HomeSurat Cityનાસ્તાની લારીની આડમાં નશાનો વેપાર? સુરતમાં પૂર્વ BJP નેતાના પુત્રની MD ડ્રગ્સ...

નાસ્તાની લારીની આડમાં નશાનો વેપાર? સુરતમાં પૂર્વ BJP નેતાના પુત્રની MD ડ્રગ્સ સાથે ધરપકડ

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

સુરતના ચમકતા હીરા અને ટેક્સટાઇલ સિટીની છબી પાછળ ધમધમતા ડ્રગ્સ નેટવર્ક પર પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે. ભાઠેના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવવાની આડમાં નશાનો કાળો કારોબાર ચલાવતો સુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો ૨૮ વર્ષીય પુત્ર મોહંમદ રેહાન મોપેડ પર ડ્રગ્સની સપ્લાય આપવા નીકળ્યો અને પુણા પોલીસની ફિલ્મી ઘેરાબંધીમાં આબાદ ઝડપાઈ ગયો હતો. જેલમાંથી જામીન પર છૂટ્યા પછી પણ ગુનાખોરીનો માર્ગ ન છોડનારા આ રીઢા ગુનેગારના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ અને મોપેડની ડીકીમાંથી ડિજિટલ વજનકાંટો મળી આવતાં જ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પુણા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ પોતાની મોપેડ પર મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો લઈને ઇન્ટરસીટી ખાડી પુલથી આંજણા ફાર્મ તરફ જઈ રહ્યો છે. બાતમી મળતાં જ પોલીસે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ સામે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો યુવાન મોપેડ પરથી પસાર થતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને રસ્તા વચ્ચે જ ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારી (રહે. પંચશીલનગર, ભાઠેના, સુરત; મૂળ રહે. બીજનૌર, યુ.પી.) જણાવ્યું હતું.

કાયદેસરની અંગઝડતી લેતાં આરોપીના પેન્ટના ખિસ્સામાંથી પારદર્શક પુશલોક બેગમાં સફેદ-પીળા રંગનો પાવડર મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી FSL ટીમે કીટ વડે સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરીને પકડાયેલો પાવડર માદક પદાર્થ મેફેડ્રોન હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ સોનીના ઇલેક્ટ્રિક વજનકાંટા પર તોલતાં ૩.૨૬ ગ્રામ એમડી ડ્રગ્સ નોંધાયું હતું, જેની બજાર કિંમત રૂ. ૯,૭૮૦ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, ડિજિટલ વજનકાંટો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૭૦,૧૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ પૂછપરછમાં આરોપી રેહાને ખુલાસો કર્યો હતો કે તે પોતે પણ ડ્રગ્સના વ્યસનમાં ધકેલાયેલો છે અને આ જથ્થો નવસારી બજાર કબ્રસ્તાનના ટેકરા પાસે રહેતા નદીમ નામના સપ્લાયર પાસેથી લાવ્યો હતો. જેથી પુણા પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી નદીમને વોન્ટેડ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રેહાન ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમીલ અંસારી (જમીલ બિરયાની)નો પુત્ર છે. ઓગસ્ટ ૨૦૨૪માં સુરત SOGએ રાજસ્થાનથી રૂ. ૩૫ લાખનું ડ્રગ્સ મંગાવવાના મોટા નેટવર્કમાં પણ તેની ધરપકડ કરી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેણે નશાનો નેટવર્ક ચાલુ રાખતાં પોલીસે હવે આ સમગ્ર ચેઇન તોડવા તપાસ તેજ કરી છે.

Subscribe

Latest stories