Home Blog Page 1195

દુર્ઘટનાની થોડી ક્ષણો પહેલા જ ભારતીય યુવક કરી રહ્યો હતો FB લાઈવ ? પછી થયું અચાનક….

0

A few moments before the tragedy

  • નેપાળના પોખરામાં રવિવારે દર્દનાક અકસ્માત થયો. લેન્ડિંગથી 10 સેકન્ડ પહેલા જ યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થઈ ગયું. અકસ્માતમાં અત્યાર સુધીમાં 69 મૃતદેહો મળી આવ્યા છે. વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા.

નેપાળના (Nepal) પોખરામાં રવિવારે દર્દનાક અકસ્માત થયો. લેન્ડિંગથી 10 સેકન્ડ પહેલા જ યતિ એરલાઈન્સનું (Yeti Airlines) વિમાન ક્રેશ થઈ ગયું. અકસ્માતમાં અત્યાર સુધીમાં 69 મૃતદેહો મળી આવ્યા છે. વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. 3 મૃતદેહો વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. પ્લેન ક્રેશમાં 5 ભારતીયોના પણ મોત થયા છે. જેમાં ગાઝીપુરના (Ghazipur) 4 મિત્રો સામેલ છે.

પ્લેન ક્રેશમાં અલવાલપુર અફગાં રહીશ સોનુ જયસ્વાલ, (28 વર્ષ), અલાવલપુર અફગાં રહીશ વિશાલ શર્મા (23 વર્ષ), ચકદરિયા ચકજૈનબ રહીશ અનિલ રાજભર (28 વર્ષ) અને ધરવા ગામ રહીશ અભિષેક કુશવાહા (23 વર્ષ) ના કરુણ મોત નિપજ્યા છે. ચારેય મૃતક મિત્રો હતા. ગત 12 જાન્યુઆરીના રોજ અનિલ રાજભર, વિશાલ શર્મા અને અભિષેક સિંહ કુશવાહા એક સાથે વારાણસીના સારનાથ પહોંચ્યા હતા. જ્યાં સોનુ જયસ્વાલને લઈને તેઓ નેપાળના કાઠમંડુ રવાના થયા હતા.

ચારેય મિત્રો નેપાળના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પોખરા જવા માટે સવારે કાઠમંડુથી ફ્લાઈટ પકડીને પોખરા જવા રવાના થયા હતા. પરંતુ પ્લેન પોખરા અને કાઠમંડુની વચ્ચે જ ખરાબ હવામાનના કારણે પોખરા હવાઈપટ્ટી પર ઉતરતી વખતે ક્રેશ થઈ ગયું.

અકસ્માત પહેલાનો વીડિયો વાયરલ !

અકસ્માતની બરાબર પહેલા સોનુ જયસ્વાલ પોતાના મોબાઈલ ફોનથી ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીળી ટી-શર્ટ/હુડી પહેરેલો જે યુવક જોવા મળી રહ્યો છે તે સોનુ જયસ્વાલ જ છે. પરંતુ કોને ખબર હતી કે આ વીડિયો છેલ્લો હશે.

આ દર્દનાક અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લહેર છે. પોલીસ પ્રશાસનના લોકો પીડિત પરિજનોને દરેક શક્ય મદદ કરવાની કવાયત કરી રહ્યા છે. જિલ્લાધિકારી આર્યકા અખૌરીએ શોક સંવેદના વ્યક્ત કરતા દરેક શક્ય મદદ કરવાની વાત કરી છે.

બીજી બાજુ સાંજે પાંચ વાગે બરેસર પોલીસ મથક પર ચારેય યુવકોના મોતની સૂચના મળતા જ હાહાકાર મચી ગયો. ગ્રામીણોની ભીડ શોક સંલિપ્ત પરિવારોના ઘરે ભેગી થઈ ગઈ. ગામના લોકો સાંત્વના આપી રહ્યા છે. યુવકોના ગામડાઓમાં શોકનો માહોલ છે.

સીઓ  કાસિમાબાદ બલરામે જણાવ્યું કે નેપાળ પ્લેન ક્રેશમાં વિસ્તારના ચાર યુવકોના મોત થયા છે. પરિજનોને સૂચના આપી દેવાઈ છે અને પોલીસ અને પ્રશાસન પીડિતોના પડખે છે.

અત્રે જણાવવાનું કે નેપાળના આ પોખરા એરપોર્ટનું ઉદ્ધાટન 14 દિવસ પહેલા જ થયું હતું. આ અકસ્માત ધોળે દિવસે 11.10 વાગે થયો હતો. વિમાન પોખરા ઘાટીમાં સેતી નદીની ખાઈમાં ખાબક્યું હતું. અક્સમાતમાં અત્યાર સુધીમાં જે મૃતદેહોની ઓળખ થઈ શકી નથી તે મૃતદેહોને ડીએનએ પરીક્ષણ માટે હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુ મોકલવામાં આવશે.

 આ પણ વાંચો :- 

આદેશ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠના વિવાદિત કુલનાયક રાજેન્દ્ર ખીમાણીનું રાજીનામું, શું હતો સમગ્ર વિવાદ

0

The resignation of the controversial kulnayak Rajendra Khimani

  • હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધી (Mahatma Gandhi) દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં (Gujarat Vidyapith) કુલનાયક પદેથી ડો.રાજેન્દ્ર ખીમાણીએ (Dr. Rajendra Khimani) રાજીનામું આપી દીધુ છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા ડો.રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વાકાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કરેલી ભલામણ તેમજ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત આ મુદ્દે નિર્ણય કરે તે પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે.

ડો. ભરત જોશીને સોંપવામાં આવ્યો હવાલો

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામા બાદ જ્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે પ્રોફેસર ડો. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

નિયુક્તિ UGCએ ઠેરવી હતી અયોગ્ય  :

આપને જણાવી દઈએ કે ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા ઘણા સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને ચાલતો વિવાદ હતો. આ અગાઉ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં.

ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગુજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

આજથી CM ભૂપેન્દ્ર પટેલ 2 દિવસના દિલ્હી પ્રવાસે, ભાજપની આ મહત્વની બેઠકમાં થશે સામેલ

0

From today, CM Bhupendra Patel will be

  • ભાજપની આ મહત્વની બેઠક બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે.

ઉત્તરાયણનો (Uttarayana) તહેવાર પૂર્ણ થયા બાદ હવે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દિલ્હી જશે. વાત જાણે એમ છે કે, મુખ્યમંત્રી આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે છે. દિલ્હીમાં તેઓ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેશે. આ સાથે આગામી G20 અંગે યોજનારી બેઠકમાં પણ  ભાગ લેશે. મહત્વનું છે કે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક (National Executive Meeting) બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે છે. મહત્વનું છે કે, ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. આ સાથે તેઓ આગામી G20 અંગે યોજનારી બેઠકમાં પણ ભાગ લેશે. જોકે આ રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ ગુજરાત ભાજપમાં પણ મોટા ફેરફાર આવી શકે છે.

રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ થશે ફેરફાર  :

મહત્વનું છે કે દરવર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ ઉત્તરાયણના તહેવારને લઈ ગુજરાત આવ્યા હતા. જોકે હવે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાનાર છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

16 જાન્યુઆરી 2023, રાશિફળ : આ સાત રાશિઓ પર મહાદેવ રહેશે અતિપ્રસન્ન

16 January 2023, Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનંુ વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. ‌સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

THAR ને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી 5-ડોર SUV : માત્ર 11000માં કરાવી શકાશે બુકિંગ

0

Maruti launches 5-door SUV to compete with THAR

  • મારૂતિ સુઝુકીએ પોતાની ધાંસૂ 5-ડોર ઓફ રોડિંગ SUV જિમ્નીને ગ્લોબલ ડિબ્યૂટ કરી દીધી છે. ગ્રાહક હવે તેને માત્ર 11,000માં બુક કરી શકશે. આ ધાંસૂ SUV અપરમિંગ 5-ડોર મહિન્દ્રા થારને ટક્કર આપશે.

ઓટો એક્સપો 2023માં (Auto Expo 2023) મારૂતિ સુઝુકીએ (Maruti Suzuki) પોતાની 5 ડોર જિમ્ની પરથી પડદો ઉઠાવ્યો હતો. મારૂતિએ ઓટો એક્સપો 2023ના બીજા દિવસે 12 જાન્યુઆરીએ પોતાની ધાંસૂ ઓફ રોડિંગ SUV 5-ડોર જિમ્નીને (Jimny) ગ્લોબલી લોન્ચ કરી દીધી છે. આ  SUVની ટક્કર ભારતીય બજારમાં આવનાર ફોર્સ ગુરખા 5-ડોર અને 5-ડોર મહિન્દ્રા થાર SUVથી થશે.

મારૂતિએ 4X4 ઓલ વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટની સાથે તેને લોન્ચ કરી છે. જે ઓફ રોડિંગ કરનાર ગ્રાહકોને ફાયદો આપશે. મારૂતિએ આ ટૂ વ્હીલ ડ્રાઈવ 4X2 ઓપ્સન સાથે પણ રજૂ કરી છે.

Image

શું છે ખાસ? 

તેમાં તમને ફ્લેટ રિક્લાઈન સીટ્સ જોવા મળશે. તે ઉપરાંત તેમાં તમને સાઈટ કર્ટન એરબેગ જોવા મળશે. મારૂતિ જિમ્ની 5 કલર ઓપ્શનની સાથે આવે છે. તેના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તમને જિમ્મીમાં બ્લેક ઈન્ટિરિયર જોવા મળશે.

ઘણા સેફ્ટી ફિચર્સથી હશે સજ્જ  :

જો તમે ઓફ રોડિંગના શોખીન છો તો જિમ્ની 5-ડોર તમારા માટે બેસ્ટ રહેશે. તેમાં તમને 6 એરબેગ, બ્રેક, લિમિટેડ સ્લિપ ડિફરેંશિયલ, હિલ હોલ્ડ આસિસ્ટની સાથે ઈએસપી, હિલ ડિસેંટ કંટ્રોલ, રિયર-વ્યૂ કેમેરા જેવા ફિચર્સ જોવા મળશે. તેમાં ઈબીડી, એબીએસની સાથે ઘણા સેફ્ટી ફિચર્સ જોવા મળશે.

મારૂતિ જિમ્ની 5 ડોર એન્જિન, ટ્રાન્સમિશન  : 

જિમ્નીમાં મારુતિનું K-સીરિઝ 1.5 લીટર એન્જિન જોવા મળશે. આ ઓફ રોડ કારમાં 1.5 લીટર, 4 સિલિંડર K-15-B પેટ્રોલ એન્જિન હશે. આ 6,000 RPM પર 101 BHPનું પાવર અને 4,000 RPM પર 130 NMનું ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. કારમાં 5-સ્પીડ મેનુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.

ફ્રોંક્સ અને જિમ્નીનું બુકિંગ શરૂ  :

તમને જણાવી દઈએ કે કંપનીએ જિમ્નીની સાથે કંપનીએ પોતાની વધુ એક  SUV ફ્રોંક્સને પણ અનવીલ કર્યું છે. તેના હાઈ-એન્ડ પાવરટ્રેન ટેક્નોલોજીની સાથે લોન્ચ કર્યુ છે. સ્પોર્ટી કોમ્પેક્ટ  SUV ફ્રોક્સની સાથે કંપનીએ દેશની  SUV સેગમેન્ટમાં નવી ડિઝાઈન ટ્રેન્ડની શરૂઆત કરી છે.

ફ્રોંક્સ અને જિમ્ની માટે બુકિંગની આજથી શરૂઆત થઈ રહી છે. તમે ઘરે બેઠા મારૂતિની ઓફિશિયલ સાઈટથી માત્ર 11,000 રૂપિયામાં આ બુકિંગ કરી શકો છો.

આ પણ વાંચો :-

એકસાથે ધસી શકે છે જોશીમઠનો મોટો વિસ્તાર : સેટેલાઈટ ઈમેજ દ્વારા ISROએ આપી ચેતવણી જુઓ તસ્વીરો

0

A large area of Joshimath may collapse simultaneously

  • સેટેલાઇટ દ્વારા દર્શાવવામાં આવેલી પરિસ્થિતિ મુજબ આખું જોશીમઠ શહેર પડી ભાંગશે. તમે અહી દર્શાવેલ ફોટામાં જોઈ શકો છો કે આખું જોશીમઠ શહેર પીળા વર્તુળની અંદર છે.

છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોની હેડલાઈનમાં રહેલા જોશીમઠને (Joshimath) લઈ હવે ઈસરો એ તેના સેટેલાઇટથી નિરીક્ષણ કર્યું છે. જોકે આ નિરીક્ષણમાં ચિંતા અને ચોંકાવનારી વાત સામે આવી છે. સેટેલાઈટ (Satellite) દ્વારા દર્શાવવામાં આવેલી પરિસ્થિતિ મુજબ આખું જોશીમઠ શહેર પડી ભાંગશે. તમે અહી દર્શાવેલ ફોટામાં જોઈ શકો છો કે આખું જોશીમઠ શહેર પીળા વર્તુળની અંદર છે. આમાં સેનાના હેલિપેડ અને નરસિંહ મંદિરને (Narasimha Temple) ચિહ્નિત કરવામાં આવ્યા છે.

ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એટલે કે NRSC એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ જાહેર થતાંજ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. જોકે કદાચ તેના આધારે જ રાજ્ય સરકાર લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર કાઢી રહી છે. વાત જાણે એમ છે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખું જોશીમઠ શહેર પડી ભાંગશે.

શું કહે છે ઈસરો ? 

ઈસરો એ જણાવ્યું કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીન ધસી જવાનો મામલો ધીમો હતો. જોશીમઠ આ સાત મહિનામાં -8.9 સેમી ધસી ગયું છે. પરંતુ 27 ડિસેમ્બર 2022 થી 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસમાં જમીનમાં ઘટાડો થવાની તીવ્રતા વધીને -5.4 સે.મી. એટલે કે તે ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યો છે. તમે  ચિત્રમાં જોશો કે લાલ રંગના પટ્ટાઓ રસ્તાઓ છે અને વાદળી રંગની પૃષ્ઠભૂમિ જોશીમઠ શહેર હેઠળની ડ્રેનેજ સિસ્ટમ છે.

તે કુદરતી અને માનવસર્જિત બંને હોઈ શકે છે. તમે જ વિચારો કે જ્યાં આટલી બધી ગટર હશે ત્યાંની માટી ધસી જશે. આને ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે, ઢાળની મજબૂતાઈ જાળવવા માટે તિરાડોનું દબાણ ઘટાડવું પડશે. મતલબ કે, પાણીનો પ્રવાહ ઓછો થવો જોઈએ. જો પાણી ઢોળાવની અંદર જાય તો તે તિરાડ નહીં હોય.

જોશીમઠનો કયો ભાગ સૌથી વધુ કયો ભાગ પ્રભાવિત :

જોશીમઠનો મધ્ય ભાગ એટલે કે મધ્ય વિસ્તાર નીચે જવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ડિપ્રેશનનો ઉપરનો ભાગ જોશીમઠ-ઓલી રોડ પર આવેલ છે. વૈજ્ઞાાનિક ભાષામાં તેને સબસિડન્સનો તાજ કહેવામાં આવે છે. એટલે કે ઓલી રોડ પણ તૂટી જવાનો છે. જોશીમઠનો બાકીનો નીચેનો ભાગ એટલે કે અલકનંદા નદીની ઉપરનો આધાર પણ ડૂબી જશે. જોકે આ ઈસરોનો પ્રાથમિક અહેવાલ છે. હાલમાં InSAR રિપોર્ટનો અભ્યાસ હજુ ચાલુ છે. ભૂસ્ખલન ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

તો શું આ કારણોસર ડૂબી રહ્યું છે જોશીમઠ ? 

પ્રાચીન ભૂસ્ખલનના કાટમાળ પર સ્થિત જોશીમઠનો મોટાભાગનો ભાગ ઢોળાવ પર છે. ઢોળાવની ટોચની માટી નબળી છે. તેની ઉપર પણ ઘણું વજન છે. જેના કારણે તે લપસી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હતી અને ગંદુ પાણી ઘરો અને હોટલોમાંથી નીકળે છે. તેઓ જમીનની અંદર ઘૂસતા રહ્યા. જેના કારણે જમીનનો ઉપરનો પડ નબળો પડતો ગયો.

પાણીના સતત પ્રવાહને કારણે જમીનના સ્તરોમાં હાજર સુંવાળા ખનિજો ધોવાઇ ગયા હતા. જેના કારણે જમીન નબળી પડતી ગઈ. આ પ્રાચીન કાટમાળ ઉપરથી સતત બાંધકામનું વજન સહન કરી શકતો ન હતો.મહત્વનું છે કે, 2021માં ધૌલીગંગા-ઋષિગંગા દુર્ઘટનાના કારણે થયેલા કાટમાળને કારણે જોશીમઠના નીચેના ભાગમાં અલકનંદા નદીના ડાબા કાંઠે પગના જમીનનું ઘણું ધોવાણ થયું હતું. જેના કારણે શહેરનો પાયો હચમચી ગયો હતો. એણે જોશીમઠના ઢોળાવને હચમચાવી નાખ્યો.

જોશીમઠના નાજુક ઢોળાવને બરબાદ કરવા માટે સપાટી પરનું પાણી, કુદરતી ગટરના કારણે જમીનનું આંતરિક ધોવાણ, ભારે ચોમાસાનો વરસાદ, ધરતીકંપના આંચકા, આડેધડ અને અવૈજ્ઞાનિક બાંધકામો જવાબદાર છે. તમે તેની મર્યાદાથી વધુ પાણીથી ડોલ ભરી શકતા નથી. પર્વતોનું પણ એવું જ છે.

આ પણ વાંચો :-

BHIM UPI અને Rupay Card પર કેટલું મળશે સરકારી પ્રોત્સાહન ? અહીં જાણી લો ડિટેલ્સ

0

How much government incentive will be available on BHIM UPI and Rupay Card

  • કેન્દ્રીય કેબિનેટે આજે દેશમાં સામાન્ય જનતા માટે ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધારવા માટે 2600 કરોડ રૂપિયાનાં ઈન્સેન્ટિવનું એલાન કર્યું છે.

મોદી કેબિનેટે ઓછા ખર્ચવાળા ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transactions) માટે 2600 કરોડ રૂપિયાના પ્રોત્સાહનને પેકેજને મંજૂરી આપી હોવાથી હવેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર લોકોને રોકડનો લાભ મળશે. Rupay Cardની મદદથી અનેક ફાયદા થશે. જેની માહિતી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) આપી હતી.

  1. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે Rupay Card થકી ડિજિટલ પેમેન્ટ્સ પર 0.4%નું ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
  2. BHIM UPIની મદદથી 2000 રૂપિયાથી ઓછી રકમનાં ટ્રાન્ઝેક્શન પર 0.25%નું ઈન્સેન્ટિવ અપાશે.
  3. ભીમ UPIની મદદથી ઈન્ડસ્ટ્રીનાં ઉપયોગ માટે થતાં ડિજિટલ પેમેન્ટ્સ જેવા કે ઈન્શોરન્સ, મ્યૂચુલ ફંડ્સ, જ્વેલરી અને અન્ય સેગમેન્ટ માટે આ ઈન્સેન્ટિવ 0.15%નું નક્કી કરવામાં આવ્યું છે.
  4. કેન્દ્રીય કેબિનેટ આ નિર્ણય અંતર્ગત બેંકોને પણ ફાઈનેંશિયલ ઈન્સેન્ટિવ આપશે જેની મદદથી પૉઈન્ટ ઑફ સેલ PoS અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન જે Rupay Cardથી થશે તેના પર અલગ-અલગ પ્રકારનાં ઈન્સેન્ટિવ આપવામાં આવશે. ઓછી વેલ્યૂનાં BHIM-UPI પર પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
  5. UPI પેમેન્ટથી થનારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા ડિસેમ્બરમાં 12 લાખ કરોડ રૂપિયા સુધી આવી ગઈ હતી જે દેશની કુલ GDPનું આશરે 54%ની આસપાસ આવે છે. આ આંકડાને વધુ વધારવા માટે વધુમાં વધુ ઈન્સેન્ટિવ આ 2600 કરોડ રૂપિયાની મદદથી કરવામાં આવશે.

ત્રણ બહુસ્તરીય સહકારી મંડળીઓની રચના :

કેન્દ્રીય કેબિનેટે બીજો એક મોટો નિર્ણય લેતા ત્રણ બહુસ્તરીય સહકારી મંડળીઓની રચનાને પણ મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો :-

આટલાં વર્ષનાં બાળકોને પણ સ્કૂલમાં મળશે એડમિશન, સરકારે બદલ્યો નિયમ

0

Children of this age will also get admission in schools

  • સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે (Gujarat Govt) હવે 6 વર્ષથી નાના બાળકો માટે એક નવો રસ્તો કાઢી લીધો છે. બાળકોને ભણાવવામાં આવશે અને સ્કૂલમાં દાખલ પણ કરાશે પણ તેઓ ધોરણ 1માં નહીં ભણી શકે  ધો.૧માં પ્રવેશ માટે આગામી શૈક્ષણિક વર્ષથી (Academic Year) છ વર્ષનો નિયમ લાગુ થનાર છે અને ૧લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને ધો.૧માં પ્રવેશ નહી મળે. જેને પગલે રાજ્યના અંદાજે ૩ લાખ જેટલા બાળકોને અસર થશે. હવે રાજ્ય સરકાર આ મામલે ભરાઈ જતાં મોદી સરકારના અધિકારીઓ પાસે પણ મદદ માગી હતી.

નોટિફિકેશન જાહેર થયા બાદ પણ સ્કૂલો અને વાલીઓએ આ મામલે વિરોધ કરતાં સરકાર ભરાઈ ગઈ હતી.  હવે પાંચથી-છ વર્ષના આ બાળકો માટે પ્રી-પ્રાયમરીમાં ત્રીજુ વર્ષ ઉમેરવાની યોજના ઘડી રહી છે અને ત્રીજા વર્ષ તરીકે આ બાળકોએ ધો.૧ પહેલા બાલવાટિકામાં ભણવુ પડશે. સરકારી અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં બાલવાટિકાઓ બનાવાશે. જેને પગલે બાળકોનું ભવિષ્ય પણ નહીં બગડે અને સરકારના નિયમો પણ પાળવામાં આવશે.

સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 3 લાખ બાળકોને આ નિયમથી સીધી અસર થવાની સંભાવના છે. હવે સવાલ એ પણ છે કે શિક્ષકોની આટલી બધી ઘટ છે ત્યારે નવા બાળકો માટે બનાવેલી બાલવાટિકામાં કેવી રીતે શિક્ષકો ભણાવશે એ ચર્ચાનો વિષય છે.

આ નવા નિયમથી ધો.૧માં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટે તેમ હોવાથી શિક્ષકો ફાજલ થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકામાં આ બાળકોને ભણાવાશે અને જેઓને ધો.૧થી૫ના જ શિક્ષકો ભણાવશે. રાજ્ય સરકારે ગત ૨૦૨૦માં નોટિફિકેશન કરીને આરટીઈ એક્ટમાં સુધારા રૃપે ધો.૧માં પ્રવેશ માટે છ વર્ષનો નિયમ ફરજીયાત કર્યો છે. જો કે આ નિયમ જુન ૨૦૨૩થી લાગુ થનાર છે.૨૦૨૦-૨૧,૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.૧માં પ્રવેશ અપાયો છે.

સંચાલકોએ પણ આ મામલે ઝૂકાવતાં સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ હતી. જો કે નિયમમાં છુટ કે રાહત આપવાની સરકારની કોઈ યોજના નથી. જેથી આ નિયમનો તોડ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા રૃપે રાજ્ય સરકાર ધો.૧ પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

આ નવા નિયમથી અંદાજે ૩ લાખથી વધુ બાળકોને અસર થાય તેમ છે કે જેઓને જુનિયર કેજી અને સીનિયર કેજી પુરુ કર્યા બાદ પણ ૧લી જુને છ વર્ષ પુરા ન થતા હોય કે છ વર્ષમાં થોડા દિવસો બાકી હોય.હવે સરકારે બાલવાટિકા માટેની ફીના ધોરણથી માંડી પ્રવેશના નિયમો પણ નક્કી કરવા પડશે. જેને પગલે નવી કવાયત શરૂ થશે.

આ પણ વાંચો :-

‘રાણા’ને હજુ પણ રહેવું પડશે જેલમાં ! દેવાયત ખવડના જામીન અંગે સૌથી મોટા સમાચાર 

0

‘Rana’ still has to stay in jail

  • દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગમાં રાખવામાં આવી છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે.

મયૂરસિંહ રાણા (Mayur Singh Rana) પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને (Bail application) કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. જો દેવાયત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. મહત્વનું છે કે મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલ હવાલે છે.

દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર :

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

શું હતો સમગ્ર મામલો ? 

દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો :-

આજે રાત્રે ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીની બે સેમીફાઈનલ મેચો રમાશે

0

આજે ગુરૂવાર તા. 12 મીએ રાત્રે 8.30 કલાકે મોટીવેડ ખાતે ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીની બે સેમીફાઇનલ મેચો રમાશે. ગુજરાત ગાર્ડિયન અને સુરતીઝ આ ટ્રોફીમાં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા છે.

IMG_20230112_171355

ગઇ તા. 1 લીએ સ્વ. કુસુમબેન ચંદુભાઇ પટેલ ( સીંગણપોર )ના પરિવારના સૌજન્યથી ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીનો પ્રારંભ થયો હતો. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરતના મોટીવેડ ખાતેના સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન સમારોહ બાઆ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. બાર દિવસથી ચાલતી ગોવિંદજી પટેલ ટી 10 ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટ હવે સેમીફાઇનલના તબક્કે પહોંચી છે. આજે મોટીવેડ ખાતે બે સેમીફાઇનલ મેચો રમાશે.

IMG-20230112-WA0153

આજે રાત્રે 8.30 કલાકે ગોવિંદજી ટી 10 ચેમ્પિયન ટ્રોફીની પહેલી સેમીફાઇનલ મેચ સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ભરીમાતા સ્ટ્રાઇકર અને દેવ ઇલેવન સિંગણપોર વોરિયર્સ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમીફાઇનલ મેચ રાત્રે 9.30 કલાકે જે.એસ. ઓલ સ્ટાર અને વિક્ટોરિયસ વેડ વચ્ચે રમાશે. ગુજરાત ગાર્ડિયન ટ્રોફીમાં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા છે.