‘રાણા’ને હજુ પણ રહેવું પડશે જેલમાં ! દેવાયત ખવડના જામીન અંગે સૌથી મોટા સમાચાર 

Share this story

‘Rana’ still has to stay in jail

  • દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગમાં રાખવામાં આવી છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે.

મયૂરસિંહ રાણા (Mayur Singh Rana) પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને (Bail application) કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. જો દેવાયત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. મહત્વનું છે કે મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલ હવાલે છે.

દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર :

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

શું હતો સમગ્ર મામલો ? 

દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો :-