HomeSurat Cityએક પરિવારનું દુઃખ, બીજા પરિવારની આશા: સુરતના 14 મહિનાના સોમનાથના કારણે કઈ...

એક પરિવારનું દુઃખ, બીજા પરિવારની આશા: સુરતના 14 મહિનાના સોમનાથના કારણે કઈ રીતે મળ્યું આરાધ્યાને નવું જીવન?

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

કોઈ માતા-પિતા માટે પોતાના નાનકડા બાળકને ગુમાવવાનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હોય છે. પરંતુ સુરતના શાહ પરિવારના આ દુઃખે મુંબઈની એક બાળકીના જીવનમાં નવી સવાર લાવી હતી. માત્ર 14 મહિનાના સોમનાથનું હૃદય આજે પણ આરાધ્યાના શરીરમાં ધબકી રહ્યું છે. વિશ્વ હૃદય દિવસે આ વર્ષો પહેલાં બનેલી ઘટનાએ અંગદાનની શક્તિ અને માનવતાની સાચી પરિભાષાનું આજે પણ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સપ્ટેમ્બર 2017માં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સોમનાથ શાહને ડોક્ટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. બાળકની છાતી ધબકતી જોઈને માતા કિરણબેન અને પિતા સુનીલભાઈ માટે આ હકીકત સ્વીકારવી અત્યંત મુશ્કેલ હતી. વેન્ટિલેટર અને દવાઓના સહારે હૃદય ધબકતું હોવા છતાં મગજનું કાર્ય સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.

હોસ્પિટલની જાણ બાદ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા અને તેમની ટીમ પરિવાર સુધી પહોંચી હતી. પરિવારને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું. આ ક્ષણમાં માતાએ પોતાના બાળકને બચાવવા માટે મગજના ટ્રાન્સપ્લાન્ટ અંગે પણ સવાલ કર્યો હતો. જોકે અંતે તેમને સમજાયું કે સોમનાથને પાછો લાવવો શક્ય નથી, પરંતુ તેના અંગો અન્ય કોઈ બાળકને નવી જિંદગી આપી શકે છે.

આ ભારે દુઃખ વચ્ચે માતા-પિતાએ અંગદાન માટે સંમતિ આપી હતી. 5 સપ્ટેમ્બર 2017ના રોજ સોમનાથનું હૃદય અને અન્ય અંગો દાનમાં મળ્યા હતા. ગુજરાતમાં આટલી નાની ઉંમરના હૃદય માટે યોગ્ય દર્દી ન મળતાં નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં હૃદયની રાહ જોઈ રહેલી 4 વર્ષની આરાધ્યા માટે સોમનાથનું હૃદય ફાળવવામાં આવ્યું હતું. ‘સેવ આરાધ્યા’ અભિયાન અંતર્ગત ગ્રીન કોરિડોર બનાવી સુરતથી મુંબઈ હૃદય પહોંચાડવામાં આવ્યું અને તેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

આજે આ ઘટનાને નવ વર્ષ પૂર્ણ થયા છે. આરાધ્યાનું જીવન હવે સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે અને તેનું નિયમિત તબીબી ફોલોઅપ ચાલુ છે. તેના પરિવાર માટે આ નવજીવન પાછળ સોમનાથના પરિવારનો ત્યાગ ક્યારેય ભૂલી શકાય તેવી બાબત નથી.

સોમનાથના પરિવારે પુત્ર ગુમાવ્યો, પરંતુ તેના અંગદાને અનેક જિંદગીઓને આશાની ભેટ આપી હતી. થોડા સમય બાદ તેમના ઘરે ફરી પુત્રનો જન્મ થયો, જેનું નામ ‘દેવ’ રાખવામાં આવ્યું છે. આ કહાની માત્ર એક અંગપ્રત્યારોપણની ઘટના નથી, પરંતુ એ સંદેશ છે કે અંગદાન દ્વારા માણસ પોતાના જીવન બાદ પણ કોઈના શ્વાસોમાં જીવંત રહી શકે છે.

Subscribe

Latest stories