Home Blog Page 1120

 જો તમને પણ છે આ 3 સમસ્યા, તો ભૂલથી પણ ન કરતા ‘મખાના’નું સેવન, નહીંતર…

If you also have these 3 problems, then do not consume ‘Makhana’

  • મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, થિયાનીન, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. મખાનાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે.

મખાનામાં (Makhana) ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે તથા સોડિયમ પણ ઓછું હોય છે. મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, થિયાનીન, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. મખાનાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે. મખાનામાં રહેલ ફાઈબર (Fiber) નુકસાનકારક હોય છે. જેથી તેને પચાવવું થોડું મુશ્કેલ હોય છે. આ કારણોસર શરીર બિમારીઓનું (Disease) ઘર થઈ જાય છે.

મખાના ક્યારે ના ખાવા જોઈએ :

પેટ નબળું હોય ત્યારે :

જો તમારું પેટ નબળું હોય તો તમારે મખાના ના ખાવા જોઈએ. મખાના ખાવાથી પેટ ભારે થઈ જાય છે, જેથી મખાના સરળતાથી પચી શકતા નથી. આ ફાઈબરને પચાવવા માટે વધુ પાણીની જરૂર હોય છે. જ્યારે પણ મખાના ખાવામાં આવે ત્યારે તે પેટનું પાણી શોષવા લાગે છે. મખાનાનું વધુ માત્રામાં સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થાય છે. ઉપરાંત પેટનો દુ:ખાવો, નબળું પાચન તંત્ર હોય તો મખાનાનું સેવન ના કરવું જોઈએ.

પથરીની સમસ્યા :

પથરીની સમસ્યામાં મખાના ખાવાથી અનેક સમસ્યા થાય છે. શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય તો પથરીની સમસ્યા થાય છે. આ કારણોસર કેલ્શિયમથી ભરપૂર મખાનાનું સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે.

ડાયેરિયા :

ડાયેરિયા થયા હોય ત્યારે મખાનાનું સેવન ના કરવું જોઈએ, તે સમયે મખાના ખાવાથી હાનિકારક સાબિત તઈ શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. આ કારણોસર વારંવાર મળત્યાગ થાય છે. આ પરિસ્થિતિમાં મખાના ખાવાથી સમસ્યામાં આરોગ્યની સમસ્યામાં વધારો થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે Gujarat Guardian આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-

Kaviya Maran Angry : હટ યાર…. જ્યારે મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન…. વાયરલ થયો વીડિયો

0

Kaviya Maran Angry

  • Kaviya Maran VIDEO : સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન પોતાની ટીમને સપોર્ટ કરવા દરેક મેચમાં જાય છે. તેની આ પેશન તેને બીજા ઓનર્સથી અલગ બનાવે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે 9 એપ્રિલ રવિવારની રાત ખુબ યાદગાર રહી. ટીમનું પ્રદર્શન સાતમાં આસમાન પર હતું. હકીકતમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League) પોતાની ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટે પરાજય આપ્યો અને સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી.

આ મેચનું આયોજન હૈદરાબાદમાં (Hyderabad) થયું હતું. તેવામાં ફેન્સ પણ પોતાની ટીમની પ્રથમ જીતથી ઉત્સાહિત હતા. તો સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન (Kaviya Maran) પણ પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી.

જ્યારે-જ્યારે કાવ્યા મેદાનમાં પોતાની ટીમને ચીયર કરવા જાય છે ત્યારે-ત્યારે ફેન્સને તેની નવી તસવીર જોવા મળે છે. કેમેરામેનનું ફોકસ કાવ્યા પર રહે છે. પરંતુ જ્યારે પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં કેમેરામેને એવી હરકત કરી કે કાવ્યાને ગુસ્સો આવી ગયો. તેણે એવું ખતરનાક રિએક્શન આપ્યું જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લાઈવ મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન :

સનરાઈઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારનને ખુબ કેમેરા ફ્રેન્ડલી માનવામાં આવતી હતી. તે ક્યારેય કેમેરાની સામે આવતા ગભરાતી નહોતી અને લાઈમલાઈટનો આનંદ ઉઠાવતી હતી. પરંતુ જ્યારે હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં કેમેરામેન તેના મોઢા પર કેમેરો લાવ્યો તો તે ભડકી ગઈ. તેણે કેમેરાને જોતા કહ્યું, ‘હટ યાર’. તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

રિલીઝ થવા જઈ રહ્યું છે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર, સલમાનનો સ્વેગ જોવા થઈ જાઓ તૈયાર

Kisi Ka Bhai Kisi Ki Jaan

  • Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer : સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રાહ ફેંસ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. ફિલ્મથી અત્યાર સુધી 5 ગીત રિલીઝ થઈ ચુકયા છે. તે બધાને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો.

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ની લાંબી સમયથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક અલગ જ અવતારમાં જોવા મળશે. ફિલ્મની જાહેરાત જે દિવસે થઈ છે ફેંસ તે દિવસથી તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સલમાને પોતાના લાંબા વાળ અને સ્વેગ વાળી ચાલથી દરેકનું દિલ જીતી લીધુ છે. તનો આ ક્યારેય ન જોયો હોય તેવો લુક દર્શકોના મનમાં આતુરતા વધારે વધારી રહ્યો છે અને આ ફિલ્મના ગીત પણ ફેંસને ખૂબ જ પસંદ આવ્યા છે.

અત્યાર સુધી આવી ચુક્યા છે આ ગીત  :

કિસી કા ભાઈ કિસી કી જાન‘ ફિલ્મમાંથી અત્યાર સુધી 5 ગીત આવી ચુક્યા છે. તેમાં બે રોમેન્ટિક ગીત છે.- નઈયો લગજા અને જી રહે થે હમ. બે અપબીટ સોન્ગ છે- બિલ્લી બિલ્લી અને Yentamma. સાથે જ એક Bathukamma સોન્ગ છે. જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટને સાઉથ સ્ટાઈલમાં જોઈ શકાય છે.

આ ગીતના રિલીઝ થયા બાદ ફેંસના મનમાં સવાલ હતો કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ની સ્ટોરી શું છે. હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. આજે સાંજે આ સવાલનો જવાબ બધાની સામે હશે.

આજે આવશે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર  :

ફિલ્મના ગીતને જોઈએ તો તમને ખબર પડશે કે સલમાન ખાનનો સ્વેગ ફિલ્મમાં ભરપુર જોવા મળશે. પૂજા હેગડે પોતાના ક્યૂટ અને શાંત અંદાજમાં ભાઈની પ્રેમિકાનો રોલ કરી રહી છે. તેની સાથે છે વેંકટેશ અને ભૂમિકા ચાવલા પણ છે. ભાઈની પલટન પણ ખૂબ મોટી છે. જે પૂજાને પટાવવામાં તેની મદદ કરે છે.

આ ફિલ્મના ત્રણ હિંદી ગીત રીલિઝ થયા છે. તેના ઉપરાંત બે નવા તેલુગૂ ગીત પર પણ ધ્યાન આપવામાં આવે તો જાણી શકાય છે કે પૂજા સાઉથ ઈન્ડિયન કલ્ચરથી આવે છે. તેમની સાથે સલમાન પણ તેલુગૂ ટ્રેડીશનને ફોલો કરી રહ્યા છે. એવામાં હવે જોવું રસપ્રદ હશે કે બન્નેની લવ સ્ટોરીને ફિલ્મમાં કઈ રીતે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

બાપ રે… કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં કરોડ રૂપિયા ઉડ્યા

0

Gita Rabari

  • Geeta Rabari Dayro : ગીતા રબારી પર નોટોનો વરસાદ, ડાયરામાં આવેલા લોકો જોતા જ રહી ગયા !

ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના (Folk singer Geeta Rabari) ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. કચ્છના (Kutch) રાપરમાં પાંજરાપોળના પશુઓના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કોયલ કહેવાતા ગીતા રબારીના (Geeta Rabari) ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.

જોતજોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો. કોઈ વિચારી ન શકે કે ડાયરામાં લાખો નહિ પણ કરોડો રૂપિયા આવી શકે છે. બધાના આશ્ચર્ય વચ્ચે કચ્છી કોયલ ગીતા રબારી પર 4 કરોડ 50 લાખ રૂપિયા ઉડાવાયા હતા. આટલુ દાન જોઈને ગૌશાળાના સંચાલકો ખુશખુશ થઈ ગયા હતા.

કચ્છના રાપરમાં લોકગાયિકા ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ થયો હતો. રાપરમાં આવેલ પાંજરાપોળના અબોલ જીવોના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં 4 કરોડ 50 લાખ રૂપિયા ઉડાડવવામાં આવ્યા હતા. જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઈ ગયા હતા.

કચ્છી જૈન ઓસવાલ દ્વારા આ ડાયરાનું આયોજન કરાયુ હતું. ગૌશાળાના લાભાર્થે 4 કરોડ 50 લાખ રૂપિયા દાન એકઠું કરાયું હતું. ગુરુકુળ રિંગ રોડ ખાતે ડાયરાનું આયોજન કરાયુ હતું. જેમા ગીતા રબારી પર નોટોનો વરસાદ થઈ ગયો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે. ગીતા રબારીએ તેના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાપરમાં દાતાઓ દ્વારા ગીતા રબારી પર નોટો ઉડાવવામાં આવી હતી.

આ પણ વાંચો :-

VIP Number નો જબરો ક્રેઝ ! નંબર મેળવવા 122 કરોડની લગાવી બોલી, જાણો શું છે નંબરમાં ખાસ

Crazy craze of VIP Number

  • શોખ બની ચીજ હૈ ! ઘણાં લોકોને વીઆઈપી નંબરનો શોખ હોય છે. બાઈક હોય કે કાર ત્યાં સુધી કે મોબાઈલ નંબર પણ લોકો પોતાની પસંદગીનો રાખવાના શોખી હોય છે. ત્યારે હાલમાં જ દુબઈમાં એક શખ્સે પોતાની પસંદગીનો કાર નંબર મેળવવા માટે લગાવી દીધી સવા સો કરોડથી વધારે રૂપિયાની બોલી.

દુબઈમા (Dubai) મોસ્ટ નોબલ નંબર્સની હરાજીમાં (Auction) કારની નંબર P7 મેળવવા માટે રેકોર્ડ બ્રેક રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ નંબર મેળવવા માટે 5.5 કરોડ દિરહામ એટલે લગભગ 122 કરોડથી વધુ રૂપિયાની બોલી લાગી. જેની હરાજીમાં 1.5 કરોડ દિરહામથી બોલીની શરૂઆત થઈ હતી. હરાજી શરૂ થતા જ ગણતરીની સેકન્ડોમાં જ બોલી 3 કરોડને પાર પહોંચી ગઈ હતી. એક સમયે 3.5 કરોડે બોલી થોડીવાર માટે અટકી ગઈ હતી.

3.5 કરોડની બોલી ટેલીગ્રામ એપ્લિકેશનના સંસ્થાપક અને માલિક ફ્રેંચ એમિરાતી ઉદ્યોગપતી પાવેલ વાલેરિવિચ ડુરોવે (Pavel Valerievich Durove) લગાવી હતી. પરંતુ ફરી એ જ સમયે બોલી ઝડપથી આગળ વધતા 5.5 કરોડ દિરહામની પાર પહોંચી ગઈ હતી. પૈનલ સાતે આ બોલી લગાવી પોતાની ઓળખ ગુપ્ત રાખવાનું કહ્યું હતું.

જુમેરાની ચોથી સિઝન નામની હોટલમાં યોજાયેલ કાર્યક્રમમાં VIP નંબર પ્લેટ અને ફોન નંબરની હરાજી થઈ હતી. હરાજીમાં 10 કરોડ દિરહામ એટલે કે 2.7 કરોડ ડોલરની કમાણી થઈ હતી. આ રૂપિયા રમઝાનમાં લોકોને ભોજન ખવડાવવા માટે ઉપયોગમાં લેવાશે. કારની નંબર પ્લેટ અને ખાસ મોબાઈલ નંબરની હરાજીમાં કુલ 9.792 કરોડ દિરહામ મળ્યા હતા. આ હરાજી અમીરાત ઓક્શન દુબઈનું પરિવહન અને સંચાર કંપનીઓ એતિસલાત અને ડૂએ યોજી હતી.

P7 સીરીઝના નંબર માટે સૌથી વધુ બોલી લાગી હતી. બોલી લગાવનાર કેટલાક લોકો વર્ષ 2008નો રેકોર્ડ તોડવા માગતા હતા.જેમાં અબુ ધાબીની નંબર-1ની પ્લેટ મેળવવા એક ઉદ્યગપતિએ 5.22 કરોડ દિરહામની બોલી લગાવી હતી. આ હરાજીના તમામ રૂપિયા વન બિલિયન મીલ્સ અભિયાનને આપી દેવાય હતા. આ સંસ્થાની સ્થાપના વૈશ્વિક ભૂખમરા સામે લડવાના હેતુ સાથે કરવામાં આવી છે. રમઝાનમાં દાન આપવાના હેતુ સાથે દુબઈના ઉપરાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન રાશિદએ કરી હતી.

આ પણ વાંચો :-

 

 

5 બોલમાં 5 સિક્સવાળા રિંકૂ પર ફિદા થઈ શાહરુખની પુત્રી સુહાના-એક્ટ્રેસ અનન્યા, બન્નેને ગમ્યો ક્રિકેટર, બોલી આવું  

0

Shahrukh’s daughter

  • Rinku Singh IPL : અંતિમ ઓવરમાં સતત 5 સિક્સર ફટકારવા બદલ ક્રિકેટર રિંકુ સિંહની ચોતરફ પ્રશંસા, અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી કહ્યું, “અવાસ્તવિક”

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) સામેની કોલકાતા નાઇટ રાઈડર્સની (Kolkata Knight Riders) મેચમાં રોમાંચક વળાંક આવ્યો હતો. જેમાં IPL 2023 મેચની અંતિમ ઓવરમાં સતત 5 સિક્સર ફટકારવા બદલ ક્રિકેટર રિંકુ સિંહની (Rinku Singh) ચોતરફ પ્રશંસા થઈ રહી છે. જેમાં હવે અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો (Suhana Kha) પણ સમાવેશ થાય છે. આજે મેચ પૂર્ણ થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર સુહાનાએ તેની સ્ટોરી પર એક તસવીર શેર કરી અને લખ્યું, “અવાસ્તવિક.”

અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને IPL 2023માં આજે ગુજરાત ટાઈટન્સ Vs કોલકાતા નાઇટ રાઇડર્સ મેચની અંતિમ ઓવરમાં સતત 5 સિક્સર ફટકારવા બદલ ક્રિકેટર રિંકુ સિંહની પ્રશંસા કરી. ઇન્સ્ટાગ્રામ પર સુહાનાએ તેની સ્ટોરી પર એક તસવીર શેર કરી અને લખ્યું, “અવાસ્તવિક.” આ સાથે  અભિનેત્રી અનન્યા પાંડેએ પણ તેણીની વાર્તાઓ પર એક ચિત્ર શેર કર્યું અને હાથ ઉપરના ઈમોટિકન્સ છોડ્યા.

અભિનેત્રી અનન્યા પાંડેએ પણ તેણીની વાર્તાઓ પર એક ચિત્ર શેર કર્યું અને હાથ ઉપરના ઈમોટિકન્સ છોડ્યા. મેચ વિશે વાત કરતા ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી તેમની 20 ઓવરમાં 4/204 રન કર્યા. વિજય શંકરે 24 બોલમાં ચાર બાઉન્ડ્રી અને પાંચ સિક્સરની મદદથી સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને પણ આઈપીએલ 2023માં તેની બીજી અડધી સદી ફટકારી. તેણે 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. શુભમન ગિલે પણ 31 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 39 રનની નક્કર ઇનિંગ રમી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સની રિંકુ સિંઘે સતત પાંચ સિક્સ ફટકારીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે ગુજરાત ટાઈટન્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ પરાક્રમ પર બોલિવૂડ સ્ટાર્સથી લઈને સેલિબ્રિટીઝના હોશ ઉડી ગયા છે.   રિંકુ સિંહ અચાનક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. આ એ નામ છે જેણે આઈપીએલમાં જોરદાર ઈનિંગ્સ રમી એટલું જ નહીં. ચાહકોને પણ ચોંકાવી દીધા.

ખાસ કરીને શાહરૂખ ખાનના બાળકો આર્યન અને સુહાના ખાને પણ તેમની ટીમના આ દિગ્ગજ કલાકારની પ્રશંસા કરી છે અને અભિનેતા રણવીર સિંહ રિંકુનો દિવાનો બની ગયો છે. શાહરૂખ ખાને રિંકુ માટે એક ફની પોસ્ટ કરી છે.

આ પણ વાંચો :-

Whatsapp માં પરપુરુષનો મેસેજ જોઈ જતા પતિનો પિત્તો ગયો, પત્ની પર લોખંડના….

0

Whatsapp

  • Husband Hit Wife : મહિલાને કોઈ પરપુરુષ સાથે સંબંધ હોય તેવો પતિ અવાર-નવાર શંકા અને વહેમ કરતો હતો. જે બાબતે પતિએ પત્નીનો મોબાઈલ ફોન ચેક કરવા લીધો હતો. વોટસએપમા પરપુરુષનો મેસેજ જોઇ લેતા એકદમ ઉશ્કેરાઈ જઈ…

પતિ પત્નીના દાંપત્ય જીવનમાં (Married life) એકબીજા પર વિશ્વાસ અને અતૂટ બંધન જ મહત્વનું ગણાતું હોય છે, પરંતુ હાલના સમયમાં સોશિયલ મીડિયાના (Social media) વધતા અતિરેક અને એકબીજા પર શક વહેમના દાયરાને લઈને જામનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં જામનગરમાં (Jamnagar) પતિએ પત્નીના whatsapp માં પરપુરુષનો મેસેજ જોઈ લેતા પતિએ ઉશકેરાઈ જઈને પત્ની પર તવીથા વડે હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગર શહેરના રણજીતસાગર રોડ, પટેલપાર્ક પાછળ, વૃંદાવન-૧, શેરી.નં.૪ માં રહેતા અને આ કામના ફરિયાદી મહિલા જલ્પાબેન વા/ઓ પ્રતિકભાઇ જગદિશભાઇ ચિતારા જાતે.બાવાજી ઉ.વ.૨૪ (ધંધો.ઘરકામ) એ સીટી બી ડિવિઝનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ પ્રતિકભાઈચિતારાએ તેના પર તવિથા વડે હુમલો કર્યો હતો.

મહિલાને કોઈ પરપુરુષ સાથે સંબંધ હોય તેવો પતિ અવાર-નવાર શંકા અને વહેમ કરતો હતો. જે બાબતે પતિએ પત્નીનો મોબાઈલ ફોન ચેક કરવા લીધો હતો. વોટસએપમા પરપુરુષનો મેસેજ જોઈ લેતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને કેટરર્સના લોખંડના તવીથાથી માથાના ભાગે અલગ-અલગ જગ્યાએ ત્રણ ઘા મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બાદ પત્નીએ પતિ પ્રતિક વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે મહિલાના માથાના ભાગે હુમલો કરતા તેને લોહિલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવારમાં પણ ખસેડવામાં આવી હતી. હાલે સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 324 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

EMI પર ખરીદો કેરી : 12 મહિનામાં હપ્તા ચૂકવો રૂપિયા, આ ઓફરે આખા દેશમાં ચર્ચા જગાવી

0

Buy Carry on EMI

  • Buy Alphonso mangoes on EMI : તમે મકાન, કાર, ટીવી, ફ્રીઝ અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓ EMI પર ખરીદી હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કેરી EMI પર વેચાતી હોય. પૂણેના એક વેપારીએ આમ કરી દેખાડ્યું છે. આ વેપારી માસિક હપ્તા પર લોકોને કેરી વેચી રહ્યા છે.

Mango On EMI : કેરીની (Mango) આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે. જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે. જે અન્ય દુકાનો પર નથી મળતી. અહીં ગ્રાહક EMI પર કેરી ખરીદી શકે છે. રિટેઈલમાં માસિક હપ્તા પર કેરી વેચતી કદાચ આ દેશની પહેલી દુકાન છે. પૂણેના (Pune) વેપારી ગૌરવ સનસ 12 વર્ષથી કેરીનો વેપાર કરે છે પણ EMIનો વિકલ્પ તેમણે પહેલી વાર અપનાવ્યો છે. તેઓ ગ્રાહકોને ત્રણ મહિનાથી લઈને 18 મહિનાના હપ્તા કરી આપે છે.

મોંઘી કેરી વેચવા પૂણેના વેપારીનો નવો કીમિયો ચાલુ કર્યો છે. 18 મહિના સુધીના EMI પર કેરીનું વેચાણ થાય છે. 600થી 1300 રૂપિયા ડઝનના ભાવે વેચાતી રત્નાગીરી આફૂસ કેરી હવે ઈએમઆઈ પર મળશે. EMI ની સુવિધા માટે ગ્રાહકે 5 હજારની કેરી ખરીદવી જરૂરી છે. ફાઈનાન્સ કંપની સાથે ટાઈ અપ કરવાનું વેપારીનું આયોજન છે.

વેપારી ગૌરવ સનસનો દાવો છે કે તેમની દુકાન પર વેચાતી હાફુસ સહિતની કેરીઓ કુદરતી રીતે પાકેલી હોય છે, તેને પકવવા કેમિકલનો ઉપયોગ નથી કરાતો. રત્નાગીરીની જગ વિખ્યાત હાફુસ કેરીનો એક ડઝનનો ભાવ 600 રૂપિયાથી 1300 રૂપિયા સુધી છે. આ ભાવે કેરી ખરીદવા આમ તો સામાન્ય વ્યક્તિને EMIની જ જરૂર પડે પણ વેપારી તેની પાછળનું કારણ લૉકડાઉન દરમિયાનના પોતાના અનુભવને ગણાવે છે.

EMI પર કેરીના વેચાણ માટે આ દુકાનમાં ચોક્કસ પદ્ધતિ અને શરતોને અનુસરવામાં આવે છે. POS મશીન દ્વારા કેરીના બિલને EMIમાં કન્વર્ટ કરવામાં આવે છે. EMIની સુવિધા માટે ગ્રાહકે ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાની કેરી ખરીદવી પડે છે. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ કે પેટીએમ દ્વારા 18 મહિના સુધીના EMIની સુવિધા આપવામાં આવે છે. કેરી મોંઘી જરૂર છે પણ તેનો સ્વાદ માણવા EMIની સુવિધા મળતા લોકો પણ ખુશ છે.

જો આ વર્ષે EMI પર કેરીના વેચાણને સારો પ્રતિસાદ મળશે. તો આવતા વર્ષે ફાઈનાન્સ કંપની સાથે ટાઈ અપ કરવાનું વેપારી ગૌરવ સનસનું આયોજન છે. હવે ગ્રાહકોએ વિચારવાનું છે કે તેમણે પૈસા ખર્ચ્યા બાદ કેરીનો સ્વાદ માણવો છે કે પછી કેરીનો સ્વાદ માણ્યા બાદ હપ્તા ચૂકવવા છે.

આ પણ વાંચો :-

Coin : તમારા પાસે રહેલો ચલણી સિક્કો કયા શહેરમાં બનેલો છે, આ નિશાનીથી કરો ઓળખ

0

In which city

  • Identify the Origin of Your Coin with Mint Mark : દરેક ભારતીય સિક્કા ટંકશાળમાં બને છે. ટંકશાળ તે સરકારી કારખાનું છે. જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને જોતા સિક્કા બનાવવામાં આવે છે.

જો આપણે માણસની મૂળભૂત જરૂરિયાતોની વાત કરીએ તો તેમાં રોટી, કપડા અને મકાન પ્રથમ આવે છે. હવે આ બધી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુની જરૂર છે તે પૈસા છે. આપણે બધા જાણતા નથી કે આપણે આપણા રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે કેટલા રૂપિયા ખર્ચીએ છીએ. તે રૂપિયામાં નોટ અને સિક્કા બંને સામેલ છે.

હવે જો આ રૂપિયાના સિક્કાની વાત કરીએ તો આપણે સૌએ નાનપણથી જ અનેક રીતે સિક્કા જોયા હશે. પરંતુ શું તમે કોઈ સિક્કો જોઈને કહી શકો છો કે આ સિક્કો ભારતના કયા શહેરમાં બન્યો હતો ? જો નહીં તો કોઈ સમસ્યા નથી. આજે અમે તમને જણાવીશું કે તમારા ખિસ્સામાં પડેલા સિક્કાને જોઈને તમે કહી શકશો કે તે કયા શહેરમાં બનાવવામાં આવ્યો હતો.

સમગ્ર ભારતમાં ચાર ટંકશાળ છે :

વાસ્તવમાં સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમામ ભારતીય સિક્કા ટંકશાળમાં બનેલા છે. ટંકશાળ એ સરકારી ફેક્ટરી છે, જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કા બનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં કુલ 4 ટંકશાળ છે.

જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે. દરેક ટંકશાળમાં બનેલા સિક્કા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ સિક્કાઓ પર બનેલી ખાસ નિશાની જોઈને તમે સરળતાથી કહી શકો છો કે તે સિક્કો ભારતમાં કઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો.

તમે સિક્કો જોઈને કઈ રીતે જાણી શકો ક્યા શહેરમાં બન્યો છે :

નોંધનીય છે કે દરેક સિક્કા પર લખેલ વર્ષ નીચે એક ખાસ પ્રકારનું નિશાન બનેલું હોય છે. જેને જોઈને તમે સિક્કો ક્યા શહેરમાં બન્યો તેની જાણકારી મેળવી શકો છો.

1. જે સિક્કા પર Dot નું નિશાન બનેલું હોય છે, તે સિક્કો નોઇડાની ટંકશાળમાં બનેલો હોય છે.

2. જે સિક્કાની નીચે Diamond નો શેપ બનેલો હોય છે, તે સિક્કો મુંબઈની ટંકશાળમાં બનેલો હોય છે.

3. આ પ્રકારે જે સિક્કા પર Star નો શેપ બનેલો જોવા મળે, તો સમજી જવું કે આ સિક્કો હૈદરાબાદની ટંકશાળમાં બનેલો છે.

4. હવે તમને સિક્કા પર કોઈ પ્રકારનું નિશાન કે શેપ ન જોવા મતે તો તમારે તત્કાલ સમજી જવું કે આ સિક્કાને કોલકત્તાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Pakistan : આ છે પાકિસ્તાનની સૌથી અમીર હિંદુ મહિલાઓ, જાણો શું કરે છે અને કેટલી કરે છે કમાણી

Pakistan

  • Sangeeta Aka Parveen Rizvi : આ બંને હિન્દુ મહિલાઓ અબજોપતિ છે. પાકિસ્તાનમાં રહેવા છતાં આ હિંદુ મહિલાઓએ એવું કારનામું કર્યું છે જેના વિશે ત્યાં રહેતી હિંદુ મહિલાઓ વિચારી પણ શકતી નથી.

પાકિસ્તાનમાં (Pakistan) લઘુમતીઓની હાલત કોઈનાથી છુપી નથી. હિંદુઓ સાથે ઉત્પીડન અહીં સામાન્ય છે. આવી સ્થિતિમાં લઘુમતી સમુદાય માટે અહીં ટકી રહેવું સરળ કામ નથી. પાકિસ્તાનમાં હિન્દુઓને (Hindu) બીજા વર્ગના નાગરિક ગણવામાં આવે છે. આટલું બધું હોવા છતાં પાકિસ્તાનમાં એવી કેટલીક હિંદુ મહિલાઓ છે જેમણે પોતાની મહેનત, સમર્પણ અને પરિશ્રમના કારણે એક સ્થાન હાંસલ કર્યું છે.

આજે અમે પાકિસ્તાનની એવી જ બે હિન્દુ મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે વિષયની પરિસ્થિતિમાં પણ એક નવો આયામ સ્થાપિત કર્યો છે. હાલમાં બંને હિન્દુ મહિલાઓની ગણના પાકિસ્તાનના સૌથી અમીર લોકોમાં થાય છે. આ બંને હિન્દુ મહિલાઓ અબજોપતિ છે. પાકિસ્તાનમાં રહેવા છતાં આ હિંદુ મહિલાઓએ એવું કારનામું કર્યું છે જેના વિશે ત્યાં રહેતી હિંદુ મહિલાઓ વિચારી પણ શકતી નથી.

જોકે પાકિસ્તાનમાં હિંદુઓને સમાન તકો મળતી નથી, સાથે જ તેમને દરેક ક્ષેત્રમાં હેરાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, હિંદુ માટે અહીં પૈસા અને નામ કમાવવાનું સરળ કામ નથી. જોકે સંગીતા ઉર્ફે પરવીન રિઝવી અને રીટા ઈશ્વર પ્રસિદ્ધિ અને સંપત્તિ કમાવવાના મામલે ટોચ પર છે.

સંગીતા ઉર્ફે પરવીન રિઝવી :

પાકિસ્તાનના કરાચીમાં જન્મેલી સંગીતા ઉર્ફે પરવીન રિઝવીની ગણતરી પાકિસ્તાનના અમીર લોકોમાં થાય છે. સંગીતા પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અને દિગ્દર્શક છે અને 1969થી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. સંગીતાને શરૂઆતના દિવસોમાં તેના નામના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે પરવીન રિઝવી બનીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું.

સંગીતાએ નિકાહ, મુઠ્ઠી ભર ચાવલ, યે અમાન, નામ મેરા બદનામ જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. સંગીતાની વાર્ષિક કમાણી 39 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તે પાકિસ્તાનની સૌથી અમીર હિન્દુ મહિલા છે.

રીટા ઈશ્વર :

કરાચીની રહેવાસી રીટા ઈશ્વરનો જન્મ 16 માર્ચ 1981ના રોજ થયો હતો. તે એક રાજકારણી છે અને 2013 થી 2018 સુધી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય પણ રહી ચૂક્યા છે. નોંધપાત્ર વાત એ છે કે તે પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા સાંસદ પણ છે. રીટાએ સક્રિય રાજનીતિ કરીને નામ અને પૈસા બંને કમાયા છે. પોતાની મહેનતના કારણે રીટા પાકિસ્તાનની સૌથી ધનિક મહિલા રાજનેતાઓમાંની એક છે. તેમની વાર્ષિક આવક લગભગ 30 કરોડ છે.

આ પણ વાંચો :-