિદ્યાર્થિનીઓને સાપે ડસ્યા, 3નાં મોત

0

રાતના અંધકારમાં હોસ્ટેલમાં સૂતી વિદ્યાર્થિનીઓને કદાચ અંદાજ પણ નહીં હોય કે થોડી જ ક્ષણોમાં તેમની જિંદગીમાં આટલી મોટી કરુણ ઘટના બની જશે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ઝેરી સાપે એક જ રૂમમાં સૂતી છ વિદ્યાર્થિનીઓને ડસતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સારવાર દરમિયાન ત્રણ વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતા.

મળતી માહિતી મુજબ, ગઢચિરોલી જિલ્લાના ધાનોરા તાલુકાના જપતલાઈ ગામમાં આવેલી એક ખાનગી અનુદાનિત નિવાસી આશ્રમશાળાના હોસ્ટેલમાં આ ઘટના બની હતી. કુમ્પરલિંગો કલ્ચરલ એજ્યુકેશનલ રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત આ આશ્રમશાળાના હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ રાત્રે ઊંઘી રહી હતી.

અહેવાલો અનુસાર, રાત્રે આશરે 2:30 વાગ્યે રૂમમાં ઘૂસેલા ઝેરી સાપે એક પછી એક છ વિદ્યાર્થિનીઓને ડસી હતી. ઘટના બાદ તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન ત્રણ વિદ્યાર્થિનીઓનું મોત થયું હતું. અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હોસ્ટેલમાં બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ કંપનીનો જલવો ! સૌથી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચનારી કંપની બની, Bajaj અને Atherનું પણ શાનદાર પ્રદર્શન

ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ કેટલી ઝડપથી વધી રહી છે તેનો અંદાજ જુલાઈ 2026ના વેચાણ આંકડાઓ પરથી લગાવી શકાય છે. એક તરફ TVSએ 55 હજારથી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચીને માર્કેટમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે, તો બીજી તરફ Ather અને Heroએ પણ જોરદાર વૃદ્ધિ નોંધાવી છે. જોકે, Ola Electric માટે જુલાઈનો મહિનો મુશ્કેલીભર્યો રહ્યો છે.

જુલાઈ 2026માં ભારતીય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટમાં કુલ 2,04,362 યુનિટ વેચાયા હતા. ગયા વર્ષે જુલાઈમાં આ આંકડો 1,08,516 યુનિટ હતો. એટલે એક વર્ષમાં વેચાણમાં 95,846 યુનિટનો વધારો થયો અને માર્કેટમાં 88.32 ટકાની વૃદ્ધિ નોંધાઈ.

આ દરમિયાન TVSએ 55,499 યુનિટ વેચીને પ્રથમ સ્થાન મેળવ્યું. ગયા વર્ષની સરખામણીમાં કંપનીના વેચાણમાં 31,907 યુનિટનો વધારો થયો, એટલે કે 135.24 ટકાની વૃદ્ધિ નોંધાઈ. TVSનો માર્કેટ શેર 27.16 ટકા રહ્યો.

Ather 30,357 યુનિટ સાથે ત્રીજા ક્રમે રહી. કંપનીનું વેચાણ 12,523 યુનિટ વધ્યું અને 70.22 ટકાની વૃદ્ધિ નોંધાઈ. તેનો માર્કેટ શેર 14.85 ટકા રહ્યો.

Heroએ 22,900 યુનિટ વેચીને ચોથું સ્થાન મેળવ્યું. કંપનીએ 111.35 ટકાની વૃદ્ધિ નોંધાવી અને તેનો માર્કેટ શેર 11.21 ટકા રહ્યો.

બીજી તરફ Ola Electricનું વેચાણ 14,106 યુનિટ રહ્યું, જે ગયા વર્ષ કરતાં 4,344 યુનિટ ઓછું છે. કંપનીના વેચાણમાં 23.54 ટકાનો ઘટાડો નોંધાયો અને માર્કેટ શેર 6.90 ટકા રહ્યો.

અન્ય કંપનીઓમાં Greaves Ampereએ 10,125, River EVએ 5,954 અને Bgaussએ 5,518 યુનિટ વેચ્યાં. River EVએ 254.40 ટકા અને Bgaussએ 212.99 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી.

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી

એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ, 4 ફેકલ્ટીને શો-કોઝ નોટિસ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત બાદ સમગ્ર મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ઉચ્ચસ્તરીય તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ મામલે સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટરો તેમજ મૃતકના પિતાના નિવેદનો નોંધ્યા હતા. ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન અને સફાઈકર્મીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.

રાત્રે 8:30 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે પોતાનો રિપોર્ટ કમિટીને સોંપ્યો હતો.

રિપોર્ટના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ, માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. જેમાં ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતનો સમાવેશ થાય છે.

એન્ટી રેગિંગ કમિટીના અહેવાલને કોલેજ કાઉન્સિલે સર્વાનુમતે મંજૂરી આપી છે. સમગ્ર મામલે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ પણ સોંપવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંસ્થાકીય સ્તરે વધુ કડક પગલાં ભરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોલીસે મૃતક ડો. હર્ષ પંડ્યાના સાથી 9 જેટલા ડોક્ટરોના નિવેદનો નોંધાયા હતા. જેમાં સસ્પેન્ડ કરાયેલા ચાર રેસીડેન્ટ ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. ડોક્ટર હર્ષને કામ બાબતે જાહેરમાં અપમાનિત કરવામાં આવતા હતા. વગર કામે તેને બેસાડી રાખવામાં આવતા હતા. તદુપરાંત ડોક્ટરને ન છાજે તેવા અપશબ્દો હર્ષને અપશબ્દો બોલવામાં આવતા હતા. જેથી હર્ષ માનસિક રીતે પડી ભાંગ્યો હતો. પોલીસની આ તપાસના કારણે નવી સિવિલ હોસ્પિટલના તંત્રએ ચાર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પોલીસની તપાસ હાલ આગળ ચાલી રહી છે જ્યારે રેસીડેન્ટ ડોક્ટરો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ શકે તેવી શક્યતા પણ છે.

સુરત નવી સિવિલમાં રેગિંગનો મામલો: ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

સુરત: નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ સુભાષચંદ્ર પંડ્યાના આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ દરમિયાન ડૉ. હર્ષને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા માનસિક ત્રાસ અને રેગિંગ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કોલેજ અને હોસ્પિટલ પ્રશાસને ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે.

ચાર સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

રેગિંગની ફરિયાદ અને તપાસમાં સામે આવેલી વિગતોને પગલે ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓને હોસ્પિટલ, પીજી હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની ડૉ. હર્ષ પંડ્યા સુરતની સરકારી મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પણ ફરજ બજાવતા હતા અને હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા હતા.

9 ઓગસ્ટની સવારે ડૉ. હર્ષ પોતાની નિયમિત ફરજ પર હાજર ન થતાં એક સિનિયર ડૉક્ટરે તેમને ફોન કર્યો હતો. જોકે, તેમનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડૉક્ટરને તેમના રૂમ પર જઈ તપાસ કરવા જણાવાયું હતું.

રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અનેક વખત બૂમ પાડવા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા છતાં કોઈ જવાબ ન મળતાં સિક્યોરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર તપાસ કરતાં ડૉ. હર્ષ પંખા સાથે દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ, ડૉક્ટરો અને ખટોદરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આરોગ્ય મંત્રીના આદેશ બાદ તપાસ કમિટી રચાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચવાનો આદેશ આપ્યો હતો.

મંત્રીએ મૃતક ડૉ. હર્ષના પિતા સાથે ફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી અને સમગ્ર મામલે યોગ્ય તપાસ તથા ન્યાયની ખાતરી આપી હતી.

પિતાએ કહ્યું- સિનિયરોની થોડી તકલીફ રહેતી હતી

ડૉ. હર્ષના પિતા સુભાષચંદ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર, હર્ષે અગાઉ સિનિયરો તરફથી થતી કેટલીક મુશ્કેલી અંગે વાત કરી હતી. જોકે, તેણે કોઈ મોટી સમસ્યા હોવાનું પરિવારને જણાવ્યું ન હોવાનું તેમના પિતાએ કહ્યું હતું.

ફેબ્રુઆરીમાં જ મેડિકલ કોલેજમાં પ્રવેશ, ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા

ડૉ. હર્ષ પંડ્યાએ ગત ફેબ્રુઆરીમાં સુરતની સરકારી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં તેની સગાઈ પણ થઈ હતી અને ડિસેમ્બરમાં લગ્ન યોજાવાના હતા.

હર્ષના અચાનક મૃત્યુથી પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ

ડૉ. હર્ષના મોત બાદ પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરતાં ફરીથી ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી.

પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ ફોરેન્સિક નિષ્ણાતોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું. પ્રાથમિક તારણ મુજબ મોત ફાંસો ખાવાથી થયું હોવાનું સામે આવ્યું છે.

મોબાઇલ અને લેપટોપ પોલીસ કબજામાં

ખટોદરા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે ડૉ. હર્ષનો મોબાઇલ ફોન અને લેપટોપ કબજે કર્યા છે. આ ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા હોસ્ટેલના રૂમમાંથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

હાલ સમગ્ર મામલે પોલીસ અને કોલેજ પ્રશાસન દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. રેગિંગ અંગેની તપાસમાં સામે આવેલી વિગતોના આધારે ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે છ મહિનાની સસ્પેન્શન કાર્યવાહી કરવામાં આવી છે.

सेंट्रल बैंक ऑफ इंडिया ने संस्थापक सर सोराबजी पोचखानवाला की 145वीं जयंती पर देशभर में चलाया ‘एक वृक्ष मां के नाम’ अभियान

  • जीवन विकास ट्रस्ट, अडाजन (सूरत) में आयोजित मुख्य कार्यक्रम की अध्यक्षता क्षेत्रीय प्रमुख श्री निशांत रंजन ने की
  • भरूच, वापी, वलसाड, नवसारी, दमन-दीव और सिलवासा में भी हुआ वृक्षारोपण एवं कर्मचारियों द्वारा रक्तदान
    सूरत, 09 अगस्त 2026:
    सेंट्रल बैंक ऑफ इंडिया द्वारा आज, 09 अगस्त 2026 को बैंक के दूरदर्शी संस्थापक सर सोराबजी पोचखानवाला की 145वीं जयंती अत्यंत उत्साह और श्रद्धा के साथ मनाई गई। इस अवसर पर बैंक ने अखिल भारतीय स्तर पर अपनी सभी शाखाओं के माध्यम से हर एक प्रांत और शहर में व्यापक वृक्षारोपण कार्यक्रम का आयोजन किया, जिसे ‘एक वृक्ष मां के नाम’ शीर्षक दिया गया।
    इस राष्ट्रव्यापी अभियान के तहत सेंट्रल बैंक ऑफ इंडिया के सूरत रीजन में भी विशेष कार्यक्रमों का आयोजन किया गया। सूरत में मुख्य कार्यक्रम जीवन विकास ट्रस्ट, अडाजन में आयोजित किया गया, जिसकी अध्यक्षता रीजनल हेड (क्षेत्रीय प्रमुख) श्री निशांत रंजन ने की।
    विस्तृत क्षेत्र में पर्यावरण संरक्षण और सामाजिक पहल
    सूरत रीजन के अंतर्गत आने वाले अन्य प्रमुख क्षेत्रों जैसे भरूच, वापी, वलसाड, नवसारी, दमन-दीव और सिलवासा में स्थित सेंट्रल बैंक की शाखाओं द्वारा भी उत्साहपूर्वक वृक्षारोपण किया गया।
    पर्यावरण संरक्षण के साथ-साथ सामाजिक उत्तरदायित्व का निर्वहन करते हुए, सेंट्रल बैंक ऑफ इंडिया के स्टाफ सदस्यों द्वारा रक्तदान शिविर का भी आयोजन किया गया। बैंक के अधिकारियों एवं कर्मचारियों ने बढ़-चढ़कर स्वेच्छा से रक्तदान किया।
    कार्यक्रम को संबोधित करते हुए रीजनल हेड श्री निशांत रंजन ने कहा:

“हमारे संस्थापक सर सोराबजी पोचखानवाला जी के दूरदर्शी विचारों और जन-सेवा की भावना को आगे बढ़ाते हुए सेंट्रल बैंक ऑफ इंडिया सदैव तत्पर रहता है। ‘एक वृक्ष मां के नाम’ अभियान के जरिए हमने न केवल प्रकृति के प्रति अपना कर्तव्य निभाया है, बल्कि रक्तदान के माध्यम से मानव सेवा की एक मिसाल भी पेश की है।”

इस अवसर पर बैंक के वरिष्ठ अधिकारी, कर्मचारीगण, संस्था के प्रतिनिधि एवं स्थानीय नागरिक उपस्थित रहे और कार्यक्रम को सफल बनाया।

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના Mega MSME Outreach Campaignમાં ₹261 કરોડનું બિઝનેસ અચીવમેન્ટ

0

આજે તા. 07.08.2026ના રોજ GIDC Bhatpur Industrial Association, Surat ખાતે આયોજિત Mega MSME Outreach Campaignમાં આપ સૌની સાથે જોડાઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, જેને ભારતની પ્રથમ સ્વદેશી બેંક હોવાનો ગૌરવ પ્રાપ્ત છે, આજે દેશભરમાં 100થી વધુ સ્થળોએ Mega MSME Credit Outreach Campaignનું આયોજન કરી રહી છે. છેલ્લા 115 વર્ષોથી અમારી બેંક દેશની આર્થિક પ્રગતિ અને ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવવામાં સતત યોગદાન આપી રહી છે.

આપ સૌને જણાવતાં અમને અત્યંત આનંદ થાય છે કે આજના આ અભિયાન દરમિયાન ₹105.29 કરોડના Fresh Sanctions પ્રાપ્ત થયા છે, જ્યારે ₹156.58 કરોડના MSME Business Leads જનરેટ થયા છે. આ રીતે આ અભિયાન દરમિયાન કુલ ₹261 કરોડનું Business Achievement નોંધાયું છે.
આ સિદ્ધિ MSME ક્ષેત્ર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા તેમજ ઉદ્યોગસાહસિકો અને ઔદ્યોગિક એકમો દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર મૂકવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે.

આ વિશેષ અભિયાન દરમિયાન ગ્રાહકો અને ઉદ્યોગસાહસિકોને URC, Social Security Schemes, Re-KYC/C-KYC, PM Surya Ghar Yojana, “Aapki Punji – Aapka Adhikar”, ECLGS 5.0, e-MSME Advisory Services તેમજ બેંકની વિવિધ Cluster Based Schemes જેવી કે Cent Hotel, Cent Electricals, Cent Engineering, Cent Ceramics, Cent Toys, Cent Textiles, Cent WHR, Cent Leather અને Cent Food Processing અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સમગ્ર ભારતમાં 4500થી વધુ શાખાઓ છે. બેંકે દેશભરમાં 10થી વધુ ક્લસ્ટર્સની ઓળખ કરી છે, જે 164 જિલ્લાઓમાં 225 Cluster-linked Branches મારફતે MSME ક્ષેત્રના વિકાસને વેગ આપી રહ્યા છે.
આ શાખાઓ દ્વારા ગ્રાહકોને Cluster Based Schemes હેઠળ Fast Loan Approval અને Best Interest Ratesની સુવિધા આપવામાં આવી રહી છે.

અમને ગર્વ છે કે જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં બેંકે MSME ક્ષેત્રમાં 18%થી વધુ વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે બેંકના કુલ Advancesમાં 28.57%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ અમારા ગ્રાહકોના વિશ્વાસ અને બેંક દ્વારા આપવામાં આવતી ઉત્તમ સેવાઓનું પરિણામ છે.

બેંક આજે સમગ્ર દેશમાં MSME Credit Outreach Programmeનું આયોજન કરી રહી છે અને આગામી 17 ઓગસ્ટના રોજ Agriculture Outreach Programme તથા 21 ઓગસ્ટ 2026ના રોજ Retail Outreach Programmeનું આયોજન કરવામાં આવનાર છે.

આ ઉપરાંત, બેંક “Ghar Se Vyapar Tak” અભિયાન અંતર્ગત Housing Loan ગ્રાહકો, Current Account Holders તથા નાના ઉદ્યોગસાહસિકોને આકર્ષક વ્યાજ દરે નાણાકીય સહાય પૂરી પાડી રહી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં e-MSME Advisory Services Portal પણ શરૂ કર્યું છે, જે ગ્રાહકોને એકીકૃત Advisory Platform પૂરો પાડે છે.
આ પોર્ટલ દ્વારા Startup Registration, GST, DPR Preparation, Udyam Registration, Compliance Health Check-up, ZED Certification તથા Operational Excellence જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

અંતમાં, અમે અમારા તમામ માનનીય ગ્રાહકો અને ઉદ્યોગસાહસિકોનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આ અભિયાનને સફળ બનાવ્યું છે.
અમે સૌને અપીલ કરીએ છીએ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ પહેલ સાથે જોડાઓ અને બેંકની વિવિધ યોજનાઓ તથા નાણાકીય સેવાઓનો મહત્તમ લાભ લો.

આભાર.

પહાડ પર બનાવ્યો માત્ર એક વિડિયો અને મળી ₹7 લાખથી વધુની નોકરી! પહાડી પ્રેમીઓ માટે મોટી ખબર

સામાન્ય રીતે નોકરી માટે તો રિઝ્યૂમે મોકલવાનું હોય, ઈન્ટરવ્યૂ આપવાનો હોય અને કોઈ ઓફિસમાં બેસવાનું હોય પરંતુ આ નોકરી માટે માત્ર એક વીડિયો બનાવવાનો પ્રસ્તાવ અને પસંદગી થઈ જાય તો એક મહિના માટે લગભગ ₹7 લાખથી વધુનો પગાર મળે! ચીનના હેનાન પ્રાંતના પ્રસિદ્ધ લાઓજુંન પર્વત પર આવી જ અનોખી નોકરી માટે હજારો લોકો મેદાનમાં ઉતર્યા હતા. અંતે 22 વર્ષના કન્ટેન્ટ ક્રિએટર લી સિશેન, જે સોશિયલ મીડિયા પર ‘શિયાઓ ઝાઓ’ નામથી ઓળખાય છે, આ તક જીતી ગયા.

લાઓજુંન માઉન્ટેનના ‘ક્લાઉડ સી ઓબ્ઝર્વર’ માટે 3,587 અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Douyin પર ઓરિજિનલ વીડિયો પોસ્ટ કરવાનો હતો. પસંદગીમાં વીડિયો ક્વોલિટી, લાઇક્સ અને તેની પહોંચ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા. લી સિશેને પોતાના માતા-પિતા સાથે રાત્રે લાઓજુંન પર્વત ચઢીને વીડિયો બનાવ્યો હતો. વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખથી વધુ એન્ગેજમેન્ટ મળ્યા બાદ તેઓ પસંદ થયા.

16 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી તેમને પર્વતની ટોચ પર રહીને દરરોજ વાદળોના બદલાતા નજારા રેકોર્ડ કરવા અને ઓછામાં ઓછો એક શોર્ટ વીડિયો પોસ્ટ કરવાનો છે. બદલામાં તેમને 60,000 યુઆન એટલે કે લગભગ ₹7 લાખથી વધુનું પ્રી-ટેક્સ મહેનતાણું મળશે, જ્યારે રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવશે.

જોકે દેખાવમાં આ ‘ડ્રીમ જોબ’ જેવી લાગે છે, પરંતુ પર્વત પર સતત શૂટિંગ, બદલાતું હવામાન અને યોગ્ય શોટ મેળવવાની મહેનત તેને સરળ કામ રહેવા દેતી નથી.

આ નોકરીની લોકપ્રિયતા ચીનના યુવાનોની રોજગારની સ્થિતિને પણ દર્શાવે છે. નેશનલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, જૂન 2026માં 16થી 24 વર્ષની વયના યુવાનોનો બેરોજગારી દર 14.9% હતો. આ દરમિયાન 1.27 કરોડ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન બાદ રોજગાર બજારમાં પ્રવેશી રહ્યા છે.