Home Blog Page 1191

તમે પણ નથી કરતાને વધારે પડતા ફળનું સેવન ? આ સમસ્યાઓનો વધી શકે છે ખતરો

Are you consuming too much fruit?

  • ફળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં નેચરલ શુગર મળી આવે છે અને તેને દરરોજ ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્વોની કમી પુરી થઈ જાય છે. પરંતુ વધારે માત્રામાં ફળ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

જાડાયણુ, ડાયાબિટીઝ અને હાર્ટના દર્દીઓ (Diabetes and heart patients) માટે શુગરને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં એવા ઘણા લોકો છે જે દરરોજ વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરનું (White and refined sugar) સેવન કરે છે. વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરને સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સામાન્ય રીતે ગળ્યુ ખાવાની ક્રેવિંગ થવા પર હેલ્થ અને ડાયેટ એક્સપર્ટ્સ ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે.

ફાળોમાંથી મળે છે નેચરલ શુગર :

તમને જણાવી દઈએ કે ફાળો પણ શુગરનું પ્રમાણ મળી આવે છે પરંતુ તેમાં મળી આવતી નેચરલ શુગર હોય છે જેને ફ્રૂક્ટોઝ કહેવાય છે. એવામાં વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરની તુલનામાં ફળોમાં મળી આવતા શુગરને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.

કોઈ પણ વસ્તુનું ન કરો વધારે સેવન : 

જોકે જે પ્રકારે અનહેલ્ધી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું નુકસાનકારક સાબિત થાય છે એવી જ રીતે હેલ્ધી વસ્તુઓનું પણ વધારે પ્રમાણમાં સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને વધારે માત્રામાં ફળ કાવાના અમુક નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.

વધારે પ્રમાણમાં ફળ ખાવાના નુકસાન  :

અમુક ફળોમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય છે તો અમુકમાં ખૂબ જ વધારે કેલેરી હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ડાયાબિટીઝના લોકોના મામલામાં ખૂબ વધારે માત્રામાં ફળ ખાવાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ જ વધી શકે છે.

ત્યાં જ જો હેલ્ધી લોકોની વાત કરીએ તો ખૂબ જ વધારે માત્રામાં ફળોનું સેવન કરવાથી વજન વધવા અને જાડાયણાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

એક તરફ સફરજન અને બેરીઝ એવા ફળ છે જેમાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે સાથે ડ ફળ તમને પ્રાકૃતિક રીતે હાઈડ્રેટેડ રાખે છે. પરંતુ બીજી તરફ તેનું સેવન ખૂબ જ વધારે માત્રામાં કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી તમારા શરીરમાં આગળ જઈને પોષક તત્વોની કમી અને ઘણા પ્રકારની બીમારીઓ પેદા થઈ શકે છે.

દિવસમાં કેટલા ફળ ખાવા માનવામાં આવે છે સુરક્ષિત? 

પોષણ અને આહાર નિષ્ણાંતો અનુસાર આદર્શ રીતે એક દિવસમાં ફળોને ફક્ત ચાર કે પાંચ સર્વિંગ જ લેવી જોઈએ. ફળોની સાથે જ ખૂબ જ શાકભાજી, હોલગ્રેઈન્સ, બીન્સ, પ્લાંટ બેસ્ડ પ્રોટીન અને મીટનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

મોહમ્મદ શમીને કોર્ટનો આંચકો, પત્ની હસીન જહાંને દર મહિને ચૂકવવું પડશે આટલું ભરણપોષણ, જાણો શું છે મામલો

Court shocks Mohammed Shami

  • મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી.

અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Fast bowler Mohammad Shami) કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઘરેલુ હિંસાના આરોપોનો સામનો કરી રહેલા આ સ્ટાર ક્રિકેટરે હવે દર મહિને તેની પત્ની હસીન જહાંને (Wife Hasin Jahan) ભરણપોષણ આપવું પડશે. આ નિર્ણય અલીપુર કોર્ટના (Alipore Court) જજ અનિંદિતા ગાંગુલીએ આપ્યો છે.

હસીન જહાંએ દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી :

મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એવી શક્યતા છે કે હસીન જહાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં હસીન જહાંએ પતિ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીન જહાંના આરોપ બાદ મોહમ્મદ શમીને બીસીસીઆઈએ થોડા દિવસો માટે ટીમમાંથી બહાર કરી દીધો હતો. જો કે તપાસમાં મેચ ફિક્સિંગના આરોપો સાબિત ન થતાં BCCIએ તેને ટીમમાં પાછો લીધો હતો.

ખબર છે કે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે પાંચ વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી છે. આરોપો પર સ્પષ્ટતા આપતા શમીએ કહ્યું હતું કે તેની પત્નીને ઉશ્કેરવામાં આવી રહી છે. જ્યારે તેનો પરિવાર અને તે પોતે પણ વચ્ચે બેસીને આ મામલાને ખતમ કરવા માંગે છે. 2018થી અલગ થયા પછી પણ મોહમ્મદ શમી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની દીકરી વિશે પોસ્ટ કરતો રહે છે.

જ્યારે મોહમ્મદ શમી રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે હસીન જહાં પણ તેને મળવા ગઈ હતી. જો કે તે પછી પણ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ મોહમ્મદ શમીના મોટા ભાઈ પર પણ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :-

ભૂલથી વોટસએપ પર Delete for Me ક્લિક થયા બાદ કરો આ ઉપાય, તરત પરત મળશે જૂના મેસેજ

Do this remedy after clicking Delete

  • હાલના સમયમાં લોકો વોટસએપનો ઉપયોગ તે સતતપણે કરતા હોય છે. વોટસએપ તેના યુઝર્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કંપની તેના પ્લેટફોર્મ પર ઘણા અપડેટસ રિલીઝ કરતી રહે છે. વોટસએપમાં મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે આપણે ભૂલથી ચેટમાંથી કોઈ મેસેજ ડીલીટ ફોર એવરીવન અને ડીલીટ ફોર મી પર ક્લિક થઈ જાય છે.

વોટસએપમાં (WhatsApp) આ બંને પોતાની અલગ ભૂમિકાઓ છે. ડીલીટ ફોર એવરીવન ફીચરની મદદથી અન્ય વ્યક્તિને મોકલવામાં આવેલ મેસેજ પણ ડીલીટ કરવામાં આવે છે. જ્યારે ડીલીટ ફોર મી ફીચરની (Delete for me feature) મદદથી તે મેસેજ તમારી ચેટમાંથી ડીલીટ થઈ જાય છે પરંતુ તે અન્ય વ્યક્તિ પાસે રહે છે. આવી સ્થિતિમાં સમસ્યા ત્યારે વધી જાય છે.

જ્યારે ચેટમાંથી કોઈ મેસેજ ડિલીટ કરવાને બદલે દરેક માટે ડિલીટ (Delete) કરવાને બદલે અમે ભૂલથી તેને મારા માટે ડિલીટ કરી દઈએ છીએ. જો કે જો તમારી સાથે ક્યારેય આવું થાય તો તમે પ્લેટફોર્મ પર ‘એક્સિડેન્ટલ ડિલીટ‘ (Accidental deletion) ફંક્શનનો ઉપયોગ કરી શકો છો અથવા મારા માટે ડિલીટ અનડુ કરી શકો છો.

જાણો WhatsApp આકસ્મિક ડિલીટ ફંક્શન શું છે? (What is WhatsApp Accidental Delete Function?)

વોટસએપ પર ટૂંક સમયમાં જ ‘એક્સિડેન્ટલ ડિલીટ‘ ફંક્શન યુઝર્સ માટે લાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં યુઝર ડિલીટ કરેલો મેસેજ પાછો મેળવી શકશે. જો તમે ભૂલથી એવરીવનને બદલે મી પર ક્લિક કરીને મેસેજ ડિલીટ કરી દો છો તો તમે ફરીથી મેસેજ પાછો મેળવી શકશો. જો કે મેસેજ પુનઃપ્રાપ્તિ માટે પૂર્વવત વિકલ્પનો ઉપયોગ 5 સેકન્ડની અંદર કરવો પડશે. જો તમે 5 સેકન્ડ પછી આ વિકલ્પ પસંદ કરવા માંગો છો. તો આવું થશે નહીં અને તમારો સંદેશ કાયમ માટે કાઢી નાખવામાં આવશે.

How to Use WhatsApp Delete Message Undo?

જૂથ અથવા વપરાશકર્તાને સંદેશ મોકલો. મેસેજ ડિલીટ કરવા માટે તમને Delete for everyone અથવા Delete for Meનો વિકલ્પ મળશે. તેમાંથી જો તમે ડીલીટ ફોર પર ક્લિક કરશો તો તમને અનડુનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરીને તમે સંદેશ પાછો લાવવા માટે સમર્થ હશો. જો કે આ માટે તમારી પાસે માત્ર 5 સેકન્ડ હશે. મારા માટે ડિલીટ કર્યા પછી જો તમારી પાસે Undo નો વિકલ્પ નથી. તો તમારે તમારી એપ અપડેટ કરવી પડશે.

આ પણ વાંચો :-

વિડીયો : અલ્યા જરાક તો ભાન રાખો, વિમાનમાં બે મુસાફરોએ મહિલા કેબિન ક્રૂ સાથે જૂઓ શું કર્યું

0

Video: Alya Zarak To Be Mindful

  • દિલ્હીથી હૈદરાબાદ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે માથાકૂટ કરનાર બે પ્રવાસીઓને ઉતારી મૂકાયા હતા.

સ્પાઈસ જેટની (Spice Jet) ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે એક મુસાફરે અયોગ્ય વર્તન (inappropriate behavior) કર્યું છે. ત્યારબાદ આરોપી મુસાફર અને તેના સહ-મુસાફરને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા. સ્પાઈસ જેટ એરલાઈન્સે (Spice Jet Airlines) સોમવારે જણાવ્યું હતું કે આ ઘટના 23 જાન્યુઆરીએ દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં બની હતી.

દિલ્હી એરપોર્ટ પર બનેલી આ ઘટનામાં એક મુસાફરે કેબિન ક્રૂને પરેશાન કરીને તેની સાથે ખોટું વર્તન કર્યું હતું. સ્પાઈસ જેટે જણાવ્યું હતું કે કેબિન ક્રૂએ પીઆઇસી અને સુરક્ષા સ્ટાફને આ ઘટના અંગે જાણ કરી હતી. ઉપરોક્ત મુસાફર અને સહ-મુસાફર જે એક સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમને ઉતારીને સુરક્ષા ટુકડીને સોંપવામાં આવ્યા હતા. હાલમાં જ ફ્લાઈટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

ગો ફર્સ્ટ ફ્લાઈટમાં પણ બની ચૂકી છે આવી ઘટના :

આ પહેલા 5 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ગોવા જતી ગો ફર્સ્ટ ફ્લાઈટમાં એક મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે બે વિદેશી મુસાફરોએ કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. વિદેશી મુસાફરોએ કથિત રીતે એક એર હોસ્ટેસને બેસવાનું કહ્યું હતું અને બીજી એર હોસ્ટેસને અશ્લીલ વાતો કહી હતી. બંને મુસાફરોને એરપોર્ટ સુરક્ષા એજન્સી સીઆઈએસએફને સોંપવામાં આવ્યા હતા.

એર ઈન્ડીયાની ફ્લાઈટમાં નશેડીએ મહિલા પર કર્યો હતો પેશાબ : 

એર ઇન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે મહિલા સહ-મુસાફર પર પેશાબ કર્યો હોવાની પણ ઘટના બની હતી. 26 નવેમ્બરના રોજ શંકર મિશ્રા નામના એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં એક વૃદ્ધ મહિલા મુસાફર પર નશાની હાલતમાં પેશાબ કર્યો હતો. કેસ નોંધાયા બાદ આરોપીની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

એક-એક એમ કરીને ગુજરાતની 8 નગરપાલિકાઓએ દેવાળું ફૂંક્યું, આખરે નાગરિકોના રૂપિયા ક્યાં જાઈ છે ?

0

One by one, 8 municipalities of Gujarat

  • દેવાળું ફૂંકાય ગયેલી પાલિકાઓનું લિસ્ટ લાંબુ છે. પરંતુ આ બધામાં સમયસર વેરો અને બિલ ભરતા નાગરિકોનો શું વાંક. આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે?

તમે એ વાતથી વાકેફ હશો કે ગુજરાતની 8 જેટલી નગરપાલિકાઓમાં (Municipality) દેવાળું ફૂંકાયું છે.. પાલિકાના વહીવટદારો પાસે વપરાશનું લાઈટ બિલ ભરવાના પણ નાણાં નથી અને આ જ કારણે અનેક પાલિકાઓનું વીજ કનેક્શન (Power Connection) કપાઈ ચૂક્યું છે. પરંતુ આના પાછળનું કારણ શું છે એ તમે જાણો છો..?

જિલ્લો : આણંદ
નગર પાલિકા : બોરિયાવી
બાકી વીજ બિલ : 60.15 લાખ

આણંદ શહેરની આ બોરિયાવી નગરપાલિકા છે.. આ નગરપાલિકાનું વીજ બિલ 60 લાખ રૂપિયાથી વધુનું છે.. વીજ બિલ ના ભરવાના કારણે વીજ કંપનીએ બિલ કાપી નાખ્યું છે અને ગામમાં અંધારપટ્ટ છે.. પરંતુ, પાલિકાની અંદરના આ દ્રશ્યો જુઓ. પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હાજર ન હોવા છતાં પણ લાઈટ પંખા ચાલુ છે અને પાલિકામાં કુલ 7 AC લગાવવામાં આવ્યા છે. હાસ્યાસ્પદ વાત એ છે કે બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વીજ કંપની દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બદઈરાદાથી કરેલું કામ ગણાવી રહ્યા છે.

જિલ્લો : પંચમહાલ
નગર પાલિકા : ગોધરા
બાકી વીજ બિલ : 8 કરોડ 33 લાખ

8 કરોડ 33 લાખ રૂપિયાના વીજ બિલની ચૂકવણી ન થતાં વીજ કંપનીએ અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટ કાપી નાખી હતી. પરંતુ ખાડે ગયેલી પાલિકાની વાસ્તવિકતા કંઈક અલગ છે. આર્થિક તંગી વચ્ચે ગોધરા નગર પાલિકામાં હિસાબી કચેરીમાં વીજ પુરવઠાનો વેડફાટ થતો જોવા મળ્યો. કચેરીમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં પણ લાઈટ શરૂ રખાય. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ પણ શરૂ રહે છે.

જિલ્લો : બનાસકાંઠા
નગર પાલિકા : ધાનેરા
બાકી વીજ બિલ : 2 કરોડ 60 લાખ

બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું 2 કરોડ 60 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કંપનીએ પાલિકાનું જ કનેક્શન કાપી નાખ્યું છે. એટલા માટે હવે અહીં જનરેટરથી કામ ચલાવવું પડી રહ્યું છે.

જિલ્લો : કચ્છ
નગર પાલિકા : અંજાર
બાકી વીજ બિલ : 28 કરોડ

કરોડોનું દેવું હોય તો સામાન્ય રીતે વીજ વપરાશમાં કાપ મુકવો જોઈએ. પરંતુ અહીં પણ હોદ્દેદારોની કેબિનમાં વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે અને વગર કામના લાઈટ-પંખા અને AC શરૂ છે.

દેવાળું ફૂંકાય ગયેલી પાલિકાઓનું લિસ્ટ લાંબુ છે. આના સિવાય રાજકોટના જસદણની નગરપાલિકાનું 5 કરોડ, દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ તો મહેમદાવાદ અને ખેડા બંને નગરપાલિકાનું 3.50 કરોડ અને સાબરકાંઠાની પ્રાંતિજ નગર પાલિકાનું 82 લાખ 36 હજાર રૂપિયાનું વીજ બિલ બાકી છે.

ગુજરાતની નગરપાલિકાઓની આ વાસ્તવિકતા છે. નગરપાલિકાના કરોડો રૂપિયાના દેવા બાકી છે છતાં પણ અધિકારીઓ અને નેતાઓ તાગડધિન્ના કરી રહ્યા છે. બીજી તરફ વેરો ભરતી જનતા હાલાકીનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો :-

સરકારી નોકરી : ધોરણ 10 પાસ યુવાઓ માટે સરકારી નોકરીની શાનદાર તક, 30 હજારથી વધુ પગાર

0

Govt Job : Excellent Govt job opportunity for 10th pass youth, Salary more than 30k

  • નોકરી શોધી રહેલા યુવાઓ માટે કોઈલ ઈન્ડિયા કંપનીમાં ભરતી નીકળી છે. વેસ્ટર્ન કોઈલ ફીલ્ડસ લિમિટેડ WCL એ નોટિફિકેશન બહાર પાડીને માઈનિંગ સરકાર અને સર્વેયર પદો પર ભરતી કાઢી છે. જેના માટે 10મી પાસ સાથે કેટલાક સર્ટિફિકેટ અને શૈક્ષણિક યોગ્યતા જરૂરી છે.

નોકરી શોધી રહેલા યુવાઓ માટે કોઈલ ઈન્ડિયા કંપનીમાં (Coil India Company) ભરતી નીકળી છે. વેસ્ટર્ન કોઈલ ફીલ્ડસ લિમિટેડ (WESTERN COIL FIELDS LIMITED) WCL એ નોટિફિકેશન બહાર પાડીને માઈનિંગ સરકાર અને સર્વેયર પદો પર ભરતી કાઢી છે. જેના માટે 10મી પાસ સાથે કેટલાક સર્ટિફિકેટ અને શૈક્ષણિક યોગ્યતા જરૂરી છે.

ખાસ વાત એ છે કે ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ક્યાય જવું પડશે નહીં. પરંતુ ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકશે. આવામાં યોગ્યતા, સેલરી, પસંદગી પ્રક્રિયા સહિત તમામ જાણકારીઓ અહીં મેળવી શકશો.

કુલ 135 પદો પર ભરતી નીકળી છે. જેમાં માઈનિંગ સરદારના 107 અને સર્વેયરના 28 પદ સામેલ છે. આ પદો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 જાન્યુઆરીથી શરી થઈ. અરજી કરવા માટે 10 ફેબ્રુઆરી સુધીનો સમય મળશે.

ઉંમર મર્યાદા :

જો તમારી ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે છે તો તમે WCL ભરતી માટે અરજી કરી શકશો.

કેટલી મળશે સેલરી :

માઈનિંગ સરદાર પદો પર નોકરી મળ્યા બાદ ઉમેદવારને 31,852 રૂપિયા માસિક પગાર મળશે. જ્યારે સર્વેયર પદો માટે 34391 રૂપિયા પ્રતિમાસ  સેલરી નક્કી કરેલી છે.

પસંદગી પ્રક્રિયા :

પદો પર નિયુક્તિ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે. જે કુલ 100 માર્ક્સની હશે. પરીક્ષાનો સમય 90 મિનિટનો હશે.

કઈ રીતે કરવી અરજી :

Government Job in Western Coal Fields Limited અરજી કરવા માટે WCL ની ઓફિશિયલ વેબસાઈટ westerncoal.in પર જાઓ. હવે મુખ્યપેજ પર અપાયેલા માઈનિંગ સરદાર અને સર્વેયર ભરતી માટેની લિંક પર ક્લિક કરો. નવું રજિસ્ટ્રેશન કર્યા બાદ તમામ માહિતી ભરીને ડોક્યુમેન્ટસ અપલોડ કરો અને ફી જમા કરી દો.

આ પણ વાંચો :-

OMG ! માત્ર 699 રૂપિયામાં મળી રહ્યો છે Motorola નો 5G Smartphone, જાણો વિગત

Motorola’s 5G smartphone is available for just 699 rupees

  • Motorola ના સૌથી ધમાકેદાર 5જી ફોનને માત્ર 699 રૂપિયામાં ખરીદી શકાય છે. રસપ્રદ વાત છે કે તેમાં બેન્ક ઓફર સામેલ નથી. ટ્રેડ ઈનની મદદથી ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. તમે પણ જાણો માહિતી..

Flipkart નો Big Saving Days સેલ પૂરો થઈ ગયો છે. હવે Moto Days Sale શરૂ થયો છે. જેનો આજે છેલ્લો દિવસ છે. સેલ દરમિયાન મોટોરોલાના (Motorola) ફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 5જી ફોન્સ પર પણ ખુબ શાનદાર છુટ મળી રહી છે.

મોટોરોલાના સૌથી ધમાકેદાર 5જી ફોનને માત્ર 599 રૂપિયામાં ખરીદી શકાય છે. રસપ્રદ વાત છે કે તેમાં બેન્ક ઓફર સામેલ નથી. ટ્રેડ ઈનની મદદથી ફોનને સસ્તામાં ખરીદી શકાય છે. આવો જાણીએ કઈ રીતે…

Moto Days Sale : MOTOROLA G62 5G Offers & Discounts

MOTOROLA G62 5G (128 GB) ની લોન્ચિંગ પ્રાઈઝ 21999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર 14999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે ફોન પર 31 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફોન પર શાનદાર એક્સચેન્જ ઓફર મળી રહી છે. જેથી ફોનની કિંમત ઘટી જશે.

Moto Days Sale : MOTOROLA G62 5G Exchange Offer

MOTOROLA G62 5G પર 14300 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવો છો તો આ ઓફ તમને મળી જશે. પરંતુ 14300 રૂપિયાનું એક્સચેન્જ ત્યારે મળશે. જ્યારે તમારા જૂના ફોનની કંડીશન સારી હોય અને મોડલ લેટેસ્ટ હોય. જો તમે આ ઓફની તમામ કિંમત મેળવવામાં સફળ રહ્યાં તો ફોન તમને 699 રૂપિયામાં મળી જશે.

Moto Days Sale : MOTOROLA G62 5G Bank Offer

જો તમે ફોન એક્સચેન્જ કરાવવા ઈચ્છતા નથી તો બેન્ક ઓફર પણ છે. જો તમે ફોન ખરીદવા માટે ફેડરલ બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો  ઉપયોગ કરો છો તો તમને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 10 ટકાની ઓફર આપવામાં આવી રહી છે. ત્યારબાદ ફોનની કિંમત 14,249 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો :-

બીમારી, ખાટલા અને દવાઓને લાત મારીને આકાશમાં ઉડ્યાં 80 વર્ષના દાદીમા! જીના ઈસીકા નામ હૈ…

0

80-year-old grandmother flew

  • વાહ દાદી વાહ. એટલે જ કહેવાય છે ઘરડાં જ ગાડાં વાળે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક 80 વર્ષની મહિલા સાડી પહેરીને પેરાગ્લાઈડિંગ કરતી જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ મહિલાની આ હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં (Social media) વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેને જોયા બાદ યુઝર્સના મોંઢા ખુલ્લા રહી ગયા છે. તાજેતરના સમયમાં કેટલાક વૃદ્ધો એવા પરાક્રમ કરતા જોવા મળ્યા હતા. જેને જોઈને બધા કહે છે કે ઉંમર તો માત્ર એક નંબર છે. આ ક્રમમાં ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 80 વર્ષની વયની વૃદ્ધ મહિલાના કારનામાને જોઈને દરેકે દાંત કચકચાવ્યા છે.

થોડા દિવસો પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં 80 વર્ષની વયની એક વૃદ્ધ મહિલા મેરેથોનમાં ભાગ લેતી અને દોડતી જોવા મળી હતી. આ જ સમયે સામે આવેલા અન્ય એક વીડિયોમાં એક વૃદ્ધ મહિલા પોતાની હિંમતથી બધાને ચોંકાવી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી (grandmother paragliding video viral Video) જોઈ શકાય છે. એક વૃદ્ધ મહિલાના આ હિંમતે બધાને ચોંકાવી દીધા છે.

સાડી પહેરીને પેરાગ્લાઈડિંગ કરતી મહિલા :

આ વાયરલ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર સેલિના મોસેસ નામની યુઝરે પોતાની પ્રોફાઈલ પર પોસ્ટ કરી છે. આ વીડિયોમાં સેલિનાની 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી જોવા મળી રહી છે. જે એકદમ નીડર છે અને આ એડવેન્ચર સ્પોર્ટમાં ઉત્સાહ સાથે ભાગ લેતી જોવા મળી હતી. વીડિયોમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન વૃદ્ધ મહિલા સાડી પહેરેલી જોવા મળે છે.

આ પણ વાંચો :-

24 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : ગણેશજી આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “ગણપતિ બાપા મોરિયા”

24 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અત્યનાં નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખમાં વધારો થાય.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનાં યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી.

સિંહઃ
માનસિક પ્રસન્‍નતા જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભનાં યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાનાં આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનનાં પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ નબે છે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતનાં તથા વાહનનાં ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઊભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે.

ધનઃ
વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પોદા થાય. પરિવારનાં સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઈ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

કુંભઃ
ખોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષક, ફાયનાન્સ તથા મીકેનીકલ, એન્જીનીયરીંગનાં ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટણ તથા કીડની સંબંધીત રોગોથી સાવધાની રાખવી.

મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ, ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાનાં દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

આ પણ વાંચો :-

વાયરલ વિડીયો : બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં ઈજ્જતના થયા ધજાગરા, ઊંધા મોઢો પટકાયો જુઓ વીડિયો

0

Ijjat was shocked while doing stunts

  • ઈન્ટરનેટ પર હજારો સ્ટંટના વીડિયો જોવા મળશે. કેટલાક વીડિયોમાં સ્ટંટમેન જબરદસ્ત સ્ટંટ કરે છે, તો કેટલાકમાં સ્ટંટમેનનો સ્ટંટ નિષ્ફળ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર સ્ટંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં (Video) એક યુવક બાઈક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે તેનો સ્ટંટ નિષ્ફળ (Stunt failed) જાય છે. આ પછી યુવક સાથે જે થયું તે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

ખતરનાક સાબિત થઈ શકે આવા સ્ટંટ :

આ વીડિયોમાં એક શખ્સ એક ટાયરવાળી બાઈક પર ઉભા રહીને સ્ટંટ કરતો જોવા મળે છે. આવા સ્ટંટ ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પ્રકારની ભૂલ કરવાનું ટાળો અને પોતાની સાથે-સાથે બીજાને રાહદારીઓનું પણ ધ્યાન રાખો.

ખતરનાક અકસ્માતનો બને છે ભોગ :

વીડિયોમાં એક શખ્સને એક ટાયરવાળી બાઈક ચલાવતો જોઈ શકાય છે. જેમાં આગળનું ટાયર નથી. વીડિયોમાં તે શખ્સ જોખમી રીતે બાઇકને કંટ્રોલ કરતા એક પછી એક સ્ટંટ કરે છે. જેને જોઈને યુઝર્સના મોં ખુલ્લા રહી જાય છે. વીડિયોના અંતમાં જેવો શખ્સ બાઈક પર બેસીને તેને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે તે બાઈક પર વધુ સ્પીડને કારણે સંતુલન ગુમાવે છે અને ખતરનાક અકસ્માતનો ભોગ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ શખ્સ રસ્તા પર પડી જાય છે અને દૂર સુધી ઘસેડાય છે.

જુઓ વીડિયો :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયોને @NarendraNeer007 નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને યુઝર્સના પણ પરસેવા છૂટી રહ્યા છે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘ઈતના જોખમી સ્ટંટ ભી નહીં કરના થા.’

આ પણ વાંચો :-