આદેશ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠના વિવાદિત કુલનાયક રાજેન્દ્ર ખીમાણીનું રાજીનામું, શું હતો સમગ્ર વિવાદ

Share this story

The resignation of the controversial kulnayak Rajendra Khimani

  • હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધી (Mahatma Gandhi) દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં (Gujarat Vidyapith) કુલનાયક પદેથી ડો.રાજેન્દ્ર ખીમાણીએ (Dr. Rajendra Khimani) રાજીનામું આપી દીધુ છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા ડો.રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વાકાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કરેલી ભલામણ તેમજ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત આ મુદ્દે નિર્ણય કરે તે પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે.

ડો. ભરત જોશીને સોંપવામાં આવ્યો હવાલો

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામા બાદ જ્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે પ્રોફેસર ડો. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

નિયુક્તિ UGCએ ઠેરવી હતી અયોગ્ય  :

આપને જણાવી દઈએ કે ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા ઘણા સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને ચાલતો વિવાદ હતો. આ અગાઉ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં.

ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગુજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-