Home Blog Page 1119

સુરતે ચીનને પછાડ્યું, એવું કાપડ બનાવ્યું કે દૂબઈ-બાંગ્લાદેશથી આવી ડિમાન્ડ

0

Surat Beats China 

  • Amazing innovations : સુરત કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં સાડીઓ માટે જાણીતું શહેર છે. પરંતુ હવે ખાસ પોલિસ્ટર હબ બનવા જઈ રહ્યું છે. કોટનની ડિમાન્ડ સામે તેની અછત હોવાના કારણે સુરતમાં એક ખાસ કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. જે ગરમીમાં પણ માણસના શરીરને ઠંડું રાખે છે.

Surat Textile : ગરમીની સિઝનમાં કોટનની (Cotton) ડિમાન્ડ વધી જાય છે પરંતુ સુરતમાં એક ખાસ કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. જે 100 ટકા પોલિસ્ટર (PolYester) હોવા છતાં લોકોને કોટનની જેમ ગરમીથી રાહત આપી રહ્યું છે. એટલું જ નહીં આ કાપડ એન્ટી બેક્ટેરિયલ હોવાના કારણે કોટનની જેમ ચામડીને નુકસાન પહોંચાડતું નથી. સૌથી અગત્યની વાત એ છે કે આ કાપડ ભીષણ ગરમીમાં (Intense Heat) પણ વ્યક્તિના બોડી ટેમ્પરેચરને (Body Temperature) યથાવત રાખે છે.

સુરત કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં સાડીઓ માટે જાણીતું શહેર છે. પરંતુ હવે ખાસ પોલિસ્ટર હબ બનવા જઈ રહ્યું છે. કોટનની ડિમાન્ડ સામે તેની અછત હોવાના કારણે સુરતમાં એક ખાસ કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોલિસ્ટર કાપડ વ્યક્તિને ગરમીથી રાહત આપે છે અને તેના બોડી ટેમ્પરેચરને યથાવત રાખે છે. એટલું જ નહીં આ કાપડ કેમિકલ કોટિંગ હોવાના કારણે એન્ટી બેકટેરિયલ છે. જેના કારણે પોલિસ્ટર લોકોની પસંદ બની રહ્યું છે. એવા દેશ કે જ્યાં આ ગરમી વધારે છે ત્યાંથી આ કાપડની ડિમાન્ડ પણ વધી છે.

પરસેવો શોષી લેશે  :

આ કાપડ તૈયાર કરનાર સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ કુલટેક્સ કરીને કાપડ આવે છે. આ કાપડ 100 ટકા પોલિસ્ટર છે. પરંતુ પહેરવા પર તે કોટનની જેમ લોકોને અનુભવ કરાવે છે. રિલાયન્સ દ્વારા આ કાપડને ડેવલપ કરવામાં આવ્યું છે. તેઓ કુલટેક્સના નામે યાર્ન વેચે છે. કાપડ સો ટકા ડ્રાય પોલિસ્ટર હોય છે પરંતુ જ્યારે તમે તેને પહેરો છો તો એમાં છ જેટલા ગુણો જોવા મળે છે.

જેમાંથી એક છે ઈવી પ્રોડક્શન. એટલે કે જે સૂર્યપ્રકાશ આવે છે તે કાપડ ઉપરથી ઓટોમેટીક રિફ્લેક્ટ થઈ જાય છે અને શરીરની અંદર પહોંચતો નથી. બીજું છે પસ્પીરેશન. જે આપણો પરસેવો હોય છે તે કાપડ ઉપર જાય છે તે એબસોર્બ કરે છે.

કાપડથી ખંજવાળ નહિ આવે  :

ત્રીજી વાત છે કે જ્યારે પરસેવો થાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે. આ કાપડ એન્ટિ બેક્ટેરિયલ હોવાના કારણે નુકસાન પહોંચાડતું નથી. અનેકવાર ખંજવાળની પણ સમસ્યા થતી હોય છે. પરંતુ આ કેમિકલના કારણે પોલિસ્ટર કાપડથી આ સમસ્યા થતી નથી. 50 વાર જો આ કાપડ ધોવામાં આવે તો પણ આ કેમિકલ જતું નથી. તેઓએ જણાવ્યું હતું કે લોકોમાં ફેસિનેશન હતું કે કોટનને લઈને ગરમીના મોસમમાં કોટન પહેરવાથી લાભ થશે.

આ પણ વાંચો :-

 

સલમાન ખાનને ‘રોકી ભાઈ’ના નામે ધમકી, ખુલ્લેઆમ કોલરે ફોન પર જણાવી દીધી તારીખ

Salman Khan 

  • સલમાન ખાનને ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.

બોલિવુડના ભાઈજાનને (Bhaijan) ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાન ખાનને (Salman Khan) મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનાર વ્યક્તિએ રોકી ભાઈ તરીકેની ઓળખ આપી છે.

ધમકી મળ્યા પછી મુંબઈ (Mumbai) પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ધમકી આપનાર વ્યક્તિ રોકી ભાઈએ પોલીસને જણાવ્યું કે તે જોધપુરમાં રહે છે અને ગૌરક્ષક છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.

આરોપીની ઓળખ :

મુંબઈ પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું કે, આરોપી યુવક કોણ છે તે જાણ થઈ ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિ રાજસ્થાનનો રહેવાસી છે અને તે સગીર હોઈ શકે છે. તેનું નામ, એડ્રેસ અને નંબર મળી ગયો છે. તેના આધાર પર પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે, આરોપી સગીર હોઈ શકે છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારબાદ FIR કરીને પૂછપરછ કરવામાં આવશે.

સલમાન ખાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત :

સલમાન ખાન આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન છેલ્લા ઘણા સમયથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે બહાર જઈ રહ્યા છે. અગાઉ ફિલ્મફેર પ્રેસ કોન્ફરન્સમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

સરકારનો આદેશ ! 30 સેકન્ડ રીંગ વાગ્યા બાદ આવશે મેસેજ, વાંચ્યો નહી તો જાતે વાંચી સંભળાવશે

0

Government order

  • જો સરકાર એલર્ટ કરશે તો ફોન ઓછામાં ઓછી 30 સેકન્ડ વાગશે ફોન, ફોન વાંચીને સંભળાવશે Disaster Alert. આ સુવિધા Covid19, હવામાન, પૂર, રમખાણો, કાયદો અને વ્યવસ્થા સહિતની ઘણી કટોકટીમાં મહત્વપૂર્ણ રહેશે. DoT એ Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023 જાહેર કર્યા કર્યા છે.

Disaster Alert : આજકાલ સમાજ માટે કટોકટીનો સામનો કરવો સામાન્ય બની ગયો છે. આવી પરિસ્થિતિઓમાં મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની (Immediate information) જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ભારત માટે ભારત માટે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે “Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023” નામના નિયમો જારી કર્યા છે.

આ નિયમો હેઠળ સરકારે ફોન યૂઝર્સને દેશમાં થનાર કટોકટી સંબંધિત એલર્ટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. નિયમો અનુસાર હવે દરેક ફોનમાં ડિઝાસ્ટર એલર્ટ માટે સપોર્ટ હશે. મતલબ કે જ્યારે પણ કટોકટી હોય ત્યારે સ્માર્ટફોન કે ફીચર ફોન એક જ મેસેજથી સમગ્ર સમુદાયને એલર્ટ કરી શકે છે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે. આવો જાણીએ શું કહે છે આ નિયમ..

નિયમ શું કહે છે?

–  દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં બ્રોડકાસ્ટ મેસેજ રિસીવિંગ ફરજિયાત

– સ્માર્ટફોન હોય કે ફીચર ફોન, તેના પર મેસેજ દેખાવા જોઈએ

– આવા મેસેજ માટે લાઈટ, સાઉન્ડ અને વાઈબ્રેશન 30 સેકન્ડ માટે ફરજિયાત છે.

–  એલર્ટ મેસેજ ફોનમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રહેવો જોઈએ.

– આ મેસેજ ત્યાં સુધી સ્ક્રીન પર રહેશે જ્યાં સુધી ગ્રાહક તેને જોયા પછી સ્વીકારે નહીં.

– ફોનના ફીચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે અલગ કેટેગરી.

– એલર્ટ મેસેજ ઓડિયો મેસેજ તરીકે પણ સંભળાશે.

આ પણ વાંચો :-

Whatsapp પર મેસેજ અને લિંક મોકલી ફસાવવાનું નવું કૌભાંડ ! સુરતમાં એન્જિનિયરે કમાવવાની લાલચમાં ગુમાવ્યા 88 હજાર

A new scam to trap by sending messages

  • Cyber crime in Surat : સુરતમાં ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં એન્જિનિયર યુવકે 88 હજાર રૂપિયા ગુમાવ્યા છે. જેની તેમણે હજીરા પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવી છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું (Online Transactions) પ્રમાણ વધવાની સાથે ઓનલાઈન ફ્રોડના (Online fraud) બનાવો પણ વધ્યા છે. એશિયામાં સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા દેશોમાં ભારતનો સમાવેશ ટોપ-4માં થયો હતો. ઓનલાઈન છેતરપિંડીથી (Fraud) બચવા જાગૃત થવાની જરૂર છે. આ સાયબર ઠગો અવનવા પેતરા અજમાવીને લોકો સાથે છેતરપિંડી (Fraud) આચરી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે.

જુદા-જુદા ટાસ્કના નામે પૈસા પડાવ્યા :

સુરતના એક યુવકે ઘર બેઠા પૈસા કરાવવાની લાલચમાં 88 હજાર રૂપિયા ગુમાવ્યા છે. ભેજાબાજોએ Youtube લિંક Whatsapp પર મોકલીને લોકોને જોવાના નામે છેતરપિંડી આચરી છે. સૌથી પહેલા આ ઠગોએ ટાસ્ક આપી યુવકના ખાતામાં 150 રૂપિયા જમા કર્યા હતા. જે બાદ ફ્રી ટાસ્ક બાદ હાઈપેડ જુદા-જુદા ટાસ્કના નામે યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા. યુવકને છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેણે નોંધાવી હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે હજીરા પોલીસ અને સાયબર ક્રાઈમ તપાસ કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભૂત છે ? અચાનક ખૂલે છે ક્લાસની બારી, ખુરશીઓ આપોઆપ ખસે છે

0

Is there a ghost in this university

  • Ghost In GTU Campus : અમદાવાદની જીટીયુના કેમ્પસમાં ભૂત હોવાની વાતો ફરીથી વહેતી થઈ. ચર્ચાના પગલે કેમ્પસમાં કામ કરતા તમામ લોકો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો.

ભૂતની (Ghost) વાત આવે ત્યારે દરેકના મનમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય છે. તમે તમારી આસપાસ પણ ભૂત હોવાના વિચારથી ડરી જાઓ છો. ત્યારે અમદાવાદની (Ahmedabad) એક યુનિવર્સિટીના કેમ્પસમાં ભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ્પસની લિફ્ટમાં અને સીડીમાં કોઈની હાજરી હોવાનો અહેસાસ વિદ્યાર્થીઓને થાય છે. તેમજ કોઈ રહસ્યમયી તત્વ ક્લાસ રૂમના બારી બારણા ખોલી નાંખતા હોવાની વાતોથી ડરનો માહોલ સર્જાયો છે. આ કેમ્પસ છે ચાંદખેડામાં (Ahmedabad) આવેલું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) નું કેમ્પસ.

ઈન્સ્ટાગ્રામ પર 16 લાખ ફોલોઅર્સ ધરાવતા એક ફેમસ એકાઉન્ટ પર હાલમાં ગુજરાતના એક સૌથી ડરામણા સ્થળ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જીટીયુનો પણ સમાવેશ કરાયો છે. જીટીયુ કેમ્પસ ડરામણું છે તે જાણીને જ વિદ્યાર્થીઓમાં ડર પેદા થયો છે. હાલ આખા કેમ્પસમાં આ પ્રકારની વાતો અને ચર્ચાના પગલે કેમ્પસમાં કામ કરતા તમામ લોકો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ભૂતકાળમાં પણ કેટલાક કર્મચારીઓ મોડી રાત સુધી કામ માટે રોકાયા હોય ત્યારે તેમને આ પ્રકારનો અહેસાસ થયા હોવાનુ તેઓએ ફરિયાદ કરી હતી. કેટલાકે એવુ પણ કહ્યું કે કેટલા રૂમોમાં ફર્નિચર આપોઆપ ખસે છે અને બારીઓ પણ આપોઆપ ખૂલી જાય છે.

એક અધિકારીએ જણાવ્યુ હતું કે, કેમ્પસના એક બિલ્ડીંગમાં જ્યારે ઓછા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે એક ખૂણમાંથી કોઈની ચીસ પણ સંભળાઈ હતી. આ માટે ભૂતકાળમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કેટલાક નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા.

આ પણ વાંચો :-

RCB vs LSG IPL 2023: નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી

0

RCB vs LSG IPL 2023

  • આઈપીએલ 2023ના એક હાઈસ્કોરિંગ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક વિકેટથી હરાવી દીધુ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ લખનઉને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે લખનઉની ટીમે છેલ્લા બોલે હાંસલ કરવામાં સફળતા મેળવી.

આઈપીએલ 2023ના એક હાઈસ્કોરિંગ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (Royal Challengers Bangalore) એક વિકેટથી હરાવી દીધુ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (M Chinnaswamy Stadium) રમાયેલી મેચમાં આરસીબીએ લખનઉને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે લખનઉની ટીમે છેલ્લા બોલે હાંસલ કરવામાં સફળતા મેળવી. લખનઉની (Lucknow) જીતના હીરો કેરેબિયન ક્રિકેટર નિકોલસ પૂરન રહ્યો. જેણે 19 બોલમાં 62 રન કર્યા.

213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. પહેલી ઓવરના ત્રીજા બોલ પર કાઈલ મેયર્સને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો. જે ખાતુ પણ ખોલાવી શક્યો નહીં. ત્યારબાદ પાર્નેલે લખનઉને ડબલ ઝટકો આપ્યો. પહેલા દીપક હુડ્ડાને અને પછી ક્રુણાલ પંડ્યાને પણ આઉટ કર્યો.

ગુજરાત ATSને મોટી સફળતા : અમદાવાદના એક મકાનમાંથી નકલી નોટો છાપવાનું….

23 વિકેટ પર 3 વિકેટ પડ્યા બાદ કે.એલ.રાહુલ અને માર્કેસ સ્ટોઈનિસે 76 રનની પાર્ટનરશીપ કરી સ્થિતિ સંભાળી. સ્ટોઈનિસે ખતરનાક બેટિંગ કરી અને ફક્ત 30 બોલમાં 65 રન કર્યા. ત્યારબાદ નિકોલસ પૂરને પણ તોફાની ફિફ્ટી ફટકારી.

આરસીબીની ઈનિંગ :

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમે ખુબ ધમાકેદાર શરૂઆત કરી. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે મળીને પાવરપ્લેમાં 56 રન કર્યા. વિરાટ કોહલી આક્રમક મૂડમાં જોવા મળ્યો. કોહલીએ 44 બોલમાં 61 રન કર્યા.

ડુપ્લેસિસે 46 બોલમાં 79 રન કર્યા. જ્યારે ગ્લેન મેક્સવેલે 29 બોલમાં 59 રન ક્યા. આરસીબીની ટીમે 20 બોલમાં 212 રનનો વિશાળ ટાર્ગેટ લખનઉની ટીમને આપ્યો. જે લખનઉએ રોમાંચક મેચમાં છેલ્લા બોલે મેળવી લીધો.

આ પણ વાંચો :-

કોલેજના પ્રોફેસરે આપ*ઘાત કર્યો, પત્ની માટે હૈયું હચમચાવી નાંખે તેવા કરુણ શબ્દો લખ્યા

0

College professor commits suicide

  • Professor Suicide : LD એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો, બે અંતિમ ઇચ્છા જણાવી. પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે તો તેને અંતિમસંસ્કાર માટે ન બોલાવવા લખ્યુ… અંતિમ સંસ્કાર મિત્ર અને કુંટુબી ભાઈ કરે તેવી ઈચ્છા વ્યકત કરી.

અમદાવાદની (Ahmedabad) એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે આજે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પ્રોફેસરના ઘર પરથી મળી આવેલી એક સુસાઈડ નોટમાં (Suicide Note) પોતે કોલેજના કામના ભારણના કારણે આ પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેઓએ સ્યૂસાઈડ નોટમાં બે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં પોતાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરતા પોતાના પુત્રને બોલાવતા નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ નાનજીભાઈ શાહે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ થતા જ તેમના પરિવારજનો દોડી ગયા હતા. તેમના પત્નીએ રૂમનો દરવાજો તોડતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

કોલેજમાં કામના ભારણનો ઉલ્લેખ કર્યો :

મૃત પ્રોફેસર પાસેથે એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સ્યૂસાઈડ નોટમાં ‘I QUIT હું જાઉ છું રૂપલ તારું ધ્યાન રાખજે..’ એવું લખ્યુ હતું. સાથે જ લખ્યુ હતું કે, મને કોલેજમાં કામનો ખૂબ જ લોડ લાગી રહ્યો છે. કોલેજની સેન્ટ્રલ લેવલે મને બે પોર્ટફોલિયા આપેલ છે. કોલેજનું ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને કોલેજમાંના વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ. બંને કામમાં મને ખૂબ જ લોડ રહે છે. મારા આપઘાતનું કારણ વધુ પડતો કોલેજનો કામનો લોડ છે.

દીકરાને કેનેડાથી ન બોલાવતા :

સાથે જ તેમણે સ્યૂસાઈડ નોટમાં પોતાના દીકરાને કેનેડાથી ન બોલાવવા પણ લખ્યુ છે. તેમણે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું કે પોતાના અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરી રહેલા પોતાના પુત્ર અક્ષતને નહીં બોલાવવાની છે અને બીજી ઈચ્છા પોતાના અગ્નિસંસ્કાર ઉમેશ મકવાણા નામના મિત્ર અને પીયૂષ રાઠોડ નામના કુંટુબી ભાઈ કરે તેવી વ્યક્ત કરી છે.

સુસાઈટ નોટમાં પત્ની માટે હૈયું હચમચાવી નાખે તેવા કરુણ શબ્દો લખ્યા હતા. જેમાં ‘રૂપલ મને માફ કરજે, તને એકલી છોડીને જાઉં છું. અક્ષતને સાચવજે’ તેવા ગમગીની ભર્યા શબ્દોનો પણ ઉલ્લેખ કરતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

આ પણ વાંચો :-

દર મહિને ખેડૂત કરવા લાગ્યો લાખોની કમાણી : કેળા-તરબૂચે યુવાનને બનાવી દીધો પ્રગતિશીલ ખેડૂત

0

Farmer started earning lakhs every month

  • Success Story : કૃષિમાં છત્તીસગઢથી ડિપ્લોમા કરનાર રવિ પિતાના ભરોસા પર ખર્યો ઉતર્યો છે. બાગાયતી પાકની શરૂઆત કરતાં પહેલાં રવિએ સૌથી પહેલા તરબૂચના પાકથી શરૂઆત કરી. આ પછી તેણે કેળા અને પપૈયાનો પ્રયોગ કર્યો. જે આજે તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.

બદલાતા સમયની સાથે નવી પેઢીની કામ કરવાની શૈલી પણ બદલાઈ રહી છે. આનું ઉદાહરણ છે મધ્યપ્રદેશના ખરગોનના રવિ પાલ. તેમનો પરિવાર પરંપરાગત ખેતી કરતો હતો. પરંતુ રવિએ બાગાયતી (Horticulture) પાકોમાં હાથ અજમાવ્યો અને તેના પ્રયત્નોએ બધું બદલી નાખ્યું. હાલમાં તેમની પ્રોડક્ટને મોટું માર્કેટ મળી ગયું છે.

તેની સાથે નફો પણ વધી રહ્યો છે. ખરગોન જિલ્લાના કસરાવાડ જિલ્લાના તિગરિયા ગામના રવિ પાલ નવી વિચારસરણી અને સરકારના સંસાધનો અને વહીવટના માર્ગદર્શન સાથે બાગાયતી પાકના એક સ્થાપિત યુવા ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે.

કોરોના પહેલા 2015-16ની વાત છે. રવિના પિતા વલ્લભે આખું કામ તેમના પુત્રને સોંપી દીધું. છત્તીસગઢથી એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કરનાર રવિ તેના પિતાના ભરોસે રહેતો હતો. બાગાયતી પાકની શરૂઆત કરતી વખતે, રવિએ સૌથી પહેલા તરબૂચથી શરૂઆત કરી હતી.

બાગાયતી ખેતીથી સારો નફો :

રવિ પાલ કહે છે કે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાકની ખેતી કરીને સારો નફો મળવા લાગ્યો પછી પરિવારના સભ્યોએ સહકાર આપ્યો. એક ખાનગી કંપની દ્વારા કેળા (Banana) અને પપૈયાની (Papaya) નિકાસ કરવામાં આવતાં તેમને મોટું બજાર મળ્યું હતું. આ સાથે તરબૂચ માટે નિમાડ સહિતના ઉજ્જૈનના વેપારીઓના રસને કારણે તેમનું કામ સરળ બન્યું હતું. હવે ફળો સારા ભાવે હાથોહાથ વેચાય છે. પરંપરાગત ખેતીની સરખામણીએ ફળોની ખેતીમાં સારો નફો થવા લાગ્યો છે.

PMKSY યોજનાનો લાભ લીધો :

બાગાયત વિભાગના નાયબ નિયામક કે કે ગહરવાલે જણાવ્યું હતું કે પ્રથમ રવિને 0.8 હેક્ટરમાં ટપક સિંચાઈ માટે 2015-16માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) માંથી 56,000 રૂપિયાની સબસિડી મળી હતી. ત્યારબાદ વિભાગના સતત સંપર્કમાં રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે અઢી એકરમાં તરબૂચ અને એ જ વિસ્તારમાં તરબૂચની સાથે કેળા અને પપૈયાનું વાવેતર 2.5 એકરમાં થાય છે.

આ પણ વાંચો :-

કમોસમી વરસાદ પણ ખેડૂતોનું કંઈ બગાડી ન શક્યો ! રાજકોટ યાર્ડમાં જીરાનો ઐતિહાસિક ભાવ બોલાયો

0

Unseasonal rain could

  • જીરુંના ઐતિહાસિક ભાવ : રાજકોટમાં બેડી યાર્ડમાં પ્રતિ મણ રૂ.8 હજારને પાર, ખેડૂતો ખુશખુશાલ, કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ન શક્યો.

રાજકોટ (Rajkot) જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard) જીરાના એક મણના 8,200 રૂપિયા સુધીના હાઈએસ્ટ ભાવ મળ્યા હતા. એક મણનો ભાવ 8,200 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી. આજ પહેલા ખેડૂતોને ભાવ અગાઉ ક્યારે મળ્યો ન હતો. ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો (Cumin) મળ્યો હતો.

બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. એક બાજુ કમોસમી વરસાદે રોકડિયા પાક સહિત તમામની દશા બગાડી નાંખી છે, પરંતુ અહીં તો કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ન શક્યો અને ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા. પ્રતિ મણ 8,200 રૂપિયા સુધી જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ ખૂબ વધુ ભાવ ખેડૂતોને જીરાના મળ્યા છે. કમોસમી વરસાદના કારણે જીરાના પાકને આ વખતે વધુ નુકસાન થયું છે.

રાજકોટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા તેમણે જણાવ્યું હતું કે આજે ભાવ છે એ ઐતિહાસિક ભાવ છે. આટલા સારા ભાવ મળવા પાછળના અલગ અલગ કારણો પણ છે. જેમાંથી સૌથી મહત્વનું કારણ એ છે કે આ વખતે જીરાનું ઉત્પાદન ઓછું જ રહ્યું છે. ત્યારે ગયા વર્ષનું જે જીરું છે તેમની માર્કેટ જોઈને ખેડૂતો અત્યારે સારા ભાવ સાથે જીરાનો પાક વેચી રહ્યા છે.

અન્ય એક કારણ એવું પણ માનવામાં આવે છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. રાજકોટ પંથકમાં ઉત્પાદન થતું જીરુ એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગુણવત્તાવાળું હોવાનું પણ મનાય છે. ત્યારે સારી ગુણવત્તાવાળા જીરાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખૂબ સારા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

11 એપ્રિલ 2023 આજનું રાશિફળ : નોકરી-ધંધામાં ધોખાઘડીનો શિકાર, ઉધારી કરી ભોગવજો, આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકરો, જુઓ રાશિ ભવિષ્ય

11 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ બપોર સુધી પ્રસન્નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જૂના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્ત થાય. સતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ માટે સારો દિવસ. પત્ની સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ નાણાકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ આધ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દુરુપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધા કરવાવાળા માટે લાભ. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીકસ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે, પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનુું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-