Home Blog Page 1178

દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ નક્કર પસ્તાવાનો વારો આવી શકે છે

Even mistakenly not eating these things

  • આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

દહીં સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટિન, પોટેશિયમ (Potassium) અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વિટામીન (Vitamins) ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.

ડુંગળી સાથે :

સામાન્ય રીતે લોકો દહીંમાં ડુંગળી ઉમેરીને રાયતુ બનાવે છે. જો તમે પણ એવા લોકોમાં છો તો દહીં અને ડુંગળી એક સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે.

દૂધ સાથે :

દૂધ અને દહીં એકસાથે ખાવાનું ટાળો. જો તમે આ બંનેનું એક સાથે સેવન કરો છો. તો એસિડિટી, છાતીમાં બળતરા, પેટ ફૂલવું વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

અડદની દાળ સાથે દહીં :

જો તમે અડદની દાળ સાથે દહીંનું સેવન કરો છો તો તેનાથી એસિડિટી, ગેસ, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો :-

શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે ? નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ

0

Will Jagdish Thakor be expelled from the Congress?

  • ગુજરાતમાં કોઈપણ સમયે બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, આ નેતાઓના નામ ચર્ચામાં…. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પાટીદારને પ્રતિનિધિત્વ આપશે તેવી ચર્ચા ચાલી રહે છે…

ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠયો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના (opposition party) નેતાનું નામ ફાઈનલ કર્યું હતું. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને (Shailesh Parmar) વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.

ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું. પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ. ત્યારે હવે કોંગ્રેસમા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાની શોધ ચાલી રહી છે. જેમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

આ નામો પર ચર્ચા થઈ રહી છે :

કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી શકે છે.

જોકે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ હતી. 2019 માં અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા અને જીતી ગયા હતા, જોકે 2022 ની ચૂંટણીમાં ભાજપ સામે તેમનો પરાજ્ય થયો છે. પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકે ગણના થાય છે. ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવ્યા છે. 2017 જિલ્લામાં થયેલું સારું પ્રદર્શન પણ પરેશ ધાનાણીને ફાળે ગયું હતું.

આ પણ વાંચો :-

6 વર્ષ પછી આવ્યો આવો રવિવાર… આ છ રાશિના જાતકોની કાયમ માટે બદલાઈ જશે કિસ્મત- વાંચો આજનું રાશિફળ

This Sunday came after 6 years…

મેષઃ
આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતા સાવધાની જરૂરી. આધાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ
દિવસ દરમિયાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાકીય બાબતો માટે સાનુકૂળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે.

મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વીજળીના સામાન, ટેલિફોન, ટીવી તેમજ કોન્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ, સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું.

કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંદો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતાપિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માતાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણીશીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતું જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતાપિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ, નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ
ઉતાવળિયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ
દિવસ દરમિયાન તામસિકતા તથા આધ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબૂ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
પોતાનું બોલેલું જ સાચું એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્‍નો કરવા.

મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલરકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

આ પણ વાંચો :-

દરરોજ સવારે પીવાનું શરૂ કરી દો આ હેલ્ધી ડ્રિંક્સ, જૂનામાં જૂની કબજિયાતનું નામો નિશાન નહીં રહે

Start drinking these healthy drinks every morning

  • આજે અમે તમને કબજિયાત સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો આપાવતા ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જો તમે પોતાની ડેલી ડાયેટમાં શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

કબજિયાત લાઈફસ્ટાઈલ (Constipation lifestyle) સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે આજના સમયમાં ખૂબ જ સામાન્ય છે. કબજિયાતની (Constipation) સમસ્યામાં તમને પેટ એક વખતમાં અથવા સરળતાથી સાફ નથી થઈ શકતું જેના કારણે કલાકો સુધી ટોયલેટમાં (Toilet) બેસી રહેવું પડે છે. પેટ સાફ ન થવાના કારણે તમારા સ્વાસ્થ્ય અને મન બંન્ને પર ખરાબ અસર પડે છે જેની અસર તમારા કામ અને પરફોર્મન્સ પર પણ પડે છે.

ત્યાં જ જો તમે લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તેના કારણે તમને મસા પણ થઈ શકે છે. એવામાં આજે અમે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપાવતી ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પોતાની ડેલી ડાયેટમાં તેને શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે. તો આવો જાણીએ કબજિયાતની સમસ્યા માટે ડ્રિંક્સ

લીંબુનો રસ :

લીંબુના રસમાં વિટામિન સી જેવા ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. તેના માટે લીંબુ પાણી પીવાથી તમને શરીરમાં રહેલા ટોક્સિંસ સરળતાથી નિકળી જાય છે. જેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

સફરજનનો જ્યુસ :

સફરજનમાં પેક્ટિન નામનું તત્વ રહેલું હોય છે જે તમારા મળને ભારે બનાવે છે જેનાથી તમને મળત્યાગમાં સરળતા રહે છે. એવામાં તમે દરરોજ સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો.

દૂધ અને ઘી :

દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરવું આયુર્વેદમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ઘી વાળુ દૂધ કબજીયાત માટે રામબાણ ઈલાજનું કામ કરે છે. એવામાં તમે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

આ પણ વાંચો :-

વેલેન્ટાઈનમાં સ્કૂલ ફીના રૂપિયા બોયફ્રેન્ડ પાછળ ઉડાવી દીધા, કર્યું એવું નાટક કે પોલીસ ધંધે લાગી ગઈ

0

On Valentine’s Day, the school

  • વિદ્યાર્થી અને પરિવારજનો પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ પોલીસની સામે ખોટી વાર્તા પણ કહી. ફીસ બેગમાં રાખીને તે શાળાએ જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી. ત્યારે ગ્વાલ ટોલી પાસે બે અજાણ્યા યુવકો બાઇક પર આવ્યા અને બેગ આંચકીને ભાગી ગયા.

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. આ દરમિયાન પ્રેમીપંખીડા (Lovebirds) એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે અલગ-અલગ રીત અજમાવતા હોય છે. પરંતુ હમીરપુરમાંથી (Hamirpur) એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસના હોશ ઉડાવી દીધા છે. ધોરણ 12ના વિદ્યાર્થી પાસેથી 21,000 રૂપિયાની લૂંટની તપાસમાં લાગેલી પોલીસને એવી માહિતી મળી કે તેઓ ચોંકી ઉઠ્યા.

તપાસમાં જાણવા મળ્યું કે તે જે લૂંટની તપાસ કરી રહી છે તે ખરેખર ખોટી છે. પોલીસે વિદ્યાર્થીની કડક પૂછપરછ કરતાં સત્ય સામે આવ્યું. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેણે તેના પ્રેમીને મળવા માટે આ ખોટી વાર્તા કહી. પોતાના બોયફ્રેન્ડના (boyfriend) પ્રેમમાં વિદ્યાર્થિનીએ સ્કૂલની ફીના તમામ પૈસા ખર્ચી નાખ્યા હતા.

લૂંટની જાણ થતાં પોલીસ પહોંચી હતી :

હમીરપુર શહેરના ગ્વાલ ટોલી વિસ્તારમાં મૌદહા વિસ્તારની એક છોકરી બારમા ધોરણની વિદ્યાર્થિની છે. જેણે શાળાની ફી ભરવા માટે તેના પરિવારના સભ્યો પાસેથી 21,000 રૂપિયા લીધા હતા. જ્યારે વિદ્યાર્થીએ પોલીસને દિવસના અજવાળામાં શાળાની ફી લૂંટી લેવાની જાણ કરી ત્યારે કોતવાલી પોલીસ ચોંકી ઉઠી હતી. ઘટનાની જાણ થતા જ સ્વજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીઓ સદર અને કોટવાલ દુર્ગ વિજય સિંહે લૂંટની ઘટના અંગે ફોર્સ સાથે સ્થળનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

પોલીસને ખોટી વાર્તા કહી :

વિદ્યાર્થી અને પરિવારજનો પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ પોલીસની સામે ખોટી વાર્તા પણ કહી. ફીસ બેગમાં રાખીને તે શાળાએ જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી. ત્યારે ગ્વાલ ટોલી પાસે બે અજાણ્યા યુવકો બાઇક પર આવ્યા અને બેગ આંચકીને ભાગી ગયા. દિવસના અજવાળે થયેલી લૂંટની ઘટનાનો ખુલાસો કરવા પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. પોલીસે કલાકો સુધી તપાસ ચાલુ રાખી હતી, પરંતુ લૂંટની ઘટનાનો કોઈ સુરાગ મળ્યો ન હતો.

પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ લૂંટની વાત પરથી પડદો હટાવ્યો :

કેટલાય કલાકો સુધી લૂંટની ઘટનાની તપાસ કરી રહેલી કોતવાલી પોલીસે આખરે ઘટના પરથી પડદો હટાવ્યો હતો. સદર કોટવાલ દુર્ગ વિજય સિંહે કહ્યું કે ઘટનાની માહિતી પર નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ આવી ઘટનાનો કોઈ સુરાગ મળ્યો નથી. તેણે જણાવ્યું કે જ્યારે વિદ્યાર્થિનીની પૂછપરછ કરવામાં આવી તો તેણે આખી વાત કહી.

તેણે જણાવ્યું કે આ વિદ્યાર્થી શાળાની ફી જમા કરાવવાના બહાને તેના બોયફ્રેન્ડને મળવા હમીરપુર આવી હતી. પ્રેમીના પ્રેમમાં તેણે સ્કૂલની ફીના 21 હજાર રૂપિયા ખર્ચ્યા. બાદમાં પરિવારજનોના ડરના કારણે તેણે લૂંટની ઘટનાની કહાની બનાવી હતી.

આ પણ વાંચો :-

નોરા ફતેહી સાથે અક્ષય કુમારનો રોમેન્ટિક VIDEO વાયરલ થતા ફેન્સે લીધી ભરપૂર મજા, જુઓ વિડીયો

Akshay Kumar’s romantic video with Nora Fatehi

  • અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગ્રીન ગાઉનમાં નોરાએ એવી કામણગારી અદા બતાવી કે અક્ષયના દિલના ધબકારા વધી ગયા.

તુમ હુસ્ન પરી…. તુમ સબસે હસીન… તુમ સબસે જવાં…. નોરા ફતેહીની (Nora Fatehi) અદાઓને જોઈને કોઈ પણ વ્યક્તિ આ કહેશે. અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો (Akshay Kumar) એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંનેની રોમેન્ટીક કેમેસ્ટ્રી દેખાઈ રહી છે.

અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય અને નોરાને ‘કુડિએ ની તેરે’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ ગીતમાં અક્ષય કુમાર ફૂલ બ્લેક કલરના કપડામાં છે તો ગ્રીન ગાઉનમાં નોરા ફતેહી કોઈ પણ પરીથી ઓછી સુંદર લાગતી નથી. ગીતમાં નોરાના ડાન્સ અને કાતિલ અદાઓ પર પ્રશંસકો ફિદા થઇ રહ્યાં છે.

નોરાની અદા પર ફિદા થયા ખેલાડી કુમાર :

વીડિયોમાં અક્ષય કુમાર નોરાના ડાન્સ સ્ટેપ પર ફિદા છે. તો વાળને લહેરાઈને નોરા જ્યારે પોતાની કમર હલાવે છે તો અક્ષયના દિલના ધબકારા વધી જાય છે. અક્ષયે આ વીડિયોને શેર કરતા લખ્યું છે, ‘અહીં જુઓ નોરા ફતેહી કઈ રીતે કોઈ પણ વાઈબ્સને ફાયર બનાવી શકે છે.

શું શાનદાર વાઈબ છે કુડીએ ની તેરી’ અક્ષય આ ગીત દ્વારા પોતાની આગામી ફિલ્મનુ પ્રમોશન કરી રહ્યાં છે. આ ગીતને 1 કલાકમાં સાડા આઠ લાખથી વધુ લાઈક્સ મળી છે. ગીત પર 6000થી વધુ કોમેન્ટ આવી ગઈ છે.

ટ્વિન્કલ ખન્નાને ટેગ કર્યો વીડિયો :

અક્ષય અને નોરાના આ ડાન્સ વીડિયો પર રિએક્શન આપતા અમુક પ્રશંસકોએ વીડિયોને ટ્વિન્કલ ખન્નાને ટેગ કર્યો છે. પ્રશંસકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. એક પ્રશંસકે લખ્યું છે આ વીડિયોને ટ્વિન્કલ મેમને ટેગ કરો. બીજી તરફ એક પ્રશંસકે કોમેન્ટ કરી છે કે ટ્વિન્કલ આ લોકેશન જાણવા માંગે છે. ઘણા યુઝર્સે તેના પર સારી કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો :-

આ કંઈ વિદેશ નહીં પણ ભારતમાં જ બની રહ્યો છે 4 લેન એક્સપ્રેસ વે, પીએમ મોદી કાલે કરશે ઉદ્ધાટન

0

This is not a foreign country but a 4 lane expressway

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 12 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે. દિલ્હી રાજસ્થાન સહિત દેશના કેટલાય રાજ્યોમાંથી પસાર થતાં આ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. જેની લંબાઈ 1386 કિલોમીટર છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને (Delhi-Mumbai Expressway) શાનદાર સિદ્ધિ ગણાવી છે. ગડકરીએ જણાવ્યું છે કે આ એક્સપ્રેસ વેને (Expressway) બનાવવા માટે 25 લાખ ટન ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચાર હજાર ટ્રેનિંગ લીધેલા એન્જીનિયરોને આ એક્સપ્રેસ વે બનાવામાં લગાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, 4 લેનના આ એક્સપ્રેસ વેને 24 કલાકમાં 2.5 કિમી સુધી બનાવામાં આવ્યો છે. તે એક વર્લ્ડ રેકોર્ડ છે.

 હાલમાં દિલ્હીથી જયપુર અથવા મુંબઈ સુધી જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાગતા જામથી છુટકારો મળી જશે.

જ્યારે 50 કિમી સિંગલ લેનમાં 100 કલાકમાં સૌથી વધારે માત્રામાં ચારકોલ નાખવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નીતિન ગડકરીએ આ જાણકારી #BuildingTheNation સાથે ટેગ કરી છે. 1386 કિમીની લંબાઈ સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબા એક્સપ્રેસ વે છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈની સાથે જોડવામાં આવશે.

એક્સપ્રેસ વે દિલ્હી સહિત હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વેથી જયપુર, અજમેર, કોટા અને વડોદરા જેવા મોટા શહેરોની કનેક્ટિવિટી સારી થઈ જશે. આ એક્સપ્રેસ વે પર રેસ્ટોરન્ટ, રેસ્ટરુમ, શોપિંગ મોલ, હોટલ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ હશે.

 આ એક્સપ્રેસનેથી સફર દરમિયાન દિલ્હી અને મુંબઈની વચ્ચે યાત્રાનો સમય 24 કલાકથી ઘટીને ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

એક્સપ્રેસ વે શરુ થતાં દિલ્હી-જયપુર હાઈવે પર ટ્રાફિક ઓછુ થશે. હાલમાં દિલ્હીથી જયપુર અથવા મુંબઈ સુધી જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાગતા જામથી છુટકારો મળી જશે.

આ એક્સપ્રેસ વેનેથી સફર દરમિયાન દિલ્હી અને મુંબઈની વચ્ચે યાત્રાનો સમય 24 કલાકથી ઘટીને ફક્ત 12 કલાકનો રહી જશે. એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટર પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ એક્સપ્રેસના નિર્માણની શરુઆત 9 માર્ચ 2019એ થઈ હતી. કોવિડ દરમિયાન લાગેલા લોકડાઉનમાં તેનું કામકાજ રોકી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

‘ટપુડા..ટપુડા’ ફરી ‘તારક મહેતા..’ શોમાં સાંભળશે આ અવાજ, જેઠાલાલના દીકરા તરીકે આ એકટર કરશે એન્ટ્રી

‘Tapuda..Tapuda’ will hear this voice again in ‘Tarak Mehta..’ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો ચોંકી ગયા જ્યારે ટપુનો રોલ નિભાવતા રાજ અનડકટ શોને અલવિદા કહ્યું હતું. હવે રાજની જગ્યા લેશે આ એકટર.

TMKOC New Tappu : બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ની (Tarak Mehta Ka Oolta Chashma) સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. એવામાં વચ્ચે શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે.

એક સમયે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ચમકતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ફિક્કું પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે  એટલા માટે એક પછી એક સ્ટાર્સ આ શોને અલવિદા કહી રહ્યા છે. દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારો બાદ ભવ્ય ગાંધીની જગ્યાએ ટપુ બની આવેલ રાજ અનડકટે પણ શો છોડી દીધો હતો.

રાજ અનડકટની જગ્યા લેશે આ એકટર :

ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ચા ચશ્મા‘ના દર્શકો ચોંકી ગયા જ્યારે રાજ અનડકટ એટલે કે તેના ટપ્પુએ શોને અલવિદા કહ્યું. જણાવી દઈએ કે રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. આ પછી નિર્માતાઓએ શો ના દર્શકોને કહ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં તેમની સામે એક નવું ટપુ લાવશે. જો કે નિર્માતાઓએ પોતાનું વચન પૂરું કર્યું છે અને નવા ટપુ સાથે મેકર્સ શોને આગળ લઈ જવા માટે તૈયાર છે.

નીતિશ માટે આ એક મોટો બ્રેક હોઈ શકે :

જણાવી દઈએ કે ટપુના રોલ માટે મેકર્સે નીતિશ ભાલુનીની પુષ્ટિ કરી છે. ટૂંક સમયમાં જ નીતિશ નવા ટપ્પુ તરીકે સ્ક્રીન પર દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. આ સિવાય નીતિશ ટૂંક સમયમાં શોનું શૂટિંગ પણ શરૂ કરશે. જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દેખાયા પહેલા નીતિશ ‘મેરી ડોલી મેરે અંગના‘માં જોવા મળ્યો હતો. ટીવી ઈન્ડસ્ટ્રીમાં નીતિશ માટે આ એક મોટો બ્રેક હોઈ શકે છે કારણ કે છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોનો નંબર વન શો રહ્યો છે.

આ પણ વાંચો :-

‘ધંધા કરના હે તો હર મહિને પંદરા હજાર દેના પડેગા’, સુરતમાં ખંડણીખોરની દાદાગીરી, પોલીસ કયા વહેમમાં

‘If you do business, you will have

  • સુરતમાં પોલીસના ડર વગર જ આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં વેપારી પાસેથી હપ્તો માંગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતને અત્યાર સુધી સ્માર્ટ રાજ્ય અને શાંત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે શહેરોમાં પણ ફિલ્મી સ્ટાઈલ પ્રમાણે હપ્તા ઉઘરાવવાની ઘટના સામે આવી છે. એક સમયના શાંત ગણાતા સુરતમાં (Surat) હવે ક્રાઈમના રેશિયામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

મારામારી, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની ઘટનાઓમાં મોટા પાયે ઉછાળો આવી રહ્યો છે આવી સ્થિતિમાં ડાયમંડ સીટીમાં હપ્તો માંગવાની ઘટના સામે આવતા પોલીસના અસ્તિત્વ અને કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

ફિલ્મી સ્ટાઈલ હપ્તો ઉઘરાવવામાં આવે છે :

સુરતમાં આરોપીઓને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ગુન્હો કરતા સ્હેજમાં પણ અટકતા નથી આવી સ્થિતિ વચ્ચે ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં વેપારી પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે. ઘટનાની વાત કરીએ તો હપ્તાખોરો દ્વારા વેપારી પાસેથી રૂપિયા 15 હજાર આપવા માટે ધમકી આપવામાં આવી છે.

ધમકી આપનાર શખ્સ હાસીમ સિદ્દીક હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવનાર વેપારીને ધમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો ધંધો તારે શાંતિથી કરવો હોય તો મને રૂપિયા 15 હજાર હપ્તા પેટે આપ.

આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ :

વેપારી આ ધમકીથી ડરી જતા માથાભારે શખ્સને રૂપિયા 15 હજાર આપી દીધા હતા. અને આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. લિંબાયત પોલીસે આ મામલાની વિગત મળતા ખંડણી મામલે ફરિયાદ નોંધી હપ્તો ઉઘરાવનાર હપ્તા ખોરને પકડવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં હાસીમ સિદ્દીક સહિતના ચારેય આરોપીઓ આગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

આ પણ વાંચો :-

રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે

0

Ravindra Jadeja made a huge mistake

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના (Nagpur) વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ ગઈ કાલે સાત વિકેટ ગુમાવીને 321 રન કર્યા હતા. ત્યારબાદ આજે રમત શરૂ થતા જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એક એવી ભૂલ કરી બેઠો જેના કારણે તે પોતે પણ સ્તબ્ધ થઈ ગયો અને તેણે વિકેટ ગુમાવી.

ભારતના પહેલા દાવમાં 400 રન :

આજે રમત શરૂ થયા બાદ રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહેતા ભારત 400 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાને 223 રનની કિંમતી લીડ મળી છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં પહેલાદાવમાં 5 વિકેટ લીધી અને દમદાર બેટિંગ કરી 185 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 70 રન પણ કર્યા. અક્ષર પટેલે પણ સારું યોગદાન આપતા 174 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 84 રન કર્યા. મોહમ્મદ શમીએ 37 રન કર્યા. રોહિત શર્માએ 120 રન કર્યા.

એક ભૂલ અને જાડેજા આઉટ :

રવિન્દ્ર જાડેજા સારી રીતે સેટ થઈ ગયો હતો. મેચના ત્રીજા દિવસે શરૂઆતની ઓવરોમાં જ પણ એક એવી ભૂલ કરી કે તે વિકેટ ગુમાવી બેઠો. રવિન્દ્ર જાડેજાને પણ ટોડ મર્ફીએ પોતાનો શિકાર બનાવ્યો. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા જે પ્રકારે આઉટ થયો તે જોઈને બધા ચોંકી ગયા. તે એક સીધા બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગયો.

શાનદાર ઈનિંગ :

ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં બોલ અને બેટ એમ બંનેથી ધમાલ મચાવી. રવિન્દ્ર જાડેજાએ મેચની પહેલી ઈનિંગમાં 22 ઓવર ફેંકી અને 5 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં તેણે રવિન્દ્ર જાડેજાએ 70 રન પણ કર્યા. 9 ચોગ્ગા પણ ફટકાર્યા.

આ પણ વાંચો :-