500 વર્ષ જૂના મંદિરમાં હનુમાન દાદા જ છે જજ : મંદિરની અંદર જ છે “હાઇકોર્ટ” અને “સુપ્રીમ કોર્ટ”

Share this story

Hanuman Dada is the judge in the 500 year old temple

  • આમ તો હનુમાનજી તેમના ભક્તોની ફરિયાદો ખૂબ જ ઝડપથી સાંભળે છે અને તેમના કષ્ટોનું નિવારણ પણ કરે છે.

હનુમાનજી (Hanumanji) અમર છે. ધરતી પર જેટલા પણ અવતાર થયા તેમાં હનુમાનજી, દત્તાત્રેય અને પરશુરામજી અમર છે. હનુમાનજીને કળયુગના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે બજરંગ બલિ (Bajrang Bali) પોતાના ભક્તોની મનોકામનો જલ્દી સાંભળે છે. આજ કારણ છે કે કરોડોની સંખ્યામાં લોકો તેમની પૂજા કરે છે.

આમ તો બજરંગ બલિના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે પરંતુ રીવા શહેરના ચિરહુલામાં સ્થિત ભગવાન બજરંગબલીની એવી માન્યતા છે કે અહીં દર મંગળવાર અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. એવી માન્યતા છે કે અહીં ભગવાનની કોર્ટ ભરાય છે. હનુમાનજી પોતે અહી ન્યાય કરે છે.

અહીં ભરાય છે હનુમાનજીની કોર્ટ :

રીવા સ્થિત ચિરહુલા મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે કેટલાક ભક્તો દર શનિવાર અને મંગળવારે અહીં હનુમાનજીના દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે અહીં હનુમાનજીનો દરબાર ભરાય છે. કોર્ટના ન્યાયાધીશ પોતે હનુમાનજી છે.

માન્યતાઓ અનુસાર આ મંદિરમાં 500 વર્ષ પહેલા બજરંગ બલીની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે હનુમાનજીની સ્થાપના ચિરૌલ દાસ બાબાએ કરી હતી. તેમના નામ પરથી મંદિરનું નામ ચિરહુલા નાથ રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ મંદિર ચિરહુલા તળાવના કિનારે સ્થાપિત છે.

ચિરહુલા મંદિરમાં છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ :

ચિરહુલા મંદિરને હનુમાનજીની જિલ્લા અદાલત કહેવામાં આવે છે. જ્યારે રામસાગર મંદિર પાસે આવેલા હનુમાનજીનું મંદિર હાઈકોર્ટ કહેવાય છે. આ મંદિરથી આગળ વધતાં ત્યાં આવેલું હનુમાનજીનું મંદિર સુપ્રીમ કોર્ટ કહેવાય છે. એવું કહેવાય છે કે જે ભક્તોના કષ્ટોનું નિવારણ જિલ્લા કોર્ટ દ્વારા દૂર કરવામાં આવતું નથી. તેમની સુનાવણી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં થાય છે.

આ પછી શ્રદ્ધાળુઓ પોતાની ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પહોંચે છે. માન્યતાઓ અનુસાર અહીં આવનાર દરેક ભક્તની પીડા દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલા છે. જ્યારે પણ ચિરહુલા મંદિરમાં કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે. ત્યારે તે રામચરિત માનસનો પાઠ કરે છે અને ભંડારાનું આયોજન કરે છે.

આ પણ વાંચો :-