શરૂ થયો મોટર-શો  : મારુતિએ પહેલી ઈલેક્ટ્રિક કારથી ઉઠાવ્યો પડદો, 550 કિમીની રેન્જ

Share this story

Motor-show begins

  • Auto Expo 2023નુ સ્ટેજ તૈયાર છે. ત્રણ વર્ષના ગેપ બાદ આ મોટર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક વખતના ઓટો-એક્સપોમાં મારૂતિ સુઝુકીથી લઈને ટાટા મોટર્સ વગેરે સહિત ઘણા મોટા બ્રાન્ડ્સ પોતાના નવા મોડલોને લોન્ચ કરશે. મારૂતિ સૂઝુકીએ આ એક્સપોમાં પોતાની નવી ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટ eVXને લોન્ચ કરી છે.

2023 Auto Expoની શરૂઆત થઈ ચુકી છે. આજે એટલે કે 11 જાન્યુઆરીથી મીડિયા માટે આ મોટર શો શરૂ કરવામાં આવ્યો છે. ઈવેન્ટના પહેલા દિવસે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ (Maruti Suzuki) પોતાની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટ Maruti eVXને લોન્ચ કરી છે.

આકર્ષક લુક અને દમદાર ઈલેક્ટ્રિક મોટર અને બેટરી પેકથી સજ્જ આ એસયુવીને જલ્દી જ વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાના ઈન્ડિયા એક્સપો માર્ટમાં આયોજીત વાહનોના આ પ્રદર્શનમાં સુઝુકીથી લઈને ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા સહિત ઘણા દિગ્ગજ બ્રાન્ડ ભાગ લઈ રહ્યા છે.

કેવી છે Maruti eVX Electric SUV : 

મારૂતિ સુઝૂકીનું કહેવું છે કે આ કારને સુઝૂકી મોટર કોર્પોરેશન દ્વારા ડિઝાઈન અને ડેવલોપ કરવામાં આવી છે. Maruti eVX ઈલેક્ટ્રિક કોન્સેપ્ટમાં કંપની 60kWhની ક્ષમતાની બેટરી પેકનો ઉપયોગ કરી રહી છે. જે સિંગલ ચાર્જમાં 550 કિમી સુધીની ડ્રાઈવિંગ રેંજ આપશે. આ કારની લંબાઈ 4,300mm, પહોળાઈ 1,800mm અને ઉંચાઈ 1,600 mm છે. આ કારને સંપૂર્ણ રીતે નવા ડેડિકેટેડ ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

Maruti eVX Electric ઈલેક્ટ્રિક કોન્સેપ્ટને કંપનીના એક સિગ્નેચર એસયુવી ડિધાઈન કરી છે. જે સારા એયરોડાયનમિકના સિલ્હુટની સાથે આવે છે. તેમાં સારી લાંગ વ્હીલબેસની સાથે જ ગ્રાઉન્ડ ક્લીયરન્સને પણ ઉંચુ રાખવામાં આવ્યું છે.

કંપનીનું કહેવું છે કે આ એસયુવી બ્રાંડ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ ફ્યુચરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા કોન્સેપ્ટ ઉપરાંત કંપનીએ વૈગનઆર ફ્લેક્સ ફ્યુલ અને બ્રેઝા સીએનજી જેવા મોડલોને પણ પ્રદર્શિત કર્યા છે.

આ વાહનો લોન્ચ થશે :

મારૂતિ સુઝુકી ઉપરાંત મોરિસ ગેરાજેજ (MG), અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, બિલ્ડ યોર ડ્રિમ, ટોર્ક મોટર્સ, ઓકિનાવા ઓટોટેક, હીરો ઈલેક્ટ્રિક, હુન્ડાઈ, કિયા ઈન્ડિયા, ટોયોટા અને જેબીએમ જેવા બ્રાન્ડ્સ પણ પોતાના વાહનોને લોન્ચ કરશે. ત્રણ વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે એક વખત ફરીથી નોએડાના ઈન્ડિયા એક્સપો માર્ટમાં વાહનો લોન્ચ થવા તૈયાર છે.

આ પણ વાંચો :-