Home Blog Page 1160

Sarsav Upay : સુતા ભાગ્યને જગાડશે રાઈના દાણાના ઉપાય, અટકેલા કામ પણ થશે ઝડપથી પુરા

Sarsav Upay: Remedies of rye seeds

  • Sarsav Upay : જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે કે જેને કરવાથી કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે. આવા જ કેટલાક ટોટકા છે રાઈના દાણાના..

જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) એવા ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે કે જેને કરવાથી કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે. આવા જ કેટલાક ટોટકા છે રાઈના દાણાના. રાઈના ઉપાયો અચૂક માનવામાં આવે છે.

તેને કરવાથી ચમત્કારની જેમ જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. એ વાત તો તમે પણ જાણતા હશો કે નજર દોષ ઉતારવા માટે રાઈ અને મીઠું ઉતારવામાં આવે છે. આવી જ રીતે અન્ય કેટલાક ઉપાયો છે જેને કરવાથી ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ભાગ્યોદય માટે :

જ્યારે તમને ભાગ્ય સાથ ન આપે અને તમારું કોઇપણ કામ બરાબર રીતે થતું ન હોય તો એક માટીના ઘડામાં પાણી ભરી તેમાં સરસવના દાણા ઉમેરો. ત્યાર પછી આ પાણીથી સ્નાન કરી લેવું તમને ભાગ્યનો સાથ મળવા લાગશે.

નજર દોષ ઉતારવા માટે :

ઘરમાં કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી ગઈ હોય તો રાઈના થોડા દાણા અને સાત આખા લાલ મરચા અને મીઠું લઈ તે વ્યક્તિના માથા પરથી સાત વખત ઉતારો અને પછી તેને સળગાવી દો. આમ કરવાથી ખરાબ નજરની અસર ઉતરી જશે.

આ પણ વાંચો :-

26 ફેબ્રુઆરી 2023 રાશિફળ : માં ખોડિયારની અસીમ કૃપાથી આ 6 રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

26 February 2023 Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણી શીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમિકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.

વૃષભ
માનસિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ. આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા તાવે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ.

મિથુન
નિખાલસ અને ચારિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહનસુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્ક
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઊભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ-ઉત્સાહ. સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યા
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્ર‌ગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલા
લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ મગજ તથા નેત્રરોગોથી સાચવવું.

વૃશ્ચિક
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધન
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકર
શાંતિનો અનુભવ થાય. નાના ભાઈ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભ
‌વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીન
માનસિક સ્વસ્થતા જળવાય આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાથી બની શકાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

ઈન્દોરમાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાયેલા પ્રિન્સિપાલે ભર્યા આખરી શ્વાસ, પુત્રી- પતિએ મુખાઅગ્નિ આપતા સર્જાયા કરુણ દ્રશ્યો સર્જાયા

0

Principal who was burnt in petrol took

  • ઈન્દોરમાં પેટ્રોલથી સળગાવવામાં આવેલા પ્રિન્સિપાલની લાંબી સારવાર કારગત ન નિવડતા આજે પ્રિન્સીપાલનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

ઈન્દોરમાં (Indore) પેટ્રોલ છાંટીને (Petrol splashed) સળગાવી દેવામાં આવેલ એમબી ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ વીમુકતા શર્માનું શનિવારે સવા ચાર વાગ્યે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં બાદ તેના ઘરે આનંદ નગર લઈ જવાયો હતો.

જ્યાં પરિવારના સભ્યો, સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવેલા લોકોએ રિજનલ પાર્ક મુક્તિધામ ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દરમિયાન પુત્રી વેદાંશી અને પતિ મનોજ શર્મા દ્વારા મુખાઅગ્નિ આપવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

આશુતોષ માર્કશીટ ન મળવાના કારણે હતો નારાજ :

ઈન્દોરની આ ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે. જેમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને પેટ્રોલ રેડીને સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રિન્સિપાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે આરોપી વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો BM ફાર્મસી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી આશુતોષ પોતાને માર્કશીટ ન મળવાના કારણે નારાજ હતો.

તેથી તેમને કોલેજના પ્રિન્સિપાલ ડો.વિમુકતા શર્મા સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન પેટ્રોલ ભરેલી ડોલ પ્રિન્સીપાલ રેડી દીધી હતી. અને ત્યાર બાદ આરોપી વિદ્યાર્થીએ લાઈટર વડે પ્રિન્સિપાલને આગ ચાંપી દીધી હતી. ઘટના ઘટનાની સાથે જ પ્રિન્સિપાલને સારવાર માટે ચોઈથરામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વિમુકતા શર્માનું સારવાર દરમિયાન નિધન :

પ્રિન્સિપાલ ડો. વિમુકતા શર્માનું સારવાર દરમિયાન સવારે 3.45 વાગે મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ છેલ્લા પાંચ દિવસથી ચોઈથરામ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવતાની સાથે જ પોલીસે તાપસ હાથ ધરી દરમિયાન કેટલાક સાક્ષીઓ પણ મળ્યા હતા.

આગની ઘટનાને લાઇ પોલીસે ચાર સાક્ષીના નિવેદન લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીએ જે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ઠાલવ્યું હતું એ પમ્પના માલિકનું નિવેદન લેવામાં આવ્યુ હતું. હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ધોરણ-8 પછી 20 હજારનું વાઉચર આપશે સરકાર, વિશ્વાસ ન હોય તો વાંચી લો આ

0

The government will give a voucher

  • Gujarat Budget 2023 :  ગુજરાત સરકાર ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા માગે છે. ધોરણ 7 સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 8માં ખાનગી સ્કૂલોમાં અભ્યાસ માટે જતા નથી. એના કારણોમાં એક કારણ ફીનું ધોરણ પણ છે તેથી સરકારે આ જાહેરાત કરી છે.

Budget Big Announcement : ગુજરાતના શિક્ષણ વિભાગ (Department of Education) માટે રાજ્યના નાણામંત્રીએ સૌથી વધુ ૪૩૬૫૧ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. મહત્વની યોજના એવી છે કે આરટીઈ હેઠળ અભ્યાસ કર્યો છે તેવા ધોરણ-૮ના વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે ૨૦ હજારનું શાળા વાઉચર અપાશે. સરકાર ડિજિટલ લર્નિંગને (Digital Learning) પ્રોત્સાહન આપવા ૪૦૧ કરોડ ખર્ચ કરશે.

શોધ અને સંશોધન ક્ષેત્રની શિષ્યવૃત્તિ યોજના (Scholarship Scheme) માટે ૩૯૦ કરોડની ફાળવણી કરાશે. ગુજરાત સરકાર ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા માગે છે. ધોરણ 7 સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 8માં ખાનગી સ્કૂલોમાં અભ્યાસ માટે જતા નથી.

એના કારણોમાં એક કારણ ફીનું ધોરણ પણ છે. ખાનગી સ્કૂલોમાં ઉંચા ફીના ધોરણોને કારણે બાળકો ધોરણ 7 ભણ્યા બાદ ધોરણ 8મું ભણવાનું ટાળે છે. આ આંકડો ઉંચકાઈ રહ્યો છે. જેને લીધે સરકારે 20 હજારના વાઉચરની જાહેરાત કરી છે.

સરકારે શિક્ષણ માટે બજેટમાં કરી આ જોગવાઈ :

૧. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ માળખાકીય સુવિધા માટે ૩૧૦૯ કરોડ.

૨. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે ૬૪ કરોડ.

૩. સરકારી સ્કૂલોની માળખાકીય સુવિધા માટે ૧૦૯ કરોડ.

4. મોટી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની વહીવટી કામગીરી ઓછી કરવા શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા ૮૭ કરોડ.

૫. RTE યોજનામાં ધોરણ-૮ પછી ખાનગી સ્કૂલમાં ભણવા વિદ્યાર્થીને ૨૦ હજારનું વાઉચર આપવાની યોજનામાં ૫૦ કરોડ ખર્ચાશે.

૬. સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક તેમજ માધ્યમિક- ઉચ્ચતર સ્કૂલના શિક્ષકોને કેશલેસ સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ અપાશે.

૭. ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને શોધ શિષ્યવૃત્તિ માટે ૩૯૦ કરોડ ૮. ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઈનોવેશનને પ્રાધાન્ય આપવા ડિજિટલ લર્નિંગ માટે ૪૦૧ કરોડ.

૯. નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થા શરૂ કરવા તેમજ હયાત સંસ્થાને સુવિધા આપવા ૧૫૦ કરોડ.

૧૦. સ્ટાર્ટઅપ સહિતની સર્જનાત્મક પ્રવૃત્તિ માટે આઈ હબ પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ માટે ૭૦ કરોડ.

૧૧. રાજ્યની સરકારી યુનિવર્સિટીની સુવિધા માટે ૬૪ કરોડ.

૧૨. ઇમર્જીંગ ટેકનોલોજી ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે ૪૦ કરોડ.

૧૩. ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ લોકો તરફથી કોલેજ-યુનિવર્સિટીમાં સુવિધા ઉભી કરવા ૩૫ કરોડ.

૧૪. સાયબર ક્રાઇમ અને ફ્રોડથી યુવાનોને બચાવવા કોલેજોમાં કવચ કેન્દ્રની સ્થાપના માટે ૬ જા કરોડ.

૧૫. નબળાં વર્ગોના વિદ્યાર્થીઓને કરી ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા ૫ કરોડ.

સરકારે આ બજેટમાં સૌથી વધુ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. શિક્ષણ વિભાગ માટે ૪૩૬૫૧ કરોડનું બજેટ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં શોધ યોજના હેઠળ વિદ્યાર્થીઓ માટે ૩૯૦ કરોડની ફાળવણી કરી છે.

આ પણ વાંચો :-

પતિ પ્રમોશન અને રૂપિયા માટે પત્નીને BOSS અને મિત્રો સાથે સૂવા દબાણ કરતો, ચોંકાવનારો છે કિસ્સો

Shocking case of husband forcing

  • Trending News : મહિલાના લગ્ન પૂણેના રહેવાસી અમિત છાબરા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી અમિત કેટલાક ખોટા મિત્રોના સંપર્કમાં આવ્યો અને તેની પત્નીને બોસ અને મિત્રો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જેના કારણે તેને પ્રમોશન અને વધુ પૈસાનો લાભ મળી શકે.

Indore Wife Swapping : ખરેખર આ કિસ્સો વાંચશો તો તમને સમજાશે કે દુનિયા કઈ બાજુમાં જઈ રહી છે. હવે અબજોપતિઓમાં આ પ્રકારના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે પણ આજે પણ કોમનમેન (Commonman) આ બાબતને પાપ સમજે છે. ઘરની પત્ની એ ઘરની આબરૂ કહેવાય છે અને આ લક્ષ્મી પર દાગ લાગે એ કોઈ પણ પરિવાર ઇચ્છતો નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેની વિગતો જાણીને તમે પણ ચોંકી જશો. ઈન્દોરથી એક વાઈફ સ્વેપિંગનો (Wife Swapping) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

એક પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પતિ પૈસાદાર બનવા અને પ્રમોશન માટે તેના બોસ અને મિત્રો સાથે સૂવાનું દબાણ કરી રહ્યો છે. તેમજ તેનો દિયર તેના 12 વર્ષના પુત્રની સામે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો પણ પરિવારમાં તમામે ચૂપકીદી સાધી લીધી હતી. આ મામલે કંટાળીને આખરે પરિણીતાએ કોર્ટનો સહારો લીધો છે. જેને પગલે આ કિસ્સો સામે આવ્યો છે.

ઈન્દોરની એક મહિલાએ તેના પતિ પર પત્નીની અદલાબદલીનો ગંભીર આરોપ લગાવતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને જિલ્લા કોર્ટે સ્વીકારી છે અને હવે પોલીસ આ કેસમાં કાર્યવાહી કરી રહી છે. પીડિતાએ જણાવ્યું છે કે તેનો પતિ આર્થિક રીતે સદ્ધર થવા માટે માટે તેના પર મિત્રો અને અન્ય લોકો સાથે સંબંધ બાંધવાનું દબાણ કરતો હતો.

મહિલાના લગ્ન પૂણેના રહેવાસી અમિત છાબરા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી અમિત કેટલાક ખોટા મિત્રોના સંપર્કમાં આવ્યો અને તેની પત્નીને બોસ અને મિત્રો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જેના કારણે તેને પ્રમોશન અને વધુ પૈસાનો લાભ મળી શકે. આ ઉપરાંત તેનો દિયર રાજ પણ પતિ જેવું વર્તન કરતો હતો. ભાભીને ખરાબ ઈરાદાથી સ્પર્શ કરવા લાગ્યો હતો. જેના કારણે તે માનસિક રીતે પરેશાન થવા લાગી હતી.

પીડિતાનો આરોપ છે કે તેના દિયર રાજે તેની 12 વર્ષની પુત્રીની સામે ઘણી વખત અશ્લીલ હરકતો કરી હતી અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે પીડિતાએ આનો વિરોધ કર્યો તો તેને ખૂબ માર મારવામાં આવ્યો. તેનાથી પરેશાન થઈને તેણે એકવાર પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તેના સાસરિયાંઓએ તેને અલગ-અલગ રીતે ટોર્ચર કરવાનું ચાલુ રાખ્યું હતું.

12 ઓગસ્ટ 2022ના રોજ તે ઈન્દોર પહોંચી અને શાંતિથી રહેવા લાગી હતી. માતા-પિતા દ્વારા ઘણી વખત પૂછવા પર તેણીએ આ બાબતનો ખુલાસો કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઈન્દોર પોલીસે મહિલાના પતિ અમિતને પુણેથી ઈન્દોર બોલાવીને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને ફરીથી આવી ભૂલ ન કરવા જણાવ્યું હતું.

પતિ અમિતે પોલીસ સમક્ષ લેખિત વચન આપ્યું હતું કે તે તેની પત્નીને કોઈપણ રીતે હેરાન કરશે નહીં. પરંતુ થોડા દિવસો બાદ પતિ અને સાસરિયાઓનો અત્યાચાર શરૂ થયો હતો. આ પછી પીડિતાએ ઈન્દોરની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો. જે બાદ કોર્ટે મહિલા બાળ વિકાસ અધિકારી દ્વારા આ કેસની તપાસ કરાવી હતી. આ રિપોર્ટ બાદ પતિ, વહુ અને સાસુ વિરુદ્ધ કલમ 12નો ગંભીર કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

KYC અપડેટ કરાવવું પડશેનો મેસેજ આવ્યો, લિંક ઓપન કરતા જ એકાઉન્ટમાંથી 91 હજાર છૂમંતર

Got a message that KYC has to be updated

  • અમદાવાદના વેપારી KYC અપડેટ કરવાના બહાને છેતરાયા છે. મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા રૂપિયા 91 હજાર ઉપડી ગયા હતા. આ મામલે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવે લોકો કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને (Cashless and online transactions) વધુ મહત્ત્વ આપી રહ્યાં છે. બીજી તરફ, સક્રિય થયેલા સાયબર-ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી રહ્યા છે. આ સાયબર-ગઠિયાઓ સામે પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. હાલ દેશભરની પોલીસ માટે સાયબર ફ્રોડને (Cyber fraud) અટકાવવો સૌથી મોટો પડકાર છે. આ જ કારણથી દેશભરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકોની શરૂઆત કરવામાં આવી છે.

પરંતુ તેને કારણે સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. તેને બદલે આ પ્રકારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે અમદાવાદથી વધુ એક સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વેપારી સાથે KYC અપડેટના નામે છેતરપિંડી થઈ છે. જેની ફરિયાદ તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડી :

અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતા અને સ્ટીલ રિમેલ્ટિંગનો વેપાર કરતા રમનભાઈ પોદારના ફોનમાં ગત 30મી ડિસેમ્બરે મેસેજ આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, તમારે તમારે બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરાવું પડશે. આ સાથે જ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હતી. જેથી રમનભાઈએ એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવા આ લિંક ઓપન કરીને તેમાં આઈડી અને પાસવર્ડ નાખ્યો હતો.

ઓટીપી નાખતા જ કપાઈ ગયા રૂ.91 હજાર :

જે બાદ વેપારીએ OTP પણ નાખ્યો હતો. જે બાદ રમનભાઈના આ બેંકના એકાઉન્ટમાંથી પહેલા રૂ. 49 હજાર બાદમાં બીજા બેંકના એકાઉન્ટમાંથી રૂ.30 હજાર, રૂ. 7 હજાર અને રૂ. 5 હજાર મળીને રૂ. 91 હજાર કપાઈ ગયા હતા.

બોપલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા વેપારી :

જેથી રમનભાઈને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓ બોપલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર હકીકત જણાવી હતી અને ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :-

ખેલ જગત ! શેફાલી વર્માએ સેમીફાઈનલમાં કેચ લીધા બાદ કરી એવી હરકત ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

0

ખેલ જગત ! શેફાલી વર્માએ સેમીફાઈનલમાં કેચ લીધા બાદ કરી એવી હરકત ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

  • ભારતીય ટીમની ઓપનર શેફાલી વર્મા પણ ટીમને સારી શરૂઆત ન આપી શકી અને આઉટ થઈ ગઈ હતી. જો કે, આ પહેલા શેફાલી વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટીમ ઈન્ડિયા માટે ટી20 વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. જો કે હજુ એક સેમી ફાઈનલ મેચ (Semi Final Match) અને ફાઈનલ મેચ બાકી છે. પરંતુ ભારતીય ટીમ પોતાની પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે હારી ગઈ છે. ભારતીય ટીમ આ મેચ જીતી જશે તેવુ લાગી રહ્યું હતું અને ટાર્ગેટની ખૂબ જ નજીક હતી. પરંતુ કેપ્ટન હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh) રનઆઉટ થઈ અને ત્યારથી મેચ પલટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે અહીંથી જ મેચ પર પકડ મેળવી લીધી હતી.

તેની વચ્ચે ટીમની શરૂઆત ન તો બેટિંગમાં સારી રહી અને ન તો બોલિંગમાં ખાસ રહી. ભારતીય ટીમની ઓપનર શેફાલી વર્મા પણ ટીમને સારી શરૂઆત ન આપી શકી અને આઉટ થઈ ગઈ હતી. જો કે, આ પહેલા શેફાલી વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે કેચ પકડ્યા બાદ કંઇક અપશબ્દો બોલતી જોવા મળી રહી છે.

ટોસ હારીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરી  :

ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત સિંહે ટોસ હારી અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઓપનર બેથ મૂનીનો એક કેચ શેફાલી વર્મા તરફ ઉછળ્યો. તે ખૂબ જ આસાન કેચ હતો પરંતુ શેફાલી વર્માએ તેને છોડ્યો હતો. તે સમયે બેથ મૂની પોતાની અડધી સદી પૂરી કરી શકી નહોતી.

કેચ છૂટી ગયા બાદ બેથ મૂનીએ સતત ચોગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ ફરી એક વાર તક બની હતી. જ્યારે શિખા પાંડેના બોલ પર ફરીથી કેચ આવ્યો અને આ વખતે પણ ફિલ્ડર શેફાલી વર્મા હતી. આ વખતે તેણે આસાન કેચ કરી લીધો અને બેથ મૂનીને આઉટ કરી હતી.

કેચ કર્યાનો જશ્ન મનાવતા શેફાલી વર્માએ જે લિપ્સિંગ કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે શેફાલીએ કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો. જેનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. જેને લઈ સોશિયલ મીડિયા પર તેની આલોચના કરવામાં આવી રહી છે. યૂઝર્સ કહી રહ્યા છે કે જો શેફાલી વર્મા બેટિંગ કરતી વખતે પણ આ જ આક્રમકતા બતાવી હોત તો ભારતીય ટીમ આ મેચ પણ જીતી શકી હોત.

આ પણ વાંચો :-

ધકધકતી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, આગામી 48 કલાક બાદ ગુજરાતમાં થશે તાપમાનમાં આટલાં ડિગ્રીનો વધારો

0

Be ready to bake in the scorching heat

  • રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.

ગુજરાતમાં (Gujarat) હજુ પણ વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોરે આકરી ગરમી પડવા લાગે છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે (Meteorological department) મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 2 ડિગ્રી તાપમાન વધાવાની સંભાવના છે.

તાપમાનનો પારો 35થી 37 ડિગ્રીએ પહોંચવાની શક્યતા :

હવામાન વિભાગે ગરમી આકરી પડવાની આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. જોકે, આગામી 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે.

ઉતર ગુજરાતમાં વધી શકે છે તાપમાનનો પારો :

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન વધવાની આગાહી કરાઈ છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ 17 ડિગ્રીએ પહોચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે છે.

કાળઝાર ગરમી બધા રેકોર્ડ તોડશે :

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપેટમાં આવશે.

આ પણ વાંચો :-

જપ્ત થઇ જશે બાઇક, મોટરસાઇકલ મોડિફાઇ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

0

Keep these things in mind while modifying the bike

  • Motorcycle Seized Rule: મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act)  મુજબ ભારતમાં વાહનમાં ફેરફાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે. કારણ કે વાહનની રચના અથવા બોડી બદલવાથી વાહનની મજબૂતાઈ પર અસર થાય છે, જે વાહનચાલક અને અન્ય રાહદારીઓ અથવા રસ્તા પરના વાહનો માટે જોખમી બની શકે છે.

Bike Modification Rule in india: ટુ-વ્હીલર મોડિફિકેશનનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તા પર દોડતી બાઇક્સ એક-એકથી ચઢિયાતા રૂપમાં જોવા મળી રહી છે. સાઈલેન્સરથી લઈને હેડલાઈન અને બોડી સુધી, લોકો બાઇકને મોડિફાઇ કરે છે, આજની પેઢીની ભાષામાં કહીએ તો મોડિફિકેશન… બાઇકને ‘કૂલ’ લુક આપે છે. પરંતુ બાઈક મોડિફિકેશનને લઈને કેટલાક  નિયમો છે અને મોટરસાઈકલને મોડિફાઈ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે, જેથી તમે અજાણતા કોઈ ભૂલ ન કરો.

બાઇક મોડિફિકેશન માટેના નિયમો શું છે?

સૌ પ્રથમ અમને જણાવો કે, શું તમે તમારી મોટરસાઇકલમાં ફેરફાર કરાવી શકો છો? તો જવાબ છે કે તમે તમારી બાઇકમાં નાના-નાના ફેરફાર કરી શકો છો. પરંતુ આ માટે તમારે તમારા પ્રાદેશિક પરિવહન કાર્યાલયની પરવાનગી લેવી પડશે. બાઇક મોડિફિકેશન દરમિયાન, તમે ફક્ત તે જ ભાગોનો ઉપયોગ કરી શકો છો જે ઓટોમોટિવ રિસર્ચ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ARAI) દ્વારા માન્ય અને પ્રમાણિત હોય.

મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act)  મુજબ ભારતમાં વાહનમાં ફેરફાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે. કારણ કે વાહનની રચના અથવા બોડી બદલવાથી વાહનની મજબૂતાઈ પર અસર થાય છે, જે વાહનચાલક અને અન્ય રાહદારીઓ અથવા રસ્તા પરના વાહનો માટે જોખમી બની શકે છે. વાહનમાં કરવામાં આવેલ કોઈપણ ફેરફાર નિયત સ્પષ્ટીકરણમાં હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદા મુજબ, વાહનોને એવી રીતે સંશોધિત કરી શકાતા નથી કે તેઓ ઉત્પાદક દ્વારા બનાવેલા મૂળ સ્પષ્ટીકરણોમાં નોંધપાત્ર ફેરફાર કરે. આવા વિશિષ્ટતાઓમાં તે તમામનો સમાવેશ થાય છે જે ઉત્પાદક દ્વારા વાહનના નોંધણીના પ્રમાણપત્રમાં ઉમેરવામાં આવ્યા હતા. આવું જ એક ઉદાહરણ એ છે કે દ્વિચક્રી વાહનમાં બેથી વધુ લોકોને લઈ જવા માટે કોઈપણ રીતે ફેરફાર કરી શકાતા નથી. એટલે કે, તમે ટુ-વ્હીલરને એવી રીતે મોડિફાઇ કરી શકતા નથી કે તેમાં બેથી વધુ લોકો બેસી શકે. એ જ રીતે, વાહનના આકાર, એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમમાં ફેરફાર કરી શકાતા નથી.

મોટુ ચલણ કાપવામાં આવશે, વાહન જપ્ત કરાશે :

નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના વાહનમાં આવા ફેરફાર કરે છે, જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો આ કિસ્સામાં 5,000 રૂપિયાનો ચલણ અથવા 6 મહિનાની જેલની જોગવાઈ છે. જો કે, તે વાહન પર કરવામાં આવેલા ફેરફારના પ્રકાર પર આધારિત છે.

આ ઉપરાંત જો તમારા વાહનમાં આરટીઓની પરવાનગી વિના આવા ફેરફારો કરવામાં આવ્યા હોય, જે અન્ય લોકો માટે જોખમી બની શકે છે. તો આ કિસ્સામાં વાહન પણ જપ્ત કરી શકાય છે. જો તમે તમારા વાહનની સાઈઝ, સ્ટ્રક્ચર, ચેસીસ, એન્જિન વગેરેમાં ફેરફાર કરો છો અથવા વધારાનું વ્હીલ ઉમેરશો તો વાહન પણ જપ્ત કરી શકાય છે.

શું એન્જીન બદલી શકાય :

જો તમારા વાહનનું એન્જીન સંપૂર્ણપણે બગડી ગયું હોય અથવા તે યોગ્ય રીતે કામ કરતું નથી, તો આ સ્થિતિમાં તમે એન્જિન બદલી શકો છો. પરંતુ આ માટે એક નિયમ પણ છે, એન્જિન બદલતા પહેલા તમારે RTO પાસેથી નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે. આ સિવાય એન્જિન બદલ્યા બાદ તમારે ફરીથી રજીસ્ટ્રેશન માટે અરજી કરવી પડશે. નિયમો અનુસાર જૂના અને નવા બંને એન્જિન એક જ ઈંધણ પર ચાલવા જોઈએ. આટલું જ નહીં વાહનનો રંગ બદલવા માટે તમારે આરટીઓ પાસેથી પરવાનગી લેવી પડશે.

આ પણ વાંચો :-

તારીખ 25 ફેબ્રુઆરી, શનિવાર- આજે કેવો રહેશે તમારો દિવસ? વાંચો આજનું રાશિફળ

Date 25 February, Saturday

મેષઃ
માનસિક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. વસ્ત્રો ચોરાઈ જવાની શક્યતા. સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમસંબંધો પકડાઈ જાય. પતિની વાણી કડવી થાય.

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારું રહેશે. સાબદનું ધ્યાન રાખવું.

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમિયાન સાચવવાની સલાહ છે.

ધનઃ
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકૂળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી, ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો :-