HomeNational‘ગામ વેચવાનું છે...’: પાણીના એક-એક ટીપા માટે તરસ્યા ગ્રામજનોનો અનોખો વિરોધ

‘ગામ વેચવાનું છે…’: પાણીના એક-એક ટીપા માટે તરસ્યા ગ્રામજનોનો અનોખો વિરોધ

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં પાણીની અછત હવે માત્ર મુશ્કેલી નથી રહી, પરંતુ સમગ્ર ગામ માટે અસ્તિત્વનો પ્રશ્ન બની ગઈ છે. માઢા તાલુકાના તુલશી ગામમાં પાણી માટે વર્ષોથી ચાલી રહેલી રાહ જોવાતા ગ્રામજનોનો ગુસ્સો હવે અનોખા વિરોધમાં ફેરવાયો છે. આશરે 7 હજારની વસ્તી ધરાવતા ગામમાં ઠેર-ઠેર ‘ગામ વેચવાનું છે, કિંમત-પાણી’ લખેલા બેનર લગાવવામાં આવ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામના ખેતરો અને જળસ્ત્રોતો સુકાઈ ગયા છે અને પીવાના પાણી માટે લાંબા સમયથી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. ગામની નજીકથી સીના-માઢા લિફ્ટ સિંચાઈ યોજનાની નહેર પસાર થાય છે, છતાં સિંચાઈ સંબંધિત આશરે 800 મીટરનું ખોદકામ 26 વર્ષથી અધૂરું છે.

2024માં તુલશી સહિત કેટલાક દુષ્કાળગ્રસ્ત ગામોને સીના-માઢા યોજનાથી પાણી આપવાની મંજૂરી અંગે કાર્યવાહી થઈ હતી. જાન્યુઆરી 2026માં તુલશીના ભવાની પર્સિકોલેશન ટાંકી સુધી બંધ પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટે 2025-26માં ₹90 લાખની જોગવાઈની જાહેરાત પણ થઈ હતી, જોકે ગ્રામજનોના કહેવા પ્રમાણે જમીન પર હજુ નક્કર કામ શરૂ થયું નથી.

પાણીની તંગીએ ખેતી અને પશુપાલનને પણ અસર કરી છે. સરપંચ શરદ મોરેના દાવા મુજબ, ગામમાં આશરે 350 યુવાનો પાણીની સમસ્યાને કારણે લગ્નથી વંચિત છે. ગ્રામજનોએ 14 સપ્ટેમ્બરે ભૂખ હડતાળ કરી હતી અને બાદમાં માઢા તાલુકા કચેરી બહાર ‘થાળી નાદ’ વિરોધ કર્યો હતો. હવે પાણીની કાયમી સમસ્યા ઉકેલાય નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી છે.

Subscribe

Latest stories