આ શહેરમાં ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ, અંદરનું પડ આરોગ્ય માટે છે જોખમી

Share this story

Paper cups used for tea are banned in this city

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર લગાવ્યો પ્રતિબંધ. આવા પેપર કપમાં ચા આપતી કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે કોર્પોરેશન.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે પેપર કપમાં (Paper Cup) અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કરચો વધારો ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે કોર્પોરેશન દ્વારા કરાયો હતો. જેમાં કચરાનું વધુ સર્જન ચાના પેપર કપના કારણે થતું હોવાનું જાણવા મળ્યું હતું.

કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે AMC  :

AMCએ શહેરમાં ચાના પેપર કપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પેપર કપનો ઉપયોગ કરતી કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ટીમ શહેરભરમાં આવેલી કીટલીઓ પર તપાસ હાથ ધરશે. આ દરમિયાન પેપર કપનો ઉપયોગ થતો જણાશે તો ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

કાચના કપ અથવા કુલડીમાં આપવી પડશે ચા  :

AMC દ્વારા કરાવામાં આવેલા સર્વેમાં સામે આ પ્રકારે ચાના નાના કપ કે પ્યાલીઓને કારણે જાહેર રોડ પર કચરો વધુ થતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કેટલીક જગ્યાએ ચાની કીટલીઓ પર રોડની બાજુએ આવેલી ગટરોમાં પેપર કપ નાખી દેવાતા હોવાથી ગટર ઊભરાવાની અને ચોકઅપ થઈ જવાની અનેક ફરિયાદો મળતી હતી.

જેને ધ્યાનમાં રાખીને ચાની શહેરમાં આવેલી ચાની કીટલીઓ પર પેપર કપમાં ચા આપવાનું બંધ કરાવવામાં આવશે. પેપર કપના બદલે ચાની કીટલીવાળાએ કાચના કપ અથવા કુલડીમાં ચા આપવી પડશે.

આ પણ વાંચો :-