Home Blog Page 1110

Yemen Stampede : યમનની રાજધાની સનામાં નાસભાગ, 78ના મોત, અનેક ઘાયલ

Yemen Stampede

  • યમનની રાજધાની સનામાં ભાગદોડ મચી ગઈ છે. જેમાં 78 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. તે જ સમયે આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે.

યમનની (Yemen) રાજધાની સનાથી (Sana) ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં નાસભાગમાં 78 લોકોના મોત થયા છે. તો બીજી તરફ નાસભાગ દરમિયાન અનેક લોકો લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નાસભાગમાં ઘાયલ 13 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે. રાહત સામગ્રીના વિતરણ દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી.

બચાવ કામગીરીમાં સામેલ બે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શાળામાં સેંકડો લોકો દાન એકત્રિત કરવા માટે એકઠા થયા હતા. દરેક વ્યક્તિને 5,000 યમની રિયાલ અથવા લગભગ $9 US મળવાના હતા. પરંતુ આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

તો બીજી તરફ યમનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાનનો આ કાર્યક્રમ બે ઉદ્યોગપતિઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. નાસભાગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

 Whatsapp યૂઝર્સ માટે સૌથી મજેદાર અપડેટ, એપમાં આવ્યું ફેસબુક બટન, આવી રીતે કરશે કામ

The most fun update for Whatsapp users

  • લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsappનું સ્ટેટસ હવે તમે Facebook પર એક ક્લિકથી શેર કરી શકશો. હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝ સેક્શનમાં શેર થઈ શકશે.

લગભગ દર મહિને મેસેજિંગ એપ Whatsapp નવાં-નવાં ફિચર્સ લોન્ચ કરી રહ્યું છે. જેના કારણે યૂઝર્સને વધુ સારો અને સુરક્ષિત ચેટિંગ અનુભવ મળી શકે છે. લેટેસ્ટ અપડેટ એવો છે કે જેમાં એક બટન અથવા એક ક્લિકની મદદથી યૂઝર પોતાનું વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પોસ્ટ કરી શકશે. આ અપડેટ તમારા વોટ્સએપ અને ફેસબુકને જોડે છે. હવે યૂઝર્સ માત્રે એક બટન પર ટેપ કરીને ફેસબુક (Facebook) પર સ્ટેટસ શેર કરી શકશે.

સેટિંગ ઈનેબલ કર્યાં બાદ મળશે સુવિધા

ઈંસ્ટાગ્રામ યૂઝર્સને પોતાની સ્ટોરી ફેસબુક પર શેર કરવાનો સરળ વિકલ્પ ઘણાં સમયથી મળી ગયો છે અને હવે આવો જ એક મોકો વોટ્સએપ સ્ટેટસને પણ મળવા જઈ રહ્યો છે. વોટ્સએપ સ્ટેટસની જેમ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પણ 24 કલાક માટે શેર થઈ શકે છે અને ત્યારબાદ આપોઆપ ગાયબ થઈ જાય છે. વોટ્સએપે ઘોષણા કરી છે કે હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝમાં એક ક્લિક માત્રથી શક્ય બની શકશે. આ સુવિધા મેળવવા માટે યૂઝરે આ વિકલ્પને ફેસબુક સેટિંગ પર ઈનેબલ કરવું પડશે.

એક ક્લિકથી થશે શેર :

હવે My Statusની સાથે Share આઈકન પણ દેખાશે. આ બટન પર ટેપ કર્યાં બાદ વોટ્સએપ સ્ટેટસને સરળતાથી ફેસબુક સ્ટોરીમાં શેર કરી શકાશે. એટલું જ નહીં, યૂઝર ઈચ્છે તો વોટ્સએપ સ્ટેટસને આપમેળે ફેસબુક સ્ટોરીમાં શેર થાય તેવો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

થોડા સમયમાં મળશે આ ફિચર :

પ્લેટફોર્મે જણાવ્યું કે ઓટોમેટિકલી શેર સ્ટેટસ ઓન ફેસબુક ફીચર તમામ યૂઝર્સ માટે મોબાઈલ એપમાં રોલઆઉટ કરવામાં આવશે. આ અપડેટ તમામ વોટ્સએપ યૂઝર્સને આવતા કેટલાક સપ્તાહમાં મળી શકે છે. આ નવો અપડેટ મળ્યાં બાદ  સ્ટેટસ શેરિંગ ઈનેબલ કરી શકાશે અને આ સ્ટેટસ અપડેટ્સ પણ એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્ટેડ રહેશે. યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમનો સ્ટેટસ કોણ જોઈ શકે અને કોણ નહીં.

આ પણ વાંચો :-

 

Ola Uber Booking : મોબાઈલમાં બેટરી ઓછી હશે તો ચૂકવવું પડશે વધુ ભાડું, આ ટ્રિકથી લોકોના ખિસ્સા થઈ રહ્યા છે ખાલી

Ola Uber Booking

  • Ola Uber Booking Fraud with Mobile Battery : ઓનલાઈન કેબ બુક કરાવતી વખતે અલગ અલગ રીતે લોકોના ખિસ્સા પર કાતર મુકવામાં આવે છે. આજે આવી જ એક ટ્રીક વિશે તમને જણાવીએ. આ વાત જાણીને તમે પણ કેબ બુક કરાવતાં પહેલા ફોનને ફુલ ચાર્જ કરી લેશો.

જો તમે વિચારતા હોય કે આવું કેવી રીતે થઈ શકે તો ચાલો તમને જણાવીએ કે આવું કઈ રીતે કરવામાં આવે છે. આ પ્રકારની છેતરપિંડી ઓલા કે ઉબેર બુક (Uber Book) કરાવતા કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે.

માની લો કે તમારા ફોનની બેટરી લો છે અને તમને કેબ બુક (Cab Book) કરાવવાની ઉતાવળ છે તો તમારા ફોનમાં કેબ બુકિંગના ચાર્જિસ વધારે દેખાશે. તમે ઉતાવળમાં હશો તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના કેબ બુક કરી લેશો. આ વાત ઓલા અને ઉબેર જેવી કેબ બુકિંગ એપ્લિકેશન (Cab Booking App) સારી રીતે જાણે છે કે મુશ્કેલના સમયમાં લોકો વધારે ખર્ચ પણ કરી શકે છે.

આવી જ રીતે કેબ બુકિંગ એપ્લિકેશન તમારા ફોનના મોડલના આધારે પણ ભાડું વધારે કરી શકે છે. Iphone અને મોંઘા મોડલ્સ ના ફોન ઉપર ભાડું વધારે જોવા મળશે અને સસ્તા ફોન ઉપર ઓછું ભાડું. એટલે કે તમારી પ્રોફાઈલ ના આધારે ઓલા અને uber જેવી એપ્લિકેશન કેબ બુકિંગ નો રેટ નક્કી કરે છે.

ઓલા અને ઉબેર જેવી કેબ બુકિંગ એપ્લિકેશન fare વાળા fraud ને તમારા ફોનની બેટરી પર્સન્ટેજ ના આધારે અંજામ આપે છે. એપ્લિકેશન નક્કી કરે છે કે કયા વ્યક્તિ પાસેથી કેટલું ભાડું વસૂલ કરી શકાય. જોકે આ પ્રકારનું ફ્રોડ માત્ર ભારતમાં ચાલે છે એવું નથી દુનિયાભરની કેબ બુકિંગ એપ્લિકેશનમાં આ રીતે ભાડું વસૂલવામાં આવે છે. આ અંગે એક રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઓનલાઇન કેબ બુકિંગ એપ્લિકેશન તેનું ભાડું યુઝરને મોબાઇલની બેટરી લેવલના આધારે વધારે છે.

આ વાતની ચકાસણી કરવા માટે એક એક્સપેરિમેન્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં બેલ્જિયમના એક અખબાર ડૈનિયર હ્યૂરના એક વ્યક્તિ બૃસેલ્સમાં આવેલી ઓફિસ સુધી જવા માટે બે સ્માર્ટ ફોનથી કેબ બુક કરાવી હતી. જેમાં એક ફોનની બેટરી 84% આસપાસ હતી. જેમાં ભાડું 16.6 યુરો દેખાડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક સ્માર્ટફોનમાં બેટરી 12% હતી અને તેમાં ભાડું 17.56 યુરો દેખાડવામાં આવ્યું. બંને જગ્યાનું લોકેશન એક જ હતું છતાં પણ ભાડામાં ફેરફાર જોવા મળ્યો.

આવી જ રીતે પેરિસ શહેરમાં પણ એક એક્સપીરમેન્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે સ્માર્ટફોનની મદદથી કેવુ બુક કરવામાં આવી. એક ફોનમાં 10 ટકા બેટરી હતી તો તેમાં ભાડું 20.47 જોવા મળ્યું અને જે ફોનમાં 80 ટકા બેટરી હતી તેમાં 17.56 યુરો ભાડુ જોવા મળ્યું.

ઉબેરના આર્થિક નીતિઓના પૂર્વ પ્રમુખ કીથ ચેન વર્ષ 2016માં તેના કાર્યકાળ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિના મોબાઈલમાં બેટરી 5 ટકા કે તેનાથી ઓછી હોય તો તે વધારે પૈસા આપીને પણ કેબ બુક કરાવી લેવા તૈયાર હોય છે.

આ પણ વાંચો :-

20 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આ રાશિના જાતકો કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેજો નહીંતર બુધવાર બગડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

20 April 2023 Today’s Horoscope

મેષઃ
આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખ-શાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ
ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક  સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ
માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ
આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ
જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. ‌પ્રિય પાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ
આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી, ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ
થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ
માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન-વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ
પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ
દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

બોલીવુડ એક્ટ્રેસ માહી ગીલે ફેન્સને ચોંકાવ્યાં, છાનામાના કરી લીધા લગ્ન, કોણ છે તેનો વર

Bollywood actress Mahi Gill  

  • Bollywood : 6 વર્ષીય બાળકીની માતા અને ફેમસ એક્ટ્રેસ માહી ગિલે બીજા લગ્ન કર્યાં છે. નવાઈની વાત તો એ છે કે તેણે ગુપચુપ રીતે આ લગ્ન કરી ફેન્સને ચોંકાવી દીધાં છે.

47 વર્ષની અત્યંત સુંદર એક્ટ્રેસ માહી ગિલ (Mahi Gill) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ વાતોને લઈને હંમેશા ચર્ચામાં હોય છે. તેણે દેવ ડી, ગુલાલ, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર, પાન સિંહ તોમર (Pan Singh Tomar) જેવી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે. છેલ્લાં 2 વર્ષોથી માહી ન તો વેબ સીરીઝમાં જોવા મળી રહી છે ન તો સિનેમામાં. હવે ખબર મળી છે કે માહીએ ચુપચાપ બીજાં લગ્ન કરી લીધાં છે અને હાલમાં પોતાના પતિ સાથે ગોવામાં રહે છે.

‘હા મેં તેમની સાથે લગ્ન કરી લીધાં છે.’

મીડિયા રિપોર્ટ અનિસાર માહી પોતાના પતિ રવિ કેસર અને પુત્રી વેરોનિકાની સાથે ગોવામાં રહે છે. રવિ અને માહી ઘણાં વર્ષોથી એકબીજાં સાથે સંબંધમાં હતાં. મળતી માહિતી અનુસાર માહીએ પોતાનાં બીજા લગ્નની વાતને જાહેરમાં સ્વીકારી લીધી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે તે કેસરની સાથે 6 વર્ષોથી રિલેશનશિપમાં છે. રિપોર્ટ અનુસાર માહીએ કહ્યું કે ‘હા મેં તેમની સાથે લગ્ન કરી લીધાં છે.’

17 વર્ષની ઉંમરે પહેલાં લગ્ન 47 વર્ષની ઉંમરે બીજાં :

મીડિયા રિપોર્ટ અનુસાર માહીએ પહેલા લગ્ન 17 વર્ષની ઉંમરે જ કરી લીધાં હતાં. પરંતુ આ લગ્ન વધુ સમય સુધી ચાલી ન શક્યાં. તેના પછી માહીએ ક્યારેય લગ્ન ન કર્યાં. જો કે હવે માહિતી મળી આવી છે કે માહીએ બીજા લગ્ન કર્યાં છે. તેના પતિ રવિ કેસર બિઝનેસમેન છે અને તેમણે શોર્ટ ફિલ્મમાં અને વેબ સીરિઝમાં કામ કર્યું છે.

આ પણ વાંચો :-

 

આ અભિનેત્રી YRFના સ્પાય યુનિવર્સમાં કરશે એન્ટ્રી ? શરૂ કરી દીધી એક્શનની ધમાકેદાર તૈયારીઓ

This actress will enter YRF’s spy universe? Explosive preparations for
  • YRF Spy Universe : યશ રાજ ફિલ્મ્સની પઠાણની શાનદાર સફળતા પછી, YRFની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મો માટે ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. સમાચાર છે કે હૃતિક રોશનની ‘વોર 2’માં નવી અભિનેત્રી શર્વરી વાઘની એન્ટ્રી થઈ શકે છે.

હૃતિક રોશન (Hrithik Roshan) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) સ્ટાર ફિલ્મ ‘વોર’ ની સિક્વન્સની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અયાન મુખર્જી (Ayan Mukherjee) આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા એક તાજા સમાચાર સામે આવી રહ્યા છે.

યશ રાજ ફિલ્મ્સની આ સ્પાય યુનિવર્સમાં નવી એન્ટ્રી થઈ શકે છે અને એક અભિનેત્રીએ તેની નવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી આ સંકેત આપ્યો છે. આ અભિનેત્રી છે શર્વરી વાઘ, જેનો નવો ઈન્સ્ટાગ્રામ વિડીયો જણાવે છે કે અભિનેત્રી તેની લવચીકતા અને એક્શન કુશળતા પર સખત મહેનત કરી રહી છે.

બંટી ઔર બબલી 2‘માં જોવા મળેલી અભિનેત્રી શર્વરી વાઘે મંગળવારે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસ બેક ફ્લિપ કરતી જોવા મળી રહી છે. આ સાથે તે તેના ટ્રેનર સાથે સખત મહેનત કરતી પણ જોવા મળે છે. આ ક્લિપમાં શર્વરી પિંક લોઅર અને વ્હાઈટ ટોપમાં જોવા મળી રહી છે.

રસપ્રદ વાત એ છે કે શર્વરી જ્યાં ટ્રેનિંગ લઈ રહી છે ત્યાં દિવાલ પર ટીમ ટાઈગર દેખાય છે. હવે શું આ દર્શકો માટે સંકેત છે? શું શર્વરી ટાઈગર શ્રોફની ટીમનો ભાગ હશે અને આ ફિલ્મમાં જોવા મળશે? સારું પ્રશ્નો પૂરતા છે. તમે પણ જુઓ આ વીડિયો.

અભિનેત્રીની આ ક્લિપ પર પણ ચાહકો તેને સતત પૂછી રહ્યા છે કે શું તે ‘વોર 2‘ની તૈયારી કરી રહી છે. હવે શર્વરી કઈ ફિલ્મ માટે આટલી મહેનત કરી રહી છે તે તો અભિનેત્રી જ જાહેર કરશે.

યશ રાજ ફિલ્મ્સની પઠાણની શાનદાર સફળતા પછી YRFની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મો માટે ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. શાહરૂખ ખાને ધમાલ મચાવી છે અને સલમાન ખાન પણ ટૂંક સમયમાં ‘ટાઈગર‘ સિરીઝની સિક્વલ સાથે જોવા મળવાનો છે. આ સાથે જ લોકો રિતિક રોશન સાથેની ‘વોર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

ઘરના વડીલો જૂતાં-ચંપલ ઉંધા ન રાખવા કેમ કરે છે ટકોર ? વાસ્તુ શાસ્ત્રમાં આપેલું છે અસલી કારણ, જાણો શું

Why do the elders  

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર કે બહાર બૂટ-ચંપલ ઉંધા રાખવાથી જીવનમાં ઘણી ગંભીર અને નકારાત્મક અસરો થાય છે. એટલા માટે બૂટ-ચંપલ ઉંધા ન રાખવા જોઈએ.

Vastu tips : ઘર હોય કે બહાર બૂટ (boot) કે ચંપલ ઉંધા પડેલા જોઈને દરેક મૂંઝાઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બૂટ-ચંપલને શા માટે ઉંધા ન રાખવા જોઈએ? આ પાછળનું કારણ શું છે ? જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ઘરની અંદર કે બહાર બૂટચંપલ ઉંધા રાખવાથી જીવનમાં ઘણી ગંભીર અને નકારાત્મક અસરો થાય છે. એટલા માટે ચપ્પલ અને શૂઝને ઉંધા ન રાખવા જોઈએ. આવો જાણીએ બૂટ-ચંપલને ઉંધા રાખવાથી બીજી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.

ઘરની અંદર કે બહાર બૂટ-ચંપલ ઉંધા હોવા પર થઇ શકે છે આ સમસ્યા :

  • ઘરમાં ઉંધા બૂટ-ચંપલ હોય તો ઘરમાં ઝઘડા થાય છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.
  • દરવાજાની સામે બૂટ-ચંપલ ઉંધુ રાખવાથી ઘરમાં વિવાદ થઈ શકે છે.
  • ઘરના દરવાજા પર ભૂલથી પણ બૂટ-ચંપલ ઉંધા ન રાખવા જોઈએ. આનાથી પરિવારના સભ્યોની વિચારસરણી પર ખરાબ અસર પડે છે.
  • બૂટ-ચંપલ ઉંધા રાખવાથી ઘરમાં રોગ, દુ:ખ વગેરે આવવા લાગે છે. એટલા માટે જો બૂટ-ચંપલ  ઉંધા હોય તો તેને તરત સીધા કરો.
  • માનવામાં આવે છે કે ઘરમાં બૂટ-ચંપલ ઉંધા રાખવાથી તણાવનું વાતાવરણ બને છે.
  • બૂટ-ચંપલ  ઉંધા રાખવાથી શનિદેવનો પ્રકોપ થાય છે. કારણ કે શનિદેવને પગનો કારક માનવામાં આવે છે.
  • બૂટ-ચંપલ  ક્યારેય ઉંધા ન રાખો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
  • વાસ્તુ અનુસાર જો બૂટ-ચંપલ ઉંધા હોય તો ઘરની સકારાત્મકતા જતી રહે છે.
  • બૂટ-ચંપલ ઉંધા હોવાના કારણે પરિવારના સુખ-શાંતિમાં ઘણી અડચણો આવે છે.

પશુ-પક્ષીને દાણા ના નાંખવા  :

જો તમે પશુ-પક્ષીઓને દાણા નથી નાંખતા તો આજથી જ તેમને દાણા નાંખવાનું શરૂ કરી દો. કારણ કે મૂંગા પ્રાણીઓને ખવડાવવાથી કુંડળીના અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે અને બુધ ગ્રહ પણ બળવાન બને છે. તેનાથી કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે.

આ પણ વાંચો :-

હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત, ચીનને છોડ્યું પાછળ, UN રિપોર્ટમાં સામે આવ્યા આંકડા

Now India has become  

  • ભારતની વસ્તી હવે દુનિયામાં સૌથી વધુ છે. ચીનને ભારતે પાછળ છોડીને આ મુકામ હાસિલ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. પરંતુ ચીનના લોકોની સરેરાશ ઉંમર વધુ છે.

ભારત (India) હવે દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ (Populous Country) બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત ચીનની (China) વસ્તીથી આગળ નિકળી ગયાના સમાચાર આવ્યા હતા. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રએ આ વાત પર મહોર લગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના (United Nations Population Cell) આંકડા પ્રમાણે ભારતની વસ્તી હાલ ચીનના મુકાબલે 29 લાખ વધુ છે.

પરંતુ તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને જનસંખ્યાના મામલામાં ક્યારે પાછળ છોડ્યું છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ પ્રમાણે દુનિયાની વસ્તી હવે 8 અબજથી વધુ થઈ ગઈ છે. જનસંખ્યા કોષના રિપોર્ટનું શીર્ષક ‘હવે અજબો જિંદગીઓ, અનંત સંભાવનાઓ છે.’

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 86 લાખ છે, તો ચીનની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 57 લાખ છે. આ રીતે બંને દેશોની વસ્તીમાં 29 લાખનું અંતર આવી ગયું છે. 1950થી સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યાનો આંકડો રાખે છે અને ત્યારથી આ પ્રથમવાર છે.

જ્યારે ભારતે વસ્તીના મામલામાં ચીનને પાછળ છોડી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના મીડિયા સલાહકાર અન્ના જેફરીઝે જણાવ્યુ- હાં તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને ક્યારે પાછળ છોડ્યું છે. હકીકતમાં બંને દેશો વચ્ચે સીધી રીતે તુલના કરવી મુશ્કેલ છે કારણ કે બંને દેશોના ડેટા કલેક્શનમાં થોડું અંતર છે.

ચીનની વસ્તીમાં થવા લાગ્યો ઘટાડો :

તેમણે કહ્યું કે આ રિપોર્ટથી સ્પષ્ટ છે કે ચીનની જનસંખ્યાનું લેવલ પાછલા વર્ષે પીક પર પહોંચી ગયું હતું અને હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. તો ભારતની વસ્તી હાલ વધારાની દિશામાં છે. પરંતુ ભારતની પણ વસ્તીનો ગ્રોથ રેટ 1980 બાદ ઘટાડા તરફ છે.

તેનો મતલબ તે થયો કે ભારતમાં વસ્તી તો વધી રહી છે પરંતુ તેનો દર પહેલાના મુકાબલે ઓછો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની 25 ટકા વસ્તી 0થી 14 વર્ષ વચ્ચેની છે. આ સિવાય 18 ટકા લોકો 10થી 19 વર્ષ વચ્ચેના છે.

આ પણ વાંચો :-

કેરીના શોખીનોને મોજ-એ-દરિયા ! કેરીના ભાવમાં ધરખમ ઘટાડો થતા લેવા માટે પડાપડી

0

Mango lovers have fun 

  • આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે.

અમદાવાદમાં (Ahmedabad) કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો થયો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા ઘટ્યા છે. ઉનાની (Una) કેસર કેરીનો ભાવ 900 રૂપિયા થઈ ગયો છે. અગાઉ પેટી દીઠ 1200 રૂપિયા ચૂકવવા પડતા હતા. જો કે હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની (Ratnagiri Mango) પેટીનો ભાવ 2200થી 2600 રૂપિયા છે. અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો.

બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં મળે છે. સુંદરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની આશા છે.

ઉલ્લેખનીય છેકે ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે.

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇઈ ચૂકી છે ત્યારે ફળોનો રાજા અને સૌ કોઈના પ્રિય ફળ કેરીની શરૂઆત થવાની છે. ત્યારે સૂકા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 10,900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે તો કમોસમી વરસાદના મારના કારણે 4500 હેક્ટર જેટલા વિસ્તારમાં આંશિક નુકસાની થઈ છે.

ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે.

આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

શશી થરૂર થઈ ગયાં મોદી સરકારના આ કામથી ખુશ, કરી દીધી મોટી વાત

0
Shashi Tharoor
  • Shashi Tharoor News : શશી થરૂરે કહ્યું, મેં ટવિટ કરીને કહ્યું હતું અને સરકારે માની લીધું, આ સાથે તેમણે કહ્યું કે, વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

ભારતીય રેલ્વે વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) નેટવર્કને ઝડપથી વિસ્તરણ કરવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં હવે દક્ષિણના રાજ્ય કેરળને (Kerala) પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ તરફ હવે તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના નેતા શશિ થરૂરે (Congress leader Shashi Tharoor) આ અંગે ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આ મહિનાના અંતમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. મહત્વનું છે કે શશી થરૂરે કહ્યું કે વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

કોંગ્રેસના નેતા શશિ થરૂરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી પોતાની ટ્વીટને શેર કરતા થરૂરે લખ્યું હતું કે, મને ખુશી છે કે અશ્વિની વૈષ્ણવે 14 મહિના પહેલા જે સૂચન કર્યું હતું તે કર્યું. 25મીએ તિરુવનંતપુરમથી નરેન્દ્ર મોદીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવવાની રાહ જોઈ રહ્યા છીએ. વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

કયા માર્ગ ઉપર દોડશે વંદે ભારત ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલ 2023ના રોજ તિરુવનંતપુરમથી કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે . કેરળ વંદે ભારત ટ્રેન 501 કિલોમીટરનું અંતર કાપશે જે કુલ 7.5 કલાકમાં પૂર્ણ થશે. કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનનો રૂટ પણ સામે આવી ગયો છે. આ ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે દોડશે. રસ્તામાં આ ટ્રેન કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ ટાઉન, થ્રિસુર, તિરુર, કોઝિકોડ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ કારણે પૂર્ણ ગતિમાં નહીં દોડે વંદે ભારત :

આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. પરંતુ કેરળમાં અયોગ્ય રૂટને કારણે તે ઘણી જગ્યાએ ધીમી ચાલશે. તેમણે જણાવ્યું કે, કાસરગોડ અને તિરુવનંતપુરમ વચ્ચે ટ્રેનની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક છે, પરંતુ અન્ય ઘણા ભાગોમાં તે 70 થી 80 કિમી થઈ જાય છે. કેરળમાં ત્રણ તબક્કામાં ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે. આ માટે 351 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

દેશમાં કેટલી વંદે ભારત ટ્રેન ? 

અત્યાર સુધી દેશમાં કુલ 15 વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે 100 ટકા સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી છે. આ ટ્રેન પહેલીવાર વર્ષ 2019માં દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન PM મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ ટ્રેન 100 ટકા એર કન્ડિશન્ડ છે. તેમાં જીપીએસ સિસ્ટમ, વાઈફાઈ, ઓટોમેટિક ડોર વગેરે જેવી ઘણી સુવિધાઓ છે.

આ પણ વાંચો :-