HomeSurat Cityરાતોરાત અમીર બનવાનું સપનું પડ્યું ભારે! આસામથી સુરતમાં નકલી નોટ લાવનાર યુવક...

રાતોરાત અમીર બનવાનું સપનું પડ્યું ભારે! આસામથી સુરતમાં નકલી નોટ લાવનાર યુવક ઝડપાયો

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે નકલી નોટો મેળવવાની લાલચમાં આવી રાતોરાત અમીર બનવાના સપના જોતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે! સુરતમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) મારફતે ચાલતા નકલી ચલણી નોટોના વેચાણ કૌભાંડનો ગોડાદરા પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર “નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે” નામની વિજ્ઞાપન જોઈને રૂ. ૩૦,૦૦૦ ની અસલી નોટો સામે ૧ લાખની બનાવટી નોટો ખરીદી લાવનાર પુણાગામના યુવકની પોલીસે ધરપકડ કરી લેતા ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, પુણાગામ વિસ્તારમાં રહેતો રમેશ ઉર્ફે જીગા લૌહાર નામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર ૧ અસલી નોટ સામે ૩ નકલી નોટો મેળવવાની લાલચમાં આવી ગયો હતો. ઝડપી નાણાં કમાવાની ઘેલછામાં તે છેક આસામ સુધી પહોંચી ગયો હતો. ત્યાં તેણે ઠગ ગિરોહ પાસેથી રૂ. ૩૦,૦૦૦ ની અસલી ચલણી નોટો આપીને રૂ. ૫૦૦ ના દરની ૨૦૦ નકલી નોટો (કુલ રૂ. ૧,૦૦,૦૦૦ ફેસ વેલ્યુ) ખરીદી હતી અને સુરત પરત ફર્યો હતો.

આસામથી લાવેલો આ બનાવટી નોટોનો જથ્થો બજારમાં ઘુસાડે તે પહેલાં જ ગોડાદરા પોલીસને ચોક્કસ બાતમી મળી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કામગીરી કરીને દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગાને પકડી લીધો હતો. તલાશી દરમિયાન આરોપી પાસેથી રૂ. ૫૦૦ ના દરની ૧૬૫ બનાવટી ચલણી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. ૮૨,૫૦૦ થાય છે.

ગોડાદરા પોલીસે આરોપી પાસેથી નકલી નોટો ઉપરાંત મોબાઈલ ફોન તથા ઓળખકાર્ડ (આધાર કાર્ડ, પાન કાર્ડ) સહિત કુલ રૂ. ૧.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ બાકીની નોટો ક્યાંય વટાવી છે કે કેમ અને આસામ સ્થિત નકલી નોટ સપ્લાય કરનાર ગિરોહના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Subscribe

Latest stories