Home Blog Page 1192

OMG ! માત્ર 699 રૂપિયામાં મળી રહ્યો છે Motorola નો 5G Smartphone, જાણો વિગત

Motorola’s 5G smartphone is available for just 699 rupees

  • Motorola ના સૌથી ધમાકેદાર 5જી ફોનને માત્ર 699 રૂપિયામાં ખરીદી શકાય છે. રસપ્રદ વાત છે કે તેમાં બેન્ક ઓફર સામેલ નથી. ટ્રેડ ઈનની મદદથી ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. તમે પણ જાણો માહિતી..

Flipkart નો Big Saving Days સેલ પૂરો થઈ ગયો છે. હવે Moto Days Sale શરૂ થયો છે. જેનો આજે છેલ્લો દિવસ છે. સેલ દરમિયાન મોટોરોલાના (Motorola) ફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 5જી ફોન્સ પર પણ ખુબ શાનદાર છુટ મળી રહી છે.

મોટોરોલાના સૌથી ધમાકેદાર 5જી ફોનને માત્ર 599 રૂપિયામાં ખરીદી શકાય છે. રસપ્રદ વાત છે કે તેમાં બેન્ક ઓફર સામેલ નથી. ટ્રેડ ઈનની મદદથી ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. આવો જાણીએ કઈ રીતે…

Moto Days Sale : MOTOROLA G62 5G Offers & Discounts

MOTOROLA G62 5G (128 GB) ની લોન્ચિંગ પ્રાઈઝ 21999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર 14999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે ફોન પર 31 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફોન પર શાનદાર એક્સચેન્જ ઓફર મળી રહી છે. જેથી ફોનની કિંમત ઘટી જશે.

Moto Days Sale : MOTOROLA G62 5G Exchange Offer

MOTOROLA G62 5G પર 14300 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવો છો તો આ ઓફ તમને મળી જશે. પરંતુ 14300 રૂપિયાનું એક્સચેન્જ ત્યારે મળશે. જ્યારે તમારા જૂના ફોનની કંડીશન સારી હોય અને મોડલ લેટેસ્ટ હોય. જો તમે આ ઓફની તમામ કિંમત મેળવવામાં સફળ રહ્યાં તો ફોન તમને 699 રૂપિયામાં મળી જશે.

Moto Days Sale : MOTOROLA G62 5G Bank Offer

જો તમે ફોન એક્સચેન્જ કરાવવા ઈચ્છતા નથી તો બેન્ક ઓફર પણ છે. જો તમે ફોન ખરીદવા માટે ફેડરલ બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો  ઉપયોગ કરો છો તો તમને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 10 ટકાની ઓફર આપવામાં આવી રહી છે. ત્યારબાદ ફોનની કિંમત 14,249 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો :-

બીમારી, ખાટલા અને દવાઓને લાત મારીને આકાશમાં ઉડ્યાં 80 વર્ષના દાદીમા! જીના ઈસીકા નામ હૈ…

0

80-year-old grandmother flew

  • વાહ દાદી વાહ. એટલે જ કહેવાય છે ઘરડાં જ ગાડાં વાળે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક 80 વર્ષની મહિલા સાડી પહેરીને પેરાગ્લાઈડિંગ કરતી જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ મહિલાની આ હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં (Social media) વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેને જોયા બાદ યુઝર્સના મોંઢા ખુલ્લા રહી ગયા છે. તાજેતરના સમયમાં કેટલાક વૃદ્ધો એવા પરાક્રમ કરતા જોવા મળ્યા હતા. જેને જોઈને બધા કહે છે કે ઉંમર તો માત્ર એક નંબર છે. આ ક્રમમાં ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 80 વર્ષની વયની વૃદ્ધ મહિલાના કારનામાને જોઈને દરેકે દાંત કચકચાવ્યા છે.

થોડા દિવસો પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં 80 વર્ષની વયની એક વૃદ્ધ મહિલા મેરેથોનમાં ભાગ લેતી અને દોડતી જોવા મળી હતી. આ જ સમયે સામે આવેલા અન્ય એક વીડિયોમાં એક વૃદ્ધ મહિલા પોતાની હિંમતથી બધાને ચોંકાવી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી (grandmother paragliding video viral Video) જોઈ શકાય છે. એક વૃદ્ધ મહિલાના આ હિંમતે બધાને ચોંકાવી દીધા છે.

સાડી પહેરીને પેરાગ્લાઈડિંગ કરતી મહિલા :

આ વાયરલ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર સેલિના મોસેસ નામની યુઝરે પોતાની પ્રોફાઈલ પર પોસ્ટ કરી છે. આ વીડિયોમાં સેલિનાની 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી જોવા મળી રહી છે. જે એકદમ નીડર છે અને આ એડવેન્ચર સ્પોર્ટમાં ઉત્સાહ સાથે ભાગ લેતી જોવા મળી હતી. વીડિયોમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન વૃદ્ધ મહિલા સાડી પહેરેલી જોવા મળે છે.

આ પણ વાંચો :-

24 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : ગણેશજી આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “ગણપતિ બાપા મોરિયા”

24 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અત્યનાં નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખમાં વધારો થાય.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનાં યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી.

સિંહઃ
માનસિક પ્રસન્‍નતા જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભનાં યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાનાં આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનનાં પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ નબે છે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતનાં તથા વાહનનાં ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઊભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે.

ધનઃ
વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પોદા થાય. પરિવારનાં સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઈ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
ખોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષક, ફાયનાન્સ તથા મીકેનીકલ, એન્જીનીયરીંગનાં ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટણ તથા કીડની સંબંધીત રોગોથી સાવધાની રાખવી.

મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ, ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાનાં દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

આ પણ વાંચો :-

વાયરલ વિડીયો : બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં ઈજ્જતના થયા ધજાગરા, ઊંધા મોઢો પટકાયો જુઓ વીડિયો

0

Ijjat was shocked while doing stunts

  • ઈન્ટરનેટ પર હજારો સ્ટંટના વીડિયો જોવા મળશે. કેટલાક વીડિયોમાં સ્ટંટમેન જબરદસ્ત સ્ટંટ કરે છે, તો કેટલાકમાં સ્ટંટમેનનો સ્ટંટ નિષ્ફળ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર સ્ટંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં (Video) એક યુવક બાઈક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે તેનો સ્ટંટ નિષ્ફળ (Stunt failed) જાય છે. આ પછી યુવક સાથે જે થયું તે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

ખતરનાક સાબિત થઈ શકે આવા સ્ટંટ :

આ વીડિયોમાં એક શખ્સ એક ટાયરવાળી બાઈક પર ઉભા રહીને સ્ટંટ કરતો જોવા મળે છે. આવા સ્ટંટ ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પ્રકારની ભૂલ કરવાનું ટાળો અને પોતાની સાથે-સાથે બીજાને રાહદારીઓનું પણ ધ્યાન રાખો.

ખતરનાક અકસ્માતનો બને છે ભોગ :

વીડિયોમાં એક શખ્સને એક ટાયરવાળી બાઈક ચલાવતો જોઈ શકાય છે. જેમાં આગળનું ટાયર નથી. વીડિયોમાં તે શખ્સ જોખમી રીતે બાઇકને કંટ્રોલ કરતા એક પછી એક સ્ટંટ કરે છે. જેને જોઈને યુઝર્સના મોં ખુલ્લા રહી જાય છે. વીડિયોના અંતમાં જેવો શખ્સ બાઈક પર બેસીને તેને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે તે બાઈક પર વધુ સ્પીડને કારણે સંતુલન ગુમાવે છે અને ખતરનાક અકસ્માતનો ભોગ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ શખ્સ રસ્તા પર પડી જાય છે અને દૂર સુધી ઘસેડાય છે.

જુઓ વીડિયો :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયોને @NarendraNeer007 નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને યુઝર્સના પણ પરસેવા છૂટી રહ્યા છે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘ઈતના જોખમી સ્ટંટ ભી નહીં કરના થા.’

આ પણ વાંચો :-

ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રની રોફગીરી : પિતાની રિવોલ્વર કમરે ટીંગાડી….

0

Rofgiri of the son of a woman corporator

  • રાજકોટમાં યુવાધન રીલ્સ (Yuvadhan Reels) બનાવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી બેસે એવા ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટનાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના (BJP women corporator) પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી, કારના બોનેટ પર ઠાઠમાઠથી બેસી ફોનમાં વાત કરતો હોય એવી રીલ્સ (Reels) બનાવી છે. આ રીલ્સ પોતાના સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી. આ રીલ્સમાં ‘હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આપવામાં આવ્યો છે. પિતાની રિવોલ્વર (Revolver) પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

વોર્ડ નં.6નાં ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવનો પુત્ર :

વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન જાદવના (Devuben Jadav) પુત્ર નિલેશ જાદવ કારના બોનેટ પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો અને કમરે રિવોલ્વર ટીંગાડી રીલ્સ બનાવી હતી. એટલું જ નહીં નેતાના પુત્રે થોકબંધ તસવીરો ખેંચાવી એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી.

પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં રિવોલ્વર લઈને તેની તસવીર ખેંચાવી એને ફરતી કરવી તે ગુનો નહીં હોય એવું આગેવાનનો પુત્ર માનતો હશે અથવા તેને તેનાં માતા-પિતા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેનું કંઈ નહીં કરી શકે એવો વહેમ હશે. પરંતુ રવિવારે સાંજે આ તસવીર ફરતી થતાં પોલીસ હરકતમાં આવી હતી.

રીલ્સમાં શું જોવા મળે છે ?

રીલ્સમાં જીજે-03-એમબી-1009 નંબરની સિલ્વર કલરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠો હોય એમ નિલેશ નજરે પડે છે. રીલ્સમાં અન્ય યુવાનો પણ જોવા મળે છે તેમજ રીલ્સમાં શરૂઆતમાં ‘અરે ખબર નહીં ક્યાં રૂપમાં આવીને વઈ જાય છે.

કારમાં ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (R.M.C.) લખેલી નેમપ્લટ જોવા મળી.

હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી…મારા બોલતાં પહેલાં કરી જાય છે’ એવો અવાજ સંભળાય છે અને બાદમાં ‘જય હો મેલડી મા’નું ડાકલાં સાથે ગીત વાગે છે. વીડિયોના અંતે મેલજી માતાજીનો ફોટો પણ રાખ્યો છે. નિલેશ જે કાર પર બેઠો છે એના આગળના ભાગે ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (R.M.C) લેખલી નેમપ્લેટ છે.

આ પણ વાંચો :-

7 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સરકારે કર્યા 140 કરોડ રૂ. ટ્રાન્સફર ! શું તમને મળ્યાં કે નહીં ? ફટાફટ આ રીતે કરો ચેક

0

140 crores in the account of more than 7 lakh farmers

  • મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ MPના 7 લાખથી વધારે ખેડૂતોને 140 કરોડ રૂપિયાથી વધારેની રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે. ખેડૂતોને બે હપ્તાના 4,000 રૂપિયા મોકલવામાં આવ્યા છે.

કૃષિ ક્ષેત્રનો (Agricultural field) વિકાસ ત્યાર જ સંભવ છે. જ્યારે કિસાનોની આર્થિક સ્થિતિ (Economic status) મજબૂત થશે અને ખેડૂતોની આવક વધારવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખેતીના ખર્ચને ઓછો કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર (Central and State Govt) ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતોન આર્થિક સહાય (Financial assistance) આપી રહી છે.

હવે તેમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) ચલાવી છે. જેના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા બે-બે હજાર રૂપિયાના હપ્તામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. રાજ્ય સરકારે પણ પોતાના લેવલ પર ખેડૂતોને આર્થિક સશક્તિકરણ પ્રદાન કરે છે. એવામાં મધ્ય પ્રદેશની સરકારે પણ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના (Chief Minister Kisan Kalyan Yojana) ચલાવી છે. જેના બેઠળ વાર્ષિક 4,000 રૂપિયા રાજ્યના ખેડૂતોને આપવામાં આવે છે.

7 લાખ ખેડૂતોને મળ્યા 140 કરોડ રૂપિયા :

હાલમાં જ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 7 લાખ ખેડૂત પરિવારોને 140 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. આ રકમમાં રીવા સંભાગમાં આયોજીત એક કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Union Defense Minister Rajnath Singh) ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. રાજ્યાના લાખો ખેડૂતોને આ યોજનાથી લાભા આપવામાં આવી રહ્યા છે.

આ સ્કીમ હેઠળ દર વર્ષે 4,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવી રહી છે. આ રકમ દર 6 મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો સૌથી વધારે ફાયદો એ ખેડૂતોને મળશે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની સહાયતા રકમનો લાભ લે છે.

આ રીતે કરો ચેક :

હાલમાં જ 7 લાખ ખેડૂતોના ખાતામાં 140 કરોડ રૂપિયાની રકમ મોકલવામાં આવી છે. જો તમે પણ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાના લાભાર્થી છો તો ઓફિશિયલ વેબસાઈટ  https://saara.mp.gov.in/ પર જઈને યોજનાની ટ્રાન્સફર રકમ ચેક કરી શકો છો.

  • સૌથી પહેલા https://saara.mp.gov.in/ પર ક્લિક કરો.
  • હોમ પેજ પર કિસાન અપના આધાર કાર્ડ અથવા બેંક ખાતા નંબર દાખલ કરો
  • અહીં વર્ષ, હપ્તો, જિલ્લો, તાલુકો અને તમારૂ ગામ પસંદ કરો.
  • હવે સ્ક્રીન પર ગામની સાથે ખેડૂતની લિસ્ટ ખુલી જશે.
  • અહીં તમે ગામની પાસે લખેલા નંબર પર ક્લિક કરીને બેંકમાં ટ્રાન્સફર એમાઉન્ટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો :-

પેશાબમાં શુગરના આ 3 લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા, નહીં તો થઈ શકે છે સ્વાસ્થ્યને….

Never ignore these 3 symptoms

  • હાઈ બ્લડ શુગરના લક્ષણ ફક્ત શરીરના અંગોથી જ નહીં પરંતુ પેશાબ દ્વારા પણ જાણી શકાય છે. આવો જાણીએ તેના વિશે…

ડાયાબિટીસના (Diabetes) દર્દી માટે શુગર કંટ્રોલ કરવું ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે શરીરમાં ઈંસુલિનનું પ્રોડક્શન (Production of insulin) ઓછુ થઈ રહ્યું હોય. એવી સ્થિતિમાં શુગર તમારા લોહીમાં મળીને શરીરના દરેક અંગોને પ્રભાવિત કરી શકે છે. એવું જ કંઈક પેશાબની સાથે પણ થાય છે.

જ્યારે શરીરમાં ઈંસુલિનનું પ્રોડક્શનની બરાબર થઈ જાય છે ત્યારે પેશાબમાં ફીણ અને વાસ આવે છે. આ ઉપરાંત ઘણા પ્રકારે તમે પેશાબમાં શુગરના લક્ષણોને ઓળખી શકો છો. આવો જાણીએ કઈ રીતે….

પેશાબમાં શુગરના લક્ષણ :

પેશાબની સ્મેલમાં ફેરફાર :

શુગર જ્યારે સતત વધે છે તો અને મળ અને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નિકળવા લાગે છે તો પેશાબની ગંધ બદલવા લાગે છે. એવામાં તમારા પેશાબમાંથી સ્વીટ દારી અથવા તો સડેલા ફળ જેવી ગંધ આવી શકે છે. તે ઉપરાંત ક્લાઉડી સ્મેલના રૂપમાં પણ જાણી શકો છો જે તમારા શુગરને પ્રભાવિત કરે છે.

પેશાબનું ક્લોઉડી થઈ જવું :

ક્લાઉડી પેશાબ જેમાં તમને ફીણ મહેસુસ થાય છે. આ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં શુગરનું વધેલુ લેવલ હવે લક્ષણના રૂપમાં જોવા મળી રહ્યું છે. એવામાં તમારા પેશાબનો રંગ હલકો ડાર્ડ નહીં પરંતુ વ્હાઈટ અને ઘાટો થઈ શકે છે.

વારંવાર પેશાબ આવવી :

વારંવાર પેશાબ આવવી એ વાતનો સંકેત છે કે શરીરમાં તમારૂ શુગર લેવલ ઝડપથી વધી ગયું છે અને કંટ્રોલ બહાર થઈ ગયું છે. તેના કારણે શુગર તમારા પેશાબમાં આવી શકે છે અને તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિથી બચવા માટે તરત તમારા ડોક્ટરને બતાવો.

ડાયાબિટીસમાં આવી રીતે કંટ્રોલ કરો શુગર :

ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરવા માટે પહેલા તો તમે દરરોજ એક્સરસાઈઝ કરો. બીજુ તમે ડાયેટમાં હાઈ ફાઈબર અને રફેઝને શામેલ કરી શકો છો જે ઝડપથી શુગર મેટાબોલિઝમમાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

 

હવે નહીં રહે સ્કૂટરની ચોરીનો ભય ! આ ખાસ ફીચર સાથે લોન્ચ થશે Honda Activa નું અપડેટેડ મોડલ

Now there is no fear of scooter theft

  • લોન્ચ કરવામાં આવતા આ મોડલને લઈને એવું માનવામાં આવે છે કે કંપની નવા એક્ટિવાને H-smart ટેક્નોલોજી સાથે માર્કેટમાં રજૂ કરશે.

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) તેનું મોડલ લોન્ચ કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે  કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેનું નવું પ્રોડક્ટ નવા એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે. આ સાથે જ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટિવાનું નવું અપડેટેડ મોડલ હોઈ શકે છે.

નોંધનીય છે કે એક્ટિવા એ કંપનીના પોર્ટફોલિયોનું સૌથી વધુ વહેંચાતું મોડલ છે. કંપનીએ વર્ષ 2020ની શરૂઆતમાં તેનું અપડેટ મોડલ આપ્યું હતું અને એ પછીથી આ સ્કૂટરના મોડલમાં કોઈ અપડેટ આવી નથી. જો કે આવતી કાલે લોન્ચ કરવામાં આવતા આ મોડલને લઈને એવું માનવામાં આવે છે કે કંપની નવા એક્ટિવાને H-smart ટેક્નોલોજી સાથે માર્કેટમાં રજૂ કરશે.

સ્કૂટરને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે :

જણાવી દઈએ કે હોન્ડા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ મોડલનું જે ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં એવા સંકેત પણ મળ્યા હતા કે કંપની તેની નવી પ્રોડક્ટમાં H-Smart ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. સાથે જ એમ માનવામાં આવે છે કે કંપની તેનું નામ Activa H-Smart રાખી શકે છે. જો કે હજુ સુધી કંપની દ્વારા આ સ્કૂટર વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી અને આ સ્કૂટરને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે.

સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હોન્ડા આ સ્કૂટરમાં તેની H-Smart ટેક્નોલોજીના ભાગ રૂપે નવી એન્ટી-થેફ્ટ સિસ્ટમ સહિત ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કરી શકે છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે જે એકવાર બજારમાં આવી ગયા પછી આ સ્કૂટર TVS જ્યુપિટરને ટક્કર અહેવાલનું માનીએ તો આ સ્કૂટરનું વજન પણ વર્તમાન મોડલની સરખામણીમાં થોડું ઓછું હોઈ શકે છે.

નહીં રહે સ્કૂટરની ચોરીનો ભય :

એક્ટિવાના આ નવા મોડલમાં એન્ટી-થેફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જણાવી દઈએ કે આ એક ખૂબ જ ઉપયોગી સુવિધા છે. સામાન્ય રીતે જ્યારે સ્કૂટર લોક સ્થિતિમાં હોય એટલે કે ક્યાંક પાર્ક કરેલું હોય એ સ્થિતિમાં વાઇબ્રેશન, વ્હીલ રોટેશન, પાવર ઓન અથવા એન્જિન સ્ટાર્ટ થાય ત્યારે આ સિસ્ટમ તાત્કાલિક એલાર્મ વાગે છે અને મોટરને લોક કરી દે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ માત્ર સાવધાન જ નથી થતો પણ વાહનની ચોરી કરનાર ચોર તેને લઈને ભાગી પણ નથી શકતો.

સાથે જ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની આ સ્કૂટરના એન્જિન મિકેનિઝમમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે અને બની શકે કે નવું એન્જિન વધુ પાવરફુલ હશે. જણાવી દઈએ કે સ્કૂટર 110cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ યુનિટનો ઉપયોગ કરશે જે 7.80 Bhp પાવર જનરેટ કરશે અને એ સામે વર્તમાન મોડલ 7.68 Bhp પાવર જનરેટ છે.

કંપની પહેલાથી જ તેના વાહનોમાં હોન્ડા ઈગ્નીશન સિક્યુરિટી સિસ્ટમ (HISS) નો ઉપયોગ કરી રહી છે અને હવે નવા H-Smart સુધી સ્કૂટરની રેન્જને વધુ પ્રીમિયમ બનાવશે. એક્ટિવા કંપની દ્વારા રજૂ કરવામાં આવનાર પહેલા મોડલ હશે. જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં Honda Activa 6Gની કિંમત રૂ. 73,176 થી રૂ. 76,677 સુધીની છે. જેમાં વધારો આવી શકે છે.

આ પણ વાંચો :-

રિલીઝ પહેલા જ પઠાણની મનમાની, વેચાઈ રહી છે આટલાં રૂપિયામાં ટિકિટ

  • શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ ક્રાંતિ લાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ ચાલી રહ્યું છે.

શાહરૂખ (Shah Rukh) પઠાણથી 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસઆરકેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે અને બીજી તરફ તેનો બહિષ્કાર પણ યથાવત છે.

આટલી મોંઘી વેચાઈ રહી છે પઠાણની ટિકિટો :

શાહરૂખના ચાહકોના ક્રેઝનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેના ફેન્સ પઠાણને જોવા માટે ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. 20 જાન્યુઆરીએ પઠાણનું એડવાન્સ બુકિંગ (Advance booking) શરૂ થયું ત્યારથી જ ફિલ્મની ટિકિટના દર આસમાને પહોંચી ગયા છે. પરંતુ શાહરૂખના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે સૌથી મોંઘી ટિકિટો ખરીદી રહ્યા છે.

આ બોલીવુડ ફિલ્મોને આપાતકાલીન સ્થિતી દરમ્યાન કરવામાં આવી હતી બેન :

ગુરુગ્રામના (Gurugram) એમ્બિયન્સ મોલમાં પઠાણની ટિકિટ 2400, 2200 અને 2000 રૂપિયામાં વેચાઈ રહી છે. ટિકિટ આટલી મોંઘી હોવા છતાં તમામ શો ફુલ થઈ ગયા છે. પરંતુ આપણે એ વાત સાથે સહમત થવું પડશે કે ચાહકો શાહરૂખને ઘણો પ્રેમ કરે છે. એટલા માટે પઠાણને (Pathan) લઈને ચાલી રહેલા વિવાદની પણ ચાહકો પર કોઈ અસર થઈ નથી. ચાહકો શાહરૂખને પડદા પર જોવા માટે આતુર છે.

પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની પઠાણમાં એક મુસ્લીમ વ્યક્તિ દેશ ભક્તિ કરતો જોવા મળશે. પઠાણમાં શાહરૂખ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ બાદ પઠાણ રેકોર્ડ તોડે છે કે પછી બોયકોટ યથાવત રહેશે?

આ પણ વાંચો :-

વાયરલ વિડીયો : ચાલતી બાઈક પર રોમાન્સ કરવો ભારે પડ્યો, હવે જેલમાં કરજો આશિકી

Viral video: Romancing on a moving bike became difficult

  • ભિલાઈમાં કપલનો ચાલતી બાઈક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.

ભિલાઈમાં (Bhilai) કપલનો ચાલતી બાઈક પર રોમાન્સનો વીડિયો વાયરલ (Romance video viral) થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.

વાસ્તવમાં આખો મામલો ભિલાઈનો છે જ્યાં એક છોકરો ભિલાઈના જયંતિ સ્ટેડિયમના પાછળના રોડ પર નંબર વગરની હાઈસ્પીડ બ્લેક કલરની બાઈકમાં નીકળ્યો હતો. તેની પાછળ કેટલાક સ્કૂટર અને બાઈક ચાલકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરો અને છોકરી બાઈક પર ફિલ્મી સ્ટાઈલમાં રોમાન્સ કરી રહ્યાં છે. છોકરાના જેકેટથી છોકરીનો ચહેરો છુપાયેલો હતો.

ચાલતી બાઈક પર કપલે રોમાન્સ કર્યો :

આ કપલ ટાઉનશીપના રસ્તાઓ પર રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. બંને કપલ જયંતિ સ્ટેડિયમથી સ્મૃતિ નગર સુધી આ રીતે એકબીજાને ગળે વળગીને નીકળ્યા હતા. આ લોકોએ અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્યારે આ વીડિયોથી પોલીસની ફજેતી થઈ રહી હતી. કારણ કે થોડા દિવસો પહેલા જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેની ચિંતા કર્યા વગર આ પ્રેમી યુગલ આફત દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવી હરકતો બાઈક પર કરી રહ્યું હતું. તેમ છતાં આ પ્રેમી કપલને રોકવા વાળું કોઈ રસ્તા પર દેખાયુ ન હતું.

આ પણ વાંચો :-