HomeGujaratગાંધીનગર મનપા ચૂંટણી: કરોડપતિ ઉમેદવારોની એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો, મંત્રીઓ કરતાં પણ વધુ...

ગાંધીનગર મનપા ચૂંટણી: કરોડપતિ ઉમેદવારોની એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો, મંત્રીઓ કરતાં પણ વધુ મિલકત!

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

મહાનગરપાલિકાની ચૂંટણીમાં નેતાગીરી કરતાં ઉમેદવારોની ‘અબજોની સંપત્તિ’ ચર્ચાના કેન્દ્રમાં આવી છે! 11 ઓક્ટોબરે યોજાનારી 44 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારોએ સોગંદનામામાં જાહેર કરેલી મિલકતોનો આંકડો જોઈને નાગરિકો પણ દંગ રહી ગયા છે. કરોડોની જમીનો, ફાર્મહાઉસ, કિલોગ્રામ સોનું-ચાંદી અને મોંઘીદાટ લક્ઝરી કાર્સ સાથે મેદાનમાં ઉતરેલા કેટલાક ઉમેદવારોની સંપત્તિ રાજ્યના મંત્રીઓ કરતાં પણ વધુ છે.

સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 11ના ભાજપ ઉમેદવાર જશવંતલાલ અંબાલાલ પટેલની છે, જેમણે પરિવાર સાથે મળીને કુલ આશરે રૂ. 244 કરોડની સંપત્તિ દર્શાવી છે. ભાટ અને રૂપાલમાં કિંમતી જમીનો ઉપરાંત તેમની પાસે 75 તોલા સોનું, 7 કિલો ચાંદી અને વોલ્વો, ટાઇગુન તથા આઈ-20 જેવી ગાડીઓ છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવાર ગૌરાંગ પટેલ પાસે રેન્જ રોવર, ઇનોવા અને બીએમડબલ્યુ જેવી કાર, રૂ. 5.40 કરોડનો બંગલો-ફાર્મહાઉસ તથા કરોડોની બેંક થાપણો છે.

આ સિવાય વોર્ડ નંબર 1ના ભાજપ ઉમેદવાર અને બિલ્ડર મહેશકુમાર ચૌધરી પાસે 97 તોલા સોનું, 3.5 કિલો ચાંદી અને મર્સિડીઝ, ફોર્ચ્યુનર તથા XUV સહિતનું કાર કલેક્શન તેમજ રાંદેસણ-તારાપુરમાં વાણિજ્યિક મિલકતો છે. ઉમેદવારોની આ જાહેરાત બાદ હવે ગાંધીનગરના રાજકારણમાં વિકાસના દાવા સાથે સંપત્તિના આંકડાઓ પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે.

Subscribe

Latest stories