VIP Number નો જબરો ક્રેઝ ! નંબર મેળવવા 122 કરોડની લગાવી બોલી, જાણો શું છે નંબરમાં ખાસ

Share this story

Crazy craze of VIP Number

  • શોખ બની ચીજ હૈ ! ઘણાં લોકોને વીઆઈપી નંબરનો શોખ હોય છે. બાઈક હોય કે કાર ત્યાં સુધી કે મોબાઈલ નંબર પણ લોકો પોતાની પસંદગીનો રાખવાના શોખી હોય છે. ત્યારે હાલમાં જ દુબઈમાં એક શખ્સે પોતાની પસંદગીનો કાર નંબર મેળવવા માટે લગાવી દીધી સવા સો કરોડથી વધારે રૂપિયાની બોલી.

દુબઈમા (Dubai) મોસ્ટ નોબલ નંબર્સની હરાજીમાં (Auction) કારની નંબર P7 મેળવવા માટે રેકોર્ડ બ્રેક રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ નંબર મેળવવા માટે 5.5 કરોડ દિરહામ એટલે લગભગ 122 કરોડથી વધુ રૂપિયાની બોલી લાગી. જેની હરાજીમાં 1.5 કરોડ દિરહામથી બોલીની શરૂઆત થઈ હતી. હરાજી શરૂ થતા જ ગણતરીની સેકન્ડોમાં જ બોલી 3 કરોડને પાર પહોંચી ગઈ હતી. એક સમયે 3.5 કરોડે બોલી થોડીવાર માટે અટકી ગઈ હતી.

3.5 કરોડની બોલી ટેલીગ્રામ એપ્લિકેશનના સંસ્થાપક અને માલિક ફ્રેંચ એમિરાતી ઉદ્યોગપતી પાવેલ વાલેરિવિચ ડુરોવે (Pavel Valerievich Durove) લગાવી હતી. પરંતુ ફરી એ જ સમયે બોલી ઝડપથી આગળ વધતા 5.5 કરોડ દિરહામની પાર પહોંચી ગઈ હતી. પૈનલ સાતે આ બોલી લગાવી પોતાની ઓળખ ગુપ્ત રાખવાનું કહ્યું હતું.

જુમેરાની ચોથી સિઝન નામની હોટલમાં યોજાયેલ કાર્યક્રમમાં VIP નંબર પ્લેટ અને ફોન નંબરની હરાજી થઈ હતી. હરાજીમાં 10 કરોડ દિરહામ એટલે કે 2.7 કરોડ ડોલરની કમાણી થઈ હતી. આ રૂપિયા રમઝાનમાં લોકોને ભોજન ખવડાવવા માટે ઉપયોગમાં લેવાશે. કારની નંબર પ્લેટ અને ખાસ મોબાઈલ નંબરની હરાજીમાં કુલ 9.792 કરોડ દિરહામ મળ્યા હતા. આ હરાજી અમીરાત ઓક્શન દુબઈનું પરિવહન અને સંચાર કંપનીઓ એતિસલાત અને ડૂએ યોજી હતી.

P7 સીરીઝના નંબર માટે સૌથી વધુ બોલી લાગી હતી. બોલી લગાવનાર કેટલાક લોકો વર્ષ 2008નો રેકોર્ડ તોડવા માગતા હતા.જેમાં અબુ ધાબીની નંબર-1ની પ્લેટ મેળવવા એક ઉદ્યગપતિએ 5.22 કરોડ દિરહામની બોલી લગાવી હતી. આ હરાજીના તમામ રૂપિયા વન બિલિયન મીલ્સ અભિયાનને આપી દેવાય હતા. આ સંસ્થાની સ્થાપના વૈશ્વિક ભૂખમરા સામે લડવાના હેતુ સાથે કરવામાં આવી છે. રમઝાનમાં દાન આપવાના હેતુ સાથે દુબઈના ઉપરાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન રાશિદએ કરી હતી.

આ પણ વાંચો :-