Home Blog Page 1194

પાક. ટીમના કેપ્ટન બાબર આઝમ ન કરવાનું કરતાં ઝડપાયો, સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથેનો ચેટ અને વીડિયો લીક થયા

Crop. Team captain Babar Azam caught cheating

  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફ્લોપ કેપ્ટનશીપના કારણે ચર્ચામાં છે.

હવે તે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર પોતાની ટીમના જ એક સાથી ક્રિકેટરની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથે અફેર કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કેટલાક ચેટ અને વીડિયોના (Chat and Video) આધારે લગાવાઈ રહ્યો છે. હાસમાં આ આરોપો પર કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી.

બાબર આઝમના ચેટિંગના વીડિયો વાઈરલ :

બાબરના જે પર્સનલ ચેટ અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેમાં કંઈ ખોટું નથી દેખાઈ રહ્યું, પરંતુ આરોપ લાગી રહ્યા છે કે તે સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડને એવા મેસેજ કરી ચૂક્યો છે કે જો તે તેની સાથે વાતચીત ચાલુ રાખશે તો ટીમમાં તેના બોયફ્રેન્ડને સ્થાન મળતું રહેશે. આ સાથે બાબરનું અમુક રેકોર્ડિંગ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. આ બધું ફેક છે કે ઓરિજિનલ તે સ્પષ્ટ નથી. પરંતુ હાલમાં બાબરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અગાઉ પણ યૌન શોષણનો આરોપ લાગ્યો હતો :

નોંધનીય છે કે આ પહેલા નવેમ્બર 2020માં બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તેને લગ્નનો વાયદો કર્યો હતો અને તેની સાથે આ વાયદાથી 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો.

આ આરોપ બાબરની કોલોનીમાં રહેતી એક મહિલાએ જ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તે સ્કૂલના સમયથી જ સારા મિત્રો હતા અને આ દરમિયાન 2010માં બાબરે તેને પ્રપોઝ કર્યું હતું. જોકે બાદમાં બાબરને આ આરોપોથી ક્લીન ચીટ મળી ગઈ હતી.

આ પણ વાંચો :-

એકલા હાથે આ 5 ભારતીય પ્લેયર્સ પલટી શકે છે આખી IND vs NZ વનડે સિરીઝનું પાસું, જુઓ લિસ્ટ

0

These 5 Indian players can single-handedly

  • ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

શ્રીલંકા (Sri Lanka) સામેની ત્રણ મેચની વનડે સીરિઝ 3-0થી જીત્યા પછી હવે ટીમ ઈન્ડિયા તેના નવા મિશન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ત્રણ મેચની ODI સીરીઝ રમવાની છે અને એ પછી ટીમ ઈન્ડિયા T20 સીરીઝ પણ રમશે.

આ સાથે જ આપણે બધા જાણીએ છીએ કે સીનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને T20I સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આ સાથે જ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમની કમાન સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

1. શુભમન ગિલ :

ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે એ લિસ્ટમાં પહેલા નંબર પર ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનું નામ આવે છે. અઆપણે બધા જાણીએ છીએ કે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં કુલ 58 રન બનાવ્યા હતા. તે જ સમયે ગિલે ODI સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 127 રન બનાવ્યા છે.

2. સૂર્યકુમાર યાદવ :

બીજા નંબર પર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ છે આવે છે. શ્રીલંકા સામેની T20 સીરિઝમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. સૂર્યાએ રાજકોટમાં રમાયેલી મેચમાં અણનમ 112 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેણે ત્રણ મેચની T20 સીરિઝમાં કુલ 170 રન બનાવ્યા હતા.

3. હાર્દિક પંડ્યા :

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છે, જેણે શ્રીલંકા સામેની T20 સીરીઝમાં કુલ 45 રન બનાવ્યા હતા અને સાથે 2 વિકેટ પણ લીધી. આ સાથેજ એમને ODI સીરિઝ બે મેચ રમી રહ્યા હતા ત્યારે પંડ્યાએ 50 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. ભલે પંડ્યાએ આ સીરિઝમાં કંઈ ખાસ કર્યું નથી પણ તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 માં ટીમની કમાન સોંપવામાં આવી છે.

4. ઉમરાન મલિક :

આ યાદીમાં છેલ્લા નંબર પર ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકનું નામ આવે છે. જણાવી દઈએ કે ઉમરાને શ્રીલંકા સામેની T20 અને ODI સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેને T20 સિરીઝમાં કુલ 7 વિકેટ લીધી હતી. આ સાથે જ ODI સિરીઝમાં ઉમરાને બે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી.

5. કુલદીપ યાદવ :

આ લિસ્ટમાં કુલદીપ યાદવનું નામ ચોથા નંબર પર છે. કુલદીપ યાદવે શ્રીલંકા સામેની વનડે સીરિઝની બે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી અને એ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર બોલિંગ કરીને કુલ 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે T20 સિરીઝમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને કુલદીપ યાદવથી ખતરો હોઈ શકે છે.

આ પણ વાંચો :-

કાર ખરીદવી થશે મોંઘી : Maruti Suzukiનો ગ્રાહકોને મોટો ઝટકો ! Altoથી લઈને Brezzaમાં કર્યો ભાવ વધારો..

0

Buying a car will be expensive

  • મારુતિ સુઝુકીએ તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કર્યો છે અને આ નવી કિંમતો જે ગઈ કાલે એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થઈ ગઈ છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) આજે તેના વાહનોમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ (Ex-Showroom) કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવી કિંમતો  ગઈ કાલથી એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થશે. જો કે કંપની દ્વારા કરવામાં આવેલ આ ભાવવધારો અલગ અલગ મોડલ પ્રમાણે અલગ હશે.

જો કે મારુતિ સુઝુકીએ હજુ સુધી એવી કોઈ માહિતી શેર કરી નથી કે કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે. જણાવી દઈએ કે આ ભાવ વધારો કંપનીના વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. મારુતિ સુઝુકી વ્હીકલ લાઈનઅપમાં હાલમાં સૌથી સસ્તી અલ્ટોથી ગ્રાન્ડ વિટારા જેવા વાહનોનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકી સાથે જ ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી બ્રાન્ડ્સે પણ જાન્યુઆરી મહિનાથી તેમના વાહનોની કિંમતો વધારવાની યોજના બનાવી છે.

આ સાથે જ આ ભાવ વધારા પાછળનું કારણ જણાવતા વાહન કંપનીઓએ ઈનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો હતો. જો કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને દર વર્ષે મોટાભાગના વાહન ઉત્પાદકો વર્ષની શરૂઆતમાં તેમના વાહનોની કિંમતમાં વધારો કરે છે. આ સિવાય સેમિકન્ડક્ટરનો પુરવઠો, સપ્લાય ચેઈન વગેરે પણ વાહનોની કિંમતમાં આવતા આ વધારાનું એક મુખ્ય કારણ છે. આ સતહે જ તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી હરિયાણામાં નવી ફેક્ટરી પણ તૈયાર કરી રહી છે.

હાલમાં જ ટર નોઈડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં (Auto Expo) મારુતિએ તેની પહેલી ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર eVX સમક્ષ રજૂ કરી હતી અને આ ઉપરાંત કંપનીએ આ મોટર શોમાં તેની બહુપ્રતિક્ષિત ઓફરોડિંગ SUV Jimny 5- ડોરનું પણ અનાવરણ કર્યું છે. જણાવી દઈએ કે આ SUV પણ ટૂંક સમયમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય મારુતિ સુઝુકીએ ઓટો એક્સપોમાં (Auto Expo) તેની નવી SUV Fronx પણ રજૂ કરી છે, જેનું સત્તાવાર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી, વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ જાહેર..

0

Congress finally woke up from sleep

  •  કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષ નેતા. શૈલેશ પરમારને કોંગ્રેસે પક્ષના ઉપનેતા બનાવ્યા.

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને (Amit Chavda) વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને (Shailesh Parmar) વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે.

છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ 17 બેઠકો જીતીને પણ એક વિરોધ પક્ષના નેતા નક્કી કરી શકી ન હતી. આ મામલે કોંગ્રેસમાં પણ હવે ઉકળાટ ફેલાવા લાગ્યો હતો. છેલ્લે શૈલેષ પરમાર અને સીજે ચાવડાનું નામ હાઈકમાન્ડને મોકલાયું હતું. પરંતું આ વચ્ચે અમિત ચાવડાનું નામ ફાઈનલ થયું છે.

ગઈકાલે હાઈકમાન્ડના આદેશને પગલે અમદાવાદ આવી પહોચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ કરવી જોઈએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરવું જોઇએ. માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે સમજાતું નથી.

માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ તે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સમજાતું ન હતું. એવી પણ રજૂઆત થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અંડિગા જમાવ્યા હતાં જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં, આ ઉપરાંત પદ માટે નહી, પક્ષનું કામ કરનારાને પક્ષના સંગઠનમાં સમાવવા જોઈએ.

આ પણ વાંચો :-

ટાટાના હાથ પડતાં જ ચેતનવંતી બની એર ઈન્ડીયા ! એકઝાટકે ખરીદશે 500 વિમાન

0

Air India became Chetanvanti as soon as Tata’s hands fell

  • કોરોનાકાળ બાદ હવાઈ મુસાફરોની માંગને લઈ એર ઈન્ડિયા દ્વારા 500 નવા વિમાનના ઓર્ડર કરવામાં આવી શકે છે.

કોરોના કાળ બાદ હવાઈ ​​મુસાફરોની (Air passengers) સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો હોવાથી ઉડ્ડયન ક્ષેત્રે ચેતનવંતા પ્રાણ પુરાયા છે. ત્યારે હવાઈ મુસાફરીની વધતી સંખ્યાને પગલે એર ઈન્ડિયા (Air India) દ્વારા એકી સાથે 500 નવા વિમાન ઓર્ડર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જેને લઈને ટાટા જૂથ (Tata Group) અન્ય એરલાઈન્સના દબદબાને પડકારી શકે છે.

ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે :

એરલીઝ કોર્પના ચેરમેન સ્ટીવન ઉદ્વાર હેજીએ એરલાઈન્સ ઈકોનોમિક્સ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રિકવરી બાદ એરલાઈન્સ તરફથી મોટા ઓર્ડર આવી રહ્યા છે જે બેકફૂટ પર હતી. પરંતુ હવે પોઝીટીવ ટ્રેન્ડ નજર આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે, જેમાંથી 400 નેરો બોડી એરક્રાફ્ટ હશે જેમાં A320neos, A321neos and (Boeing) 737 MAXs નો સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત, 100 વાઈડ-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર અપાશે. જેમાં (boeing) 787s, 777X, (air bus A350s અને 777 freighters સમાવેશ થઈ શકે છે. જો કે આ ડીલ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.

ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય :

મહત્વનું છે તે ટાટા ગ્રુપએ એર ઈન્ડિયાનું શુકણ સંભળ્યાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં સતત વધારાને લઈને કામ કરી રહ્યું છે. તાજેતરમાં ટાટાએ એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટાટા કંપની તેની ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. એર ઈન્ડિયામાં ટાટા સન્સ સાથે વિસ્તારાના સંયુક્ત સાહસના બાદ સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયાના નવા સ્વરૂપમાં 25.1 ટકા હિસ્સો ધરાવશે.

હાલ સિંગાપોર એરલાઇન્સ ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. મહત્વનું છે કે ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય જમાવવા માંગે છે. વિલીનીકરણના બાદ એર ઈન્ડિયા એરક્રાફ્ટની સંખ્યા અને હિસ્સાની દ્રષ્ટિએ બીજી નંબરની એરલાઈન બની જશે. મહત્વનું છે કે જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.

આ પણ વાંચો :-

17 જાન્યુઆરી 2023, રાશિફળ : વિષ્ણુજીની કૃપાવર્ષાથી આ રાશીના લોકોને મળશે સફળતાના માર્ગ

January 17, 2023, Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બંને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વદ્ધિ થાય.

મિથુન
આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્ક
દિવસ દરમિયાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

‌સિંહ
થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારું રહે. કાર્ય સફળતા મળતી જણાય.

કન્યા
નાણાંની વૃદ્ધિ થતી જણાય. નાના ભાઈ-બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલા
જુસ્સો, ચાણક્ય નીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ-પ્લાસ્ટિકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃ‌શ્ચિક
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઈ શકાય. બેન્કીંગ, શિક્ષણ, ઈન્કમટેક્સ, સેલ્સટેક્સના ધંધાવાળા માટે પ્રગતિ.

ધન
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકર
આનંદની અનુભૂતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભ
ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃદ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીન
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

મરક મરક હાસ્ય અને સુગંધી સોપારી મમળાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં ગજબનું પરિવર્તન આવી ગયું

Chief Minister Bhupendra Patel has

  • જેવો સંગ તેવો રંગ : ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને અમિત શાહના સતત સહવાસને પગલે શાંત, સરળ ભૂપેન્દ્ર પટેલ અનુભવી, કુશળ રાજનેતા બની ગયા.
  • ગાંધીનગરમાં ભૂતકાળની નરેન્દ્ર મોદીની સરકારની અનુભૂતી થઈ રહી છે. કામ સિવાય કોઇ વાત નહીં અને અધિકારીઓ પણ લાઈન ઉપર આવી ગયા.
  • લોકોને શંકા હતી કે મૃદુ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ કઇ રીતે સરકાર ચલાવશે? પરંતુ લોકોની શંકા ભૂપેન્દ્ર પટેલે ખોટી ઠેરવી.
  • નવી સરકારની રચના બાદ દિલ્હી રવાના થતા પૂર્વે વડાપ્રધાન મોદીએ આપેલી ચેતવણી હજુ પણ ઘણાના કાનમાં પડઘાયા કરતી હશે.
  • રીઢા રાજકારણીઓ, વચેટિયાઓને નસેનસથી ઓળખતા મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનની ઢાલ મુખ્યમંત્રી માટે સૌથી મોટુ સુરક્ષા ચક્ર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે કારભાર સંભાળ્યો ત્યારે બધાને એક વાતનો ડર હતો કે મૃદુ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ નવી સરકારનું સુકાન અસરકારક સંભાળી શકશે કે કેમ? કારણ કે લોકોને ભૂપેન્દ્ર પટેલની વહિવટી ક્ષમતા સામે શંકા નહોતી પરંતુ સ્વભાવગત તેઓ આકરા થઈ શકે તેમ નહીં હોવાથી લોકોને એક એવી આશંકા હતી કે ભૂપેન્દ્ર પટેલ પ્રચંડ બહુમતવાળી સરકારને કઇ રીતે ચલાવી શકશે પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારનો પ્રારંભ અને વિતેલા એક માસના સમય જોતા ગાંધીનગરમાં બધુ જ બદલાઈ ગયું છે.

થોડા ઘણા અંશે ભૂતકાળની નરેન્દ્ર મોદીનાં સમયના વહિવટની અનુભૂતિ થઈ રહી છે. મૃદુ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલમાં ગજબનું પરિવર્તન દેખાઈ રહ્યું છે. જાણે સચિવાલયની લોબી અને ઓફિસોમાં નરેન્દ્ર મોદીની હાજરીનો અહેસાસ થઈ રહ્યો છે. બધુ જ સમયસર એજન્ડા પ્રમાણે અને શિસ્તબદ્ધ ચાલી રહ્યું છે. સનદી અધિકારીઓને પણ ચોક્કસ સંદેશો મળી ગયો છે કે હવે મુખ્યમંત્રીને ઊંધા ચશ્મા પહેરાવી શકાશે નહીં. નક્કી કરેલા કાર્યક્રમ અને આપવામાં આવેલી સમય મર્યાદા પ્રમાણે કાર્યાલયો ધમધમી રહ્યા છે. ઇચ્છા પડે ત્યારે આવતા અને ઇચ્છા પડે ત્યારે નીકળી જવાનું હવે અધિકારીઓ માટે શકય નથી.

મંત્રીઓ માટે પણ ચોક્કસ નિયમો બનાવાયા છે. કોઇ મંત્રીની ઓફિસમાં ‘ડાયરા’ જોવા મળતા નથી અને વચેટિયાઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પ્રત્યેક મંત્રીની કામગીરી ઉપર મુખ્યમંત્રી કાર્યાલય સીધી નજર રાખી રહ્યું છે. મંત્રી પોતાના મતવિસ્તારમાં જઇને શું કરે છે તેનો પણ હિસાબ રાખવામાં આવે છે અને વળી સચિવાલયમાં એકથી વધુ વખત આંટાફેરા મારતા લોકો અને મુલાકાતીઓની પણ વિશેષ નોંધ રાખવામાં આવે છે. ‌
વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે લાગતું હતું કે ભૂપેન્દ્ર પટેલ કેરટેકર એટલે કે રખેવાળ સરકારના મુખ્યમંત્રી છે અને ભૂપેન્દ્ર પટેલ પણ આક્રમક મિજાજના દેખાતા નહોતા. કદાચ ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ એવું માનતા હશે કે તેઓ ખરેખર વચગાળાની સરકારના મુખ્યમંત્રી છે અને એટલે જ બધુ અનિર્ણાયક સ્થિતિમાં ચાલતુ હતું.

પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે બાજી પોતાના હાથમાં લઇને દાખવેલી આક્રમકતા અને નિર્ણાયક ટાર્ગેટ હાંસલ કરવાના દૃઢ નિર્ધારને પગલે પક્ષના ભલભલા લોકો થથરી ગયા હતા. પક્ષનો એક પણ આગેવાન મોદી અને શાહના નિર્ણય સામે બોલવા રાજી નહોતા. ઘણા લોકો તો ખાનગીમાં ભાજપની નિર્ણાયક બહુમતિ સામે પણ શંકા વ્યક્ત કરતા હતા. ખુદ ભાજપના લોકો ૧૦૦થી ૧૧૦ બેઠકો મુકી રહ્યા હતા પરંતુ મોદી-શાહની જોડીએ રાજકીય પંડિતોને ધરાર જુઠ્ઠા પાડવા સાથે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ખુદ વડાપ્રધાન મોદીએ પોતાનો રેકોર્ડ પણ તોડીને વધુ બેઠકો હાંસલ કરી હતી.

ખેર, ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક આવ્યા હતા. અને દિવસો સુધી સાથે રહેવાની તક મળી હતી. આ સમય દરમિયાન ઘણું બધું બદલાયું હતું. ગુજરાતમાં રાજકીય ચિત્ર બદલાવા સાથે ભૂપેન્દ્ર પટેલમાં પણ ગજબનું પરિવર્તન આવ્યું હતું. એક સમયે મોઢા ઉપર મરક મરક હાસ્ય અને મોઢામાં ફલેવરવાળી સોપારી મમળાવતા ભૂપેન્દ્ર પટેલના સ્વભાવ અને વહેવાર બન્ને બદલાયા છે. અને હવે ભૂપેન્દ્ર પટેલ ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી અને સરકારના વડા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. સરકારને ગેરમાર્ગે દોરીને પોતાનું ધાર્યુ કરાવવામાં માસ્ટર હોવાનું મનતા અધિકારીઓ અને પક્ષના ખેલાડી આગેવાનો, હોદ્દેદારોને પણ મેસેજ મળી ગયો છે કે હવે ભૂપેન્દ્ર પટેલ ભૂતકાળના ભૂપેન્દ્ર પટેલ નથી.

ભૂપેન્દ્ર પટેલના બદલાવા પાછળ ખરેખર તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું પીઠબળ અને ‘ગુરૂમંત્ર’ કારણભૂત છે. ગુજરાતમાં નવી સરકારની રચના બાદ ગાંધીનગરથી રવાના થતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ચોક્કસ ગાઇડલાઇન આપવા સાથે ‘સખત’ શબ્દોમાં કેટલીક સુચનાઓ આપી હતી. આ સુચનાની આકરી ભાષાએ કેટલાક મંત્રીઓને પણ પરસેવો પડાવી દીધો હતો. વડાપ્રધાન મોદીએ વિમાનમાં પગ મુકતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભા ઉપર હાથ મુકીને પોતે પડખે હોવાનો ભરોસો અપાવ્યો હતો અને ચોક્કસ પરિભાષા સાથે સરકાર ચલાવવા આદેશ આપ્યો હતો. નરેન્દ્ર મોદીનો આદેશ ગણો કે ‘ગુરૂમંત્ર’ ની ગુજરાત સરકારના વહિવટમાં અક્ષરસર અનુભૂતી થઈ રહી છે.

મંત્રીઓ અને સચિવોને ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા છે અને રોજેરોજનો હિસાબ પુછવામાં  આવે છે. સરકારને હવે વિપક્ષ કે પક્ષના નારાજ લોકોની ચિંતા નથી. વડાપ્રધાન સહિત ભાજપનું નેતૃત્વ હવે ગુજરાતમાં પ્રચંડ બહુમતિના નશામાં ડૂબી જવાને બદલે ભાજપ સરકારને લોકપ્રિય સરકાર બનાવવા ઇચ્છે છે અને એટલે જ નવી સરકારના પ્રારંભથી જ મંત્રીઓ અને પક્ષના હોદ્દેદારો નેતાઓને રાજ્યભરમાં દોડતા કરી દીધા છે. સરકાર ઇચ્છે છે કે રાજ્યના કોઇપણ ખૂંણામાંથી સરકાર સામે નારાજગીની વાત સંભળાવવી જોઇએ નહીં. લોકોને ગાંધીનગર સુધી દોડાવવાને બદલે સ્થાનિક કક્ષાએ જ લોક પ્રશ્નોનો ઉકેલ આવી જવો જોઇએ.

ભાજપ નેતૃત્વની વ્યાખ્યામાં ભૂપેન્દ્ર પટેલ બીલકુલ ફીટ બેસી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ આશ્ચર્યજનક બદલાયા છે. તેમના ચહેરા ઉપરનું મરક મરક હાસ્ય યથાવત છે પરંતુ નિર્ણયમાં ચોક્કસ કઠોરતા અને પારદર્શિતા દેખાઈ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કામકાજ માટે આવતા પ્રત્યેક મુલાકાતીને પુરતો સમય આપવા સાથે લાગતા વળગતા અધિકારીઓને હાજર રાખીને લોકોની સમસ્યા, પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળની માફક હવે મુખ્યમંત્રીના પી.એ.ના ટેબલ ઉપર ડાયરા કે ભલામણોનો દોર જોવા મળતો નથી. આ બધુ જોયા પછી એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલે કરેલી શરૂઆત લાંબો સમય યથાવત સ્થિતિમાં જાળવી રાખવામાં આવશે તો લોક પ્રશ્નોની લાંબી લાઇનો ઓછી થવા સાથે વચેટિયા એટલે ‘લાયઝનર’ કદાચ જોવા નહીં મળે.
મુખ્યમંત્રીની બાજુમાં જ બેસતા અગ્રસચિવ કૈલાસનાથનની સક્રિયતામાં પણ વધારો દેખાઈ રહ્યો છે. પીઢ અનુભવી અને રાજકીય આગેવાનો અને લોકોની માનસિકતાને ખૂબ જ નજીકથી ઓળખી જતા કૈલાસનાથન મુખ્યમંત્રીની ઢાલ બનીને કામ કરી રહ્યા છે. ખોટા ઇરાદાઓ લઇને આવતા રાજકીય આગેવાનો અને સચિવાલયમાં પડ્યા પાથર્યા રહેતા લોકોનો પડછાયો દૂર કરવા માટે કૈલાસનાથનુ નામ માત્ર કાફી છે.

આ પણ વાંચો :-

બાપા ચૂંટણીમાં તમે જ અમારી વિરુદ્ધ કામ કર્યું હતું, ભાજપની શિસ્ત સમિતિના ધજાગરા

0

Bapa It was you who worked against us in the elections

  • ચેરમેન સામે જ ફરિયાદ થતાં ભાજપની આ શિસ્ત સમિતિ એ માત્ર કાગનો વાઘ સાબિત થઈ છે. હવે કોણ કોની સામે ફરિયાદ કરશે અને કોની સામે કાર્યવાહી થાય છે એ તો આગામી સમય જ બતાવ

ચૂંટણીમાં ભાજપે 156 સીટો જીતીને નવો ઈતિહાસ તો રચી દીધો છે પણ ભાજપના નેતાઓનો વારો પડે તેવી સંભાવના છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિઓ (Anti-Party Activity) કરનાર સામે આકરાં પગલાં ભરવા માટે ભાજપે શિસ્ત કમિટીની સ્થાપના કરી છે. જેમાં અધ્યક્ષ વલ્લભ કાકડિયા (Vallabh Kakadiya) છે. ભાજપ ભલે સીટો જીતીને વિજેતા બની છે પણ આ ચૂંટણીમાં પાર્ટીએ અસંતોષનો સામનો કરવો પડ્યો છે.

શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં આ ચૂંટણીમાં આજ દીન સુધી ન ભજવાયા હોય એવા નાટકો ભજવાયા છે. રેકોર્ડબ્રેક જીતને પગલે નેતાઓની નારાજગી સાઈડમાં થઈ ગઈ છે પણ પાર્ટીએ પક્ષવિરોધીઓને સબક શીખવવાનો નિર્ણય લીધો છે. જેના માટે એક કમિટીની રચના કરી છે પણ ગુજરાતીમાં કહેવત છે ને વાડ જ ચીંભડાં ગળી જતી હોય એમ બિલાડીને જ દૂધના રખોપું કરવાની જવાબદારી સોંપાય તો કેવી સ્થિતિ ઉભી થઈ શકે એમ ભાજપ હાલમાં આબરૂના ધજાગરા ઉડાવી રહી હોય તેવી ઘટના સામે આવી છે.

તાજેતરની ચૂંટણીમાં જેમણે કથિત રીતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તેમની સામેની રજુઆત સાંભળી યોગ્ય નિર્ણય કરવા માટે ભાજપે શિસ્ત સમિતિની રચના કરી હતી. ચાર દિવસ પહેલાં આ સમિતિની બેઠક મળી હતી. જેમાં અમદાવાદની સીટોની ચર્ચા થઈ હતી. શિસ્ત સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયા છે. આ સમિતિમાં પૂર્વ વિસ્તારની એક બેઠક અંગે જેવી ચર્ચા શરૂ થઈ એ સાથે જ તે બેઠકના વિજેતા ઉમેદવારે અધ્યક્ષના વટાણા વેરી નાખ્યાં હતા.

આ ચૂંટણીમાં કાકડિયાએ દાવેદાર હોવા છતાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. વલ્લભ કાકડિયાએ કાર્યકરોના લેખાં-જોખાં શરૂ કર્યા એ સાથે જ તે બેઠકના ઉમેદવારે કાકડિયાને રોકડું પરખાવ્યું કે બાપા ચૂંટણીમાં તમે જ અમારી વિરુદ્ધ કામ કર્યું હતું. તો હવે તમારી ફરિયાદ ક્યાં કરવી?

આ સાંભળીને વલ્લભ કાકડિયાની સ્થિતિ ધરતી જગ્યા આપે તો સમાઈ જવા જેવી થઈ ગઈ હતી. જો કે તેમણે આખી વાતને હસવામાં ખપાવીને પોતાના પરના આરોપનો ઢાંકપિછોડો ઉમેદવારો કમલમાંથી બહાર નીકળ્યાં ત્યારે મૂંછમાં હસતા નજરે પડતાં હતાં. જો કે ચેરમેન સામે જ ફરિયાદ થતાં ભાજપની આ શિસ્ત સમિતિ એ માત્ર કાગનો વાઘ સાબિત થઈ છે. હવે કોણ કોની સામે ફરિયાદ કરશે અને કોની સામે કાર્યવાહી થાય છે એ તો આગામી સમય જ બતાવશે.

ગુજરાતમાં ચૂંટણી બાદ ભાજપે શિસ્ત સમિતીની રચના કરતાં અહી 600થી વધારે ફરિયાદો આવી છે. જે ફરિયાદોને સાંભળવાનું હાલમાં કામ ચાલી રહ્યું છે. પાટીલે શિસ્ત કમિટીની રચના કરી છે. જેમાં નેતાઓ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારાની લેખિતમાં ફરિયાદો કરી છે. જેની બેઠકો મળી રહી છે.

જેમાં ખુદ ચેરમેન સામે જ બળવાખોરીનો ઠપ્પો લાગતાં હવે આગામી દિવસોમાં ભાજપ કેવી કાર્યવાહી કરે છે એની પર તમામની નજર છે. ભાજપે ચૂટણી સમયે તો બળવાખોરો સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ બેઠકો બાદ ભાજપ કાર્યવાહી કરશે તો ઘણા ભાજપમાંથી ઘરભેગા થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-

VIDEO : બાઉન્ડ્રી રોકવા જતાં બે ખેલાડીઓની સામસામે થઈ હતી જોરદાર ટક્કર, એકને લઈ જવો પડ્યો હોસ્પિટલ

0

VIDEO: Two players collided while trying to block the boundary

  • ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં આજે ચાર રન બચાવવાના ચકકરમાં શ્રીલંકાના બે ખેલાડીઓ સામસામે અથડાયા હતા.

ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચે વનડેની શ્રેણી ચાલી રહી છે. ત્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજા વન ડે યોજાયો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ (Virat Kohli) 166 રન ફટકાર્યા હતા. ત્રીજા વનડે દરમિયાન શ્રીલંકન ટીમના જેફરી વેંડરસ અને અશેન બંડારા બાઉન્ડ્રી બચાવવા જતાં એકબીજા સાથે અથડાયા હતા. બે ખેલાડીઓ ભટકાતાં અશેન બંદરાના ઘૂંટણમાં ઇજા પહોંચી હતી. જેને પગલે ગ્રાઉન્ડ પરથી એશેન બંદરાને (Ashen Port) સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

43મી ઓવરના પાંચમા બોલ બની ઘટના :

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચમાં બાઉન્ડ્રી બચાવવા જેફરી વેન્ડરસે અને અશીન બંદારાએ જોરદાર ફિલ્ડિંગ કરી હતી. જેમાં બન્ને એકબીજા સાથે અથડાયા હતા. આ દરમિયાન અશેન બંદરાના ઘૂંટણમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના ઈનિંગની 43મી ઓવરના પાંચમા બોલ પર બની હતી.

બંદારા બોલને રોકવા માટે જમણા પગની મદદથી સ્લાડ કરીને બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જેફરી વેન્ડરસ તેમની ઉપર પડ્યો હતો. ત્યારે બંદારાનો ઘૂંટણ વાન્ડરસેના પેટમાં વાગતા બંદારાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો :-

ઈલેક્ટ્રિક વ્હીકલમાં તમને શું થશે ફાયદો ; સરકાર આપી રહી છે આ રીતે સબસિડી, જરા ચેક કરી લેજો

What are the benefits of an electric vehicle

  • તમે વાહન લેવાનું વિચારી રહ્યા છો. તો આ ખબર તમારા માટે ખાસ છે. હવે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 100 થઈ જાય એ દિવસો હવે દૂર નથી. અને આ સ્થિતિમાં રાજ્ય સરકારે આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી છે. ત્યારે આ પોલિસી શું છે અને તેનાથી શું ફાયદો થશે તે સમજવું ખૂબ જ જરુરી છે.

તમે વાહન (Vehicle) લેવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે ખાસ છે. હવે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) ભાવ પ્રતિ લીટર રૂ. 100 થઈ જાય એ દિવસો હવે દૂર નથી. અને આ સ્થિતિમાં રાજ્ય સરકારે આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (Electric Vehicle Policy) જાહેર કરી છે. ત્યારે આ પોલિસી શું છે અને તેનાથી શું ફાયદો થશે તે સમજવું ખૂબ જ જરુરી છે..

ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીથી શું ફાયદો થશે ?

Subsidy on Electric Vehicle : તમને સવાલ થશે કે ઈલેક્ટ્રિક વ્હીકલની ખરીદીથી ફાયદો શું? સૌથી મોટો ફાયદો છે સબસિડી. હા, પોલિસી મુજબ ટુ વ્હીલર માટે રૂ. 20 હજાર, થ્રી વ્હીલર માટે રૂ. 50 હજાર અને ફોર વ્હીલર માટે રૂ. 1.50 લાખ સુધી સબસિડી મળશે. પ્રાઈવેટ કે કોમર્શિયલ કોઈપણ વાહન માટે સબસિડી મળશે. સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં DBT અંતર્ગત જમા થશે. પણ શરત એ છે કે, ટુ વ્હીલરની કિંમત રૂ. 1.50 લાખ, થ્રી વ્હીલરની કિંમત રૂ. 5 લાખ અને ફોર વ્હીલરની કિંમત રૂ. 15 લાખ સુધી જ હોય. જો વાહનની કિંમત આ રકમથી વધુ હશે તો સબસિડી મળશે નહીં.

પ્રતિ કિલોવોટ સૌથી વધુ સબસિડી :

પોલીસી મુજબ સબસિડીની રકમ પ્રતિ કિલોવોટ રૂપિયા 10 હજાર છે. રાજ્ય સરકારના દાવા મુજબ આ સબસિડી દેશના કોઈ રાજ્યની તુલનાએ બમણી છે. સરકારના દાવા મુજબ અન્ય રાજ્યોમાં પ્રતિ કિલોવોટ રૂ. 5 હજાર જેટલી જ સબસિડી મળે છે.

ચાર્જિંગ સ્ટેશન ક્યાં બનશે ? આ માટે સબસિડી મળશે ?

ઈલેક્ટ્રિક વ્હીકલમાં સૌથી મહત્ત્વની વાત ચાર્જિંગની આવે છે. એટલે કે બેટરી ક્યાં ચાર્જ કરવી? આપને જણાવી દઈએ કે, સરકારે 278 ચાર્જિંગ સ્ટેશનને અગાઉથી જ મંજૂરી આપેલી છે. આ ઉપરાંત વધુ 250 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવશે. એટલે કે રાજ્યમાં કુલ 528 ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઉભું કરવાની યોજના છે.

પોલિસી મુજબ પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી અપાશે. આ ઉપરાંત હાઈવે ટચ હોટેલો, હાઉસિંગ અને કોમર્શીયલ બાંધકામોમાં પણ ચાર્જિંગ નેટવર્ક ઉભું કરાશે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે રૂ. 10 લાખની મર્યાદામાં 25% જેટલી કેપિટલ સબસિડી પણ આપવામાં આવશે.

અન્ય કયા લાભ મળશે ?

આ સિવાયના બીજા કેટલાક લાભ પણ છે. જેમ કે RTO પાસ ઈ-વ્હીકલને રજિસ્ટ્રેશનમાંથી 100% મુક્તિ મળશે. અને જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ લાભ મળતો હશે તો એ પણ ખરો જ.

પોલિસી બનાવવાનું કારણ :

મુખ્ય ચાર વાતો ધ્યાનમાં રાખીને સરકારે આ પોલિસી બનાવી છે. 1) ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો. 2) ગુજરાતને સ્પેરપાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું. 3) ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા. 4) ધૂમાડાથી થતાં વાયુ પ્રદુષણને ઘટાડવું.

આ પોલિસીથી ઈ-વ્હીકલના ડ્રાઈવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. સરકારે દાવો કર્યો છે કે, આ પોલિસીથી આગામી ચાર વર્ષમાં સરકારને રૂ. 870 કરોડનો બોજ વહન કરવો પડશે.

ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીથી શું ફાયદો થશે?

  • સૌથી મોટો ફાયદો છે સબસિડી
  • પોલિસી મુજબ ટુ વ્હીલર માટે રૂ. 20 હજાર,
  • થ્રી વ્હીલર માટે રૂ. 50 હજાર સબસિડી
  • ફોર વ્હીલર માટે રૂ. 1.50 લાખ સુધી સબસિડી
  • સબસિડીની રકમ પ્રતિ કિલોવોટ રૂપિયા 10 હજાર
  • ચાર્જિંગ સ્ટેશન ક્યાં બનશે?
  • પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી
  • હાઈવે ટચ હોટેલો, હાઉસિંગ અને કોમર્શીયલ બાંધકામોમાં પણ ચાર્જિંગ નેટવર્ક
  • રાજ્યમાં કુલ 528 ચાર્જિંગ સ્ટેશનની યોજના
  • ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે રૂ. 10 લાખની 25% કેપિટલ સબસિડી

અન્ય કયા લાભ મળશે?

  • RTO પાસ ઈ-વ્હીકલને રજિસ્ટ્રેશનમાંથી 100% મુક્તિ
  • કેન્દ્ર સરકાર તરફથી લાભ મળતો હશે તો એ ખરો જ.

આ પોલિસી બનાવવાનું કારણ શું ?

1) ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો.
2) ગુજરાતને સ્પેરપાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું.
3) ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા.
4) ધૂમાડાથી થતાં વાયુ પ્રદુષણને ઘટાડવું.

આ પણ વાંચો :-